Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૮૮]... પ્રજ્ઞાપની ભાષા, જે અસત્યામૃષાનો એક ભેદ છે (૮૬૬), તે બાબતમાં પ્રસ્તુત પદમાં વિગતે ચર્ચા છે તે આવી છે–(ભાષાના શબ્દોમાં તો સ્ત્રી, પુરુષ કે નપુંસકનો ભાવ હોતો નથી, છતાં પણ જાતિવાચક) ગો આદિ શબ્દોમાં પુલિગનો પ્રયોગ થાય છે, તો તેવા શબ્દોને મૃષાભાષા ન કહેવાય, પણ તે પ્રજ્ઞાપની ભાષાના નમૂના ગણાય (૮૩૨), (કારણ કે તે શબ્દોથી અમુક અર્થનું નિરૂપણ થાય છે. તે જ પ્રમાણે શબ્દોમાં લિંગ નથી, છતાં પણ) કેટલાક શબ્દો પુલિગી (૮૫૨) છે, કેટલાક સ્ત્રીલિંગી (૮૫૧) છે અને કેટલાક નપુંસકલિંગી (૮૫૩) છે, (પણ તેમનો પ્રતિપાદ્ય અર્થ તો તે શબ્દગત લિંગ ધરાવતો નથી છતાં) તે પણ મૃષાભાષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૩, ૪૫૪, ૮૫૭). (ભાષાના શબ્દો વડે ગમે તે લિંગ ધરાવનારને આજ્ઞા પણ કરવામાં આવે છે અને સાંભળનાર આજ્ઞા પ્રમાણે કરે કે ન કરે તેમ પણ બને છે, છતાં પણ) આજ્ઞાપની ભાષાને મૃષા ન કહેવાય, પણ માત્ર પ્રજ્ઞાપની ભાષા કહેવાય (૮૩૪, ૮૫૫); પુરુષાદિ ત્રણે લિંગનાં લક્ષણોનું પ્રજ્ઞાપન કરનારી ભાષા પણ મૃષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૫); (પછી ભલેને તે તે લિંગધારીમાં સમગ્રભાવે તે તે લક્ષણ ઉપલબ્ધ થતાં ન હોય). જાતિવાચક શબ્દોમાં પુલિગાદિ ત્રણે લિંગો દેખાય છે (પણ જાતિમાં તો કોઈ લિંગ નથી), તોપણ તે મૃષા નથી પણ પ્રજ્ઞાપની છે (૮૩૬). તે જ પ્રમાણે જાતિને લક્ષ કરીને આજ્ઞા કરવામાં આવી હોય કે તેનાં પુલિગાદિ લક્ષણોનું નિરૂપણ થયું હોય તો તે ભાષા પણ મૃષા ન ગણાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૭, ૮૩૮, ૮૫૬).
ભાષાના શબ્દોનું વર્ગીકરણ અન્ય રીતે પણ કરવામાં આવ્યું છે અને તેને સોળ પ્રકાર જણાવ્યા છે. તેમાં લિંગ, ૧૩ સંખ્યા અને કાળના ત્રણ-ત્રણ ભેદોને લઈને વચનના નવ પ્રકાર છે. પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન અધ્યાત્મવચન આદિ જેવા; શેષ પણ જુદી જુદી અપેક્ષાથી ભિન્ન છે (૮૯૬). આ બધા જ પ્રકારોનો સમાવેશ પ્રજ્ઞાપનીમાં કરવામાં આવ્યો છે અને તે મૃષા નથી તેમ જણાવ્યું છે (૮૯૭).
બારમું પદઃ જીવોનાં શરીર પ્રસ્તુત બારમા પદમાં જીવોના શરીર વિષે ચર્ચા છે. શરીર પાંચ છે : દારિક, વૈશ્વિ, આહારક, તિજસ અને કાર્યણ (૯૦૧). ઉપનિષદોમાં આત્માના પાંચર કોષની ચર્ચા મળે છે, તેમાં માત્ર અન્નમય કોષ સાથે ઓરિક શરીરની તુલના થઈ શકે તેમ છે. અને પછીથી સાંખ્ય આદિ દર્શનોમાં અવ્યક્ત, સૂક્ષ્મ કે લિંગશરીર માનવામાં આવ્યું છે તે જૈનસંમત કામણને સ્થાને છે.
૧૨. આજ્ઞાપની એ અસત્યમૃષાનો પણ એક ભેદ છે. સૂ૦ ૮૬૬. ૧૩. લિંગભેદથી શબ્દભેદ માટે જુઓ આ૦ ૮૫૧, ૮૫, ૮૫૩. ૧૪. સંખ્યાબેદથી શબ્દનો ભેદ સ૮૪૯-૮૫૦માં પણ છે. પણ ત્યાં સંસ્કૃત ભાષાસંમત દ્વિવચનનો નિર્દેશ
નથી, કારણ કે પ્રાકૃતમાં તે છે નહિ.
ભગવતી, ૧૭-૧, સે. પ૯૨. ૨. તૈત્તિરીય ઉપનિષદ, અનુવર્ણ, બેલવલકર અને રાનડે, History of Indian Philosophy, P. 250. ૩. સાંખ્યકારિકા ૩૯-૪૦; બેલવલકર અને રાનડે, History of Indian Philosophy, P. 358,
430, 370; માલવણિયા “ ગણધરવાદ”, પ્રસ્તાવના, પૃ૦ ૧૨૧-૧૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org