________________
૧૪
પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો તે રૂપે છે, એમ પણ કહી શકીએ છીએ તેથી તે સત્ય પણ છે. (વસ્તગતે). તેથી તેને સત્યાસત્ય કહો તે મને અડચણ નથી. એથી મને એનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર હું જે રીતે સ્થાદ્વાદને ઓળખું છું, તે રીતે માનનારે છું. પંડિતે મનાવવા ઈચ્છે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોયું છે કે મારી દ્રષ્ટિએ હું હંમેશાં સાચે હોઉં છું. અને મારા પ્રમાણિક ટીકાકારની દ્રષ્ટિએ હું ઘણીવાર ભૂલેલે ગણાઉં છું. એ જાણવાથી હું કઈને સહસા જુઠો કપટી વિગેરે માની શકતું નથી, સાત આંધળાઓએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દ્રષ્ટિએ સાચા હતા, અને એક બીજાની કએિ જુઠા હતા. તે જ્ઞાનીની દ્રષ્ટિએ સાચા તથા ખોટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનોની પરીક્ષા મુસલમાની દ્રષ્ટિએ, ખ્રીસ્તીની પરીક્ષા તેની દ્રષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કઈ ખોટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષે પૂર્વે રેષ ચઢો. હવે તેઓનું દ્રષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું. તેથી તેમની ઉપર પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.
ઉપરોક્ત અભિપ્રાય ઉપરાંત બીજા પણ અનેક જૈનેતર વિદ્વાનોના અભિપ્રાય બહાર પડી ચૂક્યા છે. આજથી પચાસેક વર્ષ પહેલાં જેનાચાર્ય ન્યાયાંનિધિ શ્રીમદ વિજયાનંદસૂરી (અપરનામ) શ્રીમદ આત્મારામજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજ્યજી મહારાજે સંગ્રહિત “જૈનેતર દ્રષ્ટિએ જેન” નામનું પુસ્તક છપાઈ બહાર પડેલ તે જૈનેતરવિદ્વાનોના અભિપ્રાયથી ભરપૂર છે. તે ચારસો પાનાંનું દળદાર પુસ્તક છે.