Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૨૧]... જ કરે છે, અને ક્રિયાવિચાર કેવા ક્રમે થયો હશે તેની ઝાંખી કરાવે છે–જેમ કે ક્રિયાના પ્રથમ પ્રકારે પાંચ ભેદ બતાવ્યા તે માત્ર અહિંસા-હિંસાના વિચારને લક્ષીને જ છે૧૩ (સૂ૦ ૧૫૬૭-૭૨; ૧૬૦૫). ક્રિયાની બીજી રીતે વિચારણું થઈ તે વળી (મૂ૦ ૧૫૭૪-૮૦) માત્ર પાંચેય મહાવતોને જ લઈને નહિ પણ તે જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તે અઢાર પાપસ્થાનોને લઈને છે. અને વળી તીજા પ્રકારે ક્રિયાના જે પાંચ ભેદો વર્ણવ્યા છે તે તદ્દન જુદા જ પ્રકારે છે. તે પાંચેય પ્રકારો એક યા બીજી રીતે અઢાર પાપસ્થાનોમાં સમાવી શકાય તેમ છે (૧૬૨૧). વળી, સૂત્રકૃતાંગમાં પણ ક્વિાસ્થાનોની ચર્ચા છે. આમ ક્રિયાવિચાર અનેક રીતે થતો હતો; પણ તે વિચાર નિશ્ચિત ભૂમિકા પ્રાપ્ત કરે તે પહેલાં કર્મવિચારણા વ્યવસ્થિત થઈ ચૂકી હતી અને તેમાં દોષોની સુનિશ્ચિત વિચારણા થઈ એટલે આ જૂના વિચારનો લાભ તો લેવાયો પણ તેને તે રૂપમાં જ મંજૂરી મળી નહિ.
જીવોમાં કોણ સક્રિય અને કોણ અક્રિય તેનો વિવેક કરવામાં આવ્યો છે અને નક્કી કરવામાં આવ્યું છે કે સિદ્ધો તો અક્રિય જ છે, તેમને કોઈ પણ પ્રકારની ક્રિયા હોતી નથી. સંસારી જીવોમાં માત્ર શિલેશી જ એટલે કે અયોગી કેવલી જ અક્રિય છે, શેષ સર્વ સક્રિય જ હોય છે (૧૫૭૩). ખરી રીતે જીવોના સક્રિય-અક્રિય ભેદો જણાવતું આ સૂત્ર સર્વપ્રથમ હોવું જોઈતું હતું અને પછી ક્રિયાના ભેદો અને તેમાં ક્યો ભેદ કયા જીવમાં લાભ તેની ચર્ચા સંગત થાત. પણ, ઉપર જણાવ્યું તેમ, આ પદ ક્રિયા વિષેની જુદી જુદી વિચારણાનો સંગ્રહ હોઈ આમ બન્યું છે. તેથી પ્રથમ ક્રિયાના પાંચ ભેદો અને તેના ઉત્તર ભેદો જ ગણાવ્યા (૧૫૬૭–૭૨); પછી જીવો સક્રિય છે કે અક્રિય છે એ પ્રશ્નની ચર્ચા કરી (૧૫૭૩).
ક્રિયાના મૂળ અને ઉત્તર ભેદો પ્રજ્ઞાપનામાં નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે – પાંચ કિયા ૧૫૬૭–૭૨૫, ૧૬૫ અઢાર પા૫સ્થાન જે વડે પાંચ કિયા (૧૯૨૧)
દિયા (૧૫૭૦-૮૦) ૧. કાઈયા (કાયિકી)
૧. પ્રાણાતિપાત
૧. આરંભિયા ૧. અણુવરયકાઈયા ૨. મૃષાવાદ
૨. પારિગ્રહિયા ૨. દુષ્પત્તિકાયા
૩. અદત્તાદાન
૩. માયાવત્તિયા ૨. આહિગરણિયા (આધિકરણિકી) ૪. મિથુન
૪. અપચ્ચખાણુકિરિયા ૧. સંજયણાહિગરણિયા પ. પરિગ્રહ
૫. મિચ્છાદંસણુવત્તિયા ૨. નિવ્રુત્તણહિગરણિયા ૬. ક્રોધ ૩. પાદસિયા (પ્રાદેષિક)
૭. માન ૧. સ્વપ્રતિ અશુભમન ૮. માયા ૨. પરપ્રતિ ,
૯. લોભ ૩. તદુભયપ્રતિ ,
૧૦. પ્રેમ
૧૩. યાદોનો આ વિચાર જનો હોવા સંભવ છે. કારણ કે આગળની સુત્ર ૧૫૮૫ વગેરેમાં, જ્યાં માત્ર
કયાનો નિર્દેશ છે ત્યાં, ક્રિયાના આ જ ભેદો અભિપ્રેત છે. આ પાંચે ક્રિયાનું સામાન્ય નામ આયોજિકા–
સંસારમાં જોડી રાખનારી-એવું પણ છે (૧૬૧૭). ૧૪. આની તુલના કરો, વેદનાપ્રયયવધાન સુત્રો સાથે, પખંડાગમ, પુ૧૨, પૃ. ૨૭૫. ૧૫. જુઓ, ભગવતીસાર, પૃ૦ ૩૪; ભગવતી, શતક ૩, ઉદ્દેશક ૩, ૧૬, ભગવતી, ૧૬. ૧. ૫૬૪-૫૬૫; ભગવતીસાર, પૃ૦ ૩૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org