________________
[૩૮].. તેમાંથી કોઈનો જન્મ થતો નથી; જન્મ પહેલાં જ તે બધા ચ્યવી જાય છે, કોઈની નિષ્પત્તિ થતી નથી. સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીમાં વંશીપત્રયોનિ હોય છે (૭૭૩). તે તે જીવોમાં યોનિની અપેક્ષાએ અલ્પબહુવનો પણ વિચાર કરવામાં આવ્યો છે (૭૫૩, ૭૬૩, ૭૭૨). મનુષ્યની જે વિશેષ યોનિની ચર્ચા છે (૭૭૩), તેમાં અલ્પબહુવનો વિચાર નથી.
(આ નિરૂપણનું કોષ્ટક પૃ૦૭૯માં જુઓ) યોનિની અપેક્ષાએ તારતમ્ય (૭૫૩, ૭૬૩, ૭૭૨) ૧. શીતોષ્ણુયોનિવાળા જીવો સૌથી થોડા,
ઉણુયોનિક તેથી અસંખ્યાતગુણ, અયોનિક (સિદ્ધ) તેથી અનંતગુણ,
શીતયોનિક તેથી અનંતગુણ. ૨. મિત્રોનિક સૌથી થોડા,
અચિત્તયોનિક તેથી અસંખ્યાતગુણ, અયોનિક તેથી અનંતગુણ, સચિત્તયોનિક તેથી અનંતગુણ. સંવૃતવિવૃતયોનિક સૌથી થોડા, વિવૃતયોનિક તેથી અસંખ્યાતગુણ,
અયોનિક તેથી અનંતગુણ, સંવૃતયોનિક તેથી અનંતગુણ.
દસમું “ચરમ પદક દ્રવ્યો વિષે ચરમ-અચરમનો વિચાર
ચરમ અને અચરમ-રત્નપ્રભા આદિનું જગતમાં રચના છે, તો તેમાં કોઈ ચરમ-અંતે હોય અને કોઈ અચરમ હોય= અને ન હોય = મધ્યમાં હોય એમ બને. આથી પ્રસ્તુતમાં વિભિન્ન દ્રવ્યો વિષે તે બાબતનો વિચાર કરવામાં આવ્યો છે. રત્નપ્રભા આદિ પૃથ્વી સમગ્ર લોકનો એક એક ખંડ છે, તેમ પરમાણુ અને તેના વિવિધસંખ્યાવાળા પ્રદેશોથી બનેલા સ્કંધો પણ જુદા જુદા ખંડો છે. તે જ રીતે જુદા જુદા છવો પણ ખંડો છે. તેથી એ ખંડોનો એકેક ખંડ લઈને અને લોક-અલોકને સમગ્રભાવે પણ લઈને ચરમ-અચરમનો વિચાર કરવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કોઈને ચરમ કે અચરમ કહેવું હોય તો બીજા કોઈની અપેક્ષાએ ચરમ કે અચરમ કહેવાય, પણ તેવી અપેક્ષા વિના તો તેને ચરમ પણ ન કહેવાય અને અચરમ પણ ન કહેવાય (એકવચનમાં), અને ચરમો કે અચરમો (બહુવચનમાં) પણ ન કહેવાય ઇત્યાદિ નિરૂપણ પ્રસ્તુતમાં છે.
તેની હવે વિગતે ચર્ચા કરીએ – સૌથી પ્રથમ રત્નપ્રભાદિ સાત અને આઠમી ઈસ્ત્રાબ્બારા (સિદ્ધાલય) પૃથ્વીઓ ગણાવી છે
૧. આચાર્ય મલયગરિ વૃદ્ધ પ્રવાદ નોંધે છે કે સ્ત્રીરત્નમાં અતિપ્રબલ કામાગ્નિ હોઈને ગર્ભનો વિંસ થઈ જાય
છે. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૨૮ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org