Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૩]. તેરમું પરિણામ પદઃ પરિણામવિચાર ભારતીય દર્શનોમાં સાંખ્ય આદિ પરિણામવાદી છે, જ્યારે ન્યાય આદિ પરિણામવાદી નથી. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ માનનારે પરિણામવાદનો ત્યાગ કર્યો અને ધર્મ-ધમનો અભેદ માનનારે પરિણામવાદનો સ્વીકાર કર્યો છે. આને જ કારણે ભારતીય દર્શનોમાં ત્રણ પ્રકારની નિત્યતાનો વિચાર દાખલ થયો છે. સાંખ્ય, જૈન અને વેદાન્તીઓમાંથી રામાનુજ જેવાઓએ પરિણમિનિત્યતા સ્વીકારી; તેમાં પણ સાંખ્યોએ માત્ર પ્રકૃતિમાં પરિણાભિનિત્યતા સ્વીકારી; પણ પુરુષમાં તો ફૂટસ્થનિત્યતા માની. અને એ જ ફૂટસ્થનિત્યતા નિયાયિકાદિએ બધા પ્રકારની નિત્ય વસ્તુમાં માની અને પરિણાભિનિત્યતાનો ત્યાગ કર્યો; કારણ કે તેમને મતે ધર્મ અને ધમની અત્યંત ભેદ હતો. બૌદ્ધોએ ક્ષણિકવાદ માન્યા છતાં પુનર્જન્મ તો માન્યો છે. તેથી તેમને મતે નિત્યતાનો વળી એક ત્રીજો પ્રકાર થયો અને તે છે સંતતિનિત્યતા.
પ્રસ્તુતમાં જૈન મતે જીવ અને અજીવ બન્ને પ્રકારના પદાર્થોના પરિણામોર ગણાવ્યા છે, તેથી સાંખ્ય આદિ સંમત પુરુષાર્થવાદ જૈનોને અમાન્ય છે તે સૂચિત થાય છે (૯૨૫). પ્રથમ આવના પરિણામોના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે (૯૨૬-૯૩૭) અને પછી નારકાદિ ચોવીશે દંડકોમાં તે પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે (૯૩૮-૯૪૬). અને અંતે અજીવના પરિણામોના ભેદ-પ્રભેદોની ગણતરી આપી છે (૯૪૭–૯૫૭). આ ઉપરથી એક ધ્યાન દેવા જેવી વાત એ ફલિત થાય છે કે અજીવ-પરિણામોમાં માત્ર પુગલના પરિણામોની ગણના છે; ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યોના પરિણામો ગણાવ્યા નથી. તે સૂચવે છે કે એક કાળ એવો હતો જ્યારે ધર્માસ્તિકાયાદિ અરૂપી અજીવ દ્રવ્યોમાં પરિણામો મનાતા નહિ હોય. ભગવતી શ. ૨, ઉ. ૧૦ માં અને સ્થાનાંગ (સૂ૦ ૪૪૧) માં ધર્માસ્તિકાયાદિના વર્ણનમાં “ત્રોન ચાદૃનાલી, ન થાદ ન મવતિ, ન થા£ મવિર રૃત્તિ, મુર્વિ भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अव्वए अवहिते णिच्चे । भावतो अक्ने अगंधे अरसे માણે” ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામો વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ક્યારેક શરૂ થઈ જ્યારે વસ્તુનું લક્ષણ ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્વાર્થસૂત્રમાં જોઈએ છીએ કે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે “તાવશ્વયં નિત્યમ્ (૫. ૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસૂત્રની પરંપરાની છીપ સ્પષ્ટ છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે–ચશ્નન પરિમાને તરવું ન વિતે તત્રિયમ્ –ચોમાષ્ય, ૪-૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે–ત્ત દ્રાવઃ પરિણામ:-૫. ૪૧.
ભગવતી અને સ્થાનાંગમાં ધર્માસ્તિકાયાદિ ભાવો = પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨-૧૦, સૂ૦ ૧૧૮.
પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અજીવના દશ પરિણામોમાં એક “અગુરુલઘુ” પરિણામ પણ છે
१. "द्वयी चेयं नित्यता कूटस्थनित्यता परिणामिनित्यता च । तत्र कूटस्थनित्यता पुरुषस्य। परिणामिनित्यता
ગુIIનામ ” ઘાતં માથું, ૪, ૩૩. ૨. ભગવતીમાં પણ પન્નવણાની જેમ જ પરિણામો સમજી લેવાનું કહ્યું છે- frળામપટું નિવશેકું માળિયા
–૧૪. ૪, શ્ન, ૫૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org