________________
[૭૪]... બધા જ જીવો છ પ્રકારનો આયુબંધ કરે છે (૬૮૫) અને બધા જ જીવો એકથી માંડીને ઉત્કૃષ્ટ આઠ આકર્ષમાં આયુના પુગલોનું ગ્રહણ કરી લે છે (૬૮૭–૬૯૦). આકર્ષ એકથી માંડીને વિકલ્પ આઠ સુધી થાય છે એટલે વળી એક આકર્ષ કે તેથી વધારે આકર્ષ કરનારાઓનું તારતમ્ય પણ નિરૂપવામાં આવ્યું છે. તેમાં ક્રમ એવો છે કે આઠ આકર્ષ કરનારા સૌથી થોડા છે. અને પછી જેમ જેમ આકર્ષ ઓછા તેમ તેમ તેમની સંખ્યા ક્રમે સંખ્યાતગુણ છે, અર્થાત સૌથી વધારે સંખ્યા એક આકર્ષ કરનારાઓની છે (૬૯૧-૬૯૨).
આયુબંધના છ પ્રકારો નીચે પ્રમાણે છે (૬૮૪) –
૧. જાતિનામનિધત્ત આયુ નિધત્ત = નિષિક્ત. સામાન્ય નિયમ એવો છે કે જીવો એક સમયમાં જેટલા કર્મપ્રદેશોનું ગ્રહણ કરે છે તેની ગોઠવણી કે રચના તે જે ક્રમે અનુભવમાં આવવાના હોય છે તે પ્રમાણે કરી નાખે છે. આ રચના નિષેક કહેવાય છે. તેથી આવી રચનામાં જે ગોઠવાયું તે નિધત્ત = નિષિક્ત કહેવાય છે. નામકર્મની ઉત્તર પ્રવૃતિઓમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિઓ છે. એ જાતિનામકર્મ સાથે જે આયુ નિધત્ત હોય તે જાતિનામનિધત્ત આયુ છે.
૨. ગતિનામનિધત્ત આયુઃ નામકર્મની ઉત્તર પ્રવૃતિઓમાં નરકાદિ ચાર ગતિ છે. તે ગતિનામકર્મ સાથે જે આયુ નિધત્ત હોય તે ગતિનામનિધત્ત આયુ છે.
૩. સ્થિતિનામનિધત્ત આયુઃ તે તે ભવમાં સ્થિર કરનાર જે કર્મ ઉદયમાં હોય તે સ્થિતિનામ છે. તેને ગતિ, જાતિ અને શરીરાદિ નામકર્મથી ભિન્ન સમજવાનું છે, કારણ કે તેમનો જુદો ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે (જુઓ નં. ૧, ૨, ૪ આદિ). એ સ્થિતિ સાથે જે આયુ નિધત્ત હોય તે સ્થિતિનામનિધત્ત આયુ છે.
૪. અવગાહનાનામનિધત્ત આયુઃ અવગાહના એટલે જેમાં જીવ અવગાહીને રહે છે. અર્થાત શરીર-દારિકાદિ પાંચ શરીર–નામકર્મની ઉત્તર પ્રવૃતિઓ છે. તેમની સાથે જે આયુ નિધત્ત હોય તે અવગાહનાનામનિધત્ત આયુ છે.
૫. પ્રદેશનામનિધત્ત આયુઃ કર્મપરમાણુઓ પ્રદેશ કહેવાય છે. જે કમનો અનુભવ માત્ર પ્રદેશરૂપે થાય એટલે કે જેનો વિપાકોદય નહિ પણ પ્રદેશોદય હોય છે તેવા પ્રદેશો સાથે જે આયુ નિધત્ત હોય તે પ્રદેશનામનિધત્ત આયુ છે. - ૬ અનુભાવનામનિધત્ત આયુઃ કર્મના વિપાક-ફળને અનુભાવ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં તે વિપાક તેના પ્રકૃષ્ટ રૂપમાં સમજવાનો છે. એટલે કે પ્રકૃષ્ટ વિપાક દેનારા કર્મની સાથે જે આયુ નિધત્ત હોય તે અનુભાવનામનિધત્ત આયુ છે.
પ્રસ્તુતમાં આચાર્ય મલયગિરિ સ્પષ્ટીકરણ કરે છે કે આયુના આ ભેદો કરવાનું રહસ્ય એ છે કે ઉક્ત જાતિ, ગતિ આદિમાં આયુકર્મ પ્રધાન છે, કારણ કે તેનો ઉદય થવાથી જ તે તે જાતિ આદિ કર્મનો ઉદય થાય છે.
६. प्रज्ञापनाटीका, पत्र २१७ अ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org