________________
- વ્યાખ્યાનમાં “સ્યાદ્વાદ” સંબંધે કહ્યું હતું કે–સ્યાદ્વાદ એ એકીકરપણનું દ્રષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે, મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે–વિવિધ દ્રષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ, એ, ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાકે “સંશયવાદ” કહે છે, એ હું નથી માનતો. “સ્વાહાદ” સંશયવાદ નથી. કિન્તુ તે એક દ્રષ્ટિબિંદુ અમને મેળવી આપે છે, વિશ્વનું અવલોકન કેવી રીતે કરવું જોઈએ એ અમને શીખવે છે.
(૩) કાશી વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ અધિકારી M. A.એ જણાવ્યું હતું કે સ્યાદ્વાદને વિષય ઘણું મહત્ત્વપૂર્ણ અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જેનધર્મની વિશેષતા તરી આવે છે. અને એ જ સ્યાદાદ, જૈનદર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે. છતાં કેટલાકોને મન, સ્યાદ્વાદ એ
એક ગૂઢ શબ્દ, તથા કેટલાકને તો ઉપહાસાસ્પદ પણ લાગે છે. • જૈનધર્મમાં એ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યો છે, તે ન - સમજી શકવાથી જ કેટલાકોએ ઉપહાસ કર્યું છે. એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકોએ તેમાં દોષ તથા ભિન્ન ભિન્ન અર્થોનાં આરેપણ કર્યા છે. હું તો એટલે સુધી કહેવાની હિમ્મત કરું છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરૂષ પણ એ દોષથી અળગા રહી શક્યા નથી. તેમણે પણ એ સ્યાદ્વાદધર્મ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ યોગ્યતાવાળા માણસો એવી ભૂલ કરે તે તે માફ કરી શકાય. પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તે હું કહીશ કે ભારતના એવા મહાન વિદ્વાન માટે એ અન્યાય સર્વથા અક્ષમ્ય છે. જે કે પોતે એ મહર્ષિ પ્રત્યે અતિશય આદરભાવથી નિહાળું છું, તથાપિ