________________
[૧૧૭]... ૨૧મું “અવગાહના સંસ્થાન” પદ શરીરનું સંસ્થાન અને અવગાહના
આ પદમાં છવોનાં શરીર વિષે નીચેની બાબતો વિચારાઈ છે – ૧. શરીરના ભેદો. ૨. સંસ્થાન–આકૃતિ. ૩. પ્રમાણ–શરીરનું માપ. ૪. શરીરનિર્માણ માટે પુલોનું ચયન. ૫. જીવમાં એકસાથે ક્યાં કયાં શરીરો હોય ? ૬. શરીરોનાં દ્રવ્ય અને પ્રદેશોનું અલ્પબહુવ. ૭. અવગાહનાનું અલ્પબહુત્વ.
આમાંના નં. ૧, ૨ અને ૩ ની વિચારણા શરીરના તે તે ભેદોના વર્ણન પ્રસંગે જ કરવામાં આવી છે. અને એ વિચારણા પૂરી થયે ક્રમશ: નં. ૪ થી ૭ દ્વારા લેવામાં આવ્યાં છે. એ શરીર વિષેની વિચારણાની બે ક્રમિક ભૂમિકા સૂચવે છે.
ગતિ આદિ અનેક ધારો વડે જીવની વિચારણું પૂર્વકાળમાં થતી (પ્રજ્ઞાપના, પદ ૩ અને ૧૮); અને જીવના ગતિ આદિ પરિણામોનો વિચાર થતો (પ્રજ્ઞાપના, પદ ૧૩); પરંતુ તે ગતિ આદિ તારોમાં શરીરધાર નથી. ષખંડાગમમાં પણ સર્વપ્રથમ શરીરવિચારણા પ્રકૃતિસમુત્કીર્તન નામની ચૂલિકામાં આવે છે. જુઓ ૫૦ ૬, પૃ. ૫૦. નામકર્મની પ્રકૃતિમાં ગતિ અને જાતિ પછી શરીર સંબંધી અનેક પ્રકૃતિને સ્થાન મળ્યું છે.
પ્રથમ “વિધિ” દ્વારમાં શરીરના પાંચ ભેદ–દારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ (૧૪૭૪)–પછી ક્રમશઃ દારિક આદિ શરીરના ભેદો વગેરેની ચર્ચા છે, તેમાં ઔદારિક શરીરના ભેદોની ગણનામાં એકન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયમાં મનુષ્ય સુધીના જેટલા જીવભેદ-પ્રભેદો તેટલા જ ભેદ ઔદારિક શરીરના ગણાવ્યા છે (૧૪૭૬-૮૭). ઔદારિક શરીરનું સંસ્થાન–આકૃતિ પણ એટલા જ છવભેદોની વિચારાઈ છે, તેમાં પૃથ્વીનો મસૂરની દાળ જેવો, અાયનો તિબકબિન્દુ (સ્થિર જલબિન્દુ) જેવો, તેજસ્કાયનો સૂચકલાપ (સોયોના સમૂહ) જેવો, વાયુકાયનો પતાકા જેવો, વનસ્પતિનો નાના પ્રકારનો આકાર છે. દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય જીવોનું હંડસંસ્થાન, અને સંમૂર્થ્યિમ સિવાયના બાકીના ઔદારિક શરીરવાળા પંચદ્રિયોને યે પ્રકારનાં સંસ્થાનો હોય છે. સંમૂછિમને હું સંસ્થાન છે (૧૪૮૮–૧૫૦૧). છ સંસ્થાના આ છે—
૧. સમચતુરસ, ૨. ન્યગ્રોધ પરિમંડલ, ૩. સાદિ, ૪. વામન, પ. કુન્જ, ૬. હું.
ઔદારિકાદિ શરીરના પ્રમાણને અર્થાત ઊંચાઈનો વિચાર પણ એકેન્દ્રિયાદિ છવોની અપેક્ષાએ કરવામાં આવ્યો છે (૧૫૦૨-૧૩).
૧. આ પૂર્વે પદ ૧૨ મું શરીર પર આવી ગયું છે તથા ૧૬મું પ્રયોગપદ પણ શરીરના પ્રયોગની ચર્ચા કરે છે. ૨. એ ભેદો માટે પ્રજ્ઞાપના પદ પ્રથમ જેવું. ૩. “રિતયુવાનો ય વિત્યુને પુનરિતરતી વાતાદ્રિના વિક્ષિપ્ત:' ટીકા, ૫૦ ૪૧૧. ૪. અહીં મૂળમાં છ ગણાવ્યા નથી, જાવ' શબ્દનો પ્રયોગ છે, એટલે પ્રથમ અને અંતિમનાં નામ છે,
-૧૪૯૭[૧] “પણ સૂ૦ ૧૬૯૪[૮] (પદ ૨૩)માં છયે સંસ્થાનનાં નામ આપેલાં છે, ૫. પાઠાન્તર–સાચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org