Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
.[૭૭].... જીવોમાં સંતાનો વિચાર એક તો ઉત્સન (બાહુલ્ય)ની દૃષ્ટિએ અને બીજે સંતતિભાવ (સાતત્ય)ની દષ્ટિએ કરવામાં આવ્યો છે, અને નોંધવામાં આવ્યું છે કે નારકોમાં ભય સંજ્ઞાનું બાહુલ્ય છે અને સાતત્ય તો ચારેય સંજ્ઞાનું છે (૭૩૦). તિર્યંચમાં આહાર સંજ્ઞાનું (૭૩૨), મનુષ્યમાં મિથુનનું (૭૩૪) અને દેવોમાં પરિગ્રહનું બાહુલ્ય છે (૭૩ ૬). પણ તે બધામાં સાતત્ય તો ચારેય સંજ્ઞાનું છે.
અપબહુત્વનો વિચાર નીચે પ્રમાણે છે – ૧. નાર – મિથુનસત્તાવાળા સૌથી થોડા, તેથી –
– આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી – – પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી –
–- ભયસત્તાવાળા સંખ્યાતગુણ છે (૭૩૧). ૨. તિર્યંચ – પરિગ્રહસંજ્ઞાવાળા સૌથી થોડા, તેથી –
– મૈથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી – – ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી –
– આહાર સંજ્ઞાવાળા સંખ્યાલગુણ છે (૭૩૩). ૩. મનુષ્ય – ભયસત્તાવાળા સૌથી થોડા, તેથી –.
– આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી – – પરિગ્રહસતાવાળા સંખ્યાતગુણ, તેથી –
– મિથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ છે (૭૩૫). ૪. દેવ – આહારસંસાવાળા સૌથી થોડા, તેથી –
– ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી – – મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી – – પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ છે (૭૩૭).
નવમું “યોનિપદ જીવોનું ઉત્પત્તિસ્થાન એક ભવમાંથી મૃત્યુ પામે છે ત્યારે જીવ તેની સાથે કાર્પણ અને તૈજસ શરીર લઈને જાય છે, પણ જે સ્થાનમાં તે નવા જન્મને લાયક દારિક આદિ શરીરના પુદ્ગલોનું ગ્રહણ કરે છે, તેને યોનિ અથવા તો ઉત્પત્તિસ્થાન કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં એ યોનિનો અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ શીતાદિ સ્પર્શને લઈને (૭૩૮), પછી તે સ્થાન સચિત્ત છે કે કેવું છે તેને લઈને (૭૫૪) અને ત્યાર પછી તે સંત છે કે વિવૃત (૭૬૪) ઈત્યાદિને લઈને સકલ જીવોની યોનિનો વિચાર પ્રસ્તુત પદમાં છે. વિશેષમાં, મનુષ્યજન્મની યોનિની જે વિશેષતા છે, તેનું પણ (૭૭૩) નિરૂપણ કરવામાં આવ્યું છે, કે કૂમોંન્નતા, શંખાવર્તા અને વંશીપત્રા એ ત્રણ પ્રકારે પણ મનુષ્યની યોનિ છે. કૂમત યોનિમાં તીર્થંકરાદિ મહાપુરુષો જન્મધારણ કરે છે. સ્ત્રીરત્નને શંખાવર્તા યોનિ હોય છે, પણ તેમાં અનેક જીવો આવે છે અને ગર્ભનું ચયન પણ થાય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org