Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧].. રહેલા પ્રદેશો તે અચરમાન્ત પ્રદેશો છે : આમ એ બન્ને પ્રકારના પ્રદેશો મળીને રત્નપ્રભા પૃથ્વી કહેવાય, તેથી તેને “ચરમાન્તપ્રદેશ અને અચરમન્તપ્રદેશો” એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવી જોઈએ.
જૈનદર્શનમાં સ્થિર થયેલ અવયવ અને અવયવના ભેદભેદવાદનું મૂળ પ્રસ્તુત ચર્ચામાં જઈ શકાય છે.
ચરમાદિનું અ૫બહુવ (તારતમ્ય) પ્રારંભનાં સૂત્રો (૭૭૪-૭૭૬)માં રત્નપ્રભાદિ વિષે ચરમ આદિનો વિચાર કર્યા પછી તેમના અલ્પબદુત્વની ચિંતા (૭૭૭-૭૮૦) કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે૧. રત્નપ્રભા વિષે.
(અ) દ્રવ્યાથિક નથી (1) અચરમ એક હોઈ સૌથી સ્તોક, તેથી (૨) ચરમ અસંખ્યાતગુણ, તેથી– (૩) અચરમ + ચરમો વિશેષાધિક છે. પ્રસ્તુતમાં પ્રથમ અને ત્રીજાનો સરવાળો સમજવાનો છે.
() પ્રદેશાર્થિક નથી (૧) ચરમાન્ત પ્રદેશો સૌથી રસ્તોક, તેથી— (૨) અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણ. તેથી– (૩) ચરમાન્ત પ્રદેશો + અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે.
(ક) દ્રવ્ય-પ્રદેશ ઉભય નથી– આમાં દ્રવ્યાયિક અને પ્રદેશાર્થિક બનું પૂર્વોક્ત તારતમ્ય ક્રમે મૂકી દેવામાં આવ્યું છે, તેથી દ્રવ્યાર્થિકના ત્રણ પ્રદેશાર્થિકના ત્રણ–એમ એકથી છના ક્રમમાં તારતમ્ય છે. વિશેષમાં એટલું કે દ્રવ્યાર્થિકમાંના તીજાના કરતાં પ્રદેશાર્થિકનો પ્રથમ અસંખ્યાતગુણ સમજવાનો છે.
૨-૩. જે પ્રકારનું તારતમ્ય ઉપર રત્નપ્રભા વિષે જણાવ્યું છે, તે જ પ્રકારનું તારતમ્ય શેષ છે નરકો, સૌધર્માદિ બધાં વિમાનો, ઈસ્ત્રાબ્બારા પૃથ્વી અને આ બધું મળીને થતો લોક–એ પ્રત્યેકનું સમજવાનું છે; કારણ, લોકના પ્રદેશો પણ અસંખ્યાતથી તો વધારે નથી જ.
જે ભેદ પડે છે તે અલોક વિષે છે, કારણ, પ્રદેશાર્થિકની દષ્ટિએ અલોકના પ્રદેશો અનંત સંખ્યામાં છે. આથી અલોકની ચિંતામાં અચરમાન્ત પ્રદેશો સંખ્યાતગુણને બદલે અનંતગુણ સમજવાના છે (૭૭૯) અને પછી લોક અને અલોકને સાથે રાખીને (૭૮૦) જે તારતમ્યની સૂચી આપી છે તે નીચે પ્રમાણે છે :૪. લોક-અલોક વિશે
(મ) દ્રવ્યાર્થિથી (૧) બનો એક-એક અચરમ સર્વસ્તોક, તેથી–
૩. પ્રજ્ઞા૫નાટીકા, પત્ર ૨૨૯ 4.
૫.૪.૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org