Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૨૭]...
ચૌદમું ‘કષાય′ પદ : કષાયનિરૂપણ
આ પદમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો (૯૫૮) જીવોના ચોવીશે દંડકોમાં સંભવે છે (૯૫૯) એમ જણાવીને કષાયની આત્મામાં, પરમાં, ઉભયમાં પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા ચોવીશે દંડકના સકલ જીવોની અપેક્ષાએ દર્શાવી છે (૯૬૦). આમાં ક્રોધના ભાજન-અભાજનની અપેક્ષાએ પ્રતિા-અપ્રતિષ્ઠા શબ્દનો પ્રયોગ છે. ધણીવાર એવું બને છે કે અકારણ કષાય થાય છે ત્યારે કષાયનું પાત્ર કોઈ હોતું નથી. તે અપ્રતિષ્ઠિત કાય છે, એમ ટીકાકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
€
ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપધિને લઈ ને કષાયની ઉત્પત્તિ સકલ સંસારી જીવોના ચોવીશે દંડકોમાં છે (૯૬૧).
કષાયોના ઉત્તરભેદોમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલન એવા
ઉત્તરોત્તર નંદ, મંદતર કષાયો છે (૯૬૨). વળી, તેના આભોગનિર્વર્તિત, અનાભોગનિર્વતિત, ઉપશાંત અને અનુપશાંત એવા પણ ભેદો છે (૯૬૩). તેમાં કારણ ઉપસ્થિત થયે, તેને સમજીને કષાય કરવો તે આભોનિર્વર્તિત છે. અને વગર સમજે કષાય કરવો તે અનાભોગનિર્વર્તિત છે. કષાયનો ઉદય ન થાય ત્યાં સુધી તે ઉપશાંત કહેવાય અને ઉદયાવસ્થામાં તે અનુપશાંત કહેવાય છે.
જૈન આગમમાં આત્માના દોષોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. અને તે દોષોનો સંગ્રહ પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તેમાંનો એક સંગ્રહપ્રકાર રાગ-દ્વેષ-મોહ એ છે, પરંતુ કર્મસિદ્ધાન્તમાં ઉક્ત ચાર કષાયોને અને મોહને આધારે જ વિચારણા થઈ છે, તેથી તે સંગ્રહપ્રકાર જૈનસંમત દોષવર્ણનનું અંતિમ રૂપ હોય એમ જણાય છે.ર
આ પૂર્વેના પદમાં આત્માના વિવિધ પરિણામો દર્શાવ્યા છે, તેમાંનો જ કષાય એ પણ એક પરિણામ છે તેની નોંધ લેવી જોઈ એ (૯૨૬).
આ કાષાયો જ મુખ્યરૂપે કર્મબંધનું કારણ છે, તેથી પ્રસ્તુતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય કાળમાં આઠેય કર્મપ્રકૃતિના ચયનનાં સ્થાનો–પ્રકારો ચોવીશે દંડકોના વોમાં ચારે કષાયો જ છે. માત્ર ચયન જ હિ પણ ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાનાં પણ ચારેય કાયો જ સ્થાનો છે (૯૬૪–૯૭૧).
કષાયપ્રકરણને અંતે વિષયનિદર્શક સંગ્રહણીગાથા આપવામાં આવી છે.
યદરમું ‘ઇન્દ્રિય’ પદ : ઇન્દ્રિયનિરૂપણ
જીવના પરિણામોમાં ઇન્દ્રિયપરિણામનો પણ નિર્દેશ છે. ગણનામાં કષાય પૂર્વે ઇન્દ્રિયપરિણામનો નિર્દેશ છે (૯૨૬), પરંતુ નિરૂપણમાં પ્રથમ કષાયને ચૌદમા પદમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રિયને તે પછી પંદરમા પદમાં. આથી સિદ્ધ થાય છે કે આર્ય શ્યામાચાર્યે જુદાં જુદાં પ્રકરણો, જે પરંપરાપ્રાપ્ત હતાં, તેનું પોતાની રીતે સંકલન-સંપાદન કર્યું છે. આ જ બાબતના સમર્થનમાં લેશ્યા (૫૬ ૧૭), સમ્યકત્વ (પદ ૧૯), ઉપયોગ (પદ ર૯), ઓહી–અવધિજ્ઞાન (૫૬ ૭૩), એ પરિણામો
૧. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ૦ ૧૦૦,
૨. પ્રેયસ્ અને દ્વેષ તથા ચાર કષાયોના વિસ્તૃત વર્ણન માટે ‘ કસાયપાહુડ ’ તેની ટીકાઓ સાથે જોવું.
૫. પ્ર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org