Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૬૦].. જ્યોતિષ્ક દેવી (૩૫) પલ્યોપમ
પલ્યોપમ+ ૫૦૦૦૦ વર્ષ [ચન્દ્રાદિની વિગત મૂળમાં જેવી] ૧૫. વૈમાનિક દેવ (૪૦૭) ૧ પલ્યોપમ
૩૩ સાગરોપમ ,, દેવી (૪૦૮)
૫૫ પલ્યોપમ ( [સૌધર્માદિની સ્થિતિ મૂળમાં જેવી] પ્રસ્તુતમાં અજીવની સ્થિતિનો વિચાર નથી. તેનું કારણ એ જણાય છે કે ધર્મ, અધર્મ અને આકાશ તો નિત્ય છે અને પુદ્ગલોની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત સમયની છે તે પાંચમાં પદમાં કહ્યું જ છે (૫૧૫-૫૧૮). તેથી તેનો જુદો નિર્દેશ જરૂરી નથી. વળી, પ્રસ્તુતમાં તો આયુકર્મકૃત સ્થિતિનો વિચાર છે, તે અવમાં અપ્રસ્તુત છે.
પાંચમું વિશેષ પદઃ જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાય
પ્રસ્તુત પાંચમા પદનું નામ “વિસેસ'–વિશેષ પદ છે. વિશેષ એટલે જીવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પ્રકારો. અને બીજો અર્થ છે જીવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પર્યાયો. પ્રથમ પદમાં જવા અને અજીવ એ બે દ્રવ્યોના પ્રકારો, ભેદ-પ્રભેદ સાથે, ગણાવી દીધા છે. તેનું અહીં પણ સંક્ષેપમાં પુનરાવર્તન કર્યું છે, તે એટલા માટે કે પ્રસ્તુતમાં જે બાબત સ્પષ્ટ કરવાની છે તે એ કે જીવ અને અજીવના જે પ્રકારો છે તે પ્રત્યેકને અનંત પર્યાયો છે. જે પ્રત્યેકના અનંત પર્યાયો હોય તો સમગ્રના પણ અનંત હોય જ. અને દ્રવ્યના જે પર્યાયો–પરિણામો હોય તો તે દ્રવ્ય ફૂટસ્થનિત્ય ન ઘટી શકે, પણ તેને પરિણાભિનિત્ય માનવું જોઈએ–આવું સૂચન પણ ફલિત થાય છે. અને વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે એ પણ આથી ફલિત થાય છે.
એક બાબત, જે ધ્યાનમાં રાખવાની છે, તે એ પણ છે કે પદનું નામ વિસેસ આપ્યા છતાં તે શબ્દનો ઉપયોગ સૂત્રોમાં કર્યો નથી; પણ સમગ્ર પદમાં તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે (સત્ર ૪૩૮–). જૈન શાસ્ત્રમાં આ પર્યાય શબ્દનું વિશેષ મહત્વ છે. ગ્રંથકારે આથી પ્રથમ તો એ સૂચન કર્યું કે પર્યાય કહો કે વિશેષ કહો એમાં કાંઈ ભેદ નથી. જે નાના પ્રકારના જીવો દેખાય છે, કે અજીવો દેખાય છે, તે સૌ તે તે દ્રવ્યના પર્યાયો જ છે. પછી ભલે તે સામાન્યના વિશેષરૂપેપ્રકારરૂપે-હોય અગર વ્યવિશેષના પર્યાયરૂપે હોય. જીવના જે ભેદો ગણાવ્યા છે, જેમ કે નારકાદિ, તે બધા પ્રકારો તે તે છવદ્રવ્યના પર્યાયો પણ છે. કારણ, અનાદિ કાળમાં જીવ અનેક વાર તે તે પ્રકારે અવતર્યો હોય છે. અને જેમ કોઈ પણ એક જીવના તે પર્યાયો છે તેમ સકલ જીવોની સમાન યોગ્યતા હોઈ તે બધાએ પણ તે તે નારકાદિરૂપે જન્મ લીધો જ હોય છે. આમ જેને પ્રકાર કે ભેદ કે વિશેષ કહેવામાં આવે છે તે પ્રત્યેક જીવદવ્યની અપેક્ષાએ પર્યાય જ છે, તે જીવની એક વિશેષ અવસ્થા જ છે, પર્યાય કે પરિણામ જ છે. પર્યાયશન્ય દ્રવ્ય કદી હોતું જ નથી. એટલે તે તે દ્રવ્ય તે તે પર્યાય અવસ્થામાં જ હોય છે – આવું સૂચન પ્રસ્તુત પદમાંથી ફલિત થાય છે, કારણ, જેને દ્રવ્ય કહેવામાં આવે છે તેને પણ પ્રસ્તુતમાં પર્યાયના નામે જ ઓળખાવવામાં
૭, ચંદ્રાદિના દેવો-દેવીઓની સ્થિતિ પણ વણિત છે. – સૂત્ર ૩૯૭-૪૦૬, ૮. સૂત્ર ૪૦૯-૪૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org