Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali
Catalog link: https://jainqq.org/explore/005286/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનતત્વ પરિચય ડૉ. સૌ. ઉજજવલા શહા Jain Education Intemational Page #2 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જેનતત્ત્વ પરિચય લેખિકા - ડૉ. સૌ. ઉજ્જવલા દિનેશચંદ્ર શહા એમ.બી.બી.એસ., ડી.સી.એચ., ડી.જી. પી. - સંપાદક - પં. શ્રી. દિનેશભાઈ શહા એમ.એ., એલ.એલ.બી. - ગુજરાતી અનુવાદ શ્રી. દિપકભાઈ મો. જૈન બી.એસ.સી. (ઓનર્સ) વધુ વિગત માટે સંપર્ક- પ્રકાશભાઈ ઝવેરી ઈન્દુબેન ઝવેરી ફોન – 24307266 પ્રકાશક : પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાનનગર, લામ રોડ, દેવલાલી Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી મરાઠી હિંદી અંગ્રેજી ૧. 3. ચતુર્થ આવૃત્તિ ૧૫-૧૨-૨૦૦૨ ત્રણ આવૃત્તિ ચાર આવૃત્તિ ચાર આવૃત્તિ બે આવૃત્તિ પ્રત કિંમત રૂ. ૧૦/ પ્રત પ્રત પ્રત प्रत કુલ પ્રત : પ્રાપ્તિસ્થાન : વીતરાગવાણીપ્રકાશક ૧૫૭/૯, નિર્મલા નિવાસ, સાયન (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૨૨. ફોન - ૨૪૦૭૩૫૮૧ 1 સીમંધર ભગવાન જૈન મંદિર ૧૭૩-૧૭૫, મુંબાદેવી રોડ,ઝવેરી બજાર,મુંબઈ ૪૦૦ ૦૦૨. ફોન – ૨૩૪૨૫૨૪૧, ૨૩૪૪૬૦૯૯ ૩,૫૦૦ પૂજ્ય શ્રી. કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાનનગર, લામ રોડ, દેવલાલી ૪૨૨ ૪૦૧. ફોન - ૦૨૫૩-૫૪૧૦૪૪ ૫,૦૦૦ ૯,૦૦૦ ૮,૦૦૦ ૪,૦૦૦ ૨૯,૫૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય આજે આ પુસ્તક આપના હાથમાં આપતાં ઘણો આનંદ થાય છે. વાસ્તવમાં વીસ વર્ષો પૂર્વે જ્યારે જૈન સિદ્ધાંતોના સંપર્કમાં આવ્યો ત્યારે આ વાકય સાંભળ્યું હતું, ‘નિસી હોનહાર મની દ્દો સે વૈસેદ્દી નિમિત્તે મિતતે હૈં' ત્યારે એનો અર્થ સરખી રીતે સમજાયો નહીં, પણ આજે સમજાય છે કે જૈન તત્ત્વજ્ઞાન સમજવાં અમને એટલે મને અને સૌ. ઉજ્જવલાને જૈન તત્ત્વજ્ઞાન સમજાવનારા એવા એકથી એક ઉત્તમ પંડિતો મળ્યાં જેથી જૈનદર્શનમાં અમારો રસ દિવસે-દિવસે વધતો જ ગયો. કેટ કેટલાં નામ લેવા ! એકથી એક ચઢિયાતા લોકોનું માર્ગદર્શન મળ્યું. બધાના નામો લેવાનું શકય નથી પણ કેટલાકના નામો યાદ કર્યા વગર રહેવાતું નથી. પં. નેમચંદ રખિયાલવાળા, પં.કૈલાશચંદ બુલંદશહરવાલા, પં.ચિમનલાલ કામદાર આ પંડિતોએ અમને જૈન તત્ત્વોની બાળાગોળી આપી. તેમની શીખવાડવાની આવડત જ એવી હતી કે આગળ શું ? એવો પ્રશ્ન ઉઠતો અને જૈનદર્શન વિષેની આપણી માન્યતાઓ કેટલી વામણી અને છીછરી હતી એ ડગલે ને પગલે જણાતું. એમનામાંથી કોઇ પણ એકને પહેલો નંબર આપી શકાતો નથી કારણ દરેકના અનંત ઉપકાર છે અમારા પર ! બધાં જ સરખાં છે અમારી દૃષ્ટિએ !! આવી રીતે જૈન તત્ત્વની જે પ્રાથમિક ઓળખાણ અમે તેમની પાસેથી કરી લીધી. તેઓએ જે તત્ત્વરૂપી બીજ અમારામાં વાવ્યું અને જે ફણગો ફૂટયો હતો તેને ખાસ કરીને પં. ખેમચંદજી, પં. જ્ઞાનચંદજી, બ્ર. સુશીલાશ્રી, પં. બાબુભાઈએ પોષ્યો અને સતત આધારસ્તંભ અને દીપસ્થંભરૂપે માર્ગ બતાવનારા પં. હુકમચંદજીએ ઉછેર્યો. આ બધા પંડિતોનો તો અમારા ઉપર ઘણો ઉપકાર છે જ પરંતુ એનાથી અનંત ગણો ઉપકાર પરમપૂજય પરમકૃપાળુ સદ્ગુરુ શ્રી કાનજી સ્વામીનો છે. એમના દ્વારા અગાધ જૈન સિદ્ધાંતોનું અપ્રતિમ રહસ્યોદ્ધાટન અમારા ખ્યાલમાં આવ્યું. તેથી અમારી આખી જિંદગી જ પલટી. આ રીતે જૈન દર્શનની મહાનતા અમારે ગળે ઉતરી. મનોમન લાગ્યાં કરતું કે આ જે મુડી-ખાનો આપણે હાથે લાગ્યો છે તે અન્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવોને પણ પ્રાપ્ત થાય. માટે ગયાં પંદર વર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે મારે જ્યાં જ્યાં પ્રવચનાર્થે જવાનો પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં જૈન સિદ્ધાંતોની ઓળખાણ થાય માટે ‘લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા' ના સહાયથી હું એને પર્યુષણ પર્વમાં એ વિષય એકસરખો લેતો આવ્યો. પ્રથમ શરૂઆતમાં થોડીક નાખુશી રહેતી પણ વિરોધ નહોતો અને એક બે દિવસોમાં જ શ્રોતાઓમાં વિષય જાણી લેવાની ખૂબ ઉત્કંઠા નિર્માણ થતી. તમે આ વિષય કેમ લખી કાઢતાં નથી, તેનું પુસ્તક કેમ લખતાં નથી ? એવો ઘણા આગ્રહ કરતાં. પણ મને તે આજ સુધી ફાવ્યું નહીં. પણ દૈવયોગ જુઓ, સૌ. ઉજ્જ્વલાને મનમાં શું ઊર્મિ જાગી ભગવાન જાણે, તેણે આ વિષય લઈ ‘શ્રાવિકા' માં પત્રરૂપે લેખ લખવાની શરૂઆત કરી, જેમ જેમ વિષય આગળ વધતો ગયો તેમ તેમ વાચકોનો પ્રતિસાદ પણ વધવાં લાગ્યો. ઘણાંએ, ‘તમે આનું પુસ્તક છાપો પ્રાથમિક જ્ઞાનવાળાને બહુ ઉપયોગી થશે' એવા પ્રકારની માગણીઓ અને સૂચનાઓ આપી. અને જે કામ મને ફાવ્યું નહીં, ફાવતું નહોતું, ફાવત પણ નહીં તે તેના હાથે સહેલાઈથી થઈ જતું જોઈ અમે પુસ્તક છાપવાનું મન પર લીધું. ઘણાંનો એવો મત છે કે ધર્મ પ્રાકટ ઉમરમાં પ્રૌઢ વયે કરવાનો વિષય છે. પણ ધર્મ એ એક વૈજ્ઞાનિક વિષય છે અને એટલો ન્યાયપૂર્ણ અને તર્કબદ્ધ છે, એટલો બધો સંપૂર્ણ ને પરિપૂર્ણ છે કે તે એક અભ્યાસનો વિષય પણ થઈ શકે છે તેની ઘણાં લોકોને જાણ નથી. વાસ્તવિક જીવનમાં આપણે અનેક વિવિધ અભ્યાસ કરવામાં આગળ-પાછળ જોતાં નથી. નાનું ૧૦/૧૨ વર્ષનું બાળક કોમ્પ્યુટર પર બેસે તો આપણને અચરજ થાય. પણ ૧૦/૧૨ વર્ષનું બાળક શાસ્ત્રાભ્યાસ કરે છે એમ જો કહીએ તો ઘણાંના નાકના નસકોરાં ફૂલી જાય છે, અને મોઢું ફુલાવી તેમના કપાળ પર આંટીઓ ચઢી જાય છે. વાસ્તવમાં વર્તમાન એક ભવનું કલ્યાણ કરવાં આપણે વિવિધ અભ્યાસ કરીએ તો અનેક ભવોનું કલ્યાણ કરવા તત્ત્વજ્ઞાનનો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં શો વાંધો છે ? તે વિષય શું છે તે પ્રથમ જાણી લેવો, તેની જાણકારી મેળવી લેવી – પછી તેણે તે વિષયનો પોતાનો મત પાકો કરવો. પરંતુ તે વિષય ન સમજાતા જ, તેને વિષેની જાણકારી લીધા વગર જ તે વિષેનો પોતાનો અભિપ્રાય પાકો કરવો નહીં. તે વિષય = Page #6 -------------------------------------------------------------------------- ________________ સમજાય માટે તેની પ્રાથમિક માહિતી આ પુસ્તક દ્વારા આપવાનો લેખિકાએ પ્રયત્ન કર્યો છે. આમાં વિષય બહુ જ સહેલી ભાષામાં રજુ કર્યો છે અને તાત્ત્વિક શબ્દ સમજવા રોજની બોલીભાષા વાપરી છે. માટે ખાસ પત્રરૂપે આ વિષય પ્રસ્તુત કર્યો છે. તેથી જાણે વાચકો સાથે આત્મીયતા કેળવવાનો લેખિકાનો પ્રયત્ન છે. વાસ્તવમાં આ લેખ પુસ્તકરૂપે તૈયાર કરવામાં વધારેમાં વધારે આગ્રહ શ્રી અરવિંદ મોતીલાલ દોશીએ કર્યો હતો. એમણે જો આગ્રહ રાખ્યો ન હોત તો કદાચ આ પુસ્તક તૈયાર પણ થયું ન હોત. આ પુસ્તક પ્રથમ મરાઠીમાં છપાયુ. ત્યારે પં. ડૉ. હુકમચંદજી ભારિત્ન અને પં. રતનચંદજી ભારિલ્લ બંધુદ્ર જોયું ત્યારે આ પુસ્તક હિંદીમાં લખીને છાપવાની પ્રેરણા આપી. યોગાનુયોગ એ જ વખતે દેવલાલીમાં શ્રી કાંતીભાઈ મોટાણીએ આ પુસ્તક ગુજરાતીમાં છાપવાનું નક્કી કર્યું. આ પુસ્તકની મરાઠીમાં ૫૦૦૦ પ્રત અને હિંદીમાં 8000 પ્રત છપાય ગઈ છે. અને ગુજરાતીમાં પુસ્તક છાપવા બદલ અમે શ્રી કાંતિભાઈ મોટાણી અને પૂજ્ય શ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ. તેમ જ શ્રી. દીપકભાઈ જૈને ખૂબ જ અલ્પ સમયમાં આનો અનુવાદ કરી આપ્યો તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. સાયન નિવાસી શ્રી અરવિંદભાઈ મહેતાએ અને શ્રી કાંતિભાઈ મોટાણીએ પ્રફ રિડીંગમાં અનમોલ સહકાર્ય આપ્યું તે બદલ તેમના અમે ખુબ આભારી છીએ. અને કહેતાં ખૂબ જ હર્ષ થાય છે કે આ પુસ્તક ફકત જૈનોએ જ નહીં પણ અજૈનોએ અર્થાત્ બ્રાહ્મણ, લિંગાયત, મુસ્લિમ લોગોએ વાંચીને અમારી સાથે સૈદ્ધાંતિક ચર્ચા પણ કરી હતી. એ ઉપરથી જૈન સિદ્ધાંતોની અલૌકિકતા ખયાલમાં આવે છે. - પં. દિનેશભાઈ શહી Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખિકાનું મનોગત - ‘વ્યક્તિ તેટલી પ્રકૃતિ’ આ કહેવત અનુસાર ધર્મની બાબતમાં અનેક જણની અનેકવિધ કલ્પનાઓ હોય છે. એકબીજાનું સાંભળી અને કોઈપણ શાસ્ત્રીય આધાર વગર પ્રત્યેક જણ ધર્મવિષેના, ભગવાન વિષેનાં પોતાનાં મતો ખુલ્લા દિલથી રજુ કરતો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં પોતે ‘વિશેષજ્ઞ’ શોધતો હોય છે. શારીરિક નિરોગતા માટે પ્રત્યેક અવયવો વિષેનો વિશેષજ્ઞ જોઈએ. શિક્ષણની બાબતમાં પણ તેમ જ અને વેપાર બાબતમાં પણ તેમ જ. કોઈપણ વસ્તુ ખરીદતી વખતે આપણે પૂરી ચોકસાઈને અંતે, ખાત્રીલાયક જગ્યાએ અને સરખી રીતે પારખીને જ ખરીદતાં હોઇએ છીએ. પરંતુ જે વેપારની બાબતમાં ચોકકસ માણસ હોય કે લૌકિક શિક્ષણમાં બુદ્ધિમાન વ્યક્તિ હોય, તે પણ ધર્મની બાબતમાં માત્ર અંધશ્રદ્ધાળુ બની કંઈપણ કરવા અને માનવા તૈયાર થાય ત્યારે ઘણું આશ્ચર્ય થાય છે. - એનું કારણ એક જ અને તે તત્ત્વજ્ઞાન વિષેનું અજ્ઞાન છે. દેવ, ગુરૂ, શાસ્ત્ર, વીતરાગ ધર્મ વિગેરેના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી કેટલાક કુલપરંપરાથી ચાલતી આવેલી રૂઢીઓ, કેટલીક એકબીજાને જોઈ અંગીકાર કરેલી બાબતો, કેટલાક અન્ય ધર્મીઓનાં સંસ્કાર અને કેટલાક પોતાના ભૌતિકવાદને પોષનારી પોતાની જ મતિકલ્પનાઓને કારણે સાચા ધર્મનું સ્વરૂપ જ આપણાં ધ્યાનમાં આવતું નથી. એક સમયે અમે પણ આને અપવાદ રૂપ ન હતાં. ૧૯૭૨ ની સાલમાં કુંભોજ-બાહુબલીમાં પ.પૂ. સમંતભદ્ર મહારાજે સ્વાધ્યાયની પ્રેરણા આપી. તમને ધર્મની સાચી સમજણ મેળવવી હોય તો તમે સોનગઢમાં શ્રી કાનજીસ્વામી પાસે જાવ એમ કહ્યુ હતું. ત્યારબાદ ૧૯૭૫ ની સાલમાં પં. બાબુભાઈ મહેતાએ આખા ભારતની ૩ મહિનાની યાત્રા કાઢી. ત્યારે સતત ત્રણ મહિના યાત્રા અને પ્રવચનોનો લાભ મળ્યો અને ધર્મની બાબતમાં આપણે કેટલાં અજાણ છીએ એની જાણ થઈ. ત્રણ ત્રણ પદવીઓનાં પૂછડાં અને તેમાં મેળવેલા ત્રણ સુવર્ણપદકોને કારણે Page #8 -------------------------------------------------------------------------- ________________ પોતાની બુદ્ધિ વિષે ગર્વ નહીં તો પણ અભિમાન નિશ્ચિત જ હતું. પણ તત્ત્વજ્ઞાન આગળ આ લૌકિક અભ્યાસ કેટલો વામણો છે તેની જાણ થઈ આવી. મારા પતિ શ્રી. દિનેશચંદ્ર પણ ટ્રિપલ ગ્રેજયુએટ, અમારા બન્નેનો સ્થિર વ્યવસાય અને લૌકિક નિશ્ચિંતતા, રીના-મોના જેવી બે મીઠડી અને સમજુ દીકરીઓને કારણે અમારા જેવાં સુખી કોઇક જ હશે એવું ન લાગે તો જ નવાઈ ! મારાં સસરા શ્રી. માણિકલાલ હરિચંદ શહાને શિક્ષણ માટે અપાર પ્રેમ અને કૌતુક હતાં. લૌકિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણમાં પણ તેમણે વારંવાર પ્રેરણા આપી. વચ્ચે વચ્ચે જુદાં જુદાં પ્રવચનકારોનો લાભ મળતો ગયો અને વચ્ચે વચ્ચે ધાર્મિક અભ્યાસ શરૂ થયો. જેમ જેમ વધુ અભ્યાસ થતો ગયો તેમ તેમ મર્મ સમજાવા લાગ્યું, સાચા ધર્મનું સ્વરૂપ સમજણમાં આવ્યું. સ્વાધ્યાયની રૂચિ વધતી ગઈ, અમે વારંવાર શિબિરો-પ્રવચનોમાં હાજર રહેવા લાગ્યા. પ્રાથમિક જ્ઞાન થયા વગર માત્ર પ્રવચનો કે ગ્રંથોનો આશય સરખો સમજાતો નથી, એ પોતાનાં અનુભવ પરથી જ સમજાયું. સ્વાધ્યાય માટે અમે બન્નેએ ઓગષ્ટ ૯૨ માં વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. બન્ને દીકરીઓ પણ દૂર ગઈ-રીનાનાં લગ્ન થયાં અને મોના મેડિકલના છેલ્લાં વર્ષ માટે હોસ્ટેલમાં રહેવા ગઈ. દરમિયાન શ્રાવિકાશ્રમ તરફથી બ્ર. વિધુલ્લતાબેને અમને બન્નેને પ્રવચન માટે સોલાપૂર બોલાવ્યાં. ત્યારે જવાનું શકય ન હોવાથી મેં ‘શ્રાવિકા’ માસિક માટે અમસ્તો એક પત્રરૂપે લેખ મોકલ્યો. તે ‘શ્રાવિકા’માં છપાઈ આવ્યો. વિદ્યુલ્લતાબેને તે લેખનું સ્વાગત કર્યું અને આ ઉપક્રમ ચાલુ રાખવાની વિનંતી કરી. હું લેખ લખતી ગઈ અને બેને અવારનવાર પ્રોત્સાહન આપ્યું. ગયાં ત્રણ વર્ષોમાં જૈન તત્ત્વજ્ઞાન વિષે પ્રાથમિક માહિતી હું લખતી ગઈ. મારો આ પ્રયત્ન હાસ્યાસ્પદ હતો તોપણ ઘણાંએ ઉત્તેજન આપ્યું, નાનું બાળક શરૂઆતમાં ઉભુ રહે ત્યારે તાળીઓ પાડી આપણે કૌતુક કરીએ તેવો જ કંઈક આ પ્રસંગ હતો. વાંચકોની અનુકૂલ પ્રતિક્રિયાઓ વતી રહી અને આ વિષય Page #9 -------------------------------------------------------------------------- ________________ પર પુસ્તક લખવાં ઘણાંએ સુચવ્યું. ચેમ્બરના શ્રી અરવિંદભાઈ મોતીલાલ દોશી રોજ શ્રી. દિનેશચંદ્ર પાસે સ્વાધ્યાય કરવા, શાસ્ત્ર શ્રવણ કરવાં આવે છે. તેમણે પુસ્તક વિષે આગ્રહ કર્યો. તેથી પુસ્તકની દ્રષ્ટિએ બધાં લેખો ફરીથી જોઈ ગઈ, ઘણી જગ્યાએ વધુ માહિતી જેડી, અંદરના નં. ૧૬ અને ૧૭ એ બે લેખો પણ વધાર્યા. બ્ર. પં. યશપાલ જૈને એ લેખો વાંચી ઘણું જ સમાધાન વ્યકત કર્યું અને મહત્વની અનેક સૂચનાઓ પણ આપી તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો જ છે. આ લેખોને પુસ્તક રૂપ આપવામાં મારા પતિ શ્રી. દિનેશચંદ્રનો સિંહભાગ છે. કોઈપણ કામ રેખાબદ્ધ અને પદ્ધતિસર કરવાની એમની કલા અને હાથમાં લીધેલું કામ ગમે તેટલાં અંતરાયો આવે છતાં છેલ્લે સુધી પાર પાડવાની તેમની આવડત અહીં ઘણી ઉપયોગી નીવડી. પુસ્તકના સંપાદનનું કાર્ય પણ તેમણે જ યશસ્વી રીતે સંભાળી લીધું. તેનું પ્રમાણ તમારી સામે જ છે. જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ. નાનાં મોટાં, જૈન-અજૈન પ્રત્યેકને એનાથી નિશ્ચિત જ પોતાનું સ્વરૂપ' ઓળખવામાં મદદ થાય છે. જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા' જેવાં પ્રશ્ન-ઉત્તરરૂપે પુસ્તકો છે જ. તે જ પ્રશ્નોત્તરીને બોલી ભાષામાં વિસ્તૃત વિવેચન અને દાખલા સહિત મુકવાનો પ્રયત્ન કર્યો છે. કેટલે ઠેકાણે શાસ્ત્રોનો આધાર લઈ તત્ત્વોમાં કયાંય ભૂલ ન રહી જાય તે વિષે ચોકસાઈ કરી છે. જૈન તત્ત્વોનો પ્રાથમિક અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનારાઓને આ પુસ્તક માર્ગદર્શનરૂપ બનશે એવી આશા વ્યકત કરું છું. આ લખાણ નિમિત્તે મારું જૈન તત્ત્વો વિષે સતત ચિંતન મનન થતું હતું એ જ હું મારો મોટો લાભ સમજું છું. - ડૉ. સો. ઉજજવલા શહ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન સિદ્ધાંત પ્રવેશિકા સમજ્યા વગર શાસ્ત્ર સમજવું ઘણું જ મુશ્કેલ છે. આપણે ત્યાં પૂ. ગુરૂદેવશ્રીની હયાતીમાં સોનગઢમાં ઉનાળાના વેકેશનમાં સં. ૨૦૦૦ ની સાલથી બાળ શિક્ષણ વર્ગ ચાલતાં. જેમાં મુખ્ય વિષય છે. શ્રી ગોપાલદાસજી બરેય કત જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો રહેતો - સાથે પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાળા તથા આચાર્યશ્રી નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તી ફત દ્રવ્યસંગ્રહ તથા શ્રીમદ્ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ ઉપલા વર્ગમાં શિખવતાં. બાળપણમાં સિદ્ધાંત પ્રવેશિકા શ્રી હિરાચંદજી માસ્તર લેતાં. તેમની સિદ્ધાંત પ્રવેશિકા શીખવવાની આગવી રીત હતી. દાખલા-દલીલ દ્વારા બાળકોને એવી રીતે સમજાવતાં કે જીંદગીભર તે ભૂલે નહિ. આજે પણ જેઓએ તેમની પાસે સિદ્ધાંત પ્રવેશિકાનું શિક્ષણ લીધું છે તેઓને ક્યારેય પણ પૂ. ગુરૂદેવશ્રીના પ્રવચનો કે શાસ્ત્ર સમજવામાં તકલીફ પડતી નથી. ડૉ. સી. ઉજ્વલાબહેને પત્રોરૂપે આ જ સિદ્ધાંત પ્રવેશિકા સરળ ભાષામાં તેમની પુત્રીઓને સમજાવવા માટે મરાઠીમાં લખેલ તેનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. સિદ્ધાંત પ્રવેશિકા સમજવા માટે કોઈ શિક્ષકની આવશ્યકતા જણાય છે જ્યારે આ પત્રો સરળ ભાષામાં વાંચતા સ્વયં સમજાઈ જાય છે. મુ. શ્રી નેમચંદકાકા જ્યારે જ્યારે જયપુરમાં શિક્ષણ શિબિર વખતે સિદ્ધાંત પ્રવેશિકા લેતા ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ તે સમજવા માટે તેમના કલાસમાં બેસતાં એ પરથી ખ્યાલ આવશે કે આ સિદ્ધાંતો કેટલા મહત્ત્વનાં છે. પ્રાથમિક અભ્યાસી જીવોને આ પત્રો શાસ્ત્ર સમજવામાં સરળ પડશે તેમ લાગવાથી આ પત્રો ગુજરાતીમાં ટ્રસ્ટ તરફથી છપાવવા નિર્ણય લીધો છે. આશા રાખીએ આપ સૌને જરૂર વાંચવા ગમશે. આ પત્રો પુસ્તકરૂપે મરાઠી, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં કુલ ૨૯,૫૦૦ પ્રત છપાઈ ચુકી છે. પુસ્તકની પડતર કિંમત રૂ. ૨૨/- હોવા છતાં પણ મુમુક્ષુઓને વધારે લાભ મળે તે હેતુથી રૂ. ૧૦- રાખવામાં આવેલ છે. આ પુસ્તકની ઘણી માંગ હોવાના કારણે થોડા સમયમાં જ ચોથી આવૃત્તિ પ્રકાશિત કરતા અમોને ખૂબ આનંદ થાય છે. પૂજ્ય શ્રી. કાનજીસ્વામી દ્રસ્ટ વતી ટ્રસ્ટીગણ Page #11 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક પાના નં. ૨S X રૂપ ૬૦ અનુક્રમણિકા વિષય ૧ તત્ત્વ-પરિચય ૨ સાચા દેવનું સ્વરૂપ ૩ તસ્વાભ્યાસનો મહિમા ૪ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ ૫ વિશવનું સ્વરૂપ ૬ દ્રવ્યનું સ્વરૂપ ૭ ગુણનું સ્વરૂપ ૮ પર્યાયનું સ્વરૂપ ૯ ‘પુગલ દ્રવ્યનું સ્વરૂપ ૧૦ અસ્તિત્વ ગુણ ૧૧ વસ્તુત્વ ગુણ ૧૨ દ્રવ્યત્વ ગુણ ૧૩ પ્રમેયત્વ ગુણ ૧૪ અગુરુલઘુત્વ ગુણ ૧૫ પ્રદેશત્વ ગુણ ૧૬ પુદ્ગલના વિશેષ ગુણો અને પર્યાયો ૧૭ જીવના વિશેષ ગુણો અને પર્યાયો ૧૮ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો ૧૯ પ્રયોજનભૂત તત્ત્વ ૨૦ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ-૧) ૨૧ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ-૨) રર સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) ર૩ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) ૨૪ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૧ ૨૫ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ર ૨૬ સાતતત્ત્વ - ભેદવિજ્ઞાન ૨૭ સાત તત્ત્વો-આત્માનુભૂતિ ૮૭ ૯૫ ૧૦૩ ૧૦૮ ૧૧૬ ૧૨૨ ૧૨૯ ૧૩૫ ૧૪૧ ૧૪૩ ૧૫૩ ૧૫૯ ૧૬૫ ૧૭ર Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ પત્રાંક ૧ તત્ત્વ-પરિચ્ય તત્ત્વ પરિચય ૧૧ મે ૧૯૯૩ ડૉ. સૌ. ઉજ્જ્વલા દિનેશચંદ્ર શહા ૧૫૭/૯ નિર્મલા નિવાસ, સાયન (પૂ), મુંબઈ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, તમે બન્ને-એક જણ પરણીને અને એક અભ્યાસને લઈને અમારાથી દૂર થયા. મોના હૉસ્ટેલમાં ગયા બાદ શરૂઆતના થોડાક દિવસો સુધી ખાવા પિવા બાબત, અને ઘર છોડી એકલી જ રહેશે તે બાબતમાં શી રીતે રમમાણ adjust થશે તેના અનેક વિકલ્પો આવતાં. હવે તે ચિંતા નથી. હમણા સતત એક વિચાર આવ્યા કરે છે કે હવે તમે સાચા અર્થમાં સમાજમાં સંચરો છો. ત્યાં અનેક ધર્મોવાળી અનેક મતો ધરાવતી વ્યક્તિ જોડે તમારો સંપર્ક થશે. તેઓના મતો, તેઓની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તમારા પર પ્રભાવ પડશે. તે સમયે સનાતન સત્ય ધર્મ શું છે તે તમને સમજાવવાની મારી ફરજ છે. ઘરના સંસ્કાર, થોડો ઘણો તત્ત્વશ્રવણનો લાભ તમને નાનપણથી જ મળ્યો છે. ત્યારે ‘આપણો ધર્મ’, ‘આપણા દેવો’, ‘આપણો ફુલાચાર' આ બાબતો આદરણીય કે સારી લાગતી હશે. હવે તે જ બાબતો ખરેખર જ યોગ્ય છે કે નહીં, તત્ત્વો ન્યાયયુકત છે કે નહીં તેની પરીક્ષાપૂર્વક પ્રતીતિ કરવી પડશે. ૦૪ તમારા બન્નેને નિમિત્તે આ લખ્યું છે. અમે પ્રાપ્ત કરેલું અને પ્રાપ્ત કરીએ છીએ તે જ્ઞાનધન તમને અને અનેક જીજ્ઞાસુ એવી દીકરીઓ, વહુઓ અને બાળકોને મળે એ જ જિનચરણોમાં પ્રાર્થના. સૌપ્રથમ ‘ઇશ્વર’ કે ‘ભગવાન’ ચોકકસ શું છે તે જાણવું જોઇએ. તે Page #13 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય કોઈ Superhuman power છે કે માનવી જેવું કોઈ પ્રાણી છે ? તે સમજવા થોડીક પ્રાથમિક વાતો જાણવી જોઈએ. તે માટે પ્રથમ આત્મા શું છે તે સમજી લઈએ. આત્મા - તું, હું અને ઈતર જીવો જે જાણવાનું કાર્ય કરે છે, સુખદુ:ખોનો અનુભવ કરે છે, સારા નરસાનો નિર્ણય કરે છે, અને આ સમય છે કે સમજાતું નથી જે એ જાણે છે, તે આત્મા છે. તે આત્માનો શરીર જોડે સંબંધ એટલે સંયોગ હોય છે. એ સંયોગને આપણે સજીવ' પ્રાણી કહીએ છીએ. અને જુઓને, પ્રાણીશાસ્ત્રજ્ઞો પણ તેને સજીવ કહે છે, જીવ કહેતા નથી. જીવસહિત એવો તે સજીવ, આત્મા ચેતન છે, જીવ છે; શરીર અચેતન છે, જડ છે. શરીરમાં જ્ઞાન નથી, શરીર સુખદુ:ખ અનુભવી શકતું નથી. આ સંબંધ કોઈ ચોકકસ કાળમર્યાદા સુધી રહે છે. એ સંબંધ પૂરો થતાં તેને આપણે મૃત્યુ કહીએ છીએ. જુઓને, સંબંધ પૂરો થયો છે, નથી જીવનો અંત થયો કે નથી અચેતનનો અર્થાત્ શરીરના પરમાણુઓનો. મૃત્યુબાદ આ જીવ બીજા શરીર સાથે સંબંધ બાંધે છે તેને જન્મ કહેવાય છે. જન્મથી મરણ સુધીનું આયુષ્ય અથવા જીવન સમજવું, તેને ભવ કહે છે. માનવીની બાબતમાં આપણે તેને મનુષ્યભવ કે મનુષ્ય પર્યાય કહીએ છીએ. પર્યાયનો મતલબ અવસ્થા. તે સાચા અર્થમાં જીવની અવસ્થા નથી પણ ‘જીવ + શરીર' ના સંયોગની અવસ્થા છે. આ જે બન્નેનો સંયોગ નિર્માણ થયો છે તેના ગુણધમાં શુદ્ધ જીવ’ દ્રવ્યથી ભિન્ન છે. હવે આ સંયોગમાંનો જે જીવ છે તે જાણવાવાળો, માનવાવાળો – તેમ જ પ્રતીતિ કરવાવાળો છે. તે જીવ પોતાનું ભિન્ન અસ્તિત્વ અને ભિન્ન ગુણધર્મ ઓળખ્યા વગર સંયોગના અસ્તિત્વને જ પોતાનું અસ્તિત્વ માને છે અને તેના ગુણધમોને પોતાના ગુણધર્મો માને છે. અને વિચારો, તે માને એટલે તે પ્રમાણે થાય છે જ એવું નથી, પણ તે ભૂલભરેલી માન્યતાનુસાર તેનું જાણવું પણ ભૂલભરેલું થતું જાય છે અને તેનું આચરણ પણ ભૂલભરેલું થવા માંડે છે. એને જ શાસ્ત્રીય ભાષામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને Page #14 -------------------------------------------------------------------------- ________________ તત્વ પરિચય મિથ્યાચારિત્ર કહ્યું છે. તેથી સૂક્ષ્મ કર્મ પરમાણુ આવીને આત્માને ચોટે છે. તે કર્મનો Process આગળ સમજાવીશ. જીવે શરીર સહિતના સંયોગને “સ્વ” માન્યો છે તેથી દૃશ્યમાન શરીર જ ' – એવી ભ્રામક કલ્પના જન્મતાની સાથે જ પ્રત્યેક અજ્ઞાની જીવની થાય છે. શરીર ગોરું, ઊચું, પાતળું તો હું ગોરો, ઊચો, પાતળો, શરીર રોગી તો હું રોગી; શરીરનો સંયોગ – તો હું જભ્યો, (શરીર) વિયોગથી હું મૃત્યુ પામ્યો. શરીરની અનુકૂલતામાં હું સુખી એવી જુદી જુદી કલ્પનાથી કહેવાતા સુખોની સામગ્રી મેળવવા માટે જીવની દોડાદોડ શરૂ થાય છે. તે માટેનું સાધન એટલે પૈસો મેળવવા રાતદિવસ મહેનત કરે છે. હશે, એ વિષય જુદો છે. તમે વિજ્ઞાનશાખાની વિદ્યાર્થિનીઓ માટે કેમિસ્ટ્રીનો જ દાખલો આપું છું. વિજ્ઞાનના વિધાર્થીને અને બુદ્ધિમાન લોકોને આ તત્ત્વજ્ઞાનનો વિષય બહુ જ સરળતાથી સમજાય છે. અને તેટલા પ્રમાણમાં તે વિષયમાં રૂચિ પણ પેદા થાય છે. જૈન ધર્મ એટલે વસ્તુસ્વરૂપ કે વસ્તુવિજ્ઞાન. ફિનિક્સમાં આપણે માત્ર Matter નો અભ્યાસ કરીએ છીએ પણ જૈનદર્શનમાં Matter છ દ્રવ્યોમાંથી એક દ્રવ્ય છે. તે છ દ્રવ્યોમાં જીવ એક દ્રવ્ય છે. તે દ્રવ્યોમાં ખાસ કરીને જીવ દ્રવ્યનું સ્વરૂપ વિસ્તારથી સમજાવી, પોતાના શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો તેનું કથન આ જૈન તત્ત્વજ્ઞાનમાં કરેલું છે. હું પોતે જીવદ્રવ્ય હોવાથી મારું સ્વરૂપ શું છે તે જાણવાની કોઈપણ બુદ્ધિમાનની ઉત્સુકતા ચોકકસ વધ્યા વગર રહેશે નહીં. બાળપણમાં ખોવાયેલા, અનાથ આશ્રમમાં ઉછરેલા છોકરાને તેના માતા પિતા મળ્યા બાદ જેવો આનંદ થાય તેવો ઉત્સાહ અને આનંદ આ ‘સ્વ' નું સ્વરૂપ સાંભળતા-વાંચતા થાય છે. હા, તો હું દાખલો આપતી હતી કે HO તે પાણીનો મૉલેકયૂલ રેણુ છે. તેમાં 0 અર્થાત ઓકિસજનના ગુણધર્મો તે H૦ એટલે પાણીના રેણુના ગુણધર્મોથી અલગ છે. આપણને જે ઓકિસજનના ગુણધર્મો જણવા હોય અને તેને 100 માંથી છૂટો કરવો હોય તો સૌપ્રથમ Page #15 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તે જુદા ગુણધર્મોનો છે અને તેને છૂટો પાડી શકાય છે તેની પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. કેમિસ્ટ્રીનાં શિક્ષક પાસેથી તે શીખી, શુદ્ધ ઓક્સિજન મેળવવા માટે કઈ પ્રક્રિયા કરવી જોઇએ તેનો અભ્યાસ કરી તેમના માર્ગદર્શન હેઠળ તે મુજબ પ્રાત્યક્ષિક (Practical) કરીએ તો શુદ્ધ ઓક્સિજન મેળવવો સહજ સાધ્ય છે. તે પ્રમાણે જ જીવ + શરીરના સંયોગમાં શુદ્ધ જીવ દ્રવ્યના ગુણધર્મો તે સંયોગના ગુણધર્મોથી જુદા છે. તે સંયોગમાંથી શુદ્ધ જીવ જુદો કરાય છે. જેઓ પૂર્ણ શુદ્ધ બન્યા છે તેઓના માર્ગદર્શન વડે પ્રથમ શુદ્ધ જીવ દ્રવ્યના ગુણધર્મોનો – સ્વભાવનો અભ્યાસ કરવો, જ્ઞાન કરવું, તેને ભિન્ન કરી શકાય છે એવી શ્રદ્ધા કરવી અને તદનુસાર પ્રાત્યક્ષિક કરી ભિન્ન અનુભવ મેળવવો, તેને જ સમ્યક્દર્શન (યથાર્થ શ્રદ્ધા), સમ્યજ્ઞાન (યથાર્થ જ્ઞાન) અને સમ્યચારિત્ર (યથાર્થ આચરણ-લીનતા) એમ કહેવાય છે. જ્યારે આવો અનુભવ-પ્રતીતિ થાય ત્યારે સમ્યક્ત્વ મળ્યું એમ કહેવાય. તે વ્યક્તિને સમ્યક્દષ્ટિ કહે છે. એવો જીવ પોતાને પોતાના શરીરથી સદૈવ ભિન્ન જાણે છે, અનુભવે છે અને આત્મામાં જ વધુને વધુ સ્થિર થવાનો વારંવાર પ્રયત્ન કરે છે. વધતી આત્મસ્થિરતાને કારણે વ્રતીશ્રાવક અને મુનિ અવસ્થાએ પ્રાપ્ત થાય છે. ૪ આપણે ઉપર જોઇ ગયા તે શુદ્ધ + અશુદ્ધ અવસ્થા છે, એટલે કે શુદ્ધ જીવની (સ્વ-ની) પૂર્ણ શ્રદ્ધા અને પ્રીતિ તો તે જીવને થઈ છે પણ હજુ તે સંયોગ અવસ્થામાં છે. સગપણ બાદ પીયરમાં રહેતી હોવા છતાં ત્યાં આ ઘર મારૂં, એવી ભાવના પહેલાની જેમ રહેતી નથી. તેમ જ મોટા સંયુકત કુટુંબમાં રહેતા જુદા થવાનું નકકી થયા પછી અને પોતાનું ઘર લીધા પછી ત્યાં જવામાં હજુ સમય હોય ત્યારે પોતાપણાની ભાવના પહેલાના ઘરમાં રહેતી નથી. તેવી રીતે આવા જીવને શરીરમાં હવે પોતાપણું એટલે એકત્વબુદ્ધિ રહેતી નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ તત્વ પરિચય આત્મામાં વધુને વધુ લીન થતાં થતાં એવી સ્થિતિ આવે છે કે આઠ કમોંમાંથી ચાર કમોનો પૂર્ણ અભાવ થાય છે. પૂર્ણ શુદ્ધ આત્માનો અનુભવ સતત રહ્યા કરે છે, જ્ઞાનનો પૂર્ણ વિકાસ થાય છે, તેમને “સર્વજ્ઞ કહેવાય છે. કષાયોનો પૂરેપૂરો અભાવ થાય તેને ‘વીતરાગતા' કહેવાય છે. એવા વીતરાગી સર્વજ્ઞ જીવોને કે જેમને હજુ શરીર સાથે સંબંધ છે અને બાકીના ચાર કમ પણ છે, તેમને અરિહંત કહે છે. તેઓ હિતોપદેશ આપે છે એટલે કે જે માર્ગે અને જે Process થી આત્માનુભવ કરી, મુનિ થઈ તે અરિહંત એટલે ઈશ્વર = પરમાત્મા = દેવ થયાં તે માર્ગનો ઉપદેશ આપે છે. તેઓના બધા આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ (પૂર્ણ શુદ્ધ અવસ્થા) થયેલો છે. ઈશ્વર એટલે શું એ પ્રશ્નથી આપણે શરૂઆત કરી હતી. અરિહંત તે શરીરસહિતના ઈશ્વર અર્થાત પરમાત્મા છે. તે પછીની અવસ્થા તે સિદ્ધ પરમાત્માની છે. તેમના શરીર સાથેનો સંબંધ કાયમ માટે છૂટી જાય છે. બાકી રહેલા ચાર કર્મો પણ પૂર્ણ નષ્ટ થયા અને કેવળ શુદ્ધ જીવ’ પૂર્ણાવસ્થામાં પહોંચી ગયો. અનંત ગુણો પૂર્ણપણે વ્યકત થયા અને જીવ મુકત થયો. અરિહંત અને સિદ્ધ એ બે અવસ્થાના જીવોને સાચા દેવ કે પરમાત્મા કહેવાય છે. સમ્યફદર્શન ચારે ગતિઓમાં શકય છે. પણ કેવળ મનુષ્ય ગતિમાં પુરૂષ જ મુનિ બની અરિહંત અને સિદ્ધ થઈ શકે છે અને એકવાર તે અવસ્થાએ પહોંચ્યા બાદ તેમનો પાછો બીજો ભવ કે બીજો અવતાર (જન્મ) થતો નથી. ઈશ્વર એટલે શું તે જાણ્યા પછી તેનું સ્વરૂપ શું છે તે આપણે આગળ જોઈશું. તમને કોઈ શંકા હોય તો અવશ્ય પુછો પણ તેનું સમાધાન આગળ પાછળ વિષયાનુસાર કરીશ. શુભાશીષ. એ જ તમારી બા Page #17 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય પત્રાંક ? ૧૫ જુન ૧૯૯૩ સાચા દેવનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, ગયા પત્રમાં આપણે આત્મા છે' એ સિદ્ધ કર્યું તથા દરેક જીવ, આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં લીનતા, સ્થિરતા એટલે કે રમણતા (આચરણ) કરી પોતે પરમાત્મા બની શકે છે તે પણ જોયું. આ પરમાત્માના સ્વરૂપને હજુ વિસ્તારથી જાણવું જરૂરી છે. પરમાત્મા એટલે ભગવાન અથવા ઈશ્વર એટલે પરમેશ્વર એટલે સાચા દેવદેવાધિદેવ. દેવ ગતિના જીવોને પણ દેવ કહે છે પણ તે અર્થ અહીં નથી. આપણે આપણું શુદ્ધાત્મ સ્વરૂપ જાણવા માટે શુદ્ધાત્મસ્વરૂપ જેમણે પ્રગટ કર્યું છે એવા વીતરાગી અને સર્વજ્ઞ એટલે ‘સાચા' દેવોને જાણવું ઘણું આવશ્યક છે; આવી વીતરાગતા કેટલાક અંશે પ્રગટ કરી છે એવા દિગંબર જૈન મુનિઓનું સ્વરૂપ, તેમ જ આ શુદ્ધ સ્વરૂપ અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ જેમાં બતાવ્યો છે એવા સત્યાર્થ આગમોને એટલે સલ્લાસ્ત્રને જાણવું પણ ઘણું જરૂરી છે. “રત્નકરંડ શ્રાવકાચાર’ નામનો ગ્રંથ છે. તેમાં શરૂઆતમાં જ શ્લોક છે કે સત્યાર્થ આપ્ત (અરહંત ભગવાન), આગમ (એટલે જિનેન્દ્રકથિત ઉપદેશ) અને તપોભુત (એટલે દિગંબર મુનિ અથવા સાધુ)ને યથાર્થ જાણવું તે જ સમ્યક્રર્શનનું કારણ છે. તમે કહેતા હશો કે સમ્યફદર્શન વિષે શા માટે ફરીથી કહો છો? કારણ ત્યાંથી જ તો ધર્મની શરૂઆત થાય છે. માન્યતા એટલે કે શ્રદ્ધા યથાર્થ હશે તો જ જ્ઞાન અને આચરણ યથાર્થ થશે. સમ્યફદર્શન વગર કરેલાં વ્રતો, તપ, Page #18 -------------------------------------------------------------------------- ________________ સાચા દેવનું સ્વરૂપ સંયમને શાસ્ત્રોમાં એકડા વગરના મીંડા કહ્યા છે, માત્ર એક પર એક મીંડા ચડાવતા જઈએ અને તે પહેલા કોઈ આંકડો જ ન હોય તો તેની કિંમત શૂન્ય જ થશે. મૂળમાં જ ભૂલ હોય તો આગળનું બધું ભૂલ ભરેલું જ થતું જશે. હું એટલે આત્મા છું. મારા સ્વભાવને એટલે જ શુદ્ધાત્મસ્વરૂપને જાણવું હોય તો ઈશ્વરને અર્થાત પરમાત્માને જાણવો જોઈએ. ઈશ્વરનું અર્થાત સાચા દેવનું સ્વરૂપ જાણવામાં જ ભૂલ થાય તો શુદ્ધાત્માના સ્વરૂપને જાણવાની ભૂલ થશે. દેવનું યથાર્થ સ્વરૂપ ન જાણતાં તેનું સ્મરણ, ચિંતન, પૂજન, ભજન કરવાથી આપણે ભાગે યથાર્થ લાભ આવશે નહીં. આપણે નાની છોકરીને અરીસા સામે લઈ જઈ શિખવાડીએ ‘જો આ તું છે.' ફોટો બતાવીને ‘આ તું એમ શિખવાડીએ. તે પ્રમાણે જ ભગવાન સામે જઈ આ મારા શુદ્ધ આત્માનું પ્રકટ રૂપ એટલે પ્રતિબિંબ છે એમ સમજવું. ' જુઓ, ણમોકાર મંત્રમાં અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરેલા છે. કોઈપણ વિશિષ્ટ વ્યક્તિને નહીં. અરહંત અને સિદ્ધ એટલે દેવ. દેવપણાની પરિક્ષા શું? કઈ કસોટીમાંથી પસાર થયા બાદ એકાદ વ્યક્તિ દેવ બને છે તે જાણવું મહત્વનું છે. સોનાનો ટચ જેવા કસોટી પથરાપર ઘસી તે પરથી તે સોનું ૧૮ કેરેટ કે રર કેરેટ કે ૨૪ કેરેટ (૧૦૦%)નું છે તે નકકી કરવામાં આવે છે. દેવપણાવિષે પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા એ જ કસોટી છે. અરહંત વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી છે. સિદ્ધ ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ છે. વીતરાગી એટલે જેમનો રાગ નાશ પામ્યો છે. તીવ્ર દ્વેષ અને તીવ્ર રાગનો અભાવ થતાં થતાં અતિ મંદ રાગ બાકી રહે છે અને તેનો પણ અભાવ કરી જીવ પૂર્ણ વીતરાગી થાય છે તે જીવને વીતરાગી એમ કહેવાય છે. રાગદ્વેષનું બીજું નામ કષાય છે. ચાર શબ્દોમાં કહીએ તો ક્રોધ, માન, માયા, લોભ. જે જે પ્રમાણમાં કષાયોનો અભાવ થતો જાય છે તે પ્રમાણમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય વીતરાગતા વધતી જાય છે. સમ્યક્દર્શન થતાંની સાથે જ વીતરાગતાની શરૂઆત થાય છે કારણ અનંતાનુબંધી કષાયોનો ત્યાં અભાવ થાય છે. કષાયોથી આપણે પરિચિત છીએ માટે તેઓના અભાવોની અપેક્ષાએ આ કથન છે. પણ આત્મા કંઈ અભાવાત્મક વસ્તુ નથી, શૂન્ય નથી કે જેમાં મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી; તો અસ્તિસ્વરૂપે આત્મા તરફ જોતાં તેમાં અનંત ગુણો છે; જેવા કે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ વીર્ય વિગેરે. આ બધાં ગુણોની આંશિક શુદ્ધતા પ્રકટ થાય ત્યારે તે જીવને સાધક કહે છે. અને પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રકટ થાય ત્યારે તે જીવને ભગવાન–પરમેશ્વર કહેવાય છે. વીતરાગતા ચારિત્રગુણની શુદ્ધ અવસ્થા છે. કષાય ચારિત્ર ગુણની અશુદ્ધ અવસ્થા છે. શુભભાવ અને અશુભભાવ આ ચારિત્ર ગુણોના અશુદ્ધ અવસ્થાના બે ભેદ છે. જુઓ ! સરખી રીતે ધ્યાનથી જુઓ આત્માના ચારિત્રગુણોની ત્રણ અવસ્થાઓ થઇ. ચારિત્રગુણની અવસ્થા શુદ્ધ શુભ (પુણ્ય) અશુદ્ધ જૈન તત્ત્વજ્ઞાન વગર બીજા કોઈ પણ તત્ત્વજ્ઞાનમાં આ શુદ્ધ અવસ્થા વર્ણવેલી નથી અને તેની પ્રાપ્તિનો માર્ગ તો નથી જ નથી. અશુભ (પાપ) સમ્યક્દર્શન (શ્રદ્ધા ગુણની શુદ્ધ અવસ્થા) સભ્યજ્ઞાન (જ્ઞાન ગુણની શુદ્ધ અવસ્થા અથવા અતીંદ્રિય જ્ઞાન) અને સમ્યક્ચારિત્ર (ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા એટલે આંશિક વીતરાગતા) આ બધુ એક સમયે જ થાય છે. તે સમયે એક ચોકડી કષાયોનો એટલે કે અનંતાનુબંધી કષાય ચોકડીનો અભાવ થાય છે. ગૃહસ્થાવસ્થામાં આ કાર્ય થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ સાચા દેવનું સ્વરૂપ આ વીતરાગતા વધે ત્યારે વ્રત ગ્રહણ કરવાના રાગરૂપ પરિણામ હોય છે, તેઓને વ્રતી શ્રાવક કહેવાય છે. (બે ચોકડી કષાયોનો અભાવ). ગૃહસ્થપણું છોડી મુનિવ્રત ધારણ કરી જ્યારે વીતરાગતામાં વધારો થાય ત્યારે તેઓને મુનિ કહેવાય છે (તેઓને ત્રણ ચોકડી કષાયોનો અભાવ હોય આવા મુનિ અંતરંગમાં લીન થતાં થતાં પૂર્ણ વીતરાગી બને છે. કષાયો લેશમાત્ર પણ બાકી રહેતા નથી, તત્પશ્ચાત્ તે સર્વજ્ઞ થાય છે. અર્થાત તેમનું જ્ઞાન પૂર્ણ વિકસિત થઈ ‘કેવળજ્ઞાન’ બને છે, આવા વીતરાગી સર્વજ્ઞ દશાને અરિહંત કહે છે. શરીરનો સાવ હોય તો પણ તેઓ આત્મામાં જ પૂર્ણ લીન હોય છે. અરહંતની વ્હારરૂપે દિવ્યધ્વનિ ખરે છે, તે ઈચ્છાવગરની હોય છે. તેમાં મોક્ષમાર્ગનો ઉપદેશ હોય છે તેથી તેમને હિતોપદેશી કહેવામાં આવે છે. તેઓને જન્મ, મરણ, સુધા, તૃષ્ણા, રોગ, ઘડપણ, ભય, ગર્વ, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, રતિ, નિદ્રા, વિસ્મય, વિષાદ, ખેદ, વેદ એવા અઢાર દોષો હોતાં નથી. હિતોપદેશી હોવાથી અરિહંતોને “આપ્ત’ કહેવાય જેઓની પાસે શસ્ત્ર, અસ્ત્ર, માળા, અલંકાર, સ્ત્રી વિગેરે છે, તેઓ સાચા દેવ હોઈ જ ન શકે. સાચા દેવને રાગ, દ્વેષ, ઈચ્છા, ભકતોનું રક્ષણ અને શત્રુનું દમન કરવાના ભાવ હોતાં નથી. સાચા દેવનું સ્વરૂપ કહેવાનો હેતુ કોઈને પણ ઓછા આંક્વાનો કે દ્વેષબુદ્ધિ નિર્માણ કરવાનો નથી પણ આપણી વિપરીત શ્રદ્ધાને ઠીક કરવાનો છે. આપણે પોતાનું કલ્યાણ કરવું હોય તો પ્રથમ “સ્વ” કોણ છે તે જાણવું જોઈએ. આ ‘સ્વ' નું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ માત્ર ખરા દેવોને જાણવાથી જ સમજાશે. કોઈ આમલી બતાવે તો મોંમાં પાણી આવે છે, માતાપિતાની યાદ આવે તો આંખોમાં પાણી ભરાઈ આવે છે, દાદા-દાદીની છબી જેવાથી તેઓએ કરેલા લાડ-પ્યાર સાંભરે છે; કેમ ? તો તે તે વાતોના સ્વરૂપનું જ્ઞાન છે માટે. તે પ્રમાણે અરહંત સિદ્ધ કહેવાની સાથે અંતરંગમાં વીતરાગતા, Page #21 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય ૧૦ સર્વજ્ઞતાનું જ્ઞાન થાય છે કે નહીં તેનો આપણે વિચાર કરવો જોઈએ. જો ન થાય તો દેવોનું સ્વરૂપ (વીતરાગી અને સર્વશ) આપણે જાણ્યું જ નથી. ભગવાન સામે ફકત હાથ જોડવા, નમસ્કાર કરવા, જાપ કરવા એટલે ભક્તિ નથી, તેઓના ગુણો પ્રત્યે અનુરાગ, મહાભ્ય, આદરભાવ થાય તે જ સાચી ભક્તિ. જે તેઓના ગુણો વિષે જાણકારી જ ન હોય તો તે ગુણો પ્રત્યે આદરભાવ કયાંથી આવશે? આપણો કષાયો સાથે જ પરિચય છે, આપણે રોજ કરીએ જ છીએ ને ! પરંતુ વીતરાગતાનો હજુ આપણે અનુભવ જ ન લીધો હોય તો વીતરાગતાનું મહાભ્ય સમજાશે નહીં. માટે આંશિક વીતરાગતા પ્રકટ હોય એવા જ્ઞાનીઓને જ ભગવાનની સાચી ભક્તિ હોય છે એમ કહ્યું છે. વીતરાગતા અને કષાયો વિષે લખીએ તેટલું ઓછું જ છે. કષાયોને દબાવી રાખવાથી વીતરાગતા પ્રકટ થતી નથી, પણ વીતરાગતા પ્રકટ થવાથી કષાયોની ઉત્પત્તિ જ થતી નથી; આ ઉત્પત્તિ ન થવાને જ નાશ થયો છે એમ કહ્યું છે. આપણે હજુ સુધી જોયું છે કે સમ્યફદર્શનપૂર્વક મુનિપણું અને મુનિપરાપૂર્વક દેવપણું અર્થાત્ અરિહંત અવસ્થા આવે છે. જ્યારે મુનિઓને પણ પરિગ્રહોનો અભાવ હોય, અહિંસાદિ મહાવ્રતોના તે ધારક હોય, મુખ્યત: જ્ઞાન અને ધ્યાનમાં જ લીન હોય ત્યારે તેની ઉપરની અવસ્થા ‘દેવનું સ્વરૂપ પણ મુનિ કરતાં ઉચ્ચ જ હશે. દેવોને પણ પરિગ્રહ એટલે અંતરંગમાં મિથ્યાત્વ અને કષાય અને બહિરંગમાં સમસ્ત પરિગ્રહ (અસ્ત્ર, વસ્ત્ર, શસ્ત્ર, ધન, ધાન્ય, દાસ, દાસી ...) વિગેરેનો અભાવ જ હોય. વીતરાગી એટલે શું તે ટુંકમાં જોયું હવે સર્વજ્ઞ એટલે શું તે જોઈએ. ‘શ'નો અર્થ To know=જાણવું. જે બધું જાણે તે સર્વશ. બધું એટલે વિશ્વના બધાં દ્રવ્યો, જીવ, પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેમની સંખ્યા તમે જાણો જ છો. જીવ અનંત, પુદ્ગલ અનંતાનંત, ધર્મ અધર્મ અને આકાશ તે એક-એક દ્રવ્ય અને કાળદ્રવ્યો અસંખ્યાત છે. આ બધાં દ્રવ્યોના અનંત ગુણોને, દરેક ગુણના ભૂત-વર્તમાન-ભવિષ્યકાલીન Page #22 -------------------------------------------------------------------------- ________________ સાચા દેવનું સ્વરૂપ બધી પર્યાયોને અને પ્રત્યેક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદોને (આ પર્યાયની શક્તિનું માપ એટલે કે યુનિટ છે) એક સમયે યુગપત્ (એક જ સમયે) પ્રત્યક્ષ જાણવાનું જે સામર્થ્ય તેજ કેવળજ્ઞાન − તે જ અનંતજ્ઞાન, તે જેમને પ્રકટ થયું હોય તેમને સર્વજ્ઞ કહેવાય છે. આ જ્ઞાન અતીંદ્રિય છે. આત્મા જ્ઞાનમય છે. જ્યારે આત્મા આત્મામાં જ લીન થઈ પોતાને પૂર્ણપણે તેમ જાણવા લાગે ત્યારે વિશ્વની બધી વાતો તે જ્ઞાનમાં આવે છે. પછી ભૂત-વર્તમાન કે ભવિષ્ય કાળના અંતરાયો પણ વચમાં આવતાં નથી. ૧૧ પ્રવચનસાર નામના ગ્રંથમા જ્યારે જ્ઞાનની એક સમયની અવસ્થાની શક્તિ કેટલી અનંત છે તે આપણે વાંચીએ છીએ, ત્યારે આવા જ્ઞાનગુણનો ધારક ‘હું', જ્ઞાન જેવા અનંત ગુણોનો પિંડ એવો ‘હું’, તે ‘હું'નો એટલે આત્માનો મહિમા આવ્યા વગર રહેતો નથી. એવા આત્માનું વર્ણન અને તેની પ્રાપ્તિનો, અનુભવવાનો ઉપાય જે જિનેન્દ્ર કથિત આગમોમાં કહ્યો છે, તે આગમોનું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા અને ઉત્સાહ ન જાગે તો જ નવાઈ. તત્ત્વાભ્યાસના મહિમા વિષે આપણે આગળના પત્રમાં જેઈશું. વીતરાગતા અને સર્વજ્ઞતા આ શબ્દોનો અર્થ સમાયા પછી ભગવાનનું સ્વરૂપ સમજતા વાર નહીં લાગે. તમને દેવસ્તુતિ યાદ હશે જ કે, ૧) સકલ જ્ઞેય-જ્ઞાયક (સર્વજ્ઞ) તદપિ નિજાનંદ રસલીન (વીતરાગી) અથવા ૨) ‘નિસને રાગ-દ્વેષ જામજિ નીતે’ (જેણે રાગદ્વેષ કાર્યાદિક જીત્યા) ‘સર્વ ના જ્ઞાન નિયા' (આખું જગ જાણી લીધું ) 'सब जीवोंको मोक्षमार्गका निस्पृह हो उपदेश दिया' (સર્વ જીવોને મોક્ષમાર્ગનો નિસ્પૃહ થઇ ઉપદેશ આપ્યો) હિતોપદેશી. પૂર્ણ વીતરાગતા પ્રગટ થયા બાદ જ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ કેટલો સહજસુંદર નિયમ છે જુ ઓ. એકાદ રાગી-દ્વેષી જીવને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય તો કેટલો અનર્થ થશે તેની કલ્પના પણ કરાય નહીં. આજે દુનિયામાં અધિક વીતરાગી સર્વજ્ઞ Page #23 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જ્ઞાનનો ઉપયોગ પણ વ્યક્તિગત સ્વાર્થ માટે અને બીજાના સંહાર માટે થાય છે તે આપણે ડગલે ને પગલે જોઈએ છીએ. આજે આપણે ભગવાનનું સ્વરૂપ નિશ્ચિત કર્યું કે જે વીતરાગી અને સર્વજ્ઞ છે તે જ સાચા દેવ કે ભગવાન છે. અન્ય કોઈને પણ દેવપણું – ઈશ્વરપણું સંભવે નહીં. સરાગી દેવતાઓને કુદેવ કહ્યાં છે કારણ તેમને પૂજવાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે અને તેમના ઉપદેશથી મિથ્યાત્વનું પોષણ થાય છે. કોઈ લોકો અદેવને પણ દેવ માને તેને દેવમૂઢતા કહે છે. જેમ કે પાષાણ, નદી, ધન (લક્ષ્મી), નાગ, ગાય ઈત્યાદિને પૂજવું. કુદેવોને અને અદેવોને દેવ માનવા, તેમના વિષે પૂજ્યત્વનોપ્રશંસાનો ભાવ જાગવો તેમાં મિથ્યાત્વનો-અતત્ત્વશ્રદ્ધાનનો દોષ (પાપ) લાગે તો છે જ, પણ જે વીતરાગી સર્વજ્ઞોને દેવ માને પણ તેમનું સ્વરૂપ વિપરીત માને તેઓને પણ તે દોષ લાગે છે. જેમ કે વીતરાગી દેવોની માનતા માનવી, તેઓ પાસે પૈસો, પુત્ર, જશ માગવા અથવા ઈચ્છા કરવી, રોગ સારો થવા માટે પૂજા વિધાન કરવાં તે પણ મૂર્ણપણાનું અને અજ્ઞાનના દ્યોતક છે. હાં, સંકટ સમયે ઈશ્વરની ભક્તિ, પૂજન જ્ઞાનીઓ પણ કરે છે પણ તે સંકટમાથી દેવ છોડાવે એ ભાવનાથી નહીં પણ આપણું ચિત્ત વીતરાગતામાં લાગે અને અશુભ પરિણામોથી બચીએ તે માટે ! ઈશ્વરને કર્તા-હર્તા માનવા, ઈચ્છાવાન માનવા, રક્ષણકર્તા માનવા, ઈશ્વર ઈચ્છા આગળ ઈલાજ નથી એમ માનવું અજ્ઞાન છે અને તે ઈશ્વરના સ્વરૂપને ન જાણવાથી થાય છે. ઈશ્વરનું સ્વરૂપ જાણી વીતરાગી એવા અરહંત, સિદ્ધોને પૂજવાથી આપણા વીતરાગસ્વરૂપ શુદ્ધાત્મસ્વભાવની જાણ થઈઆપણી દષ્ટિ ત્રીકાળી શુદ્ધ એવા આત્મસ્વભાવ તરફ વળે છે અને આમ થાય તો જ સાચા દેવની સાચી ભક્તિ-પૂજા થાય છે. આગળનું વિવેચન આગળના પત્રરૂપી મુલાકાતમાં. એ જ તમારી બા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તસ્વાભ્યાસનો મહિમા પત્રાંક ૩ ૧૨ જુલાઈ ૧૯૯૩ તવાભ્યાસનો મહિમા પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, ગયાં બેઉ પત્રોને મળેલો પ્રતિસાદ અને વધુ જાણી લેવાની તમારી રૂચિ અને ઉત્સાહ જોઈ આ પત્ર લખું છું. ઈશ્વર અર્થાત્ પરમેશ્વરનું સ્વરૂપ કેવું હોય છે તે વિષે આપણે પત્ર ક્રમાંક બેમાં વિચાર ક્યો. પ્રત્યેક આત્મા પરમેશ્વર બની શકે તે પણ આપણે પહેલાં જોઈ ગયાં. તે માટે હું આત્મા છું, તે સૌ પહેલા જાણવું જોઈએ. હમણા મનુષ્ય અવસ્થામાં હોવા છતાં શરીર, મન, વાણીથી હું ભિન્ન છું અને મારું એટલે કે શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન શાસ્ત્રાભ્યાસથી મેળવી અને તે પ્રમાણે પ્રાત્મક્ષિક (Practical) કરી આ આત્માનો અનુભવ કરી શકાય છે તેની ૧૦૦ ટકા ખાત્રી-શ્રદ્ધા હોવી જોઈએ. શું મજા છે તે તો જુઓ! આજના જે વિજ્ઞાનયુગની શોધો છે તે ૧૦૦૨૦૦ વર્ષો પૂર્વે વિજ્ઞાનકથારૂપે જન્મી હતી. ત્યારે તે વિજ્ઞાનકથા લેખકોની માત્ર કલ્પનાની ઉડાનો હતી. તે કલ્પનાપરની ઊંડી શ્રદ્ધા પણ તેમને જે પ્રત્યક્ષરૂપમાં લાવી શકે તો આત્મા-પરમાત્મા વિષે જે જે કથન જિનવાણીમાં દિવ્યધ્વનિમાં આવ્યું છે તે તો ત્રિવાર સત્ય છે; તે ઉપરની શ્રદ્ધા ચોકકસ તે તે જીવને ઈશ્વર બનાવી શકશે. જિનેન્દ્રની વાણી જ સત્યનું પ્રતિપાદન કરી શકે છે. બીજી નહીં. કારણ જિનેન્દ્રનું સ્વરૂપ જ વીતરાગી અને સર્વજ્ઞ છે. વીતરાગી એટલે જેમને મોહ, રાગ દ્વેષનો અંશ પણ નથી. તે જુદું કહેશે જ શી રીતે ? અને સર્વજ્ઞ એટલે બધું જાણવાવાળા. જે બધી વાતો જાણે તેમનું જ કથન યથાર્થ હોઈ શકે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તીર્થકરોની આ દિવ્યધ્વનિ ગ્લાર રૂપે સર્વાગોમાંથી ઈચ્છા વિના ખરે છે. સમોશરણમાં ઉપસ્થિત જીવ-મનુષ્ય, તિર્યંચ તથા દેવગતિના દેવો પોતપોતાની શક્તિ અનુસાર તેનો અર્થ ગ્રહણ કરે છે. ગણધરાચાર્ય તે ઉપદેશ ગ્રહણ કરી દ્વાદશાંગોની રચના કરે છે. તેને આગમ કહેવાય છે. તે આગમો આચાયની પરંપરાથી દીર્ઘકાળ સુધી પ્રાપ્ત થાય છે. આજે તેમાંથી થોડાક અંશો ગ્રંથ રૂપે ઉપલબ્ધ છે. પહેલાં થઈ ગયેલાં અનેક મહાન આચાર્યોના આપણા પર ઉપકાર છે કે તેઓએ પરંપરાથી ચાલતો આવેલો ગુરૂનો ઉપદેશ, આગમોનો અભ્યાસ અને સ્વાનુભવથી પ્રાપ્ત એવો જ્ઞાનનો ખજનો-ગ્રંથ રૂપે લખી રાખ્યો છે અને જે આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે. આપણા પૂર્વજોના પણ મહાન ઉપકાર છે કે ર000 વર્ષોથી પણ જુના ગ્રંથો આજ સુધી આપણને તેઓએ ઉપલબ્ધ કરી આપ્યા છે. તે સમયે તો બધાં હસ્તલિખિત હતાં. છપાઈના આ કાળમાં ઘરેઘરે ગ્રંથો પહોંચી ગયાં દેવ, ગુરૂ અને શાસ્ત્રો તો વંદનીય છે કારણ તેમના થકી આપણને ધર્મનું સ્વરૂપ-વસ્તુસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અરહંત, સિદ્ધ, સાધુને આપણે લાગુત્તમા’ એટલે લોકોમાં દુનિયામાં સૌથી ઉત્તમ કહીએ છીએ, મંગલ કહીએ છીએ, તેનું ઉત્તમપણું તથા મંગલપણું વીતરાગ વિજ્ઞાનતાથી પ્રાપ્ત થયું છે. આપણે ભગવાન આગળ નતમસ્તક થઈ તેમને શરણે જઈએ છીએ. પણ આ દેવો કોને શરણે ગયાં છે ભલા ? તેઓ તો વીતરાગ વિજ્ઞાન સ્વરૂપ નિજ શુદ્ધ આત્મામાં નત અને રત થયાં. આપણે દેવોને ચરણે જઈએ તે તેમનો આદર્શ નજર સામે રાખવા! તેઓએ ક્યો માર્ગ અપનાવ્યો તે જોવા!નહિ કે માત્ર ભગવાનદાસ' બનવા! તમને કોલેજમાં જઈ ફકત શિક્ષકોના ગુણગાન કરી, તેઓને પગે પડીને પદવી નહીં મળે. પોતે તે શિક્ષકોના માર્ગદર્શન નીચે અભ્યાસ-પ્રાત્યક્ષિક અને વારંવાર પ્રયોગ કરી કોઈ પણ જ્ઞાન, પદવી, કલા આત્મસાત કરી શકશો. અહીં પણ એમ જ છે કેવલિ પણd ધમ્મ શરણં પવ્વામિ ફકત Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાભ્યાસનો મહિમા અરિહંત-સિદ્ધ-સાધુને નમસ્કાર કરવાનો કોઈ ઉપયોગ નથી તો કેવળી પ્રણિત જે ધર્મ છે તેને શરણે જવું જોઈએ. એટલે કે તે માર્ગનો અવલંબ કરવો જોઈએ. ૧૫ ધર્મ વિષે અનેક લોકોની અનેક સમજણો-ગેરસમજણો જોવા મળે છે. કોઇના મતે આપણે ધર્મનો ઉદ્ધાર કરવો જોઈએ. એવા લોકોને જાણ નહીં હોય કે ધર્મનો આધાર લેવાથી દુ:ખી અને અજ્ઞ જીવોનો ઉદ્ધાર થાય છે. વસ્તુનું સ્વરૂપ (વસ્તુ એટલે દ્રવ્ય) એટલે જ ધર્મ. ધર્મ તો ત્રણે કાળમાં જેવો હોય છે તેવો જ રહે છે. જેમ અગ્નિનો ધર્મ ઉષ્ણતા. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ અગ્નિ ઉષ્ણ જ હતો અને આજે પણ ઉષ્ણ જ છે. ભારતમાં પણ ઉષ્ણ છે અને અમેરિકામાં પણ ઉષ્ણ જ છે. આનો અર્થ એમ થાય છે કે વસ્તુનો ધર્મ (સ્વભાવ) ત્રણે કાળમાં અને ત્રણે લોકમાં એકસરખો કાયમ રહે છે, બદલાતો નથી. વસ્તુનું સ્વરૂપ અર્થાત ધર્મ, તેનું શાસ્ત્રમાં કથન છે. આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ. અને તે પણ માર્ગદર્શન નીચે. નહીં તો પોતાની બુદ્ધિથી જુદો અર્થ કરી આમતેમ રખડવા માંડીશું. નિશાળમાં જેમ ક-ખગ થી શરૂઆત કરી ધીમેધીમે દરેક વર્ષે વધુ ને વધુ જ્ઞાન આપવામાં આવે છે તેવી રીતે જ પ્રારંભિક શરૂઆત કરી આગળ વધવું જોઈએ. ઘણાંખરાં લોકો આ તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મથી દૂર જ રહે છે. ઘણાને આ એક Scientific Study છે તેની જાણ પણ નથી હોતી. અરે ! બીજાઓનું શું, મને પણ નાનપણમાં એવું જ લાગતું કે આપણા ભગવાન અને ગુરૂ દિગંબર હોય છે, આપણાં ઉપવાસ ઘણાં જ કડક હોય છે. પૂજા, વ્રત, દાન, ધર્મ, જાત્રા વિગેરે કરીએ એટલે ધર્મ થાય. સાચું તો તત્ત્વજ્ઞાનના અભ્યાસ વગર ધર્મનું સ્વરૂપ પણ સમજાતું નથી. તો પછી ધર્મ (વીતરાગતા) પ્રગટ કરવો તો દૂર જ રહ્યો ! બાકીના જે ખાધે-પીધે સુખી છે, થોડીઘણી લૌકિક સફળતા મેળવી છે, તેઓને એમ લાગે છે કે અમને આ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ જોઈતું Page #27 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જ નથી; અમને કોઈ મોક્ષ વિગેરેની ઈચ્છા નથી, નકામું એની પાછળ પડી અમારા આજના સુખથી વંચિત થવું પડશે. દીકરીઓ તમે જ વિચાર કરો, તત્ત્વ જાણવાથી જે નષ્ટ થાય તે સુખ હોઈ શકે જ કેમ? તમને યાદ છે, નાનપણમાં તમને આવેલા સ્વપ્નો તમે બહુ જ સવિસ્તારથી કહેતાં હતાં. અને તે કહેતાં કોઈવાર ગભરાતા હતાં તો કોઈવાર ખુશ થતાં હતાં. પણ મારી પ્રતિક્રિયા ન જોઈ તમને ગુસ્સો આવતો, કે મને કેમ કશું જ થતું નથી. પણ હવે સમજાય છે ને કે, જાગૃત અવસ્થામાં સ્વપ્નોની ભાવનાઓની શી કિંમત હોય છે ? તત્ત્વોનો અભ્યાસ કરી આવી જ જાગૃત અવસ્થા આવે છે. તે કારણે જે વાતમાં સુખ જ નથી તે વાતમાંથી સુખબુદ્ધિ અલોપ થાય તો તેમાં શું બગડયું ? અને આપણે જેમાં સુખ માનીયે તે સુખ પણ કયાં ચિંતારહિત Tension free છે? અરે! મારું આ ઐશ્વર્ય ટકી રહેશે? મારા પ્રિય સગાસંબંધી મને છોડી તો નહીં જાય ? મને લાંબુ આયુષ તો મળશે ને? હું અને મારા કુટુંબીજન નિરોગી રહીશું કે નહીં ? એક-બે કે અનેક ચિંતા. અલી, સમાજના અનેક સ્તરોમાથી અનેક વ્યક્તિઓ મારી પાસે આવે છે. ગરીબથી પૈસાદાર સુધી, બાળકોથી તે વૃદ્ધો સુધી, તેઓનું દુ:ખ કેવળ બીમારી સુધી મર્યાદિત નથી હોતું. ફેમિલી ડૉકટરને નાતે પાસેના સગાઓને પણ ન જણાવે તેવા દુઃખો તે લોકો મારી પાસે આવી છતા કરે છે. બહારથી સાદા અને સુખી જણાતા આ માણસો જ્યારે પોતાનાં દુઃખો પ્રકટ કરે છે, ત્યારે તેઓ મને અન્તર્મુખ બનાવે છે. તે દુઃખોના કારણો અને તેના ઉપાયો તે બન્ને આપણને તત્ત્વજ્ઞાનમાં જ જડે છે. તત્ત્વજ્ઞાનની સમજ અને મહાનતા ત્યારે વધુ પ્રકર્ષથી જણાય છે. તત્ત્વાભાસથી માણસ ધર્માધ અથવા ધર્મલો થાય છે એવી સમજણ પણ ભૂલભરેલી છે. સત્ય શું છે, અસત્ય શું છે તે સમજાવી અસત્ય મતોનું ન્યાયપૂર્વક ખંડન કરી, સત્ય દિંગબર જૈન ધર્મ એટલે કેવળી પ્રણિત ઉપદેશ જ સત્ય શા માટે છે તેનું પ્રતિપાદન અનેક ગ્રંથોમાં કર્યું છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાભ્યાસનો મહિમા દાખલા તરીકે મોક્ષમાર્ગપ્રકાશક, રત્નકદંડ શ્રાવકાચાર, રાજવાર્તિક, સ્યાદ્વાદ મંજિરી એવા અનેક ગ્રંથો. ૧૭ કોઈ કહે છે ભાઈ અમને બધાં ધર્મો એકસરખા જ છે. ૧) અમે બધાનું તત્ત્વજ્ઞાન વાંચીએ ૨) બધા દેવોને નમસ્કાર કરીએ છીએ ૪ ૩) દુનિયાના બધા સાધુઓને નમસ્કાર કરવા ણમોકાર મંત્રમાં જ નથી કહ્યું કે ? તેનો જવાબ ૧) બધા તત્ત્વજ્ઞાન વાંચવામાં કાંઈ વાંધો નથી. કારણ ઉપર જે ગ્રંથોના નામો આપ્યા છે તે તે ગ્રંથકર્તાઓએ બધાં દર્શનોનો (બધા તત્તવજ્ઞાનોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આપણે સાંભળ્યું પણ નથી, એવા અનેક ધર્મોના નામો અને તેમના તત્ત્વજ્ઞાનના ઝીણવટભર્યા વર્ણનો તે ગ્રંથોમાં કરવામાં આવ્યાં છે. તદુપરાંત બધાં ધર્મોનો અભ્યાસ કરી પછી જૈન દર્શન જ કેમ શ્રેષ્ઠ છે તે આધારસહિત બતાવવામાં આવ્યું છે. આવો નિર્ણય કરવા પુરતું લાંબુ આયુષ્ય આપણને દરેકને મળશે જ એવું નથી. ૨) બધાં દેવોને (દેવતાઓને-કુદેવોને-અદેવોને) નમસ્કાર કરવાવાળી વ્યક્તિ પરીક્ષાપ્રધાન હોઇ શકે જ નહીં. સામાન્ય માટલું ખરીદવા આપણે ટકોરો પાડીને લઇએ છીએ પણ ભગવાન બાબત માત્ર તે દેવ છે કે નહીં તેનો વિચાર કર્યા વગર ‘પથ્થર તેટલાં પૂજે દેવ’ કરી સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. સાચા-ખોટાનો નિર્ણય કર્યા વગર બધાને એક જ માપદંડથી માપીએ અને બધાને સમાન સમજીએ. તેને જ વિનયમિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. આપણે આ બાબતો લોકરૂઢી મુજબ અને બીજા ધર્મીઓ તરફથી સતત પડેલા સંસ્કારને કારણે વિચાર્યા વગર કરતા હોઇએ. અને વિચાર કરવાવાળાઓને જુનવાણી વિચારવાળા સમજીએ અને પોતાને સર્વધર્મસમભાવ હોવાનો દાવો કરીએ. સાચી રીતે સમભાવ એટલે સામ્યભાવ, એટલે ‘ના રાગ – ના દ્વેષ’ પણ જે બધા દેવ-દેવતાઓને નમન કરે છે તે રાગવશ થઈને જ કરે છે ને ? Page #29 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૮ સર્વધર્મસમભાવ' નો સાચો અર્થ મને ગઈ પરમ દિવસે શાસ્ત્રસ્વાધ્યાય કરતા એક શાસ્ત્રમાં જડયો. આત્મામાં અનંતગુણ-અનંતધર્મ (શક્તિ) છે. એકાદ ધર્મને મુખ્ય ગણી વિચાર કરતાં રાગ ઉત્પન્ન થાય છે અને સર્વ ધમાં પ્રત્યે સમતાભાવ રાખી ભેદોનો પણ અભાવ કરી અનંત ધર્માત્મક એવા અભેદ પિંડ' પર દૃષ્ટિ કેન્દ્રિત કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એ જ ખરો સર્વધર્મસમભાવ. ૩) મોકાર મંત્રમાં ણમો લોએ સવ્વ સાહૂણ' નો અર્થ જગતના બધા સાધુઓને નમસ્કાર' એવું જે કહેવામાં આવ્યું છે ત્યાં સાધુ એટલે દિગંબર જૈન મુનિ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ બધાને પણ ફકત સાધુ’ શબ્દોથી સંબોધ્યા છે. દા.ત. “સાહૂ લાગુત્તમા “સાહુ મંગલ' વિગેરે વિગેરે. સાદા ણમોકાર મંત્રની લીટીઓમાંથી અર્થનો અનર્થ કાઢી શકીએ તો શાસ્ત્રો વાંચી આપણે શું કરીશું? “શાસ્ત્રોનો અભ્યાસ કરવાની રીત’ વિષે આપણે આગળના પત્રમાં વિચાર કરીશું. કોઈ કહેશે કે તમે જોઈએ તેટલો સ્વાધ્યાય કરો, અમારા તરફથી બનશે એટલી મદદ અમે કરીશું. પણ અમને તેમાં ઘસડી જશો નહીં. એમ કહીશું તો કોઈ જ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને મળશે નહીં આજે અઢીથી ત્રણ વર્ષના બાળકને નિશાળમાં દાખલ કરે છે, પ્રવેશ માટે કેટલાક વાલીઓ કેટલે ઠેકાણે વીસથી પચ્ચીસ હજાર રૂપિયાનું ડોનેશન પણ આપે અને પ્રવેશ મળ્યાં બાદ નિરાંત થઈ એમ માને છે. શરૂઆતમાં બાળકો રડારેડ કરી મુકે છે. તોપણ વાલીઓ બાળકોને શાંતીથી રડતાં મુકી પાછા ફરે છે. તેનું કારણ કે તેમને ખબર છે કે શિક્ષણ વગર છૂટકો જ નથી, માન પ્રતિષ્ઠા કંઈ જ નથી. તત્ત્વજ્ઞાનની જાણકારી, ગરજ અને મહાભ્ય અમને માતાપિતાને જ ન હોય તો તમને બાળકોને અમે શી રીતે આપશું? તેમાં વળી આજે ઘણાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, અને તેઓ પણ આ તત્ત્વજ્ઞાનથી વંચિત Page #30 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાભ્યાસનો મહિમા રહે છે. તે કારણે અમારી મા બાપની જવાબદારી ઘણી વધી છે. અમારું કર્તવ્ય છે કે જિનવાણીની અમોલ મુડી તેમને મળવી જોઈએ. અંગ્રેજી ભાષામાં પણ જૈન તત્ત્વજ્ઞાન ભાષાંતર રૂપે ઉપલબ્ધ છે. એ અંગ્રેજી મિડિયમના બાળકોનું ભાગ્ય જ છે કે નહીં ? આપણો પહેલો પત્ર વાંચી રેશ્મા બોલી, “માસી, કેટલાંક શબ્દો અઘરા લાગે છે પણ ૩-૪ વાર વાંચ્યાં. આત્મા અને શરીર વિષે મારા વિચારો જુદા જ હતાં, પણ વસ્તુસ્થિતિ જુદી જ છે એમ હવે સમાયું. અલી, લૌકિક જીવનમાં આપણે ઘણાં વિષયોનું જ્ઞાન સંપાદન કરતાં હોઈએ છીએ. રીના તારા સસરાનો-શશીકાન્તભાઈનો દાખલો લે ને. જુદાજુદા વિષયોનું એમનું વાંચન અને ઊંડો અભ્યાસ વખાણવા જેવો છે, વિવિધ ક્ષેત્રોના અત્યાધુનિક ટેકનોલોજી, મેડીકલ સાયન્સ, આયુર્વેદ, ફીલ્મ ટેકનોલોજી અને બીજા ઘણાં વિષયોની તેઓ કેટલીક માહિતી આપે છે. જૈન તત્ત્વજ્ઞાન જાણવા વિષે તેમની જિજ્ઞાસા પણ વખાણવા જેવી છે. આવો Open Mindedness હોય તો કોઈપણ વિષય સમજીને તેના યોગ્યઅયોગ્યતાનો નિર્ણય પણ કરાશે. આચાર્ય અમૃતચંદ્ર પણ પોતાના આત્મખ્યાતિ' ગ્રન્થમાં કહ્યું છે “ય કથfપમૃત્વા તવ દત્રી સન્' એટલે ‘ભાઈ ગમે તે કરી તત્ત્વાભાસ વિષે કુતુહલ-જિજ્ઞાસા કર.” આજે આટલું જ ઘણું, ફરી મળીશું આગળના પત્રમાં. એ જ તમારી બા Page #31 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૪ ૧૫ ઓગસ્ટ ૧૯૯૩ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ. પત્રની તમે આતુરતાથી વાટ જુઓ છો તે જાણી સારું લાગ્યું. પત્રો સાચવી રાખો છો તે સારી વાત છે. કારણ ફરી ફરી વાંચવાથી તેમાનો મર્મ વધુ ને વધુ સમજાશે. શરૂઆતમાં ઘણાં નવા શબ્દો વાંચી કદાચ ગુંચવાડામાં પડી જવા જેવું થશે, પણ ફરી ફરી વાંચન કરવાથી તે શબ્દો ધ્યાનમાં રહેશે, આપણે ટી.વી. સિરીયલ જોઈએ ત્યારે પહેલાં ૨-૩ એપિસોડ (ભાગ) જોયા પછી જ પાત્રોની ઓળખાણ થવા માંડે છે, છે કે નહીં ? આપણે બધાને જ તત્ત્વાભ્યાસની ચોકકસ આવશ્યકતા છે; તે આપણે પાછલા પત્રમાં જોયું. પણ તત્ત્વાભ્યાસ એટલે ચોકકસ શું કરવું એવો આગળનો પ્રશ્ન તરત જ આંખો સામે ઉભો રહે છે. કારણ જૈન શાસ્ત્રો-ગ્રંથો તો કેટલાય છે. પોતાની રીતે સ્વયં વાચતાં કંઈ સમજ પડતી નથી. જૈન શાસ્ત્રોનું નહીં, પણ પ્રત્યેક વિષયનું એમ જ છે. મેડિકલ, એંજીનીયરીંગના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ હોય તો પણ તે તે કોલેજમાં પ્રવેશ મેળવી, ત્યાં અભ્યાસ કરીને જ વિદ્યાર્થી ડોકટર કે એંજીનિયર બને છે. દરેક વિષયનું જ્ઞાન તે તે વિષયના ખાસ જાણકાર પાસેથી જ લેવું જોઈએ. જૈન શાસ્ત્રોનો અર્થ કાઢવો તે આત્મજ્ઞાની ગુરૂનું કામ છે. જેમણે વીતરાગતા પ્રગટ કરી છે તેઓ જ શાસ્ત્રોના શબ્દોનો મર્મ જાણે છે અને તેઓ જ તેમાં રહેલો અર્થ કાઢી શકે છે. શાસ્ત્રોમાં રહેલો અર્થ એટલે Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ માત્ર શબ્દાર્થ નથી પણ બીજી ઘણી રીતો છે. તે આવા-શબ્દાર્થ (ગાથાર્થ), ભાવાર્થ, આગમાર્થ, જયાર્થ, મતાર્થ. સીધું સાદું ઉદાહરણ આપું. એકાદ અબુધ છોકરીને કહીએ કે જે આ દૂધ છે ને, તેમાં ઘી છે. તે જુદું પાડ જોઉં તે છોકરી એક તો ગુંચવાડામાં પડી જશે, નહીં તો આજકાલના હોશિયાર છોકરાની જેમ કહેશે, બા તમને કાંઈ જ સમજાતું નથી. જુઓ તમને દુધમાં ઘી કયાં દેખાવા માંડ્યું ? તેને બદલે ઘરની કોઈ જાણકાર સ્ત્રી, જેને દૂધમાંથી ઘી કેવી રીતે બનાવવું તેની ખબર છે અને હંમેશા તેને ઘી કાઢવાની ટેવ છે, તે દુધમાંથી ઘી કાઢવાની રીત-વિધી કહી શકશે. શબ્દાર્થ : ગાથાનો (શ્લોકનો) અથવા વાકયનો શબ્દશ: અર્થ કાઢવો તેને શબ્દાર્થ કહેવાય છે. માત્ર શબ્દાર્થ કાઢવાથી તેમાં રહેલો ભાવ સમજાશે જ એવું નથી. દા.ત. નાના બાળકો સિનેમાના ગાયનો ગણગણે છે “મુઝે પ્યાર હો ગયા' પરંતુ તેનો ભાવ બિલકુલ તેમને સમજાતો નથી. શાસ્ત્રોમાં રહેલ મર્મ જાણવા માટે શબ્દાર્થ સાથે ભાવાર્થ જાણવો જરૂરી છે. ભાવાર્થ : શબ્દોનો મર્મ સમજાવી કહેવાવાળો તે ભાવાર્થ. સંસ્કૃતપ્રાકૃતનો પ્રખર પંડિત છે માટે ભાવાર્થ કાઢી શકશે એમ નથી. શબ્દોના અર્થ સાથે તેની પાછળ રહેલો ભાવ (આશય) સમાવો જોઈએ. જેમ કે કોઈ છોકરો નિશાળમાં ગાપચી મારી, પૂછયાં વગર સિનેમા જોઈ આવે તો ગુસ્સામાં તેની મા તેને કહેશે, “બહુ સારું કર્યું ! જા પાછો બીજા શોમાં જઈ બસ !' માના બોલવાનો આશય સમજાય તો તેને પોતાની ભૂલ સમજાશે અને ફકત શબ્દાર્થ જાણનારો હશે તો તેને થશે કે મા પોતાના વખાણ કરે છે અને તે પાછો સિનેમા જેવા જશે. આગમાર્થ : જિનાગમ એટલે સંપૂર્ણ જૈન આગમ-શાસ્ત્ર. તેના ચાર અનુયોગોમાં વિભાજન કરાય છે. વિશિષ્ટ કથન અધ્યાત્મમાંથી છે, આચાર ગ્રંથોમાંથી છે, કરણાજ્યોગમાંથી છે કે પ્રથમાનુયોગોમાંથી છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તે જોઈ તદનુસાર તેનો અર્થ જાણવો અને તે કથનનો હેતુ સમજી લેવો આવશ્યક છે. આ જાણીએ નહીં તો જિનવાણીના જ બે ભિન્ન ભિન્ન કથનોમાં વિરોધ દેખાવાની શક્યતા છે. યાર્થ: નય એટલે સમ્યફ શ્રુતજ્ઞાનનો અંશ. વસ્તુને ઘણી અપેક્ષાએ જાણી શકાય છે. તે અપેક્ષાએ અર્થ સમજી લેવો, તેને યાર્થ કહેવાય છે. દા.ત. આપણે ઘીની બરણી’ એમ કહીએ તો “ઘી જે બરણીમાં છે તે', એમ સંયોગની અપેક્ષાએ કાચની બરણીને ઘીની બરણી કહી છે એમ સમજવું જોઈએ. આપણે પત્ર ક્ર. ૧ માં જોયું હતું કે શરીરસહિત જીવને પણ આ મનુષ્ય જીવ, આ તિર્યંચ જીવ એમ કહેવાય છે. હમણા જીવની કઈ અવસ્થા છે, તે અવસ્થાના કયા કયા ગુણધર્મો છે એ અપેક્ષા સહિત કથન કરવું એક નયનું કામ છે, તો શુદ્ધ જીવસ્વરૂપનું વર્ણન કરવું તે બીજા નયનું કામ છે. કોઈ એક અપેક્ષાએ ને કથંચિત અથવા ‘સ્યા આ શબ્દો વાપરવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાના કથનો સિદ્ધાન્ત તે સ્યાત્ કથન = ચાતુ વાદ = સ્યાદ્વાદ છે. જિનવાણીનું સ્વરૂપ સ્યાદ્વાદમથી વાણી' એમ પણ કહ્યું છે. શાસ્ત્રોમાં પ્રત્યેક કથન સાથે સ્વાતું એટલે અપેક્ષા કથન કરેલું જ હોય એમ નથી. કયા ઠેકાણે કંઈ અપેક્ષા વાપરી કથન કરેલું છે તે જાણવું ઘણું મહત્વનું છે. “નયચક્ર' તે મોટો વિષય છે. બે ચાર નામો લખું છું. તેનો અર્થ કંઈ હમણા જ કહીશ નહીં. આગળ કયારેક શિખશો તે માટે ઉત્સુકતા વધે એટલે લખું છું. જેમ કે સમયસાર નામના ગ્રંથમાં નિશ્ચયનય અને વ્યવહારનયના કથન જોવા મળશે, ત્યારે પ્રવચનસારગ્રંથમાં દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનયના કથન જોવા મળશે. મતાર્થ : શાસ્ત્રોનું કથન-સર્વજ્ઞ-વીતરાગીઓએ કરેલાં કથન જ સત્ય છે, તે માટે ઘણાં તર્ક, ન્યાય આપેલાં હોય છે. એકાદ બ્લોક બે લીટીનો જ હોય પરંતુ તેમાંનો પ્રત્યેક શબ્દ અન્ય મતોના (અન્ય દર્શનોના) ખંડન કરવાવાળો હોય છે. જૈન શાસ્ત્રો સર્વજ્ઞ કથિત છે, ગણધરોએ તેઓની દ્વાદશાંગમાં રચના Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ કરી. અનેક આચાર્યોની પરંપરાથી તે ચાલતી આવી છે. આત્મજ્ઞ (આત્માનુભવી) વીતરાગી દિગંબર જૈન મુનિઓએ તે લખ્યા છે. કેવળ ઉપરની પેઢી તરફથી આગળની પેઢી તરફ Pass on કરેલી નથી. પણ પોતે આત્માનુભવથી તે વાણીની પ્રતીતિ કરી શિષ્યોને ઉપદેશ આપેલો સંપૂર્ણ જૈન આગમોના ચાર વિભાગોમાં વર્ગીકરણ કરાય છે. તે વર્ગીકરણ તે તે ગ્રંથોમાં જે વિષય કહ્યો છે, જેનું વર્ણન છે તદનુસાર છે. તે રીતને અનુયોગ એમ કહેવાય છે. પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ એવા ચાર અનુયોગો છે. પ્રથમાનુયોગ : જીવોને ધર્મપ્રત્યે રૂચિ થાય એ હેતુથી વાર્તારૂપે તીર્થકર, ચક્રવર્તી વિગેરેના ચરિત્રરૂપે જે ગ્રંથ છે, તેમાં વાર્તાના માધ્યમથી તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે છે તેને પ્રથમાનુયોગ કહે છે. શરૂઆતમાં જીવને પુણ્યનું અને તે દ્વારા પ્રાપ્ત થનાર સામગ્રીનું આકર્ષણ થવા માંડે છે. તે અનુસાર પુણ્યનું મહાભ્ય સમજાવી જીવોને તે સત ધર્મ તરફ વાળવામાં આવે છે. નાના બાળકોને પિપરમીંટ-ચોકલેટ આપી નિશાળે જવા માટે તેઓનું મન વાળવામાં આવે - તે પ્રમાણે જ આ છે. ણમોકાર મંત્રનું મહાભ્ય સમજાવી દેવદર્શન, ણમોકાર મંત્ર, પૂજા, સ્વાધ્યાય તરફ જીવોને વાળવામાં આવે છે, આવા જીવોને પછી અરિહંત સિદ્ધોનું સ્વરૂપ, તેઓએ ચિંધેલો માર્ગ-ઉપદેશની જાણ કરાય છે. ણમોકાર મંત્રના મહાભ્ય વિષે એક વાત યાદ આવી. તમે બેઉ વાર્તાઘેલી છો માટે કહું છું. પ્રા. શિવાજીરાવ ભોસલે (ઔરંગાબાદ વિદ્યાપીઠના કુલગુરૂ)ની આ વાર્તા તેમના સ્વમુખે ૧૯૮૪ માં સાંભળી હતી. તેમના ગામ ફલટણમાં, એક સ્ત્રી વિંછી ડંખનું ઝેર મંત્ર બોલીને ઉતારતી. નાનપણમાં આ વાત તેમના મન પર પ્રભાવ પાડતી. થોડા મોટા થયાં ત્યારે તેમને તે બાઈને પુછતાં ણમોકાર મંત્ર બોલી ઝેર ઉતારે છે એમ જાણ્યું. ણમોકાર મંત્રનો આટલો પ્રભાવ, તો જૈન તત્ત્વજ્ઞાનનું કેવું હશે? આવો વિચાર કરી તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પ્રથમાનુયોગની કથાઓ દ્વારા આપણા પર યોગ્ય સંસ્કાર પડે છે. આપણી આજુબાજુની લોકરૂઢીઓનો, આપણે જે વાર્તાઓ વાંચીએ તેનો, ટી.વી. જોઈએ તેનો, ગાયનો સાંભળીએ તેનો એ બધાનો એકસરખો પ્રભાવ આપણા પર પડતો હોય છે. તે બાબતના વિચારો જાણે અજાણે આપણાં મનમાં ઘોળાયા કરે છે. તત્ત્વાભ્યાસથી મન થોડું ઘણું ચિંતન તરફ વળે છે. કોઈને પુરાણની કેટલીક કથાઓ અસંભવ લાગે છે. કોઈ વળી મશ્કરી પણ કરે છે. પણ આજના વિજ્ઞાનયુગમાં અશક્ય વાતો સહેજે શકય થવા માંડી છે. તો પહેલાંના સમયમાં તે શક્ય ન હતી એમ કેમ મનાય ? પહેલાના સમયમાં મંત્રના સામર્થ્યની જાણકારી હતી, આજે તંત્રોનું (તાંત્રિકજ્ઞાન), માટે વૈજ્ઞાનિક અભ્યાસાત્મક દૃષ્ટિકોણથી તેની સામે જોવાનું રહેશે. કોઈપણ અનુયોગ વાંચો. ચારે અનુયોગોનો સાર છે વીતરાગતા તે વીતરાગતા તે ગ્રંથમાંથી કાઢી શકાય – સમજાઈ જાય તો જ તે અનુયોગનું વાંચન સફળ થયું એમ કહેવાય. પ્રથમાનુયોગ વાર્તાઓ માટે નહીં, પણ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે જ છે. તીર્થકરોનું ચરિત્ર વાંચતાં, એક બાળક આત્મજ્ઞાની મુનિ, અરહંત અને સિદ્ધ કેવી રીતે બને છે તેનું વર્ણન છે. એકાદ જીવના અનેક ભવોનું વર્ણન વાંચી ધ્યાનમાં આવે છે કે મનુષ્ય પર્યાય જેવડો જ હું નથી, ચક્રવર્તી - સૌથી વધારે સંપત્તિવાળા અને વૈભવોના સ્વામી - પણ તે સંપત્તિનો ત્યાગ કરી મુનિ બની મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેથી સંપત્તિમાં અને અધિકારમાં સુખ નથી એ જ સિદ્ધ થાય ચરણાનુયોગ : આચરણ વિષેના આ ગ્રંથોમાં શરૂઆતમાં સમ્યફદર્શનનું મહાભ્ય-સમ્યફદર્શનનું સ્વરૂપ-બતાવી સમ્યદર્શનપૂર્વક જ વ્રત અને તપ કેવાં હોય છે તેનું વર્ણન હોય છે. સમ્યક્રર્શન તો શરૂઆત છે. તેનો આગળનો માર્ગ કેવો કેવો હોય છે તે બાહય આચરણો દ્વારા વર્ણવ્યું હોય છે. અંતરંગ વીતરાગતા અને તે વીતરાગતાને અનુરૂપ બાહ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ આચરણનો સુમેળ હોય છે. તેને મોક્ષમાર્ગનો સહચર કહ્યો છે. જેમને તત્ત્વજ્ઞાન જાણવું છે એવા જીવોને પણ સદાચાર યુકત જીવન હોવું ઘણું જ આવશ્યક છે. નહીં તો તત્ત્વજ્ઞાન સાંભળી શાંત થવાને બદલે જેમનો ક્રોધાગ્નિ ભડકી ઊઠે એવા પણ લોકો જોવાં મળે છે. તમને અનુભવ છે જ કે ઉકળતા તેલમાં પાણીનું એક ટીપું પડે તો તડ તડ અવાજ આવી આગ લાગવાનો સંભવ રહે છે, પણ ભજીયા તળાઈને બહાર આવે છે. તીવ્રકષાયી જીવોનો પણ જિનવાણી સાંભળી વિરોધ ભડકી ઊઠે. પોતાના કલ્યાણની વાર્તા સાંભળી જેમને ક્રોધ આવે છે તેઓનું કલ્યાણ થવું હજુ દૂર છે એમ જ કહેવું પડશે. ધાર્મિક અભ્યાસ એટલે ધર્માંધતા નહીં. લૌકિક સજ્જનતા અને નીતિમત્તા ન હોય તો શાસ્ત્રાભ્યાસ કરીને પણ સ્વચ્છંદતાનું જ પોષણ થાય. આ ઉપદેશ-સંસ્કાર તમને મા-બાપ, દાદા-દાદી, નિશાળના ગુરૂજન તરફથી મળેલો જ છે. તે તો દરેક મા-બાપનું કર્તવ્ય જ છે. કહ્યું જ છે કે ૨૫ माता वैरी पिता शत्रु येन बालो न पाठिताः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ॥ કરણાનુયોગ : કરણ એટલે ગણિતનું સૂત્ર. જીવના અનેક પ્રકારના ભાવ, શરીરાદિની અપેક્ષાએ જીવોનું વર્ણન, ગુણસ્થાન, માર્ગણા, કર્મ વિષે સવિસ્તાર વર્ણન, ત્રિલોકની રચના વિગેરે અનેક બાબતો વિષે સૂક્ષ્મ વર્ણન અને તેમની સંખ્યા, ગણતરી વિગેરે આ અનુયોગમાં કહી છે. તેના ગણિતના સૂત્રો, જુદીજુદી સંખ્યા, સંખ્યાતીત એવી અસંખ્યાત અને અનંતની ગણતરી-માપ અને તેમાં પણ અનેક ભેદ. આપણા ગણિતમાં માત્ર Infinite કહીએ એટલે પુરું. પણ તે Infinite માં પણ પલ્ય, સાગર, સૂચ્યુંગુલ, ઘનાંગુલ, જગતપ્રતર, લોક વિગેરે માપોનું વર્ણન વાંચીએ કે બુદ્ધિ બહેર મારી જાય. ઘણો જ interesting subject છે. બુદ્ધિને તો પડકાર ફેંકે જ છે, તે મુજબ અનેકવિધ બાબતોનું જ્ઞાન પણ થાય છે. અને ખરૂં કહું કે, આ ગ્રંથો વાંચવાની શરૂઆત કરીએ તો કેવળજ્ઞાનની Page #37 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એટલે સર્વજ્ઞતાના સ્વરૂપની તથા તેના અગાધતાની જાણ થવાં માંડે છે. અનેક પ્રકારનાં જીવો, લક્ષ્યાવધી યોની, કાલગણતરી, પરિણામની વિચિત્રતા વિગેરે જોયાં બાદ સંસારસાગરની ઊંડાણની સમજ પડે છે. પ્રાપ્ત મનુષ્યપર્યાય કેટલી ટુંકી છે અને તેનો ઉપયોગ કરી, જિનવરકથિત માર્ગની ઓળખાણ અને પ્રાપ્તિ કરી લેવી તે જ એકમેવ ઉપાય છે તેની ડગલે ને પગલે જાણ થાય છે. ૪ આ અનુયોગ વાંચવાથી જ્ઞાનમાં ઊમેરો થાય, બુદ્ધિ પણ તીક્ષ્ણ બને છે, ઉપયોગ સૂક્ષ્મ બને છે, સર્વજ્ઞની પ્રતીતિ થાય છે. ૨૬ દ્રવ્યાનુયોગ : આને પરમાગમ અથવા અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. તેમાં આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાં આત્માનું વર્ણન, બીજા દ્રવ્યોથી ભિન્નપણું, ભેદજ્ઞાન, આત્મિક શક્તિઓનું વર્ણન છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવી તેના ભેદ-પ્રભેદ કહી સમજાવી પછી અભેદ એવાં આત્માવિષેનું વર્ણન અને તેને જાણવાનો માર્ગ કહ્યો છે. જિનવાણીની અગાધતા જોઈને આ અભ્યાસ મારાથી કેમ થશે? એમ લાગવું ન જોઈએ, કારણ કે જિનવાણીમાં તો શુદ્ધાત્માનું વર્ણન અને તે શુદ્ધાત્માને જાણી લેવાનો માર્ગ કહ્યો છે અને આ શુદ્ધાત્મા બીજો ત્રીજો કોઈ નથી હું પોતે જ છું એમ દરેકને લાગવું જોઈએ. મારી અભિનંદનની સભા ચાલુ રહે તો અનેક વકતાઓએ કરેલી મારી સ્તુતિ મને પ્રિય જ લાગશે, કંટાળો નહીં આવે, તેવું જ આ શાસ્ત્રોની બાબતમાં પણ લાગવું જોઇએ. આ શાસ્ત્રો વાંચવાની શરૂઆત ચોકકસ કયાંથી અને કેવી રીતે કરવી તે આપણે આગળનાં પત્રમાં જોઈશું એ જ તમારી બા. Page #38 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનું સ્વરૂપ પત્રાંક ૫ ૨ ઓકટોબર ૧૯૯૩ વિશ્વનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં શુભાશિષ, પર્યુષણ નિમિત્તે ઔરંગાબાદ જઈ આવ્યા બાદ આજે જ લખવાની શરૂઆત કરું છું. આપણા પત્રોને સારો પ્રતિસાદ મળે છે. ઔરંગાબાદવાળા સૌ. ફુરસુલે ત્યાંની મહિલાઓ સાથે સામુહિક સ્વાધ્યાય કરે છે. તેમણે કહ્યું, ‘તમારો પત્ર-સાચા દેવનું સ્વરૂપ અમને સ્વાધ્યાય માટે ઘણું જ ઉપયોગી જણાયું. તમારા પત્રો અને સામુહિક રીતે વાંચીએ છીએ. અને આવી પણ માતા હોય છે તેની નવાઈ લાગે છે.' કુર્લાવાળા રમેશકાકા (R.K. Shah) બોલ્યા, “નાનપણમાં ગ્રંથોની પવિત્રતાને કારણે અને બીજા ઘણા બંધનોને લીધે અમારો અને શાસ્ત્રોનો સંબંધ દૂર જ રહ્યો, હવે મોક્ષમાર્ગપ્રકાશક, રત્નકરંડશ્રાવકાચાર શોધી વાંચવા લઉ છું અને સમજાતા નથી એટલે પાછાં મુકી દઉં છું. પણ તમારા પત્રો બહુ ઉપયોગી નીવડયાં. સહેલી ભાષાનો આ પ્રયોગ સારો છે.” ઘણી જ સ્પષ્ટવકતા એવી વ્યક્તિ પાસેથી મળેલ આ પ્રશંસાત્મક આશીર્વાદ છે એમ હું માનું છું. હજી સુધી આપણે શાસ્ત્રાભ્યાસ કરવા વિષેની ફકત શરૂઆત જ કરી છે. શાસ્ત્રોનો અભ્યાસ-વાંચન-શ્રવણ કરવા માટે હજુ થોડી વધુ જાણકારી અને પારિભાષિક શબ્દો આપણે જાણી લેવા પડશે. આપણી તિજોરીમાં ઘણો માલ-સંપત્તિ છે પણ ચાવી નથી એવી આપણી સ્થિતિ છે. શાસ્ત્રભંડાર છે પણ તેને સમજવા માટે તેમાંના શબ્દોનો અર્થ-મર્મ જાણીએ નહીં તો પરદેશમાં અજાણી ભાષા સાંભળતાં જે સ્થિતિ થાય Page #39 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેવી જ આપણી થશે. તેને સમજવા માટે પંડિત ગોપાલદાસજી બરૈયાએ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા લખી છે. ગઈ સદીમાં થઈ ગયેલાં તે એક મહાન વિદ્વાન પંડિત. પ્રશ્ન-ઉત્તરરૂપે શબ્દોની વ્યાખ્યાઓ તેમણે આપી છે. પ્રથમ વિશ્વનો અર્થ શું તે પ્રશ્નથી શરૂઆત કરી છે. વિશ્વ એટલે જગત, જગ, બ્રહ્માંડ, લોક, દુનિયા - જે જે છે તે બધું. આપણે Universe એટલે પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહો અને અંતરાળની ઈતર બધી વાતો એવો અર્થ કરીએ છીએ. પણ વિશ્વ શબ્દનો અર્થ બહુ વ્યાપક છે. તેની પરિભાષા છે - ‘દ્રવ્યોનાં સમૂહને વિશ્વ કહે છે.' જેમ સમાજ તે કોઈ વસ્તુ નથી. લોકોના સમૂહને, સમુદાયને સમાજ કહે છે; તેવી રીતે વિશ્વ તે દ્રવ્યોનો સમૂહ. તે સમૂહ કેવાં પ્રકારનો છે તે આપણે આગળ જોઈશું. ૨૮ એ દ્રવ્યોનું જાતિ અપેક્ષાએ વર્ગીકરણ કરતાં છ છે. અને કુલ સંખ્યાની અપેક્ષાએ અનંત છે. તેમનાં નામો- જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, અને કાળદ્રવ્ય. તેની સંખ્યા જોઈએ તો જીવ અનંત છે, પુદ્ગલ અનંતાનંત છે (અનંત x અનંત), ધર્મદ્રવ્ય એક, અધર્મદ્રવ્ય એક, આકાશ દ્રવ્ય એક અને કાળદ્રવ્ય અસંખ્યાત (લોકપ્રમાણ) છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાના ‘લોકાનુપ્રેક્ષા’ ભાગમાં વિશ્વનું અને દ્રવ્યોનું સ્વરૂપ કહયું છે. મહાન આચાર્ય સ્વામી કાર્તિકેય પણ લખે છે કે તે સર્વજ્ઞોએ કહેલ સ્વરૂપ છે. કોઈપણ ગ્રંથ જુઓ, કોઈપણ આચાર્ય એમ કહેતા નથી કે એમ હું કહું છું. જે જે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું અને તેઓએ જે કથન કર્યું તે જ અનેક આચાર્યોએ લખી રાખ્યું છે. મેડિકલ અથવા સાયન્સની કોઇપણ શાખા વિષે જુઓ. એકાદ બાબતની સરખી ચોકકસ જાણ ન હોય તો શાસ્ત્રજ્ઞો તેના પર અલગ અલગ Theories લખે છે. શકયતા મૂકે છે. સર્વકજ્ઞથિત આગમો તે 'Theory' નથી પણ Fact છે - આ વસ્તુસ્થિતિ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વિશ્વનું સ્વરૂપ પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહ્યું છે કે આકાશ દ્રવ્ય છે, તેનો ક્ષેત્ર વિસ્તાર અનંત છે. જેનો છેડો જ નથી એવું અનંત-અનંત આકાશ છે. તે આકાશદ્રવ્યની વચ્ચોવચ લોક છે. બધાં દ્રવ્યો - છએ છ દ્રવ્યોજેમાં ભેગાં થયાં છે તે છએ દ્રવ્યોના સમૂહને લોક એમ કહેવાય છે. તે લોકને-વિશ્વને કોઈએ ઉત્પન્ન કર્યું નથી, કોઈએ ધારણ કર્યું નથી અને તેનો રક્ષણકર્તા પણ કોઈ નથી (કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા -૧૧૫) આનો ભાવાર્થ એમ થાય છે કે અન્યમતની કલ્પના પ્રમાણે જગતની રચના બ્રહ્મા કરે છે, શંકર સંહાર કરે છે, વિષ્ણુ રક્ષણ કરે છે, શેપ નાગે તેને ધારણ કર્યું છે (આધાર આપ્યો છે) પ્રલય સાથે જ બધું શૂન્ય થઈ જાય છે ને બ્રહ્માની જ સત્તા રહી જાય છે અને તેમાંથી સૃષ્ટીની ઉત્પત્તિ થાય છે - આ બધુ કલ્પિત છે. તે બધાનો નિષેધ આ સૂત્રદ્રારા કર્યો છે. પાછલા પત્રમાં આપણે જોયું હતું કે “મતાર્થ કરવું એટલે ખોટાં મતોનું ખંડન કરવું તે આ શ્લોક દ્વારા કર્યું છે. લોકનું સ્વરૂપ આગળ કહે છે કે જીવાદિ છ દ્રવ્યો છે તેમનો પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ એટલે 'મિલાપરૂપ અવસ્થાન' (હળીમળીને રહેવું) તેને લોક કહે છે. છ દ્રવ્યોનો સમુદાય લોક છે. આ દ્રવ્યો નિત્યકાયમ રહેવાવાળા છે માટે લોક પણ નિત્ય છે – અનાદિ-અનંત છે. ઉપર “એકક્ષેત્રાવગાહ સંબંધ' એવો શબ્દ આવ્યો છે. તેનો અર્થ એક જ ક્ષેત્ર વ્યાપવું એટલે સત્તા ભિન્ન ભિન્ન હોવાં છતાં એક જ જગ્યામાં અનેક વસ્તુઓ રહે. બધાં દ્રવ્યો એક બીજાને અવગાહન કરે છે, એકબીજામાં સમાઈ જાય છે. જેમ એક ઘનફૂટ કાંચનો ટુકડો છે તેમાંથી પ્રકાશ પણ પસાર થાય છે. એટલે કે એક ઘનફૂટ જગ્યામાં (Space માં) કાચ છે તે જ જગ્યામાં પ્રકાશ પણ છે. સમજે કે એક ઓરડીમાં એક પીળો દિવો પ્રગટાવ્યો, તેનો પ્રકાશ તે ઓરડીમાં ફેલાયો. તે જ ઓરડીમાં બીજો ભૂરો દિવો પ્રગટાવીએ તો તેનો પણ પ્રકાશ તે ઓરડીમાં બધે ફેલાશે-વ્યાપશે. ભૂરા અને પીળા પ્રકાશે બન્નેએ એકબીજાને અવગાહન આપ્યું કહેવાય. તે જ પ્રમાણે બીજે Page #41 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એક સહેલો પ્રયોગ કરી જુઓ. એક પ્યાલો છલોછલ ભરી પાણી લો. તેમાં વધારે પાણી રેડો તો ઢોળાશે પણ તેમાં એક પ્યાલો ભરી રાખ નાખો તોપણ તે તેમાં સમાઈ જશે. તેમાં જ અનેક પિનો (ટાંકણીઓ) ખોસો તે પણ તેમાં બેસી જશે. રાખ અને પાણીએ એકબીજાને અવગાહન આપ્યું, જગ્યા આપી-સમાવી લીધું. તે પ્રમાણે બધાં છએ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે. જે આકાશમાં (Space માં) ધર્મદ્રવ્ય છે, તેમાં જ અધર્મદ્રવ્ય છે. તેમાં જ અસંખ્ય કાળદ્રવ્યો છે, તેમાં જ અનંત જીવદ્રવ્યો છે અને તેમાં જ અનંતાનંત પુદ્દગલ દ્રવ્યો છે. કોઈપણ દ્રવ્ય પોતાને માટે સ્વતંત્ર જગ્યાની માગણી કરતું નથી. બધાં દ્રવ્યો એકક્ષેત્રાવગાહી હોવાં છતાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યના પોતપોતાના ગુણધર્મો કાયમ છે. એક જીવદ્રવ્ય બીજા જીવદ્રવ્યોને અવગાહન આપે છે, એક પુદ્ગલ પરમાણુ પણ અનંત પરમાણુઓને (તેટલી જ જગ્યામાં) અવગાહન આપે છે એમ શા ઉપરથી કયું છે ? એક જ સિદ્ધશિલા પર અનંત સિદ્ધો બિરાજમાન છે, તેઓનું દરેકનું અસ્તિત્વ-સત્તા ભિન્ન ભિન્ન છે. નિગોદના એક જ શરીરમાં અનંત જીવો રહે છે તો પણ પ્રત્યેક જીવનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. એના પરથી એમ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય એકબીજાને અવગાહન આપે છે. ૩૦ અનાદિકાળથી આ છએ દ્રવ્યો ભેગા હોવાં છતાં છ ના સાત દ્રવ્યો થયાં નથી કે બધાનું મળી ભેગું એક દ્રવ્ય થયું નથી, જીવદ્રવ્યો પુદ્ગલરૂપે થયાં નથી, કે પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યરૂપ થયો નથી. માટે પૃથ્વી, પાણી, તેજ વાયુ વિગેરેના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય છે એવી માન્યતા ભૂલ ભરેલી છે એમ સિદ્ધ થાય છે. બધા જ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે છતાં પણ અવગાહન શક્તિ તે આકાશદ્રવ્યનો વિશેષગુણ કહ્યો છે. કારણ આકાશ દ્રવ્ય સૌથી મોટો છે અને તેમાં બીજા બધાં દ્રવ્યો સમાયા છે. આકાશદ્રવ્ય એક સંપૂર્ણ અખંડ દ્રવ્ય છે. તેનાં જે ભાગમાં બીજા પાંચે દ્રવ્યો સમાવ્યા છે તેને Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ | વિશ્વનું સ્વરૂપ લોકાકાશ કહે છે અને બાકી કેવળ જે આકાશ દ્રવ્ય છે તેને અલોકાકાશ પ્રત્યેક દ્રવ્યનો વિસ્તાર કેવડો મોટો છે અર્થાત પ્રત્યેક દ્રવ્ય કેટલું ક્ષેત્ર વ્યાપે છે, તે બતાવવા માટે પ્રદેશ’ એક માપ છે. સંક્ષેપમાં તેને Smallest unit of Space or Area એમ કહી શકાય. પ્રત્યેક દ્રવ્ય કેટલું ક્ષેત્ર વ્યાપે છે તે દર્શાવવા તે કેટલાં પ્રદેશ છે તે કહેવામાં આવે છે. પુગલ પરમાણું સૌથી નાનું જેનો બીજો ભાગ કરી શકાય નહીં એવું દ્રવ્ય છે. તેને કેટલી જગ્યા જોઈએ ? તો એક પ્રદેશ; માટે પુદ્ગલને એકપ્રદેશી પણ કહેવામાં આવે છે. હવે તે પ્રદેશનું માપ લઈ છ દ્રવ્યો કેટલાં ક્ષેત્રમાં વ્યાપે એટલે કે કેટલાં પ્રદેશ છે તે આપણે જોઈએ. આકાશદ્રવ્ય સૌથી મોટું એટલે અનંતપ્રદેશ છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશ છે. પ્રત્યેક જીવ તે અસંખ્યાત પ્રદેશ છે. છેવદ્રવ્યોના પ્રદેશ સંકોચવિસ્તાર પામી શકે છે. અધિકાધિક વિસ્તાર લોકાકાશ જેવડો (કેવલી સમુદ્રઘાત) અને અધિકાધિક સંકોચ-સૂક્ષ્મનિગોદ શરીર જેવડો. ધર્મદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશભરીને ફેલાયેલું દ્રવ્ય છે માટે તે અસંખ્યાત પ્રદેશ છે. અધર્મદ્રવ્ય પણ સંપૂર્ણ લોકાકાશભરીને ફેલાયેલું છે માટે તે પણ અસંખ્યાત પ્રદેશ છે. કાળદ્રવ્ય એકપ્રદેશ છે. લોકાકાશના જે અસંખ્ય પ્રદેશ છે તે પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળદ્રવ્ય સ્થિત છે. શાસ્ત્રોમાં તેને રત્નોના રાશીની ઉપમા આપી છે. - હવે જે રહી ગયું છે તે પુગલ દ્રવ્ય. સાચી રીતે પુદ્ગલ પરમાણુ તે એક દ્રવ્ય છે, અને તે એક પ્રદેશ છે. પણ માત્ર પુદ્ગલ પરમાણુમાં જ એવી શક્તિ છે કે બે કે બે થી વધુ કે અનંત પુલ ભેગા મળી સ્કંધ થાય છે અને તેને પણ પગલ' કહેવામાં આવે છે. તે અપેક્ષાએ પુદ્ગલને એકપ્રદેશી, બહુપ્રદેશી તેમ જ અનંતપ્રદેશી કહે છે. ‘પુ એટલે એકસાથે બાંધવું-બંધાઈ જવું અને ગલ એટલે વિખરાઈ જવું. તેના નામ પરથી જ તેની વિશેષતા સમજાય છે. બીજી એક મજા છે. જેટલી જગ્યામાં એક પુગલ પરમાણું રહે છે તેટલી જ જગ્યામાં અનંત પુગલ પરમાણુ Page #43 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય સમાઈ શકે છે. તે કારણથી જ તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો સમાઈ શકે છે. Three લોકાકાશનો આકાર તો આપણે બધાં જાણીએ છીએ. પણ ચિત્રમાં દોરીએ તેવો તે એકવડો નથી પણ ઘન છે Dimentional છે. આપણે જે આકૃતિથી પરિચિત છીએ, તે તો પૂર્વપશ્ચિમ વિસ્તાર કેવો છે તેનું ચિત્ર છે. ઉંચાઇ ૧૪ રાજૂ છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ - નીચે ૭ રાજૂ, વચ્ચે ૧ રાજૂ, ઉપર ફરીથી પ રાજૂ અને સૌથી આમ ઉપર ૧ રાજૂ. તે જ મુજબ દક્ષિણોત્તર પહોળાઈ બધે ૭ રાજૂ છે. લોકાકાશનો વિસ્તાર ૩૪૩ ધનરાજૂ છે. હવે રાજૂનું માપ અહીં લખવું ઉચિત નથી કારણ આપણો જુદો વિષય ચાલે છે. ૩૨ લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર છએ દ્રવ્યોના પ્રદેશો એકબીજામાં સમાયાં છે. જુઓ ને, લોકાકાશના એક ભાગમાં આકાશદ્રવ્ય તો તે પોતે જ છે, તેમાં જ જીવદ્રવ્યોના પ્રદેશો છે, તેમાં જ પુદ્દગલ દ્રવ્યો છે, તેમાં જ ધર્મદ્રવ્યોના પ્રદેશો, અધર્મદ્રવ્યોના પ્રદેશો અને કાળદ્રવ્યોના પ્રદેશો છે. આ છ દ્રવ્યોમા ફકત જીવદ્રવ્ય જ જાણી શકે છે-તેમાં જ્ઞાન છે, તેને ચેતનદ્રવ્ય પણ કહેવાય છે. તેને બાદ કરતાં બાકીના પાંચે દ્રવ્યો અજીવ છે. અચેતન છે જડ છે. તેઓમાં જાણવાની શક્તિ નથી. જીવોમાં એવો ગુણ (જ્ઞાનગુણ) છે કે જે પોતાને અને બીજાઓને–અન્યોને જાણી શકે છે. સર્વજ્ઞનું જ્ઞાન પૂર્ણ વિકસિત હોવાથી બધાં દ્રવ્યો તેમના જ્ઞાનમાં જણાય છે, ઝળકે છે. આ છ દ્રવ્યોમાં એક પુદ્ગલ જ દ્રવ્ય રૂપી છે. અન્ય પાંચ દ્રવ્યો અરૂપી છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તે પુદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો છે. તે ઉપરથી ધ્યાનમાં આવે છે કે આપણે જે જે જોઇએ છીએ, સાંભળીએ છીએ, ગંધ પારખીએ, સ્પર્શથી ઓળખીએ-અનુભવીએ.-પાંચે ઈન્દ્રિયો Page #44 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનું સ્વરૂપ વડે જે જે જાણીએ તે બધા પુદ્ગલ છે, કારણ પુદ્ગલ જ માત્ર રૂપી છે. જીવદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય તો અરૂપી છે. દીકરીઓ, તમે કહેશો કે વિશ્વનું આ સ્વરૂપ જાણવાની માથાકૂટ અમારે જોઈતી નથી. મને પણ તે માન્ય છે. કારણ આજની Busy Life માં પોતાના લાભનો વિચાર કરવો જ યોગ્ય અને ડહાપણભર્યું છે. માનો, કે બાપદાદાની મોટી એસ્ટેટ છે અને તે ૧૦૦ લોકોમાં વહેંચાય, તો આપણી નજર આપણાં હિસ્સામાં અને આપણી માલિકીમાં કેટલી સંપત્તિ આવે તે ઉપર જ પડે છે. તે મુજબ આ વિશ્વનું સ્વરૂપ જાણી તેમાં મારું સ્થાન કયાં છે, મારો વિસ્તાર (ક્ષેત્ર) કેટલો મોટો છે, મારા અધિકારમાં શું શું છે, તે દરેક જણે નિશ્ચિત કરવું જોઈએ. હું કોણ છું - તો વિશ્વમાં જે અનંત જીવદ્રવ્યો છે તેમાંથી એક જીવદ્રવ્ય છું. મારૂં અસ્તિત્વ કયાં છે ? આખા લોકાકાશમાં ? નહિ, તો પછી કયાં છે ? હાલ આ પ્રાપ્ત શરીર છે ત્યાં જ મારૂં (જીવદ્રવ્યનું) અસ્તિત્વ છે. હમણાં આપણે જોયું કે આ જીવ દ્રવ્યના પ્રદેશ જે ક્ષેત્રમાં ફેલાયેલા છે ત્યાં જ અનંત પુદ્ગલદ્રવ્યો (કર્મ, શરીર ઈત્યાદિ) છે. ત્યાં આકાશદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પણ છે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અરૂપી હોવાથી આપણને દેખાતાં નથી, સમજાતાં નથી. કેવળ પુદ્ગલ જ દેખાય, અનુભવાય છે. તેથી તે જ હું એવી સહેજે કલ્પના આવે અને પ્રાપ્ત શરીર જ હું છું એવી ખોટી સમજ ઉભી થાય છે. પં. દૌલતરામજીએ છહઢાળામાં આ જીવની વિપરીત માન્યતા શું છે તે કહ્યું છે. तन उपजत अपनी उपज जान । तन नशत आपको नाश मान । 33 જુઓ હું, જીવ અનાદિથી પુદ્ગલના સંયોગમાં છે, પણ પુદ્દગલરૂપ થયો નથી. પોતાની ભૂલથી તેણે એમ માન્યું અને તે કારણે તે દુઃખી છે. તો પછી આપણે કરવું શું ? બધું છોડી દેવું ? ના, આપણો અધિકાર શું છે તે જોવું. આપણે કોણ અને આપણે શું કરી શકીએ તેની સૌ પ્રથમ Page #45 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જાણ કરી લેવી. આપણે જાણી શકીએ અને માન્યતા ભૂલભરેલી હોય તો સુધારી શકીયે. સૌ પ્રથમ આટલું જ કરવાનું છે. - મોના થોડા સમયમાં લગ્ન કરી તું સાસરે જઈશ. શરૂઆતમાં નવી વહુને બધા કહે છે, અલી, રહેવા દે, કામ ન કર. તેમાં એક રહસ્ય છે. કામ ન કરી T.V. જેવા માટેની આ નવરાશ નથી, પણ ઘરના કામો કંઈ રીતે કરાય, સાસરાની રીત - રીતભાત, રિવાજ કેવાં છે તે ધ્યાનૂર્વક જોવાય શિખાય તે માટે આ Training Period છે. કામો તો કરવાનાં છે. આખી જીંદગી સુધી કરવાનાં છે. આગળની પેઢીને પણ શિખવવાનાં છે. તે માટે જ તેનું જ્ઞાન પહેલાં લેવું જોઈએ. તે પ્રમાણે જ આપણે ધર્મ પ્રકટ કરવાનો છે તો તે માટે તત્ત્વોનું જ્ઞાન પહેલાં કરી લેવાનું છે. ભૂલ ભરેલી માન્યતા તત્ત્વજ્ઞાનપૂર્વક ઠીક કરવાની છે. વિશ્વનું સ્વરૂપ આપણે અતિસંક્ષેપમાં જોયું. વધું આવતાં પત્રમાં. - એ જ તમારી બા. એક બાજુ સમ્યફદર્શનનો લાભ પ્રાપ્ત થતો હશે અને બીજી બાજુએ ત્રિલોકનું રાજ પ્રાપ્ત થતું હશે તો પણ ત્રિલોકના રાજની પ્રાપ્તિ કરતાં સમ્યફદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ત્રિલોકનું રાજ મળીને પણ વિશિષ્ટ નિશ્ચિત કાળે તે જવાનું જ છે અને સમ્યફદર્શનની પ્રાપ્તિ થાય તો અવિનાશી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. માટે ત્રિલોકના લાભ કરતાં સમ્યકત્વનો લાભ શ્રેષ્ઠ છે. શ્રી શિવકોટી આચાર્ય-ભગવતી આરાધના ગાથા ૭૪૬-૭૪૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પત્રાંક ૬ દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશીષ, દીકરીઓ ! દ્રવ્ય, ગુણ, પર્યાય બધાં સિદ્ધાંતોનો પાયો છે. તે સમજ્યા વગર શાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકાતો નથી. સૌ પ્રથમ આપણે તેની જ જાણકારી મેળવવાની છે. તેનું રોજેરોજ વાંચન, અભ્યાસ કરવો જોઈએ. જેને દ્રવ્ય, ગુણ, પર્યાય સમજાયા તેને કોઈપણ શાસ્ત્ર વાંચી પોતાને યથાર્થ અર્થ કાઢતાં આવડશે. ૨૦ નવેંબર ૧૯૯૩ વિશ્વનું સ્વરૂપ સંક્ષેપમાં આપણે ગયા પત્રમાં જોયું. જ્યાં જીવાદિક બધાં દ્રવ્યો જોવામાં આવે તે લોક. ‘લોક’ ધાતુ (શબ્દ) જોવું-દેખાવું તે અર્થથી વાપરવામાં આવે છે. તે પરથી જ અવલોકન શબ્દ આવ્યો છે. આ બધાં દ્રવ્યો નિત્ય છે. જેટલાં છે તેટલાં જ છે. નવા ઉત્પન્ન પણ થતાં નથી અને જેટલાં છે તેઓનો નાશ પણ થતો નથી. એ દ્રવ્યોની ઉત્પત્તિ નથી, આદિ નથી, માટે જ તે અનાદિ છે અને તેમનો અંત પણ નથી. નાશ નથી - અંત નથી માટે જ તે અનંત છે. બધાં દ્રવ્યો અનાદિ અનંત હોવાથી તેમના સમૂહથી બનેલું આ વિશ્વ પણ અનાદિ અનંત છે. આ જાણવાથી આપણને મોટો ફાયદો થાય છે. આ જગતનો અંત થશે, પૃથ્વી અમુક કરોડ વર્ષો પછી નાશ પામશે વિગેરે વાતો સાંભળીએ એટલે આપણને બીક લાગ્યાં કરે છે. અરે, હું પણ મરી જઈશ, મારો નાશ થશે તેવી ચિંતામાં ઘણીવાર મોડી રાત્રી સુધી જાગતા રહીએ છીએ.વિશ્વનું સ્વરૂપ જાણ્યા પછી આ બધી ચિંતા મટી જાય છે. જુઓને, Page #47 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય વિશ્વ એટલે શું તે એક જ પ્રશ્ન અને તેનો જવાબ આપણે જોઈ ગયા છીએ; કેવળ આટલું જાણીને જ આપણને મોટો ફાયદો થયો છે. હું એક અનાદિ અનંત જીવ દ્રવ્ય છું અને મારો કયારેય નાશ નહીં થાય એટલું જાણવાથી જ કેટલી શાંતીનો અનુભવ થાય છે. મારો કોઈ રક્ષણકર્તા નથી તેમ જ સંહારકર્તા પણ નથી એટલી જાણ થતાં જ બધી હીન-દીનપણાની વૃત્તીનો અંત આવી જાય છે. વિશ્વનું સ્વરૂપ સર્વજ્ઞોએ પોતે જાણ્યું અને તેનું કથન કર્યું. તે કથન તે શાસ્ત્રો વડે આપણે જાણ્યું. એનો અર્થ જે સર્વજ્ઞોએ પ્રત્યક્ષ જાણ્યું, તે આપણે પરોક્ષ પણે જાણ્યું. અર્થાત આપણે પણ અરહંત-સિદ્ધોના જાતિકુળના એટલે કે ચેતનમય-જ્ઞાનમય છીએ એમ સિદ્ધ થતા જ સ્વનો અને જ્ઞાનનો મહિમા આવ્યા વગર રહેતો નથી. ૩૬ વિજ્ઞાનમાં એવો સિદ્ધાંત છે કે Matter is always constant. It is never destroyed. It only changes its form. Matter પુદ્ગલવિષેનું આ કથન છે. કારણ વૈજ્ઞાનિકોએ આજસુધી માત્ર પુદ્ગલનો જ અભ્યાસ કરેલો છે. જે એક દ્રવ્ય વિષે ખરૂં છે તે બધા દ્રવ્યો વિષે પણ ખરૂં છે. કે દ્રવ્ય નિત્ય છે, ફકત તેની અવસ્થા બદલાતી રહે છે. રીના, તું જ્યારે નિશાળમાં હતી ત્યારે તે ‘શોભાદર્શક યંત્ર' બનાવ્યું હતું. ત્યારે તેમાં કાચના ટુકડા નાખી બંધ કર્યું હતું. શોભાદર્શક જેમજેમ ફેરવીએ તેમતેમ નવાં નવાં આકાર - અનેક આકૃતિઓનાં Combinations થતાં હતા. કાચનાં ટુકડા તો જેટલાં હતાં તેટલાં જ કાયમ રહેતા બરાબર તે પ્રમાણે આ દ્રવ્યો જેટલાં હતાં તેટલાં જ છે. નિત્ય જ છે તેઓની અવસ્થા બદલાતી જાય છે. આપણને દૃષ્યમાન એવી વસ્તુઓની વિવિધ રચના, તેની ઉત્પત્તિ અને તેનો વિનાશ દેખાય છે. એ તે ઉત્પત્તિ અને વિનાશ અવસ્થાઓના છે - દ્રવ્યોના નથી. દ્રવ્ય કાયમ ટકે છે અને કેવળ દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે. દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. તે જોયાં બાદ સાહજીક આગળનો Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું સ્વરૂપ પ્રશ્ન ઉભો થાય છે કે દ્રવ્ય કોને કહે છે ? તેની સહેલી વ્યાખ્યા એમ છે કે, “ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે.” દ્રવ્ય માટે પદાર્થ, વસ્તુ, અર્થ, ચીજ એવા પણ સમાનાર્થી શબ્દો વપરાય છે. વિશ્વની વ્યાખ્યામાં ‘દ્રવ્યોનો સમૂહ એમ કહ્યું હતું. તેમાં દ્રવ્યોનો એકબીજા જોડે એકક્ષેત્રાવગાહ સંબંધ હતો. હવે દ્રવ્યની વ્યાખ્યામાં જે “ગુણોનો સમૂહ' કહ્યો છે તેમાં ગુણોનો દ્રવ્ય સાથે નિત્યતાદાત્મ સંબંધ છે અને ગુણોનો એકબીજા સાથે અવિનાભાવી સંબંધ છે. એક ક્ષેત્રાવગાહ સંબંધ આપણે પાછલાં પત્રમાં વિસ્તારથી જોયું જ છે. નિત્યતાદાત્મ સંબંધ એટલે શું તે હવે જોઈએ. નિત્ય એટલે કાયમ-સદૈવ. તાદાભ્ય એટલે એકરૂપતા - જે કયારેય અલગ-ભિન્ન નહીં થાય એવું. ગુણોનો દ્રવ્યસાથે નિત્યતાદાભ્ય સંબંધ છે એનો અર્થ એવો કે દ્રવ્યથી ગુણ કદી ભિન્ન થઈ શક્તાં નથી. જેમ ઉષ્ણતા અગ્નિનો ગુણ છે તે અગ્નિથી ભિન્ન કરી શકાતી નથી. મીઠાશ ખાંડનો ગુણ છે તે ખાંડમાથી જુદી કરાતી નથી તેવી રીતે દ્રવ્યોથી તેમના ગુણો કદીપણ ભિન્ન થઈ શકતાં નથી. ગુણોનો એકબીજા સાથે અવિનાભાવી સંબંધ છે એટલે કે જ્યાં એક ગુણ હોય ત્યાં તે દ્રવ્યનાં બધાં ગુણો છે જ. દા.ત. ખાંડમા સફેદી અને ગળાશ એ બન્ને ગુણોનો અવિનાભાવી સંબંધ છે, તે બન્ને એકબીજાથી જુદાજુદા પાડી શકાતાં નથી. સોનામાં પિળાશ અને ભારેપણાનો એકબીજા સાથે અવિનાભાવી સંબંધ છે. પુદ્ગલ દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિગેરે ગુણોનો એકબીજા સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે જ્યાં એક ગુણ છે ત્યાં અનંતગુણ છે. તેઓના સમુદાયને જ દ્રવ્ય કહેવામાં આવે છે. તે ગુણો દ્રવ્યોથી જુદા પડાતાં નથી અને નવા ગુણો દ્રવ્યમાં ભરાતાં નથી. જેટલા અનંત ગુણો અરહંત-સિદ્ધોમાં છે તેટલા જ અનંત ગુણો દરેક જીવ દ્રવ્યમાં છે. તમારા મારામાં પણ અનંત ગુણો છે. એક એક પરમાણુમાં પણ પોતપોતાના અનંત ગુણો છે. પ્રત્યેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એ ગુણો સામાન્ય અને વિશેષ એવાં બે પ્રકારના છે. સામાન્ય એટલે જે બધાં દ્રવ્યોમાં જોવા મળે છે. દરેક દ્રવ્યના પોતપોતાના સ્વતંત્ર, પણ બધામાં જોવા મળતાં જેવાં કે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલધુત્વ, પ્રદેશત્વ વિગેરે ગુણો છે. તેમને સામાન્યગુણ' કહે છે. જે ગુણો બધાં દ્રવ્યોમાં જોવા મળતાં નથી પણ એકાદ વિશિષ્ટ દ્રવ્યમાં જોવા મળે છે, તેઓને વિશેષ ગુણ' એમ કહે છે. સામાન્ય ગુણોદ્ધારા દ્રવ્યની સિદ્ધિ થાય છે અને વિશેષ ગુણોદ્વારા તે કયા વિશેષ દ્રવ્યો છે તે ઓળખાય દા.ત. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિગેરે પુદગલ દ્રવ્યોના વિશેષ ગુણો છે. જે દ્રવ્યમાં તે ગુણો છે તે પુદ્ગલ છે એમ આપણે ઓળખી શકીએ. જ્ઞાન, દર્શન, સુખ ચારિત્ર, વીર્ય જીવ દ્રવ્યોના વિશેષ ગુણો છે. માટે જે દ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો છે તે જીવદ્રવ્ય છે, એમ ઓળખાય છે. સુખ પણ આત્માનો વિશેષ ગુણ છે. તે આત્મામાં જ-જીવ દ્રવ્યમાં જ છે અન્ય દ્રવ્યોમાં નથી. પુદ્ગલમાં સુખ નામનો ગુણ જ નથી. પણ આપણે છંદગીભર સુખો માટે ધનસંપત્તિ ઘરબાર જેવા પુગલો તરફ આશાભરી મીટ માંડીને જોતાં આવ્યા છીએ. વિશ્વમાં છ જાતના દ્રવ્યો છે તે આપણે જોયું હતું. તેના વિશેષ ગુણો દ્વારા તેઓનું સ્વરૂપ જોઈએ. જીવ :- જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ વિગેરે વિશેષ ગુણો છે તે છવદ્રવ્ય. પુગલ :- જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વિગેરે વિશેષ ગુણો છે તે પુદ્ગલ દ્રવ્ય. જીવને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિગેરે ગુણોનું જ્ઞાન થાય પણ છવમાં તે કોઈ જ ગુણો નથી. જીવ અને પુગલ એ બે દ્રવ્યોમાં ક્રિયાવતી શક્તિ છે. તે શક્તિ વડે જીવ અને પુદ્ગલ કાં તો ગમન કરે છે અથવા સ્થિર રહે છે. ગમન કરવું અથવા સ્થિર રહેવું Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું સ્વરૂપ તે ક્રિયાવતી શક્તિનું કામ છે. અન્ય ચાર દ્રવ્યોમાં આ ગુણ નથી. બીજા ચાર દ્રવ્યો અનાદિથી સ્થિર જ છે. તેઓનું ગમન અથવા હલનચલન થતું નથી. ધર્મદ્રવ્ય :- પોતે ગમન કરતા જીવ અને પુગલોને ગમન કરવા માટે જે નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહેવાય છે. ધર્મદ્રવ્ય જબરદસ્તીથી ગમન કરાવતું નથી. તે માત્ર ગમનમાટે અનુકૂળ હોય છે. જેમ કે પોતે જ ગમન કરવાવાળી માછલીને પાણી અનુકૂલ હોય તેમ જ છે. કુવાનું પાણી જેમ પોતે સ્થિર રહી ગમન કરતી માછલીને ગમન કરવા નિમિત્ત બને છે તેમ ધર્મદ્રવ્ય પોતે સ્થિર રહીને જીવ અને પુદ્ગલને ગમન કરવા નિમિત્ત બને છે. એના પરથી ‘ગતિeતુત્વ' ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે એમ ધ્યાનમાં આવ્યું જ હશે. અધર્મદ્રવ્ય :- ગમનપૂર્વક સ્થિર થવાવાળા જીવ અને પુદ્ગલોને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તે અધર્મદ્રવ્ય છે. સ્થિતિહેતુત્વ અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે. જેમ ઝાડનો છાંયડો વટેમાર્ગુને થોભવા માટે નિમિત્ત બને છે તેમ. આકાશદ્રવ્ય :- બધા દ્રવ્યોને અવગાહના આપવી-રહેવા માટે જગ્યા આપવી તે આકાશદ્રવ્યનો વિશેષ ગુણ છે. તેને “અવગાહનહેતુત્વ એમ કહેવાય છે. પુદ્ગલને બાદ કરતા બીજા પાંચ દ્રવ્યો અરૂપી એટલે કે અમૂર્તિક છે. આપણને ભરું ભૂરું આકાશ દેખાય છે તે આકાશદ્રવ્ય છે કે ? વિચાર કરી જુઓ જોઉં બિલકુલ નથી. કારણ તે દેખાય છે, જેને વર્ણ છે - તે તો પુદ્ગલદ્રવ્ય છે. આપણે જેને અવકાશ કહીએ છીએ, તે આકાશદ્રવ્ય છે. તેનો વિસ્તાર અનંત છે, તેનો છેડો જ નથી. આકાશના મધ્યભાગમાં જ્યાં છ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહે છે. અને તેની બધી બાજુએ અનંત અનંત એવું અલોકાકાશ છે. તેનો અંત જ નથી. વર્તમાનમાં વૈજ્ઞાનિકોને જ્ઞાત જે ગ્રહો, તારા, નક્ષત્ર, સૂર્યમાલિકા વિગેરે છે તે તો લોકાકાશના થોડા જ ભાગમાં છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય આકાશદ્રવ્ય ઈતર દ્રવ્યોને અવગાહન આપે છે એનો અર્થ તે તે વસ્તુઓ (દ્રવ્યોના)ની ચારેબાજુ હોય છે એમ નથી. બધાં દ્રવ્યોની આરપાર આકાશદ્રવ્ય વ્યાપેલું છે. લોખંડનો ઘન ટુકડો જોઈએ તો તે આકાશદ્રવ્યમાં છે અને આકાશદ્રવ્ય તેની અંદર અને બાહર બધી બાજુએ વ્યાપેલું છે. એમ જોવા જઈએ તો છ એ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે-એક જગ્યામાં રહે છે. (એકક્ષેત્રાવગાહ સંબંધ). કાળદ્રવ્ય :- લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશો છે. તે પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળદ્રવ્ય સ્થિત છે. પરિણમનહેતુત્વ એટલે બધાં દ્રવ્યોને પરિણમન કરવામાં નિમિત્ત થયું તે આ દ્રવ્યનો વિશેષ ગુણ છે. આપણને જે ક્ષણ, મિનિટ, કલાક, દિવસ, મહિનો એ કાળ (Time) સમજાય છે તેને વ્યવહાર કાળ એમ કહે છે. કાળદ્રવ્યની એક પર્યાયને ‘સમય' એમ કહેવાય છે. એવા અસંખ્ય સમયોની એક સેકંડ થાય છે. ૪૦ આમ ગુણો દ્વારા દ્રવ્યને ઓળખાય છે, તત્ત્વની ભાષામાં ગુણ એ લક્ષણ છે અને દ્રવ્ય તે લક્ષ્મીભૂત પદાર્થ (લક્ષ્ય) છે. જ્ઞાન લક્ષણ છે અને આત્મા એ લક્ષ્ય છે. જેમાં જ્ઞાન છે તે જ આત્મા છે. આત્માને જાણવો હોય તો લક્ષણ દ્વારા જાણવો-અનુભવવો પડશે. બીજો કોઈ પણ ઉપાય નથી. ભગવાનની પૂજા કરવાથી, ઉપવાસ કરવાથી, લાખો રૂપિયાનું દાન દેવાથી, આત્માનો અનુભવ નહીં થાય; પરંતુ જ્યાં જ્ઞાન લક્ષણ છે ત્યાં દૃષ્ટિ વાળવાથી, ઉપયોગ કેન્દ્રિત કરવાથી, અંતર્મુખ થઈ લક્ષણો દ્વારા જાણીએ તો જ આત્માનો અનુભવ થઈ શકે છે. Danger Signal થોભો, સાંભળો અને આગળ વધો. તત્ત્વો બાબત આવું કથન સાંભળતા જ ઝટ વિચાર આવે છે કે તો પૂજા, દયા, દાન એ બધું વ્યર્થ છે ? છોડી દઈએ ? કદાપિ નહીં. શ્રદ્ધામાં-જેમ છે તેમ વસ્તુસ્વરૂપ-જાણવાનું છે, માનવાનું છે. જેને તત્ત્વનો અભ્યાસ છે તેને તો સર્વજ્ઞ પ્રત્યે અત્યંત ભક્તિભાવ આવ્યા વગર રહેતો નથી. પૂજા, સ્વાધ્યાય, દાન વિગેરે માટે આવી વ્યક્તિ વધુ અને વધુ સમય અને ધન ખર્ચ કરતાં દેખાય છે. આજકાલ એકાદને ધન આપવાનું સહેલું લાગે પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું સ્વરૂપ સમય ફાળવવો ફાવતો નથી કારણ કે આવી વાતો માટે આપણી પાસે સમય બાકી જ કયાં રહે છે ? ૪૧ આગમોનો આ અભ્યાસ કરતાં શરૂઆતમાં ગોટાળા થાય છે. જીવ દ્રવ્યોના ગુણધર્મ શું છે? એ જાણવા જતાં વચ્ચે જ દેવ-દર્શન, પૂજા કરવા કે નહીં એવા પ્રશ્નો ઉભા થાય છે. આપણા પત્ર ક્ર.૧ માં દાખલો આપ્યો હતો કે HÃO એટલે પાણી. તેમાં હાઈડ્રોજન અને ઓકિસજન એ મૂળદ્રવ્યો છે. આપણે ફકત ઓક્સિજન મૂળદ્રવ્યનાં મૂળધર્મો શિખતાં વાંચીએ કે તે વાયુરૂપ છે, જ્વલનને મદદ કરે છે. ત્યારે જો કોઈ એમ કહે કે પાણી તો પ્રવાહી છે, તે તો આગ ઓલવે છે તો પછી પાણીથી શું કરવું ? આ પ્રશ્ન જેમ હાસ્યાસ્પદ છે તેવો ‘પછી શું પૂજા, અર્ચા, દાન, સ્વાધ્યાય છોડી દેવા ? એ પ્રશ્ન છે. આપણે પોતાને જીવદ્રવ્ય ન સમજી મનુષ્ય છું એમ પર્યાય જેટલું જ પોતાને માનીએ તેથી આવા પ્રશ્નો ઉદ્ભવે છે. આગમોનો-તત્ત્વોનો અભ્યાસ કરી સૌ પ્રથમ તત્ત્તનિર્ણય કરવાનો છે. આ સર્વજ્ઞકથિત તત્ત્વો આમ જ છે, આમ પરિક્ષાપ્રધાન બની આપણી બુદ્ધિની કસોટી પર ધસી જોવાનાં છે. આ બધો નિર્ણય વિચારોમાં કરવાનો છે. એ બુદ્ધિનું કામ છે. ષોડશકારણ પૂજામાં પણ આવે છે કે ज्ञानाभ्यास करे मनमाही । ताको मोहमहातम नाही । જેનાં વિચારોમાં તત્ત્વોનું ચિંતન થતું રહે છે તેનાં ચાલચલનમાં સ્વચ્છંદ પાપક્રિયા થતી જ નથી. ધર્મનો મતલબ શું, પુણ્ય એટલે શું, પાપ એટલે શું તે જાણ્યા વગર આપણે શું કરીએ છીએ અને તેનું ફળ શું મળશે તે સમજાશે નહીં. - આગમોદ્વારા-શાસ્ત્રાભ્યાસક્રારા-આપણે આપણી ઓળખાણ કરી લેવી. સૌ પ્રથમ વિશ્વમાં અનંત દ્રવ્યો છે અને તેમાથી હું એક સ્વતંત્ર પરિપૂર્ણ દ્રવ્ય છું અને મારામાં (દરેકમાં) અનંત ગુણો છે તે આપણે જોયું. પણ જીવદ્રવ્ય અરૂપી હોવાથી તેના એ અનંત ગુણો પણ અરૂપી છે, આપણને દેખાતાં નથી. તે માટે ગભરાવાનું કોઈ કારણ નથી. કારણ Page #53 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૪૨ અરૂપી હોય તોય ચેતન' દ્રવ્ય છે. જાણવું તેનો ગુણ છે. જુઓ જોઈ! આ લખેલા શબ્દો વાંચી કોણ જાણે છે ? – જીવ ૧૫ વર્ષો પહેલાની યાદ શાના વડે કરે છે? જ્ઞાનના દ્વારા. જ્ઞાન કોનું? જીવનું. અમુક વસ્તુ અઘરી છે, સમજાતી નથી, તે કોણ જાણે છે ? જ્ઞાન અર્થાત જીવ. પ્રત્યેક ક્ષણે જાણવાનું કામ જ્ઞાનગુણ કરતો હોય છે. ઊઘમાં પણ? હાં હાં, ઊધમાં પણ. તમે નથી કહેતા કે આજે સારી ઊંઘ આવી નથી કે આજે ઘસઘસાટ ઊધ આવી. તો પછી એમ કોણે જાણ્યું ? જ્ઞાન અર્થાત જીવે, જ્ઞાનગુણે. રાત-દિવસ આ જ્ઞાનગુણ આપણને કહેતો હોય છે કે આ હું અહીં છું. આ જ્ઞાનગુણ છે ત્યાં જ બીજા અનંત ગુણો અવિનાભાવી સંબંધથી છે એટલે કે જ્યાં જ્ઞાનાદિ બધાં ગુણો છે તેને જ જીવદ્રવ્ય એમ કહેવામાં આવે છે. તો પછી થઈને જીવદ્રવ્યની સિદ્ધિ ? વિશ્વ અને દ્રવ્યની જાણકારી આપણે મેળવી. ગુણ અને પર્યાયની જાણકારી મેળવ્યા બાદ જ દ્રવ્યનું સ્વરૂપ વધુ સ્પષ્ટતાથી આપણા ધ્યાનમાં આવશે. મોના, જયપૂર શિબિર વિષે તે પુછયું હતું. ત્યાં રોજ પરોઢીયે ૫ થી રાત્રે ૧૦ સુધી ૮-૧૦ કલાક પ્રવચન, કલાસ, પૂજન-વિધાન, ભક્તિ, રોજ અભ્યાસ અને છેવટે પરીક્ષા એવો અમારો દરરોજનો કાર્યક્રમ હતો. બહારગામથી ૮૫૦ લોકો અને જયપુરના ર થી ૩ હજાર લોકો ઉપસ્થિત હતાં. ઘણાં જાણકાર વિદ્વાનો તથા નવા શિખવાવાળા લોકો તેમાં આવે છે. તત્ત્વોનો સૂક્ષ્મ અભ્યાસ પણ ત્યાં થાય છે. હું ત્રણ પરિક્ષામાં બેઠી હતી. તત્ત્વજ્ઞાન પાઠમાલા, નયચક્ર અને ગુણસ્થાન પ્રવેશિકા. તેમાં ૯૬%, ૯૬% અને ૧૦૦% માર્ક મેળવ્યાં અને ત્રણે પરિક્ષામાં પહેલો નંબર આવ્યો. બધાએ નવાઈ અને કૌતુક સાથે અભિનંદન આપ્યાં. ફરીથી કોલેજમાં ગઈ હોઉં એમ લાગ્યું. વધુ આવતા પત્રમાં. - એ જ તમારી બા. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ગુણનું સ્વરૂપ પત્રાંક ૭ ૧૮ એપ્રિલ ૧૯૯૪ ગુણનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના, અનેક ઉત્તમ શુભાશિષ, મોના, તારા લગ્નને બે મહિના થયા. તારા લગ્નમાં ભેટ આપેલ પુસ્તકો - “સંસ્કાર', ‘અખેરા નિરોપ' (વિતા વેતા) “આપણ કાહીહી સ્વણા' (બાપ છ હો), ‘ણમોકાર મહામંત્ર', “સામાન્ય શ્રાવકાચાર' એ પુસ્તકો વાંચ્યા કે ? તમારા બાપુજીએ ૪-૫ પુસ્તકોનું ભાષાંતર કરી મોકલ્યું છે. છપાઈને આવ્યા બાદ તમને મોકલાવીશ. પત્ર ક્ર. ૫ અને ૬ માં આપણે વિશ્વનું સ્વરૂપ અને દ્રવ્યનું સ્વરૂપ જોયું. તેનું ફરીથી થોડું પુનરાવલોકન કરીએ. છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. તે વિશ્વમાં એક આકાશદ્રવ્ય, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, અનંત છવદ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો અને અસંખ્યાત કાળદ્રવ્યો છે. આકાશદ્રવ્યના મધ્યભાગમાં કે જે ભાગમાં બધાં દ્રવ્યો જોવા મળે છે તેને લોક' કહે છે. આ બધાં અનંતાનંત દ્રવ્યોનું પ્રત્યેકનું પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. બે દ્રવ્યો કદી પણ એક થતાં નથી. કે એક દ્રવ્યના બે દ્રવ્યો કે અનેક દ્રવ્યો થતાં નથી. આ દ્રવ્યો એકક્ષેત્રાવગાહી' છે અર્થાત એક જ Space માં રહે છે. એકબીજાને અવગાહન આપે છે - સમાવી લે છે. તો પણ એકબીજા સાથે ભળતાં નથી. આ બધા દ્રવ્યો અનાદિ અનંત છે. કોઈપણ દ્રવ્યનો કદી પણ નાશ થતો નથી અને તે નવું ઉત્પન્ન પણ થતું નથી. ગુણોના સમૂહને દ્રવ્ય કહ્યું છે. દરેક દ્રવ્ય અનંતગુણાત્મક છે. દ્રવ્ય Page #55 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અને ગુણ એ બેનો નિત્યતાદાત્મ્ય સંબંધ છે. અર્થાત દ્રવ્યથી ગુણ જુદા થઈ શકતાં નથી. દ્રવ્યોમાં જે અનંત ગુણો છે તેમનો એકબીજાસાથે અવિનાભાવી સંબંધ છે. એટલે જ્યાં એક ગુણ છે ત્યાં તે દ્રવ્યોના ઈતર સર્વ અનંત ગુણો છે છે અને છે જ. માટે શાસ્ત્રોમાં ‘જ્ઞાનમાત્ર આત્મા’ એમ એક ગુણ દ્વારા કથન કર્યું હોય છતાં આત્માના અનંત ગુણોનો તેમાં સમાવેશ થાય છે. આજે આપણે ગુણોનું સ્વરૂપ કેવું છે તે જોવાનું છે. ગુણ કોને કહે છે તે પ્રશ્નનો જવાબ - ‘જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં રહે છે તેને ગુણ કહેવામાં આવે છે.' દ્રવ્યનો પ્રત્યેક ગુણ દ્રવ્યના સંપૂર્ણ ક્ષેત્રમાં વ્યાપે છે. એટલે કે જેટલું મોટું દ્રવ્ય હોય તેટલો જ તે દ્રવ્યનો દરેક ગુણ હોય છે. દા.ત. સોનાને દ્રવ્ય સમજીએ. તેમાં પિળાશ, વજન, ચળકાટ તે ગુણો છે. પિળાશપણાનો ગુણ સંપૂર્ણ સોનામાં વ્યાપ્યો છે. તેમ જ વજનપણાનો ગુણ પણ સંપૂર્ણ સોનામાં છે. તેનો ચળકાટ ગુણ પણ સંપૂર્ણ સોનામાં છે. ખડીસાકરની મિઠાશનો ગુણ સંપૂર્ણ ખડીસાકરમાં છે. તેમ સફેદીનો ગુણ પણ સંપૂર્ણ ખડીસાકરમાં છે. તેનો કઠણપણાનો ગુણ પણ સંપૂર્ણ ખડીસાકરમાં છે. ૪૪ જીવદ્રવ્ય અસંખ્યાતપ્રદેશી છે. તેનો જ્ઞાનગુણ સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશમાં રહે છે, તેનો સુખ ગુણપણ સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશમાં રહે છે. આપણને એમ લાગે કે માથામાં જ્ઞાન છે અને હૃદયમાં સુખ છે, પણ ખરેખર તેમ નથી. એક જ ક્ષેત્રમાં જે અનંત ગુણો રહે છે તેને દ્રવ્ય નામની સંજ્ઞા છે. એમ નથી કે બધાં ગુણો પર કંઈક આવરણ ઓઢાડી દ્રવ્ય બન્યું છે. થેલીમાં ઘંઉ ભરીએ તેમ દ્રવ્યમાં ગુણો ભર્યાં નથી. દ્રવ્યને ગુણોનો પિંડ અથવા પુંજ કહ્યો છે. હવે અગ્નિનો દાખલો લઈએ. ઉષ્ણતા, દાહકતા, પ્રકાશ વિગેરે ગુણો જ્યાં છે તેને અગ્નિ કહેવામાં આવે છે. એમ નથી કે અગ્નિ જુદો છે અને ઉષ્ણતા જુદી. એમ પણ નથી કે અગ્નિના એક ભાગમાં ઉષ્ણતા Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુણનું સ્વરૂપ છે અને બીજા ભાગમાં પ્રકાશ. ગુણ અને દ્રવ્ય જુદા નથી. ગુણોનો પુંજ અથવા પિંડ જે છે તેને એક નામ આપ્યું છે દ્રવ્ય. ગુણોનો સમૂહ હોવાથી દ્રવ્યને “ગુણી’ એમ પણ કહેવામાં આવે છે. તમે કહેશો કે જે ભિન્ન નથી તો બે અલગ નામો આપ્યા જ શા માટે ? આટલા અનંત ગુણ કહ્યા જ કેમ ? માત્ર દ્રવ્યનું નામ આપવું હતું. પણ જેને લીધે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એવા છ નામો જુદાજુદા છે, તે અર્થે તે દ્રવ્યોમા પોતાનું કંઈક વૈશિષ્ઠય - પોતપોતાના ગુણધમાં જુદાં જુદાં છે. નહીં તો તેઓનું આમ વર્ગીકરણ કર્યું જ કેમ હોત? આ ગુણધર્મો એટલે ગુણો. ગુણોનાં બીજા નામો છે - શક્તિ, ધર્મ, અંત, ભાવ, અર્થ. આટલે સુધી આપણે ગુણોની અર્ધી વ્યાખ્યા જોઈ, કે ગુણો દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં જોવા મળે છે. પણ માત્ર આટલું કહેવાથી નહીં ચાલે, તો ગુણો દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે છે. દ્રવ્યની કોઈપણ અવસ્થા હોય, તેના બધાં અનંત ગુણો તેમાં કાયમ રહે છે. જેમ સોનામાં પિળાશ, વજન, ચળકાટના ગુણો તેના સંપૂર્ણ ભાગમાં તો રહે છે, પણ તે સોનાની હાર' ની અવસ્થા હોય કે તે બદલાઈ “કડા' ની અવસ્થા થાય છે તે પણ બદલાઈ “વીંટી' ની અવસ્થા થાય, તે બધી અવસ્થાઓમાં સોનાના બધા ગુણો કાયમ રહે છે. આપણે આપણા સ્વદ્રવ્યનો વિચાર કરીએ. હું એક છવદ્રવ્ય છું. મારામાં અનંત ગુણો છે. તે મારામાં (આખા અસંખ્યાત પ્રદેશમાં) પૂર્ણ વ્યાપેલા છે અને મારી કોઈ પણ અવસ્થામાં તે અનંત જ રહેશે. જીવ કોઈ પણ અવસ્થામાં હોય - અતિસૂક્ષ્મ એકેંદ્રિય અવસ્થા હોય કે સિદ્ધ અવસ્થા હોય – પ્રત્યેક જીવમાં અનંતગુણો સદૈવ હોય છે. ગુણો કદી ઓછાં કે અધિક થતાં નથી. ગુણની વ્યાખ્યા શિખ્યા બાદ કેટલી નિશ્ચિતતા આવી જાય છે નહીં ? આપણે બધાને પરિક્ષામાં અધિકાધિક ગુણ શી રીતે મળે તેની જ રાતદિવસ ચિંતા હોય છે. સાચી રીતે (અભ્યાસ કરીને) કે ખોટી રીતે (કોપી કરીને) દરેક જણ ગુણ (માર્ક) વધારવાની ખટપટમાં હોય છે. પણ અહીં એવી ચિંતા નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ધનની બાબતમાં પણ એમ જ છે. આપણી પાસે થોડુંઘણું ધન હોય તોપણ કેટલી ચિંતા રહે છે કે કાઈ ચોરી તો નહીં જાય ને ? આ પૈસા કેવી રીતી વધશે ભલા ? તે બેંકમાં મુકવા કે બીજે કયાંક રોકવા? દ્રવ્ય-ગુણનું સ્વરૂપ ધ્યાનમાં આવતાં કેટલી બધી આકુલતા નષ્ટ થઈ; કારણ દ્રવ્યો પાસેથી કોઈપણ ગુણો કાઢી લઈ શકતું નથી. તેમ જ તે ગુણો વધારવાની ચિંતા પણ નથી. ગુણની વ્યાખ્યા સાથે જ આપણે બીજી એક બાબત જોઈએ ‘સ્વચતુષ્ટય’. પ્રત્યેક વસ્તુને-દ્રવ્યને પોતાનું એવું ચતુષ્ટય એટલે ચાર બાબતો હોય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્ય શબ્દનો અર્થ તો આપણને સમજાયો. ક્ષેત્ર એટલે તે દ્રવ્ય જેટલી જગ્યા રોકે તે. આજકાલ આપણે ઘર વેચાતું લઈએ ત્યારે તેનું ક્ષેત્રફળ (Area) કેટલું છે તે જોઇએ છીએ. પણ ત્યાં Carpet area, Built area, Superbuilt area એવી અનેક ભાંજગડો હોય છે. દ્રવ્યની બાબતમાં એવું નથી. દ્રવ્યમાં અનંત ગુણો જેટલી જગ્યામાં વ્યાપે તેટલું તે દ્રવ્યનું ક્ષેત્ર. એક ઘરમાં રહેતી અનેક વ્યક્તિઓની જુદી જુદી ઓરડીઓ હોય છે, પણ દ્રવ્યમાં રહેલ ગુણોનું એવું નથી. જેટલાં ક્ષેત્રમાં એક ગુણ વ્યાપે તેટલાં જ ક્ષેત્રમાં દ્રવ્યનો બીજો ગુણ વ્યાપે છે, તેટલા જ ક્ષેત્રમાં સર્વ અનંત ગુણો વ્યાપે છે. દા.ત. - જેટલું સોનું છે તેટલી જ જગ્યામાં તેની પિળાશ, વજનપણું, ચળકાટ વિગેરે ગુણો છે. ૪૬ સ્વચતુષ્ટયોમાંથી દ્રવ્ય અને ક્ષેત્ર સમજ્યા બાદ કાળ અને ભાવ શું છે તે જોઇએ. કાળ એટલે પરિણમન - તે દ્રવ્યની વિશિષ્ટ અવસ્થા. એટલે પરિણમન અથવા પર્યાય. તેને વિષે ઊંડાણથી આવતા પત્રમા લખીશ. ભાવ એટલે ગુણ જેની ચર્ચા આપણે કરીએ છીએ. = પ્રત્યેક દ્રવ્યને પોતાનું સ્વતંત્ર સ્વચતુષ્ટય હોય છે. એટલે કે પ્રત્યેક દ્રવ્યને પોતાનું દ્રવ્ય (સ્વદ્રવ્ય), પોતાનું ક્ષેત્ર (સ્વક્ષેત્ર), પોતાનું પરિણમન (સ્વકાળ) અને પોતાના ગુણો એટલે ભાવ (સ્વભાવ) હોય છે. ગુણની વ્યાખ્યા દ્વારા આ ચતુષ્ટય સિદ્ધ કરી શકાય. શી રીતે તે જુઓ. ગુણની Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુણનું સ્વરૂપ વ્યાખ્યા - જે દ્રવ્યના (દ્રવ્ય) સંપૂર્ણ ભાગમાં (ક્ષેત્ર) અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં (કાળ) રહે છે તેને ગુણ (ભાવ) કહેવાય છે.” તે ઉપરથી એવો સિદ્ધાંત નક્કી થાય છે કે પ્રત્યેક દ્રવ્યના સ્વચતુષ્ટય અલગ અલગ છે એટલે કે પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ અલગ અલગ છે – સ્વતંત્ર છે. તેથી જીવ અનંતમાં વિલીન થાય છે' એ કલ્પનાનું નિરાકરણ થાય છે. સિદ્ધ અવસ્થામાં પણ પ્રત્યેક જીવદ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેકનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અલગ અલગ છે. એટલે મુકત થઈ જીવ પરમાત્મામાં વિલીન થાય છે તે કલ્પના ભૂલભરેલી છે. સાકરનો ડબો જુઓ. તે ડબાનું સ્વદ્રવ્ય ડબામાં, તેનું સ્વક્ષેત્ર ડબામાં, તેનો સ્વકાળ ડબામાં અને તેનો સ્વભાવ ડબામાં. તેમ જ સાકરનું દ્રવ્ય સાકરમાં, સાકરનું ક્ષેત્ર સાકરમાં, સાકરનો કાળ સાકરમાં અને સાકરનો ભાવ સાકરમાં. આજે તમને ગૃહપાઠ આપું છું. રોજ ૧૦-૧૦ વસ્તુના સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન છે તેનો દાખલો શોધી તે બોલવાના, દા.ત. કાગળ અને તેના ઉપરની શાહી (અક્ષરો). કાગળના ચતુષ્ટય ભિન્ન અને શાહીનું સ્વચતુષ્ટય ભિન્ન. આમ કરવાથી શો ફાયદો ? ફાયદો જ ફાયદો છે. જીવની કર્તુત્વબુદ્ધિના મુળીયા પર આ સીધો ઘા છે. આપણને થશે કે મે કેટલા સુંદર અક્ષરો લખ્યા છે. પણ જ્યારે તત્ત્વાભ્યાસની દષ્ટિથી તેના તરફ જોઈએ ત્યારે સમજાય કે કાગળનું સ્વચતુષ્ટય ભિન્ન, શાહીનું સ્વચતુષ્ટય ભિન્ન અને મારું (જીવદ્રવ્યનું) સ્વચતુષ્ટય ભિન્ન છે. દ્રવ્ય ગુણ પર્યાય અને તેઓનું સ્વરૂપ એ ઘણો સુંદર વિષય છે. બધા આગમો અને અધ્યાત્મનું રહસ્ય, તેનો ઉકેલ આ સિદ્ધાંતોમાં છે. નિશાળમાં ભૂમિતીના પ્રમેયો (Riders) અથવા કોયડા ઉકેલતા બુદ્ધિને જેવો ઉત્સાહ મળે છે તેવું જ અહીં છે. - સાહિત્યનો - કથા કાદંબરીના લખાણનો આસ્વાદ લેવો હોય તો પહેલા ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તે પ્રમાણે અધ્યાત્મ એ અત્યંત રસથી ભરેલો વિષય છે. તેનો આસ્વાદ લેવો હોય તો પ્રથમ આ સીધા સરલ સિદ્ધાંતો શિખવા જોઈએ. એક એક સિદ્ધાંત પર આગળના સિદ્ધાંતો આધારીત છે, સિદ્ધ કરેલા હોય છે. Logically prove કરેલાં હોય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય દીકરીઓ, ખરૂં કહું ? ભણતર ચાલુ હોય ત્યાં સુધી બુદ્ધિને મોટો પડકાર હોય છે. આપણે નિત્ય નવું ભણતા હોઈએ, આત્મસાત કરતા હોઈએ. વ્યવસાયમાં પડયા પછી બુદ્ધિમાં મંદતા આવે છે. થોડીઘણી બુદ્ધિ વપરાય છે. બાકીની બુદ્ધિ પૈસા અને અધિકાર વધારવામાં ખર્ચ થાય છે. તોપણ સમાધાન મળતું નથી. આગમ અને અધ્યાત્મનો આ વિષય ખરેખર બહુ રસભર છે. બુદ્ધિને તો પડકાર છે જ, માનસિક શાંતિ પણ વધે છે. આપણને આપણી આજુબાજુની બધી વસ્તુઓ શાસ્ત્રીય (તત્ત્વોના) દૃષ્ટિથી જોવાની ટેવ પડે છે. ૪૮ સોલાપુરનો ડૉ. મિલિંદ શાહ મને મળ્યો હતો. તેને પણ જૈન તત્ત્વોવિષે કુતુહલતા છે. તેથી આ લેખો પોતે વાંચી અન્યોને પણ વાંચવાનું સૂચવે છે એમ એણે કહ્યું. તે યોગ્ય પણ છે. જેને તત્ત્વનો મહિમા આવે તેને સહેજે આવા ભાવો આવે છે કે આ વાત વધુ અને વધુ લોકો જાણે ! એવું લાગતું ન હોય તો આપણે કાગડા કરતા પણ ઉતરતી કક્ષાના કહેવાઈએ. કાગડાને પણ કશુંક ખાવાનું મળે તે કા, કા, કરીને બીજા કાગડાઓને બોલાવે છે. ભેગા કરે છે અને પછી બધાં મળી ખાય છે. ચકલી કાગડાની વાર્તાઓ સાંભળવાની તમારી ઉમર વીતી ગઇ છે, તેથી પત્ર અહીંયા પૂરો કરૂં છું. શેષ શુભ તમારી બા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પત્રાંક ૮ પર્યાયનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, પત્ર રૂપે આપણે મહિનામાં એકવાર મળીએ જ છીએ. પણ તમે નિયમિત સ્વાધ્યાય તથા દેવદર્શન કરતા હશો. નિયમિત સ્વાધ્યાયની ટેવ પાડવાથી તેમાં રૂચિ વધશે, તેમાંનો મર્મ પણ સમજાશે. પર્યાયનું સ્વરૂપ ૨૦ મે ૧૯૯૪ અમે ૭૨ ની સાલમાં કુંભોજ બાહુબલી ફોટાના કામ માટે ગયાં હતાં, ત્યારે પૂ. સમંતભદ્ર મહારાજે સ્વાધ્યાયની પ્રેરણા આપી હતી. દવાખાનામાં ખાલી સમયમાં વાંચે તોપણ ચાલશે એમ તેઓએ સુચવ્યું હતું. તેના ફળસ્વરૂપે આજે ચિત્ર પલટાયું છે. ૪-૫ કલાક સ્વાધ્યાય, વાંચન, ચર્ચા, ચિંતન-મનન અને ફાજલ સમયમાં એકાદ કલાક દવાખાનાનું કામ. પણ તે એકાદ કલાકમાં તમારા બાપૂજી પણ જિજ્ઞાસુઓને ભણાવે – સામૂહિક સ્વાધ્યાય કરાવે છે. તેમનું ભાષાંતરનું કામ પણ બીજા ફાજલ સમયમાં ચાલુ જ રહે છે. પાછલાં કેટલાંક પત્રો દ્વારા આપણે વિશ્વ, દ્રવ્ય, ગુણનું સ્વરૂપ અને પ્રાથમિક જાણકારી મેળવી. દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ વિષે ફરી ફરી શ્રવણ, વાંચન, મનન કરવું જોઈએ. માત્ર પ્રશ્ન અને ઉત્તર કે પરિભાષા મોઢે કરવાથી સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સમજ્યા વગર જૈન તત્ત્વજ્ઞાન જ સમજાશે નહીં. આજે આપણે પર્યાય વિષે થોડી જાણકારી લઈએ. પત્ર ક્ર. ૭ માં ગુણોની વ્યાખ્યામાં આપણે જોયું કે, “જે દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે છે તેને ગુણ કહે છે.' આ અવસ્થા એટલે પર્યાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પર્યાયને અવસ્થા, દશા, હાલત, અર્થ, પરિણામ, પરિણમન એવા પણ નામો છે. વ્યાખ્યા – ‘ગુણના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.” “પ્રત્યેક ગુણ પ્રત્યેક સમયે પરિણમિત થતો હોય છે એટલે તેની નવી નવી અવસ્થા થતી હોય છે.' જુની અવસ્થા જઈ નવી અવસ્થા આવતી હોય છે. જુની અવસ્થા નાશ પામે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય એને જ અવસ્થાનું બદલાવું, પલટાવું એમ પણ કહે છે. આ અવસ્થા પહેલી અવસ્થા જેવી પણ હોઈ શકે અથવા જુદી પણ હોઈ શકે. અવસ્થા એવી ને એવી જ હોઈ શકે પણ એ જ અવસ્થા રહેતી નથી. દ્રવ્ય અનંત ગુણોનું બનેલું હોય છે. તે આપણે પહેલાં જ જોયું છે. તેના પ્રત્યેક ગુણની પોતાની સ્વતંત્ર ભિન્ન ભિન્ન અવસ્થા દરેક સમયે થતી હોય છે. ગુણ અનાદિ અનંત છે અને તેની પર્યાય માત્ર એક સમય પુરતી છે; પણ ક્ષેત્રની અપેક્ષાએ જોતાં જેટલો ગુણનો વિસ્તાર છે એટલે કે જેટલું મોટું ગુણનું ક્ષેત્ર તેટલો જ પર્યાયનો વિસ્તાર હોય છે. પર્યાયનું ક્ષેત્ર પણ તેટલું જ મોટું છે, પર્યાયનું ક્ષેત્ર પણ તે જ છે. સોનામાં વર્ણ ગુણનું જેટલું ક્ષેત્ર છે તેટલું જ ક્ષેત્ર વર્ણ ગુણના પીળાપણાની અવસ્થાનું પુદગલ દ્રવ્ય છે, તેના અનંત ગુણોમાંથી વર્ણ અને રસ એ બે ગુણો આપણે દાખલા તરીકે લઈએ. વર્ણ એ ગુણ અનાદિ અનંત કાયમ રહે છે. તે ગુણની દરેક સમયે કોઈ ને કોઈ અવસ્થા થતી હોય છે. દા.ત. વર્ણ તે ગુણ છે અને લાલ, ભૂરો, સફેદ, લીલો ઈત્યાદિ તેની અવસ્થા છે. જેમકેરીમાં વર્ણ ગુણની લીલી અવસ્થા છે, વર્ણ ગુણ કાયમ રહે છે અને તે વર્ણ ગુણની પીળી અવસ્થા થાય છે તેથી લીલો વર્ણ બદલાઈ પીળો વર્ણ થયો, એમ આપણે કહીએ છીએ, ત્યારે ગુણ બદલાતો નથી પણ તેની અવસ્થા બદલાયેલી હોય છે. આ ફેરફાર આપણાં ધ્યાનમાં આવે ત્યારે આપણને લાગે છે કે હમણાં જ આ અવસ્થા બદલાઈ, આટલા ૮-૮ દિવસ કેરી લીલી જ હતી. પણ આ જે બદલાવ છે તે દરેક સમયે ચાલુ છે. જેમ લીલી અવસ્થા Page #62 -------------------------------------------------------------------------- ________________ પર્યાયનું સ્વરૂપ બદલાઈ પાછી લીલી અવસ્થા થાય તો તે બદલાઈ છે એમ આપણને લાગતું નથી. ૫૧ હવે રસ ગુણ જોઈએ. રસ ગુણની ખાટી અવસ્થા બદલાઈ મીઠી અવસ્થા થઈ. રસ એ ગુણનું કાર્ય (પરિણમન-પર્યાય) પ્રત્યેક સમયે નિરન્તર ચાલુ જ છે. બધા દ્રવ્યોમાં જોવાં મળતાં સમાન એવાં સામાન્ય ગુણનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણાં ધ્યાનમાં આવશે કે દરેક દ્રવ્યમાં ‘દ્રવ્યત્વ’ નામનો એક ગુણ છે, તેથી દ્રવ્યોના કે તેના પ્રત્યેક ગુણનું નિરંતર પરિણમન થતું હોય છે. નિરન્તર એટલે એક સમયનું પણ અંતર ન પાડતાં, સદૈવ, પ્રત્યેક સમયે. રસ ગુણનું કાર્ય (પરિણમન) રસ ગુણમાં ચાલુ છે. વર્ણ ગુણનું પરિણમન વર્ણ ગુણમાં, ગંધ ગુણનું પરિણમન ગંધ ગુણમાં અને સ્પર્શ ગુણનું પરિણમન સ્પર્શ ગુણમાં. એ તો આપણે જાણીએ છીએ કે ફકત પીળો રંગ જોઈ કેરી લાવીએ તો તે ખાટી પણ હોઈ શકે છે. તે માટે કેરી લેતી વખતે આપણે વર્ણ (પીળો), ગંધ (મધુર), રસ (મીઠો), સ્પર્શ (નરમ) જોઈ લાવીએ છીએ. તે પરથી એક વધુ મોટો સિદ્ધાંત આપણા ધ્યાનમાં આવે છે કે એક ગુણ બીજા ગુણનું કાર્ય (પરિણમન-પર્યાય) કરતો નથી. જો એક જ દ્રવ્યમાં રહેલાં અનંત ગુણો પોતપોતાનું કાર્ય કરે છેપરિણમન કરે છે, એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતો નથી, કરી જ શકતો નથી, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કેવી રીતે કરે ? કાર્ય એ શબ્દનો અર્થ છે પરિણમન, પર્યાય. સમયસાર ગ્રંથમાં પણ કહ્યું છે “ય: ખિમતિ સઃ '' જે પરિણમન કરે છે તે કર્તા છે અને જે પરિણમન થાય છે તે તેનું કર્મ અથવા કાર્ય છે. - જે જે દ્રવ્યની પર્યાય તે તે દ્રવ્યમાં જ થતી હોય છે. જેટલું ક્ષેત્ર દ્રવ્યનું તેટલું જ ક્ષેત્ર પર્યાયનું. ગુણ દ્રવ્યના સંપૂર્ણ ક્ષેત્રમાં વ્યાપે છે, તેમ જ પર્યાય પણ સંપૂર્ણ ક્ષેત્રમાં વ્યાપે છે. જેમ કે સાકરમાં રસ એ Page #63 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૫૨ ગુણ સંપૂર્ણ સાકરમાં વ્યાપેલો છે તેમ તે રસ ગુણની મિઠાસની પર્યાય સંપૂર્ણ સાકરમાં રહેલી છે. દ્રવ્ય ગુણ અને પર્યાયનું ક્ષેત્ર (વિસ્તાર) એક જ હોય તોપણ દ્રવ્ય અને ગુણ એ અનાદિઅનંત-કાયમ ટકવાવાળાં-ધ્રુવ છે અને પર્યાય તે એક સમય પુરતી ટકનારી છે. પ્રત્યેક સમયે નવી નવી પર્યાય થતી હોય છે. જુની પર્યાયનો નાશ અને નવી પર્યાયની ઉત્પત્તિ એક જ સમયે થાય છે, જેમ કે અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિ એક જ સમયે થતી હોય છે તેમ. એવું નથી કે, પહેલાં અંધારૂં કાઢી નાખી પછી પ્રકાશ કરવો પડે. એક જ સમયે જુની પર્યાય નાશ પામે-તેનો વ્યય થયો અને તે જ સમયે નવી પર્યાય ઉત્પન્ન થઈ તેનો ઉત્પાદ થયો. આ વ્યય અને ઉત્પાદ દરેક સમયે ચાલુ જ રહે છે, પણ તેમ હોવાં છતાં દ્રવ્ય કાયમ રહે છે, દ્રવ્યના ગુણ કાયમ રહે છે. આ કાયમ રહેવાને ધ્રૌવ્ય અથવા ધ્રુવત્વ કહે છે. જોતજોતામાં આપણે વસ્તુસ્વરૂપ વિષે બહુ મોટો સિદ્ધાંત શિખ્યાં, તે એ કે વસ્તુ અર્થાત દ્રવ્ય એ ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુકત છે. તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં સૂત્ર છે કે, ‘ઉત્પાન્વયધ્રૌવ્યયુક્તમ્ સત્' ‘ત્ દ્રવ્યનક્ષળમ્.' દ્રવ્યનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુકત એટલે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવતા સહિત છે. દ્રવ્યમાં એક પર્યાયરૂપે ઉત્પાદ (ઉત્પાદ પર્યાયનો થયો), બીજી પર્યાયરૂપે વ્યય અને તે જ સમયે દ્રવ્ય કાયમ રહે છે. સોનાનો દાખલો જોઈએ, કંકણરૂપે (પર્યાયમાં) સોનું હતું. તેની વીંટી બનાવી. કંકણ પર્યાયનો વ્યય, વીંટી પર્યાયનો ઉત્પાદ અને સોનું સોનારૂપે કાયમ, આ બધું એક સમયે થાય છે. કંકણ પર્યાયરૂપે સોનું હતું, તે સોનું પોતે વીંટીના પર્યાયરૂપે પલટયું એટલે વીંટી એ જે કાર્ય થયું તે સોનામાં થયું. સોનું પોતે વીંટીરૂપ થયું, એટલે વીંટીનો કર્તા સોનું છે. એના પરથી એમ સમજાય કે જે કાર્ય થયું Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પર્યાયનું સ્વરૂપ તે દ્રવ્યમાં જ થયું, દ્રવ્યથી બહાર નહીં અને તે કાર્યનો કર્તા તે જ દ્રવ્ય છે, બીજું દ્રવ્ય નથી. પોતાની પર્યાયનો કર્તા તે દ્રવ્ય પોતે જ છે. કોઈ પણ અન્ય દ્રવ્ય તેનો કર્તા નથી. જીવદ્રવ્યનું કાર્ય (પર્યાય) છવદ્રવ્યમાં થાય છે. પુગલનું કાર્ય (પર્યાય) પુલમાં થાય છે, આમ ઈતર બધાં દ્રવ્યોનું – ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ દ્રવ્યોનું-કાર્ય-પરિણમન તે તે દ્રવ્યમાં થાય છે અને તે દ્રવ્ય તે તે પરિણમનનો કર્તા છે. જીવની જે પર્યાય થાય તેના કર્તા જીવ છે, અવની પર્યાય થાય તેનો કર્તા અજીવ છે. આ સિદ્ધાંત-કાયદા-નિયમ છએ દ્રવ્યોને લાગુ છે. તે નિયમને અપવાદ નથી. પોતાના સ્વદ્રવ્યપર-છવદ્રવ્યપર આ સિદ્ધાંત લાગુ કરી પોતાને અધિકાધિક જાણવાનો-ઓળખવાનો આપણો પ્રયત્ન છે. છવદ્રવ્યમાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય વિગેરે અનંત ગુણો છે. તે પ્રત્યેક ગુણની પર્યાય તે તે ગુણમાં થાય છે. તે તે પર્યાયનો કર્તા તે તે ગુણ છે. જાણવાનું જે કાર્ય થાય તેનો કર્તા જ્ઞાન ગુણ છે. ચારિત્રનું જે કાર્ય થાય તેનો કર્તા ચારિત્રગુણ છે અને આ જે કાર્ય થાય છે તે જીવદ્રવ્યમાં જ થાય છે, જીવદ્રવ્યથી બહાર થતું નથી. જ્ઞાન, સુખ, ચારિત્ર વિગેરેનું કાર્ય થાય તે છવદ્રવ્યમાં થાય છે. પુગલમાં એટલે શરીરમાં થતું નથી. આગમ અભ્યાસથી આવી તત્ત્વદૃષ્ટિ કેળવવી જોઈએ. આપણી આજસુધીની માન્યતા દૂર કરી તત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ. આપણી દષ્ટિ હંમેશ બહારની વાતો પર-પરપદાર્થો પર જ હોય છે. તે કારણે પૈસાથી સુખ મળે, ગુરૂ પાસેથી-પુસ્તકોમાંથી જ્ઞાન મળે છે, એવી દઢ માન્યતા થાય છે. આ પર્યાય જ્યારે થાય ત્યારે અનુકૂલ એવાં ઈતર દ્રવ્યોને ‘નિમિત્ત’ એવી સંજ્ઞા આપવામાં આવે છે. પણ તે વિષય જુદો છે અને સવિસ્તાર ચર્ચા વગર ગેરસમજ થવાનો સંભવ હોવાથી હાલ તે વિષે કાંઈ પણ લખતી નથી. પર્યાય ક્ષણિક છે, વિનાશી છે, તે ટકાવતાં જતાં ટકતી નથી માટે Page #65 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૫૪ કેવળ પર્યાય તરફ વાવાળાને દુઃખ, આકુલતા થયા વગર રહેશે નહીં, પણ તે પર્યાય જેમાંથી આવે છે તે ધ્રુવદ્રવ્ય તરફ દષ્ટિ કરવાથી નિરાકુલતાનો અનુભવ થશે. જુઓને, આપણી સ્ત્રીઓની દષ્ટિ સોનાની પર્યાય પર એટલે અલંકારની ડિઝાઈન પર હોય છે માટે એક અલંકાર ભાંગી બીજો બનાવવાની આકુલતા હોય છે, પણ ઘરના વડિલો એટલું જુએ છે કે સોનું કાયમ છે ને ! તો ફીકર નથી, એટલે તેમની દૃષ્ટિ સોના પર હોવાથી તેઓ નિશ્ચિત હોય છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તે ચિંતા રહિત થવાની ઔષધિ છે. અમે ડૉકટર લોકો પેશન્ટને ઊઘની ગોળીઓ આપી પેશન્ટનું મન બધીર કરી અને દર્દનાશક ગોળીઓથી પેટની સંવેદના ઓછી કરી ઈલાજ કરીએ છીએ. પણ તે સાચો ઈલાજ નથી. તત્ત્વજ્ઞાન તો આપણને જાગ્રત કરી વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરાવી આપે છે, તેથી આકુલતા અને ચિંતા પેદા થતી નથી. એ જ ખરો આકુલતા રહિત થવાનો માર્ગ છે. આગળની ચર્ચા આ પછીના પત્રમાં કરીશું. -એ જ તમારી બા. स्वातम को जाने नहीं, करे पुण्य बस पुण्य । तदपि भ्रमे संसार में, शिवसुख से हो शून्य ॥ १५ ॥ અર્થ : જે તે આત્માને જાણ્યો નથી, બધાં પુણ્યકમ જ કરતો રહીશ તોપણ તું મોક્ષસુખને પ્રાપ્ત કરી શકીશ નહીં. ઉલટાનો ફરી ફરી સંસારમાં જ રખડતો રહીશ. - શ્રી યોગિદેવ - યોગસાર” Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫૫ . ‘પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ પત્રાંક ૯ ૨૫ જુલાઈ ૧૯૯૪ ‘પુદ્ગલ' દ્રવ્યનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, આ વખતે પત્ર લખવામાં વિલંબ થયો. કારણ સિદ્ધચક્રવિધાન માટે હું પૂના ગઈ હતી. રોજ સાંજે આરતી પછી છોકરાઓને હું વાતો સંભળાવતી અને તે દ્વારા સાચા દેવ કેવો હોય છે, શાસ્ત્રો શા માટે વાંચવા જોઈએ, પોતાને કેમ ઓળખવા, ચાર ગતિઓ કંઈ, ઈન્દ્રિયો કેટલી અને તેમના કાર્યો, આપણે ક્યા દ્રવ્યો છીએ અને આપણું કાર્ય શું વિગેરે વાતો કહી સંભળાવી. વાર્તાની લાલચથી બાળકોની ભીડ થતી અને તેઓ પ્રશ્નોના ઉત્તરો પણ આપતા. “હું જીવદ્રવ્ય છું, શરીર પુગલ દ્રવ્ય છે, આપણે ઈન્દ્રિયો દ્વારા જે જે જાણીએ તે બધાં પુદગલ જ છે, ચારે ગતિમાં સુખ ક્યાંય નથી' આવા જવાબો છોકરાઓ ઝટપટ આપતાં. છોકરાઓને જે ઝટપટ સમજાયું તે જ આપણે થોડા વિસ્તારથી જોઈએ. - વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાથી જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ દ્રવ્યો આપણને દેખાતાં નથી, કોઈપણ ઈન્દ્રિયો વડે તે આપણી જાણમાં આવતાં નથી. તે દ્રવ્યોને “અરૂપી' એમ કહ્યાં છે. માયક્રોસ્કોપ અથવા ઈન્ફારેડ ફોટોગ્રાફીથી પણ તેઓનું અસ્તિત્વ સિદ્ધ કરાતું નથી. ફકત પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણો છે અને તે દ્રવ્યને ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. જાણવાની શક્તિ માત્ર છવદ્રવ્યમાં જ છે. જે ઈન્દ્રિયો દ્વારા જીવ જાણે છે તે ઈન્દ્રિયો પણ શરીરનો ભાગ હોવાથી પુદ્ગલ જ છે. પુગલને મૂર્તિક અને બીજા પાંચ દ્રવ્યોને અમૂર્તિક કહ્યાં છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય આત્મામાં-જીવદ્રવ્યમાં-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ વિગેરે નથી; પરંતુ જીવ પોતાને અને બીજાઓને જાણી શકે છે. આ જ્ઞાન-દર્શન શક્તિ કેવળ જીવમાં જ છે તેથી જીવને ચેતન કહ્યો છે. જીવ સિવાય અન્ય પાંચ દ્રવ્યો અચેતન છે. છ દ્રવ્યો એક બીજાને અવગાહન આપે છે તે આપણે પહેલાં જોઈ ગયાં. જેટલાં ક્ષેત્રમાં જીવદ્રવ્ય વ્યાપેલું છે તેટલાં ક્ષેત્રમાં તેની સાથે અમુક સમય સુધી સંબંધમાં રહેલા શરીરને જીવ જાણે છે. પણ મજા અને મુશ્કેલી એ છે કે તે શરીરમાં જીવે ‘સ્વ’ ની કલ્પના કરી છે. જાણવાની શક્તિ જીવની છે, પણ તે શરીરની જ છે એવો ભ્રમ આ જીવને થયો છે. જાણનારો પોતાને જ જાણતો નથી, આનાથી મોટું દુધૈવ કેવું ? શરીરને ‘હું’ માનવાથી શરીર સંબંધોની બાબતો ‘મારી' માનવામાં આવી. પુદ્ગલનું સ્વરૂપ જાણ્યું નથી માટે આ ગોટા થયા છે. ૫૬ તમે કહેશો કે પુદ્ગલથી જીવદ્રવ્ય ભિન્ન છે તો પછી માત્ર જીવદ્રવ્યની જ જાણકારી આપને, બીજી વાતો શા માટે ? પણ રોજીંદા વહેવારમાં પણ આપણે જોઇએ છીએ કે જે બાબતોની મિલાવટ (ભેળસેળ) કરવામાં આવે છે તેનું જ્ઞાન પણ આવશ્યક છે. સોનું અને પિત્તળ એ બેઉ ધાતુનાં લક્ષણો જાણીએ તો જ સોનું ખરીદતાં આપણી છેતરામણી નહીં થાય. હીરો ખરીદવા જતાં હીરાની જેમ કાચનાં ગુણધર્મો પણ જાણવાં જોઈએ. તે પ્રમાણે શાસ્ત્રોમાં પુદ્ગલ વિષે સવિસ્તાર વિવેચન છે તેનું કારણ એ જ છે કે જીવ પુદ્ગલમાં અહંપણું માને છે. તેની સાથે સેળભેળ (કલ્પનાથી) કરે છે. પુદ્ગલને જાણી ‘તે હું નથી જ' તે સમજવું જોઈએ. એ પુદ્દગલમાં પરમાણુ અને સ્કંધ એવાં બે ભેદ છે. પરમાણુ એટલે સૌથી નાનુ પુદ્ગલ, જેનો બીજો ભાગ ન થઈ શકે. ખરેખર પરમાણુ જ પુદ્ગલ દ્રવ્ય છે. બે અથવા વધુ પરમાણુ ભેગાં મળી બંધાઈ જાય છે (બંધ થાય છે), ત્યારે તેને સ્કંધ કહેવાય. સ્કંધમાં બે, અનેક, અસંખ્ય કે અનંત પરમાણુઓ પણ હોઈ શકે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ‘પુદ્ગલ’ દ્રવ્યનું સ્વરૂપ સ્થૂલતા અને સૂક્ષ્મતાના આધારે સ્કંધના છ ભેદ કર્યાં છે. દા.ત. - ઘઉંના-ઘઉં, ટુકડા (કણીઓ), ભરડો, રવો, આટો અને મેદો એવા ભેદ આપણે જોઈએ. ૫૭ ૧) સ્થૂલ-સ્થૂલ તે પુદ્ગલ સ્કંધ જેનાં બે ટુકડા કરાય પણ આપસમાં જે પૂર્વવત જોડાતાં નથી. જેમ કે – પર્વત, લાકડું, કોલસો, ચોક, વાળ વિગેરે. - ૨) સ્થૂલ - તે પુદ્ગલ સ્કંધ જેના બે ભાગ તો કરાય પણ ભેગા કરતાં ફરી પાછાં પૂર્વવત એક થાય. જેમ કે - પાણી, તેલ, દૂધ વિગેરે દ્રવ પદાર્થો. ૩) સ્થૂલ-સૂક્ષ્મ - જે સ્કંધ આંખે દેખાય પણ હાથથી પકડાતાં નથી, ટુકડા પણ કરાતાં નથી એવાં પુદ્ગલ સ્કંધ. દા.ત. પ્રકાશ, અંધારૂં ઇત્યાદિ. ૪) સૂક્ષ્મ-સ્થૂલ - જે સ્કંધો આંખે દેખાતાં નથી, પણ અન્ય ચાર ઇંદ્રિયો વડે જણાય, એવાં પુદ્ગલ સ્કંધ. દા.ત. હવા, સુગંધ, સ્વાદ, અવાજ વિગેરે સૂક્ષ્મ-સ્થૂલ સ્કંધો છે. ૫) સૂક્ષ્મ - એવાં પુદ્ગલ સ્કંધો જે કોઇપણ ઇંદ્રિયો દ્વારા દેખાતાં નથી. તેનું ઉદાહરણ છે કામાંણવર્ગણા. આ કાર્માણવર્ગણાઓ વડે જે બને તેને દ્રવ્યકર્મ કે કાર્માણ શરીર એમ કહેવાય. ૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ સૌથી સૂક્ષ્મ સ્કંધ. દા.ત. બે અથવા વધુ પરમાણુની બનેલી બીજી કેટલીક વર્ગણા. પુદ્ગલ સ્કંધોનું ઉપરોકત વર્ગીકરણ સાંભળી ઈન્દ્રજિતે તમારા બાપૂજીને કહ્યું તમારૂં વર્ણન સાંભળી Matter ની Solid, Liquid અને Gas States સિદ્ધ થાય છે તેથી ઇતર ભેદો પણ માન્ય કરવામાં કોઇ વાંધો નથી. વિજ્ઞાનની દૃષ્ટિએ તેણે વિશ્લેષણ કરી જે નિષ્કર્ષ કાઢ્યો તેની મને નવાઈ લાગી. ઔરંગાબાદનો ઇન્દ્રજિત, સાતારાનો શિરીષ, મુંબઇનો રાજેશ આ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ જૈન સિદ્ધાંતમાં ખાસ Page #69 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય રસ ધરાવતાં છોકરાંઓ છે. આ સિદ્ધાંતો પણ એવા અદ્ભુત છે વળી સર્વજ્ઞકથિત હોવાથી તે અદ્ભૂત વાતો સત્ય પણ છે. સ્થૂલ-સૂક્ષમતાની અપેક્ષાએ આ સ્કંધોનાં બીજા પ્રકારે પણ વર્ગીકરણ કર્યા છે. ૧. આહારવર્ગણા, ૨. તેજસવર્ગણા, ૩. ભાષાવર્ગગા, ૪. મનોવર્ગણા, ૫. કાર્માણવર્ગણા વિગેરે ૨૨ ભેદ છે. ૧) આહારવર્ગણા - આ વર્તણા સૌથી સ્થૂલ છે. આ પુદ્દગલ સ્કંધોથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક આ ત્રણ પ્રકારના શરીરો બને છે. ૫૮ આપણને દૃશ્યસ્વરૂપમાં આહારવર્ગણા જ તો દેખાય છે. માટી, લાકડું, લોખંડ, પથરા, કપડા, વનસ્પતી, એકેન્દ્રિયોથી માંડી પંચેન્દ્રિય પ્રાણીઓના શરીરો, મનુષ્ય, દેવ-નારકી જીવોનાં શરીરો તે બધાં આહારવર્ગણાથી બને છે. ૨) તેજસવર્ગણા - આ સ્કંધોથી તેજસ શરીર બને છે. શરીરને જે કાંતી પ્રાપ્ત થાય છે તે આ જ વર્ગણાને કારણે. ૩) ભાષાવર્ગણા - આ સ્કંધોથી શબ્દો બને છે. વિજ્ઞાનમાં પણ આપણે ધ્વનિલહરી કહીએ છીએ તેને રેડિયો વડે પકડાય છે, તેઓનું પુનઃ પ્રસારણ કરાય છે, તેઓની લંબાઈ મપાય છે. ૪) મનોવર્ગણા - આ પુદ્ગલ સ્કંધથી દ્રવ્યમન તૈયાર થાય છે. તે અષ્ટદલ કમલના આકારનું હોઈ છાતીની જગ્યાએ હોય છે. પણ સૂક્ષ્મ હોવાથી ઓપરેશન કરતી વખતે પણ આપણને તે કયાંય દેખાતું નથી. વિચાર, સંકલ્પ, વિકલ્પ, સ્મૃતિ વિગેરે કાર્યો આ મન દ્વારા ચાલુ હોય છે. તેને જાણવાનું કામ જીવ કરે છે. કહેતી વખતે પણ આપણે એમ કહીએ છીએ કે મારા મનમાં આવો વિચાર આવ્યો. ૫) કાર્માણવર્ગણા - આ વર્ગણાથી કાર્માણશરીર બને છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘પુદ્ગલ’ દ્રવ્યનું સ્વરૂપ પુદ્ગલ વિષે આટલી માહિતી મેળવ્યાં બાદ કેટલીય બાબતો આપણાં ધ્યાનમાં આવે છે. શરીર આહારવર્ગણાનું બને છે. વાણી (ભાષા) તે ભાષાવર્ગણાથી બને છે અને મન તે મનોવર્ગણાથી, તેમ કર્મ કાર્માણવર્ગણાથી બને છે. આ બધાં પુદ્દગલના પ્રકારો હોવાથી અચેતન છે. કોઇપણ વર્ગણામાં જ્ઞાન અર્થાત ચૈતન્ય નથી. જ્ઞાન એ જીવનો ગુણધર્મ છે. ૫૯ શાસ્ત્રોમાં જ્યારે આવે છે કે હું ચૈતન્યમાત્ર છું અને શરીર, મન, વાણી, કર્મ તેનાથી ભિન્ન છું, તેનો અર્થ હવે આપણને સરખી રીતે સમજાયો. તેઓને ભિન્ન કરવા નથી, તે જીવથી ભિન્ન જ છે, આ માત્ર જાણવાનું છે. પુદ્ગલને જાણવું તે દોષ નથી પણ તેને પોતાનું માનવું, તેમાં આત્મબુદ્ધિ કરવી તે દોષ છે. અન્યોને જાણવું છે તે પોતાને ઓળખવા માટે. ‘પોતાને ઓળખો' આ મંત્ર આપણે સતત નજર સામે રાખી તદ્દનુસાર શાસ્ત્રવાંચન-અભ્યાસ કરવો જોઈએ. બે દિવસ બાદ અમે જયપૂર શિબિરમાં જઈએ છીએ. ત્યાંથી પાછાં ફર્યા બાદ મળીશું. એ જ તમારી બા. Page #71 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૦ અસ્તિત્વ ગુણ ૬૦ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, અનેક ઉત્તમ શુભાશિષ, આપણે અત્યાર સુધી વિશ્વ, દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ જોયું અને ત્યાર બાદ પુદ્ગલ દ્રવ્યો વિષે માહિતી મેળવી. આપણે ઈન્દ્રિયો દ્વારા જે જે જાણિએ તે બધાં પુદ્ગલ જ છે, આવું જ્ઞાનમાં આવ્યા બાદ સહેજે પ્રશ્ન ઉભો થાય કે પછી હું-જીવદ્રવ્ય - કેવો છું ? અને તેને જાણવો પણ કેવી રીતે ? જીવદ્રવ્યને વિશેષરૂપે જાણતાં પહેલાં આપણને સામાન્યતઃ દ્રવ્યના લક્ષણો એટલે સ્વરૂપ શું છે તે જાણવું આવશ્યક છે. બધાં દ્રવ્યોમાં જોવાં મળતાં એવા જે ગુણો છે તેઓને સામાન્ય ગુણ કહ્યાં છે. ૨૭ ઓગસ્ટ ૧૯૯૪ સામાન્ય ગુણો અનંત છે. પણ વસ્તુનું સ્વરૂપ-દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ-ખ્યાલમાં આવવા માટે છ સામાન્ય ગુણો જાણવાં આવશ્યક છે. તે ગુણોની ચર્ચા હવે આપણે કરવાના છીએ. આ બધાં ગુણો એક જ સમયે વિદ્યમાન હોય છે પરંતુ કથન કરતી વખતે તેમાં ક્રમ પડવાં એ સ્વાભાવિક છે. તે છ ગુણો છે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરૂલઘુત્વ, પ્રદેશત્વ. અસ્તિત્વ એટલે સત્તા-વિદ્યમાનતા-સદ્ભાવ. દ્રવ્ય સદૈવ છે. છે .. છે.. એટલે દ્રવ્યોનું સદૈવ અસ્તિત્વ છે. દ્રવ્યની સદૈવ સત્તા છે એ સર્વપ્રથમ જાણીએ તો જ તે દ્રવ્ય કેવું હોય છે, શું કામ કરે છે વિગેરે વધારે જાણકારી લઈ શકાય. અસ્તિત્વગુણ - 'જે શક્તિને કારણે દ્રવ્યનો કદાપિ નાશ ન થાય Page #72 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ ગુણ અને દ્રવ્ય કોઈથી ઉત્પન્ન પણ ન થાય તે શક્તિને અસ્તિત્વ ગુણ કહે છે.' અસ્તિત્વ ગુણ એમ દર્શાવે છે કે પ્રત્યેક દ્રવ્યની સત્તા અનાદિકાલથી છે અને તે સત્તા કાયમ રહેનારી છે, તેમ જ કોઈપણ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી. પ્રત્યેક દ્રવ્યમાં પોતાનો અસ્તિત્વ ગુણ છે. એટલે દરેક દ્રવ્યની સત્તા ભિન્ન છે. બે કે વધુ દ્રવ્યો મળીને એક સત્તા થતી નથી, તેમ જ નવા દ્રવ્યો ઉત્પન્ન થઈ તેમની સંખ્યા પણ વધતી નથી. Matter એટલે પુગલની બાબતમાં વૈજ્ઞાનિકોએ એમ સિદ્ધ કર્યું S Š Matter is always constant, it is never destroyed, it only changes its form. ખરું તો એ છે કે એ દ્રવ્યોની બાબતમાં આ સિદ્ધાંત લાગુ પડે છે કે, દ્રવ્ય કાયમ રહે છે માત્ર તેની પર્યાય બદલાય છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પુદગલો પર જ પ્રયોગો કર્યા છે. તેથી પુદગલો બાબત થોડીઘણી જાણકારી તેઓ આપી શકે છે. પણ આત્માનાં પ્રયોગો આત્મામાં જ થાય છે - આત્માદ્વારા જ આત્માને જાણી શકાય છે – આત્માનુભૂતી થાય છે. એવાં પ્રયોગો આપણાં આચાર્યોએ કર્યા અને તે અનુસાર તેઓએ શાસ્ત્રોની રચના કરી. આ પણ Science છે - વિજ્ઞાન છે – તેનું ‘વીતરાગ વિજ્ઞાન' એવું નામ છે. - તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં દ્રવ્યનું લક્ષણ ‘સતું' કહ્યું છે. સતું દ્રવ્યલક્ષણમ્ સત્ એટલે અસ્તિ-સત્તા. આ સત્તા કોને કારણ છે ? ઈશ્વરે નિર્માણ કરી અને ટકાવી રાખી છે કે ? ના. પ્રત્યેક દ્રવ્યની સત્તા એ તે તે દ્રવ્યનાં અસ્તિત્વગુણને કારણે છે. આ સત્તામાટે – અસ્તિત્વ માટે કોઈપણ પદ્રવ્યની મદદની કે સહાયની જરૂર પડતી નથી. રામજી નામનો એક માણસ હતો. તેની પાસે ન તો જન્મનું પ્રમાણ પત્ર, ન તો રેશનકાર્ડ, ન કોઈ કાગળપત્ર. તે કોઈ કામે કચેરીમાં ગયો ત્યારે તેને પુછવામાં આવ્યું – “અરે, તું અસ્તિત્વમાં છે તેનું કોઈ પ્રમાણ છે ?' રામજી બોલ્યો, 'વાહ સાહેબ ! આ હું જીવતો જાગતો તમારી સામે ઊભો છું અને તમે મારા અસ્તિત્વનું પ્રમાણ માગો છો ?' Page #73 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય આપણી સ્થિતિ પણ આજે એવી જ છે. સમસ્ત દુનિયાને જાણનારો, જ્ઞાન કરવાવાળો, નિર્ણય કરવાવાળો, બુદ્ધિમાન એવો આ આત્મા જ પુછે છે કે ‘આત્મા (હું) છે તેનું પ્રમાણ શું ? જીવના સહવાસથી કલેવરને (શરીરને) પણ જીવતું કહ્યું છે અને જીવ નીકળી ગયા બાદ મૃત કહેવામાં આવે છે. તે જીવ જ આજે કલેવરમાં હુંપણું માની કહે છે કે, જીવ છે તે સિદ્ધ કરો નહીં તો અમે માનીશું નહીં. માટે સૌ પ્રથમ અસ્તિત્વનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જવાબદારી આપણા પર છે. જીવનું અસ્તિત્વ પહેલાં પણ હતું, આજે પણ છે અને મનુષ્ય અવસ્થા બાદ (મૃત્યુ બાદ) પણ તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે એમ કહેવાવાળા અસ્તિત્વગુણની સિદ્ધિ નીચે મુજબ કરી શકીએ. ૧) એકેન્દ્રિયોથી માંડી પંચેંદ્રિયો સુધી અનેક જીવો જોવા મળે છે. માણસોમાં પણ કોઇ ગરીબ, કોઈ પૈસાદાર, કોઇ આંધળો, કોઈ લૂલો લંગડો, એક જ ઘરમાં કોઈ હોશિયાર, કોઈ મંદબુદ્ધિ એવો ફરક દેખાઇ આવે છે. એમ કેમ ? આવો પ્રશ્ન પૂછાતાં તેનો જવાબ મળે છે કે તે જીવે પહેલાં જેવાં કર્મો બાંધ્યાં હોય તેના ફળો તે ભોગવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે કર્મ કરવાવાળો જે જીવ પહેલાં હતો, તે જ જીવ આજે કર્મના ફળો ભોગવી રહ્યો છે. આ ઉપરથી અસ્તિત્વગુણની સિદ્ધિ થાય છે. ૬૨ ૨) વ્યંતરોની (ભૂતોની) અનેક ઘટનાઓ આપણા સાંભળવામાંજોવામાં આવે છે. જે જીવ પૂર્વે અમુક વ્યક્તિ હતી તે જ જીવ વ્યંતર થયેલી હોય છે. તેથી જીવનું અસ્તિત્વ કાયમ છે એમ સમજાય છે. ૩) પુનર્જન્મની ઘણી ઘટનાઓ સિદ્ધ થઈ ચુકી છે. પૂર્વભવનો તે જ જીવ પછીના ભવમાં પણ અસ્તિત્વમાં છે તે સિદ્ધ થાય છે. જાતિસ્મરણ (પૂર્વભવની સ્મૃતિ) દ્વારા પણ આ સિદ્ધ થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ ગુણ ૪)પ્રથમાનુયોગમાં અનેક કથાઓ છે. એક જીવના અનેક ભવોનું તેમાં વર્ણન આવે છે. ભગવાન આદિનાથના સમયમાં મારીચિ નામનો જીવ હતો, તે જ કરોડો ... અબજો વર્ષો બાદ સિંહ થયો અને તે જ જીવ દશ ભવો પછી ભગવાન મહાવીર થયો અને આજે તે જ જીવ સિદ્ધ અવસ્થામાં છે. ૬૩ ૫) બાળક, જુવાન, વૃદ્ધ અવસ્થાઓમાં રહેનારો તે જ જીવ છે. શરીરમાં મોટો ફેરફાર થાય તોપણ તે જીવનું અસ્તિત્વ કાયમ છે. ૬) પચ્ચીસ વર્ષોપૂર્વે મને ક્રોધ આવ્યો હતો તેનું જ્ઞાન મને આ ક્ષણે થઈ શકે છે. ક્રોધ ગયાં પછી તેનું જ્ઞાન કરવાવાળો જીવ કાયમ છે. ૭) સાપે ડંખ મારેલી વ્યક્તિને મંત્રથી બોલાવિએ તો તે વ્યક્તિ કહે છે કે તે સાપ પૂર્વજન્મનો કોઈ વેરી હતો. ૮) ઉમાસ્વામી આચાર્યએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે - ‘‘ઉત્પાદવ્યયૌવ્યયુકત સત્ ।’’ ‘‘સવ્યલક્ષણમ્ ।'' અસ્તિત્વની સિદ્ધિ તો આપણે કરી પણ તે અસ્તિત્વનું-સત્તાનું સ્વરૂપ કેવું છે તે પણ સંક્ષેપમાં જોઇએ. ઉપર જણાવ્યા મુજબ એ સત્તા ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકત છે. પ્રત્યેક દ્રવ્ય તે પોતાના ગુણો અને પર્યાયોથી યુકત હોય છે (ગુણપર્યયવદ્રવ્યમ્). તેમાંથી દ્રવ્ય અને તેના અનંત ગુણો નિત્ય હોય છે. ધ્રુવ હોય છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં ફેરફાર પણ થતો નથી. છે એવા જ કાયમ રહે છે. પર્યાય પ્રત્યેક ક્ષણે નવી નવી થાય છે અને પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો નાશ થાય છે. આ ઉત્પાદ અને વ્યય (ઉત્પત્તિ અને વિનાશ) પર્યાયમાં થતો રહે છે. દ્રવ્યનો પ્રત્યેક સમયે બદલાતો અંશ એટલે તેની અવસ્થા (પર્યાય) અને તે જ સમયે ધ્રુવ રહેવાવાળો-કાયમ રહેવાવાળો-અપરિવર્તનશીલ અંશ એટલે દ્રવ્ય અને ગુણ. દ્રવ્યનું લક્ષણ સત્ છે, એમ જ્યારે આપણે જોઈએ ત્યારે તે ‘સત્’ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે. દ્રવ્ય પણ સત્ છે (નિત્ય અંશ) અને પર્યાય પણ સત્ છે (અનિત્ય અંશ). દરેક સમયે દ્રવ્ય કોઈ ને કોઈ Page #75 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અવસ્થામાં હોય જ છે. દ્રવ્ય પોતાની અવસ્થાથી-પર્યાયથી અલગ હોતું નથી જ ભિન્ન હોતું નથી અલગ થતું નથી. આ અવસ્થા એટલે પર્યાય ક્ષણિક હોય છે. દરેક સમયે નવી નવી પર્યાય ઉત્પન્ન થતી હોય છે અને જુની પર્યાયનો વિનાશ થતો હોય છે. માટે દ્રવ્યને ક્ષણિક માનવું બરાબર નથી. જ્યારે આપણે ‘સોનું’ એ વસ્તુ વિષે વિચાર કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે સોનું સોનારૂપે કાયમ રહે છે તેને ધ્રુવઅંશ-નિત્ય અંશ-કહે છે અને તેની હાર, બંગડી, સાંકળ, બુટ્ટી વિગેરે અવસ્થાઓ છે તે, ઉત્પાદ વ્યયરૂપે છે, તેઓને અનિત્ય અંશ કહે છે. એક સ્ત્રી રડવા માંડી ‘હાય હાય ! મારો સોનાનો હાર કેટલો સરસ હતો. જતો રહ્યો બેન.' તેને પુછ્યું - ‘અલી કયાંક પડી ગયો કે શું ? કે ચોર લઈ ગયો ?' તે બોલી – ‘ના રે ના ! તેની બંગડી બનાવી.’ તે બાઈનું સોનું તો તેની પાસે જ સોનારૂપે વિધમાન છે તોપણ ઉત્પાદ અને વ્યય પર એટલે જ કે પર્યાયપર દૃષ્ટિ રાખવાથી તે દુ:ખી થાય છે. જીવોમાં પર્યાયની અપેક્ષાએ મનુષ્યપર્યાય, દેવપર્યાય, નારકી પર્યાય, તિર્યંચપર્યાય ઇત્યાદિ ઉત્પાદ વ્યય ચાલુ રહે છે. પર્યાયના નાશને દ્રવ્યનો નાશ માનવાથી દુ:ખ થાય. પણ એક પર્યાયની નાશ સાથે તે જ સમયે નવી પર્યાયની ઉત્પત્તિ થતી હોય છે અને દ્રવ્ય તો સદૈવ જ જેમનું તેમ કાયમ રહે છે તેની જાણ થતાં જ મૃત્યુનું દુઃખ, ભય, આફુલતા વિગેરેનો નાશ થાય છે. તેમ જ ઈહલોકસંબંધે ભય, પરલોકસંબંધે ભય, અરક્ષા ભય, વિગેરે બીજા બધાં ભયોનો નાશ થાય છે. ૬૪ ૧) એક અસ્તિત્વ ગુણ જાણીએ તોપણ અનેક લાભો મળે છે. જેવાં કેહું જીવદ્રવ્ય છું અને હું સત્ હોવાથી અનાદિ અનંત છું. અનાદિથી હું છું અને અનંત કાળસુધી મારૂં અસ્તિત્વ કાયમ રહેનારૂં છે. હું અજર અમર છું. સાત પ્રકારના ભયોનો અભાવ થાય છે. ૨) ૩) ૪) ઈશ્વર જગતનો ઉત્પન્નકર્તા, રક્ષણકર્તા અને વિનાશકર્તા છે એવી ભૂલભરેલી બુદ્ધિનો અભાવ થાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૫) અસ્તિત્વ ગુણ કર્મ જીવોનું રક્ષણ, ઉત્પત્તિ અને નાશ કરે છે એવી ખોટી માન્યતાનો અભાવ થાય છે. ૬) હું અન્યોને ઉત્પન્ન કરનારો, તેઓનું રક્ષણ કરનારો કે તેઓનો નાશ કરનારો છું - તે ખોટા અહંકારનો નાશ થાય છે. - ૭) બીજો કોઈ મારો ઉત્પન્નકર્તા, રક્ષણકર્તા, વિનાશકર્તા છે એ ખોટી બુદ્ધિનો અભાવ થઈ હીનદીનપણું મટી જાય છે. ૮) મારૂં અસ્તિત્વ મારે કારણે જ છે. માટે માત્ર સ્વ-અસ્તિત્વ પર દૃષ્ટિ કેન્દ્રિત કરવાથી સમ્યકદર્શનની પ્રાપ્તિ અને ધર્મની શરૂઆત થાય છે. જુઓ, અહીં એક અસ્તિત્વગુણ જાણવાથી કેટલાં બધાં લાભ મળે છે, અમર થવાની કલા આત્મસાત થાય છે. ખરૂં તો હું અમર જ છું એ જાણવાનું છે. આપણી મુર્ખાઈથી - અજ્ઞાનથી શરીર જોડે સંયોગવિયોગ થતાં આપણાં જન્મ-મૃત્યુ સમજતાં આવ્યાં છીએ અને એ કલ્પનાથી જ દુ:ખી થતાં રહીએ છીએ. અસ્તિત્વ ગુણ જાણવાથી હવે સમજાયું કે જીવ કદી પણ મરતો નથી. કહ્યું છે કે " उत्पाद व्यययुत वस्तु हैं फिरभी सदा ध्रुवता धरे । अस्तित्व गुण के योग से कोई नहीं जगमें मरे ॥ " એક અસ્તિત્વ ગુણ જાણવાથી આટલો ફાયદો થયો - તેથી આગળના ગુણો જલદીથી જાણવાની આતુરતા હોવી સ્વાભાવિક છે. તે વિષે ચર્ચા આગળના પત્રમાં કરીશ. પર્યુષણ નિમિત્તે રાખેલાં પ્રવચનોનો લાભ લઈ સ્વાધ્યાય કરવો. મોના, ઔરંગાબાદમાં શ્રી યાપાલજી જૈન પધારશે અને રીના, માલાડમાં શ્રી પ્રદીપજી ઝાંઝરી પધારશે. તેઓનાં પ્રવચનોનો લાભ તમારે લેવો જોઈએ એવું મને બહુ જ લાગે છે. એ જ તમારી બા. Page #77 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય પત્રાંક ૧૧ ૨૯ ઓકટોબર ૧૯૯૪ વસ્તુત્વ ગુણ પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, પત્રરૂપે આપણે આ જે સ્વાધ્યાય કરીએ છીએ તેને એક વર્ષ વીતી ગયું. આપણી સાથે બીજા ઘણાં તેનો લાભ લે છે એ સારી વાત છે. ધાર્મિક માસિક-પુસ્તક જોઈ તે ઘરનાં વૃદ્ધ વ્યક્તિઓ માટે છે, આપણને તેનાથી કોઈ કર્તવ્ય નથી એવી ઘણાની વૃત્તી હાલમાં દેખાય છે. પણ એમાં દરેકની પોતાની આત્મકલ્યાણની વાત છે, તે આપણે પાછલાં દસ પત્રો દ્વારા જોતા આવ્યાં છીએ. ગયાં પત્રમાં અસ્તિત્વગુણની ચર્ચામાં આપણે જોયું કે દ્રવ્ય સત્ છે. દ્રવ્યની સત્તા એટલે અસ્તિત્વ શાશ્વત છે – કાયમ છે. દ્રવ્યોની નવી ઉત્પત્તિ પણ થતી નથી અને દ્રવ્યોનો વિનાશ પણ થતો નથી. આ સત્ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે. પ્રત્યેક સમયે દ્રવ્યની નવી અવસ્થા એટલે પર્યાય ઉત્પન્ન થાય છે અને જુની પર્યાયનો નાશ થાય છે. દ્રવ્યની પર્યાયને જ દ્રવ્યનું કાર્ય અથવા ક્રિયા એમ કહે છે. વસ્તુમાં થનારી આ ક્રિયા તે વસ્તુની અંગભૂત શક્તિવડે થતી હોય છે. આ શક્તિને જ વસ્તુત્વગુણ એમ કહે છે. આ વસ્તુત્વગુણ વિષે આજે આપણે ચર્ચા કરીશું. વસ્તુત્વ ગુણ કોને કહે છે ? - જે શક્તિને કારણે દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ થાય અર્થાત પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા થાય છે તે શક્તિને વસ્તુત્વ ગુણ કહે છે.' - ઉપરોકત વ્યાખ્યામાં અર્થક્રિયાકારિત્વ એવો શબ્દ આવ્યો છે, અર્થ એટલે દ્રવ્ય, અર્થક્રિયા એટલે દ્રવ્યની ક્રિયા એટલે દ્રવ્યનું કાર્ય-દ્રવ્યનું પરિણમન-દ્રવ્યની પર્યાય. કારિત્વ એટલે કરાવી લેવાની શક્તિ. Page #78 -------------------------------------------------------------------------- ________________ વસ્તુત્વ ગુણ અર્થક્રિયાકારિત્વ એટલે દ્રવ્યનું પરિણમન થવાનું – જે પણું – જે ભાવ - જે સ્વભાવ છે તે, તે દ્રવ્યના વસ્તુત્વ ગુણને કારણે છે. દરેક દ્રવ્યમાં પોતાની ક્રિયા પોતાથી કરવાની શક્તિ હોય છે તેને વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વ ગુણથી દ્રવ્યને ‘વસ્તુ એવું નામ આપ્યું છે. દ્રવ્ય પોતાની ગુણપર્યાયમાં વસે છે (રહે છે, માટે તેને વસ્તુ એમ કહે છે. પ્રત્યેક દ્રવ્યનું પ્રતિસમયે જે કાર્ય-પરિણમન ચાલુ છે તે, એ દ્રવ્યનાં વસ્તુત્વ ગુણને કારણે ચાલુ છે. તે પરિણમન કોઈ પણ અન્ય દ્રવ્યોને કારણે, ઈશ્વરને કારણે, કર્મને કારણ કે આપણી ઈચ્છાને કારણે નથી થતું. પોતાની પર્યાયની આ ઉત્પાદ-વ્યયરૂપે ક્રિયા એટલે કાર્ય કરવા માટે (થવા માટે) કોઈપણ દ્રવ્યને કોઈપણ અન્ય દ્રવ્યની જરૂર નથી. કોઈપણ દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા એટલે કે પર્યાય (ઉત્પાદ-વ્યયરૂપ અવસ્થા) કરી જ શકતું નથી. વસ્તૃત્વ ગુણની વ્યાખ્યામાં બીજો એક શબ્દ આવ્યો છે પ્રયોજનભૂત ક્રિયા. પ્રયોજન એટલે હેતુ – કારણ. આંખોનું શું પ્રયોજન છે ? જેવું. જ્ઞાનગુણનું પ્રયોજન છે જ્ઞાન કરવું. શ્રદ્ધાગુણનું પ્રયોજન છે શ્રદ્ધા કરવી. પ્રત્યેક દ્રવ્ય અને પ્રત્યેક ગુણ પોત-પોતાનું કાર્ય કરતો હોય છે. શરીરના અવયવોનો દાખલો લો ને એક જ શરીરના અવયવો હોવા છતાં આંખો જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, નાક સુંધવાનું કામ કરે છે. એવું કદીયે બનતું નથી કે, આંખો આવી હોય અને કાને આંખોનું કામ કર્યું હોય અથવા કાન દુખતાં હોય માટે આંખોએ થોડો વખત સાંભળવાનું કામ કર્યું છે. પ્રત્યેક ઇંદ્રિય પોતપોતાનું પ્રયોજનભૂત કામ કરતી હોય છે, બીજાનાં કામમાં દખલ કરતી નથી, ઘાલમેલ કરતી નથી. પોતાની મર્યાદામાં રહીને પોતાનું કાર્ય કરે છે. મોટીમોટી સંસ્થાઓ કે મોટા સંયુક્ત કુટુંબની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનું કામ કરી પોતાની મર્યાદામાં રહે તો રંગેચંગે આખો કારભાર ચાલે. પણ આજકાલ નાના કુટુંબમાં પણ તનાવ અને કલહ થાય છે તે વસ્તુત્વ ગુણનું આ રહસ્ય ન જાણવાથી થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એક દ્રવ્યમાં રહેલા જે અનંત ગુણો છે તે પણ પોતપોતાનું કાર્ય કરે છે. જ્ઞાન ગુણ શ્રદ્ધા ગુણનું કાર્ય કરતો નથી અને શ્રદ્ધા ગુણ ચારિત્ર ગુણનું કાર્ય કરતો નથી. એની જેને જાણ નથી તેને અજ્ઞાન પેટે એવા પ્રશ્નો ઉદ્ભવે કે આટલું જાણતાં છતાં પણ સમ્યફદર્શન કેમ થતું નથી કે દીક્ષા કેમ લેતાં નથી ? રાજા વૃષભદેવની વાર્તા જાણો છો ને ? તે જન્મથી જ સમ્યફદષ્ટિ હતા. (શ્રદ્ધા ગુણનું નિર્મલ પરિણમન હતું), સમ્યફજ્ઞાની હતા તો પણ ૮૩ લાખ પૂર્વ આયુષ્ય સંસાર-રાજપાટ કરવામાં ગયાં. અંતરંગ લીનતા (ચારિત્રગુણની પર્યાય) થઈ મુનિયોગ્ય ચારિત્ર દશા પામવા માટે તેમનો આટલો દીર્ઘ કાળ વીત્યો. તેનું કારણ પ્રત્યેક ગુણનું કાર્ય તેના પોતાને કારણે થાય છે. આ દાખલો સંસારમાં સ્વચ્છંદી બની ભમવા માટે નહીં પણ વસ્તુત્વ ગુણનું સ્વરૂપ જાણવા માટે આપ્યો છે. છવદ્રવ્ય પોતાની પ્રયોજનભૂત ક્રિયા જાણવું-દેખવું ઈત્યાદિ કાર્યો કરે છે. પણ અન્ય જીવોનું અને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય જીવ કરી શકતો નથી. અજ્ઞાનથી આ જીવ એમ માને છે કે પરદ્રવ્યનું કામ હું કરું છું, મારી ઈચ્છા મુજબ પારદ્રવ્યનું પરિમણન હું ઘડું છું, અને કદાચ ઈચ્છાનુસાર કાર્ય થાય તો કર્તુત્વબુદ્ધિનો અહંકાર પુષ્ટ થાય પણ અન્યથા કાર્ય થાય તો આકુલતા કરે છે, દુઃખી થાય છે. પરંદ્રવ્યમાં એકત્ર કરવાથી પરના કતૃત્વની અને ભોફતૃત્વની મિથ્યા ભ્રમણા આ જીવને થાય છે. આ જીવ શરીરને સ્વ માને છે અથવા ‘મારું માને છે, અને શરીરની ક્રિયા હું કરું એવું ખોટું અભિમાન કરે છે. જ્યારે પોતાની ઈચ્છા મુજબ શરીરની હાલચાલ વિગેરે ક્રિયા થાય છે ત્યારે આ કર્તુત્વબુદ્ધિ વધુ તીવ્ર બને છે. પણ માંદા પડવું, ઘડપણ આવવું, વાળ ઘોળાં થવાં કે ખરી પડવાં, અશક્તિ-કમજોરી એ બધી ક્રિયાઓ આપણી ઈચ્છા વિરૂદ્ધ થાય ત્યારે આ જીવ દુઃખી થાય છે. જ્યારે આ જીવ જાણે કે હું એક જીવ દ્રવ્ય છું, મારું પરિણમન જાણવું દેખવું એ મારામાં થાય છે, તે મારામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ વસ્તુત્વ ગુણ રહેલાં વસ્તુત્વ ગુણને કારણે જ થાય છે અને શરીર એ અનંત પુદ્ગલ પરમાણુનું બનેલું છે, તેમાનો પ્રત્યેક પરમાણું પોતાનાં વસ્તુત્વ ગુણથી પરિણમન કરે છે ત્યારે તેની કતૃત્વબુદ્ધિનો અને આકુલતા-દુઃખનો અંત આવે છે. અસ્તિત્વ ગુણમાં આપણે એ જોયું કે પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે અને તે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે. પૂર્વે ગુણની વ્યાખ્યા શિખ્યા ત્યારે જોયું હતું કે પ્રત્યેક દ્રવ્યનું સ્વચતુષ્ટય-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ-અલગ અલગ છે અને આજે જોયું કે પ્રત્યેક દ્રવ્યમાં વસ્તુત્વ ગુણ છે અને તે કારણે તે તે દ્રવ્યની ઉત્પાદ-વ્યયરૂપ પ્રયોજનભૂત ક્રિયા ચાલૂ છે. આ બધા ઉપરથી દરેક દ્રવ્યની સ્વતંત્રતા સમજાય છે. દેશના સ્વાતંત્ર્ય માટે અનેકોએ પ્રાણની બાજી લગાવી લડવું પડ્યું હતું. પણ વસ્તુની આ સ્વતંત્રતા મેળવવા માટે લડવા માટે જવાનું નથી, વસ્તુ તો સ્વભાવથી જ સ્વતંત્ર છે તેને માત્ર જાણવું છે. તે સ્વતંત્ર સ્વભાવનું આપણે જ્ઞાન કરી લેવાનું છે. આ જ્ઞાન ન હોવાથી આપણે કલ્પનામાં ભ્રમણા કરી દુઃખી થયાં અને વસ્તુસ્વરૂપ સમજાતાં આ બધું દુઃખ દૂર થવાનું છે. આજકાલ આપણને જ્યાં ને ત્યાં ટેન્શન જ ટેન્શન દેખાઈ આવે છે. બીજાઓનાં પરિણમનનો ભાર (બોજો) પોતાના માથા પર લઈ આ જીવ દુઃખી થતો હોય છે. બાળકોના પાલન પોષણની ચિંતા, તેમને ભણાવવાની ચિંતા, તેમને આપણી ઈચ્છાનુસાર ડૉકટર-એન્જિનિયર બનાવવાની ચિંતા, પૈસો મેળવવાની અને ટકાવી રાખવાની ચિંતા, કુટુંબના લોકોએ આપણી મરજી મુજબ વરતવું તેની ચિંતા, શરીર કાયમ જુવાન દેખાય માટે ચિંતા, રોગ અને મૃત્યુ ન આવે તેની ચિંતા, પોતાને બીજાઓનો કર્તા ધર્તા માની આ જીવ મિથ્યા અહંકાર કરે છે અને સદૈવ દુઃખી થતો રહે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એકાદ કાર્ય પોતાના ગાબહારનું છે એમ જાણે ત્યારે આ જીવ ઈવરને કર્તા હર્તા માની તેની પાસે દોડી જાય છે. સાચા દેવનું સ્વરૂપ જાણતો ન હોવાથી વીતરાગી ભગવાન આગળ પુત્ર, પૈસો, નિરોગી શરીર વિગેરેની યાચના કરે – અભિલાષાથી ભક્તિ કરે કે ઈતર લોકોની જેમ સરાગી દેવ દેવતાઓના - કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્રોને આશરે જઈ ગૃહીત મિથ્યાત્વનું પોષણ કરે છે. એકાદ કાર્ય પોતાની ઈચ્છાનુસાર થાય તો પોતાનું અભિમાન પુષ્ટ કરે છે અને ઈચ્છાવિરૂદ્ધ થાય તો કમપર આખો દોષ ઢોળી છૂટી જાય છે. નાના બાળકોને આપણે ‘બાવો' આવ્યો ! તું જમી લે, લેસન કર એમ કહીએ છીએ. તેવી રીતે આ જીવે કર્મને બાવો બનાવ્યો છે – કર્મનો હાઉ ઉભો કર્યો છે. કર્મ પુદગલ છે અને તેની ક્રિયા તેનાં વસ્તુત્વ ગુણને કારણે તેના સ્વચતુષ્ટયમાં ચાલુ છે. હું જીવદ્રવ્ય છું અને મારી ક્રિયા-મારું પરિણમન-મારા વિસ્તુત્વ ગુણ વડે મારામાં જ થાય છે તેની આ જીવને જાણ જ નથી. જુઓ હોં, દીકરીઓ ! એક એક ગુણ જાણ્યો તો કેટલો બધો લાભ થાય છે તે. સ્વાધ્યાયથી, તત્ત્વચિંતનથી વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાની સાથે જ તેનું ફળ તત્કાળ મળે છે. આજે પુણ્યકર્મ કરો અને થોડા સમય બાદ તેનું ફળ મેળવો એવો ઉધારીનો ધંધો અહીં નથી. હજી તો આપણે બધાં દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જોઈએ છીએ. હવે પછી જીવ દ્રવ્યનું વિશેષ સ્વરૂપ જોતાં વિશેષ આનંદ આવશે તેમાં શંકા નથી. તપૂર્વે બાકીના ચાર સામાન્ય ગુણો આપણે જોવાના છે. વસ્તુત્વ ગુણ જાણવાથી જે લાભો મળે છે તે આપણે ફરી એકવાર જોઈ જઈએ – ૧) પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા કરતું રહે છે તેથી કોઈ પણ દ્રવ્ય નિરર્થક નથી. ૨) પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે, બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. ૩) પ્રત્યેક દ્રવ્યનું કાર્ય વસ્તુત્વ ગુણને કારણે જ થાય છે. અન્ય દ્રવ્યોથી, ઈશ્વરથી, કમથી થતું નથી. વસ્તુ તો સ્વતંત્ર છે જ, પ્રત્યેક વસ્તુનું કાર્ય પણ સ્વતંત્ર છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ વસ્તુત્વ ગુણ 9) ૪) હું જેવદ્રવ્ય છું અને જાણવું તે મારું કાર્ય છે, તે માટે મારે અન્ય દ્રવ્યની જરૂર નથી. ૫) હું પરદ્રવ્યનું કાર્ય કરી શકું છું એવી કતૃત્વબુદ્ધિનો અભાવ થઈ નિરાકુલતાની પ્રાપ્તિ થાય છે. પદ્રવ્યોનું પરિણમન તેનાં પોતાને કારણે થાય છે એમ જાણવાથી પદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં નથી. મારામાં રાગ-દ્વેષ મારે કારણે જ ઉત્પન્ન થાય છે, પરદ્રવ્યોને કારણે નહીં, એનું જ્ઞાન થાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. વસ્તુત્વ ગુણનું સ્વરૂપ કહેવાવાળો આ દોહો જુઓ - वस्तुत्व गुण के योगसे हो द्रव्यमें स्व-स्वक्रिया । स्वाधीन गुण -पर्याय का ही पान द्रव्यों ने किया ॥ सामान्य और विशेषतासे कर रहे निज काम को । यों मानकर वस्तुत्व को पाओ विमल शिवधामको ॥ વસ્તુત્વ ગુણ પછી દ્રવ્યત્વ ગુણ વિષે ચર્ચા હવે પછીના પત્રમાં કરીશું - એ જ તમારી બા. વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રભુ સર્વજ્ઞ છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં જીવ-અજીવના ભેદ બતાવ્યા છે. વીતરાગમાર્ગ તે છે કે જેમા નિગ્રંથ મહામુનિ પ્રવર્તન કરે છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં આત્મસ્વરૂપના દર્શનદ્વારા મહાસુખની પ્રાપ્તિ થાય છે. વીતરાગમાર્ગ તે છે કે જેના શાસ્ત્રમાં પૂર્વાપર અવિરોધતા છે. વીતરાગ માર્ગ તે છે કે જેમાં આદિ, મધ્ય અને અંતમાં એક આત્માનું જ લક્ષ્ય છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં જીવદયારૂપ ધર્મ છે. વીતરાગ માર્ગ તે છે કે જેના દ્વારા કર્મનો ક્ષય કરી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. -ભેચ્યા ભગવતીદાસ ‘બ્રહ્મવિલાસ' Page #83 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૨ દ્રવ્યત્વગુણ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં શુભાશીષ. ૭૨ જૈન સિદ્ધાંતોનો અભ્યાસ - જે પ્રત્યેક જીવને માટે પરમ હિતનો માર્ગ બતાવનારો છે - તે કેટલી રૂચિ, ઉત્સુકતા અને કેટલો ઉત્સાહ નિર્માણ કરે છે તેની પ્રતીતિ પુનામાં આવી. પર્યુષણપર્વમાં તમારા બાપૂના દરરોજ ત્રણ પ્રવચનો ડૉ. કિરણ શહા - સૌ. મુગ્ધા શહાએ આયોજીત કર્યા હતા. લઘુ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા તે વખતે શિખવવાનો પ્રારંભ કર્યો. તે સમયે લોકોમાં એટલો રસ જામ્યો કે ફરી અષ્ટાન્શિકામાં (૧૦ થી ૧૭ નવેમ્બર) આઠ દિવસ દરરોજ પાંચ કલાક પ્રવચનનો કાર્યક્રમ રાખ્યો.- તમારા બાપૂજી ત્રણ કલાક અને હું બે કલાક પ્રવચન આપતાં. તે સમયે શ્રી વિજય દોશી, સૌ. મમતા દોશીએ શિબિર આયોજીત કરી હતી. ત્યારથી દરરોજ નિયમિત સ્વાધ્યાય તો ત્યાં ચાલુ છે. તે ઉપરાંત ૨૦ એપ્રિલથી દસ દિવસની એક વધુ શિબિર શ્રી. પ્રશાંત દોશી, સૌ. સ્મિતા દોશી ગોઠવે છે. તે વખતે દિવસમાં દરરોજ આઠ કલાક પ્રવચન થશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને મોટાં માણસો-સો-સવાસો જણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં હતાં. તત્ત્વજ્ઞાનનો મહિમા જ એવો અપૂર્વ છે. બુદ્ધિમાન જીવોને તે તરત જ સમજાય છે. ૨૯ નવેમ્બર ૧૯૯૪ ગયાં બે પત્રોમાં આપણે અસ્તિત્વ તથા વસ્તુત્વ ગુણોનું સ્વરૂપ જોયું. બધાં દ્રવ્યોમાં જોવાં મળતાં સામાન્ય ગુણની ચર્ચા આપણે કરી રહ્યાં છીએ, તે પૈકી છ સામાન્ય ગુણોમાંનો દ્રવ્યત્વ ગુણ આપણે આજે જોઈશું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દ્રવ્યત્વ ગુણ અસ્તિત્વ ગુણ એમ બતાવે છે કે પ્રત્યેક ગુણની સત્તા અનાદિ અનંત છે. વસ્તુત્વ ગુણ એમ કહે છે કે પ્રત્યેક દ્રવ્યનું કાર્ય એટલે કે પરિણમન તે તે દ્રવ્યમાં પોતાને કારણે જ થાય છે. દ્રવ્યત્વ ગુણ એ સિદ્ધ કરે છે કે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન નિરંતર-સતત-અખંડપણે-અવિરત ચાલુ જ હોય છે. એક ક્ષણની પણ નિરાંત ન લેતાં પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે પોતાનું કાર્ય કરતું રહે છે. દ્રવ્યત્વ ગુણની વ્યાખ્યા આ પ્રમાણે - જે શક્તિને કારણે દ્રવ્યની અવે ! નિરંતર બદલાય છે તે શક્તિને દ્રવ્યત્વ ગુણ એમ કહે છે. દ્રવ્ય કાય રહે છે પરંતુ તેની અવસ્થા-પર્યાય નિરંતર બદલે છે. માટે ઉત્પાદ-વ્યય અખંડ પ્રવાહરૂપે ર ચાલુ જ રહે છે. પર્યાય એટલે કે અવસ્થા, એક સમય કરતાં અધિક મય ટકી જ શકતી નથી. પોતાની અવસ્થા નિરંતર બદલવાનો આ ગુણ પ્રત્યેક દ્રવ્યમાં ન હોત તો દ્રવ્ય “ફૂટસ્થ' બનવાનો પ્રસંગ ઉભો થાત. દ્રવ્ય છે તે જ સ્થિતિમાં કાયમ રહ્યું હોત, રોગી રોગી જ રહ્યો હોત નિરોગી ન થયો હોત, સંસાર અવસ્થાનો નાશ થઈ સિદ્ધ અવસ્થા થઈ ન હોત, બાળક નાનું જ રહ્યું હોત જુવાન થયું ન હોત. પરન્તુ વસ્તુનું એવું સ્વરૂપ નથી. દુધનું દહીં બન્યું - દ્રવ્યત્વ ગુણથી કાચી કેરી પાકી ગઈ - દ્રવ્યત્વ ગુણથી શિષ્યને જ્ઞાન મળ્યું - દ્રવ્યત્વ ગુણથી રોગી નિરોગી બન્યો - દ્રવ્યત્વ ગુણથી પ્રત્યેક દ્રવ્યનું, દ્રવ્યના પ્રત્યેક ગુણનું નિરંતર પરિણમન તેની પોતાની દ્રવ્યત્વ શક્તિથી થાય છે. પણ આપણે માત્ર આ કાર્યનો કર્તા કોઈ પરદ્રવ્ય છે એમ આજ સુધી માનતા આવ્યા છીએ. ગુરૂ પાસેથી જ્ઞાન મળ્યું, ડોકટર વડે દર્દી સારો થયો એમ કહીએ ત્યારે તે નિમિત્ત કથન છે. ઉપચારથી કહીએ છીએ. પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી, એ આપણે જાણવું જોઈએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ _૭૪ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય કેરી લીલી હતી, ખાટી હતી, કડક હતી તે બદલાઈ પાકી, પીળી, મીઠી અને નરમ થઈ. આ બદલાયેલી અવસ્થા ધ્યાનમાં આવવા માટે પંદર દિવસ લાગ્યાં, પણ તેની અવસ્થા દરેક સમયે બદલાતી હતી. આપણે માનીએ કે કેરી ઘાસમાં સરખી રીતે ગોઠવી રાખી અમે પકાવી. પણ કેરી પાકી તેમાં દ્રવ્યત્વ ગુણ અંતરંગ નિમિત્ત છે અને કાળદ્રવ્ય બહિરંગ નિમિત્ત છે. પ્રત્યેક ગુણ સ્વતંત્રપણે પરિણમિત થાય છે. વર્ણ ગુણની લીલી અવસ્થા બદલાઈ પીળી થઈ, તેનો કર્તા વર્ણ ગુણ, રસ ગુણની ખાટી અવસ્થા બદલાઈ મીઠી બની તેનો કર્તા રસ ગુણ, સ્પર્શ ગુણની કડક અવસ્થા બદલાઈ નરમ બની તેનો કર્તા સ્પર્શ ગુણ. વસ્તુની સ્વતંત્રતા જ એવી છે. ફક્ત ગુણ જ સ્વતંત્ર રીતે પોતપોતાનું કાર્ય કરે છે એમ નથી પણ પ્રત્યેક સમયની પર્યાય પણ સ્વતંત્ર રીતે તે સમયની યોગ્યતાનુસાર ઉત્પન્ન થાય છે. વર્તમાન પર્યાયને ભૂત પર્યાય બનાવતી નથી. પહેલી પર્યાય નાશ પામે તે જ સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. જે પોતે નાશ પામ્યો છે તે અન્ય કોઈને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? તમે કહેશો કે કાળદ્રવ્ય તો પરિણમન કરાવ્યું કે નહીં? કાળદ્રવ્યને તો કર્તા માનશો કે નહીં ? તેનો જવાબ છે કે કાળદ્રવ્ય તે બહિરંગ નિમિત્ત છે અને નિમિત્ત તે અકિંચિકર કાર્યમાં કંઈ જ ન કરનારું એવું હોય છે. એ કેવી રીતે તે જોઈએ. પ્રત્યેક દ્રવ્ય દર સમયે પોતપોતાનું પરિણમન કરે છે. કાળદ્રવ્ય પણ પોતાના દ્રવ્યત્વ ગુણને લીધે નિરંતર પરિણમન કરે છે. કાળદ્રવ્યની એક પર્યાય એટલે ૧ સમય. અસંખ્યાત સમયોનો ૧ સેકંડ, ૬૦ સેકંડની ૧ મિનિટ ... કલાક, દિવસ, મહિનો, વર્ષ વિગેરે કેટલો કાળ વ્યતીત થયો તે બતાવે છે, તેને વ્યવહારકાળ” એમ કહે છે. એક સેકંડમાં કાળદ્રવ્ય અસંખ્યાત વખત – દાખલા માટે આપણે ૧૦૦ વખત – પરિણમિત થયા એમ સમજીએ. પ્રત્યેક દ્રવ્ય પણ એટલે બીજા બધાં દ્રવ્યો એક સેકંડમાં ૧૦૦ વખત પરિણમિત થયાં. એક એક અવસ્થા પલટાતાં તેની પણ ૧૦૦ અવસ્થાઓ પલટાઈ. તેનું કારણ તે તે દ્રવ્યોનો દ્રવ્યત્વ ગુણ. પહેલી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દ્રવ્યત્વ ગુણ પર્યાયથી ૧૦૦મી પર્યાય થાય ત્યાં સુધી એક સેકંડ જેટલો કાળ વીત્યો. આપણે હજી એક દાખલો જોઈએ જેથી ઝટ સમજાશે. એક જન્મેલું બાળક છે. તેની શરીરની અવસ્થા દર સમયે બદલાતી બદલાતી તે બાળક એક વર્ષે વિશિષ્ટ અવસ્થાએ પહોંચે છે. કંઈક વૃદ્ધિ થઈ. એ વૃદ્ધિ માપવા માટે આપણે તે બાળકની ઉચાઈ, વજન, બાળકની માનસિક અને શારીરિક પ્રગતિ વિગેરે બાબતો જોઈએ છીએ. પણ જુદાં જુદાં બાળકોની ઓછા વત્તા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે એટલે ચોકકસ કેટલી વખતે અવસ્થાઓ બદલાઈ તે કહેવા માટે કેટલો સમય વીત્યો એટલે જ કેટલી વાર પરિણમન કર્યું તે બતાવવા આપણે કાળની સાપેક્ષતાએ બાળક એક વર્ષનું થયું એમ કહીએ છીએ. પરંતુ પુગલ (શરીર) અને કાળદ્રવ્ય એ બન્ને ભિન્ન દ્રવ્યો છે તેઓ પોતાનાં જ પરિણમનનાં કર્તા છે. વિદ્યાર્થીઓ ત્રણ કલાક બેસી પેપર લખે છે, તે કાર્ય વિદ્યાર્થી પોતે કરે છે કે તે ત્રણ કલાકના સમયે તે લખવાનું કાર્ય કર્યું ? એક દાઝેલા પેશટે મને પૂછ્યું, “ડૉકટર, આ જખમો ક્યારે ભરાશે - સાજા થશે ?' જખમનાં લક્ષણો પરથી મે જણાવ્યું આઠ દિવસમાં તું સાજો થઈશ. તે પ્રમાણે તેના જખમો ભરાયાં. તેનાં અંગભૂત શક્તિથી રોગી અવસ્થા જઈ નિરોગી અવસ્થા પ્રાપ્ત થઈ. આ શક્તિને જ આપણે દ્રવ્યત્વ ગુણ કહીએ. જખમો ભરાવાની શક્તિ તેમાં જ હતી અને તે કાર્ય દરેક સમયે ચાલુ જ હતું, સમય સમય કરતાં આઠ દિવસમાં નિરોગી અવસ્થા પ્રાપ્ત થઈ. એ અવસ્થા શરીરની, શરીરમાં, શરીરના ગુણધમાંથી થઈ. શરીરમાં કેટલી અવસ્થા પલટાયા બાદ તે વિશિષ્ટ અવસ્થા આવી તે માપવા માટે, કાળદ્રવ્યની કેટલી અવસ્થાઓ થઈ તે માપીને આપણે આઠ દિવસ થયાં એમ કહીએ. કાળદ્રવ્ય ફકત પોતામાં પરિવર્તન કર્યું, શરીરમાં હસ્તક્ષેપ નથી કર્યો. તોપણ ઉપચારથી આપણે કહીએ છીએ કે આ કાર્ય કાળથી થયું. આ ઉપચારનો આરોપ જે દ્રવ્ય પર આવી શકે તેને નિમિત્ત કહેવાય છે. પણ નિમિત્ત કાર્યમાં કંઈ જ કરતું નથી, તે આપણે હમણાં જ સમજી લીધું. Page #87 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય સમય-સમય, ક્ષણ-ક્ષણ કરતાં કાળનો પ્રવાહ અખંડ ચાલુ રહે છે. કાળ કદી પણ થોભતો નથી એ તો આપણે બધાં જ જાણીએ છીએ. કાળ એ એક દ્રવ્ય છે, તેમ જ બીજા પણ બધાં દ્રવ્યોની અવસ્થાઓનો પ્રવાહ અખંડતાથી – સમયે સમયે એક એક પર્યાય રૂપે આ પર્યાયક્રમ નિરંતર ચાલુ જ રહે છે. આ બધા કહેવાના ગપગોળાં નથી પણ તેને શાસ્ત્રાધાર છે. આચાર્ય અમૃતચંદ્ર જે આશરે હજાર વર્ષો પૂર્વે થઈ ગયાં તેમને કુંદકુંદાચાર્યના સમયસારગ્રંથ પર ટીકા (ગ્રંથ સમજવા માટેનું વિશ્લેષણ) લખી, તેને આત્મખ્યાતિ અથવા સમયસાર કલશ એમ કહે છે. તેમાંનો ૬૫ મો કલશ (ક્નકર્મ અધિકારનો ૨૦ મો કલશ) એમ છે. स्थितेति जीवस्य निरंतराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत् स कर्ता । અર્થ :- ચેતનદ્રવ્યનું પરિણમનરૂપ સામર્થ્ય અનાદિથી વિદ્યમાન છે એવો દ્રવ્યનો સહજ સ્વભાવ છે. આ પરિણામ શક્તિ નિરંતરાયા એટલે કે પ્રવાહરૂપ છે - તેમાં એક સમયમાત્રનો પણ ખંડ પડતો નથી. તે પરિણામ શકિત દ્વારા જીવ જે કોઈ (શુદ્ધ કે અશુદ્ધ) ભાવ કરે તેનો કર્તા તે જીવ પોતે જ હોય છે. આપણને કોઈ કોઈ વાર બહુ ક્રોધ આવે છે, ત્યારે ક્રોધનું કારણ આપણે અન્ય વ્યક્તિને માનીએ; પણ આ ક્રોધના કર્તા આપણે પોતે જ છીએ. દ્રવ્ય બદલતું રહેવા છતાં કાયમ રહે છે. અનિત્ય હોવાં છતાં નિત્ય હોય છે. નિરંતર બદલવાનો પર્યાયગત સ્વભાવ દ્રવ્યનો જ છે અને બદલાતા હોવાં છતાં ધૃવસ્વભાવ, ત્રિકાળી સ્વભાવરૂપે રહેવાનો સ્વભાવ પણ દ્રવ્યનો જ છે. દ્રવ્ય બદલાતું હોવાં છતાં બદલાતું નથી તે કેવું ભલા? એક દશ વર્ષના બાળકને આપણે ઓળખીએ, તેને જ પાછો વીસમે વર્ષે જોતાં તેમાં ઘણો બદલાવ થયેલો દેખાય છે. તોપણ તે, તે જ છોકરો છે તે આપણાં ધ્યાનમાં આવે છે. અવસ્થા બદલાઈ પણ તે તે જ (છોકરો) છે એમ સમજાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 99 દ્રવ્યત્વ ગુણ એક જ સમયમાં દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ. જે આપણને આશ્રય લેવો હોય તો નિત્ય બાબતનો લેવો પડશે. બદલનાર વ્યક્તિ પર આપણે ભરોસો રાખતા નથી, તેમ હંમેશ બદલનારી પર્યાય તરફ જોઈ આપણે એક તો તેમને કાયમ રાખવાની ઈચ્છા કરીએ અથવા આપણી ઈચ્છાનુરૂપ વિશિષ્ટ પર્યાય લાવવાનો પ્રયત્ન કરીએ અને આ વસ્તુસ્વરૂપની વિરૂદ્ધ હોવાથી તેમ બનતું નથી અને તે કારણે આપણે દુઃખી થઈએ છીએ. વસ્તુસ્વરૂપનું જ્ઞાન થવાથી જ આ આકુલતા અને દુ:ખ દૂર થાય છે. આ જીવ શરીર કાયમ યુવાન રહે, કાળા વાળ ધોળાં ન થાય, પૈસો અને પરિવારનો સંયોગ કાયમ રહે, આ પ્રકારે છે તે જ પર્યાય ટકાવવાની ઈચ્છા કરે છે અને ઈચ્છાનુરૂપ ન થાય ત્યારે દુઃખી થાય છે. કદાચ ઈચ્છાનુસાર કાર્ય થાય (છોકરાઓનું શિક્ષણ વિગેરે) તો મિથ્યાઅહંકાર કરી પોતાને કર્તા માને છે. દ્રવ્યત્વ ગુણ જાણવાથી કેટલાં બધાં ફાયદા થયાં, છે કે નહીં? ખાસ કરી તે આ પ્રકારે છે :૧) પ્રત્યેક દ્રવ્ય અનાદિ અનંત રહીને પણ પોતાની અવસ્થા તે નિરંતર બદલતું રહે છે. એ પેલા દ્રવ્યના દ્રવ્યત્વ ગુણને કારણે થાય છે - પદ્રવ્ય કે નિમિત્ત કંઈ જ કરી શકતું નથી. ૨): જીવની પર્યાય શરીરને કારણે, કમોંથી, ઈશ્વરથી, ઈતર જીવોથી, અજીવોથી બદલી શકાતી નથી. બીજી કોઈની પણ પર્યાય મારે કારણે બદલી શકાતી નથી. આજ સુધી હું બીજા કોઈનો કર્તા-હર્તા છું એવી મિથ્થાબુદ્ધિનો પણ નાશ થાય છે. ૪) અવસ્થા પુરતો જ હું એમ પોતાને માનવાને કારણે દુ:ખી થતો હતો, પણ અનિત્યતા એટલે બદલાવું તે પર્યાયગત સ્વભાવ છે અને હું અનાદિ અનંત નિત્ય છું, એમ જાણવાથી આકુલતા મટી જાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૫) કોઇક પ્રિય વ્યક્તિ કેમ મરી ગઈ ? સંપત્તિ હતી, હવે ગરીબી કેમ આવી ? કોઈને અપંગત્વ શા માટે ? આ ઘટના આમ જ કેમ બની? ઇત્યાદિ વિચારોનું ઘમસાણ મચે છે અને આપણે ચિંતિત થઇ જઈએ છીએ. દ્રવ્યત્વગુણને કારણે આ પરિણમન જે જે દ્રવ્યમાં થતું રહે છે એનું યોગ્ય કારણ સમજવાથી મનને શાંતિ મળે છે. હાલ જે અવસ્થા છે તે બદલી સમ્યક્ત્વ અવસ્થા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રત્યેક જીવમાં છે. સમ્યક્દર્શનનું આ કાર્ય તે જીવ પોતે જ પોતામાં કરી શકે છે. અરહંતને કારણે, શાસ્ત્ર પઠન પાઠન કરી, યાત્રા-પૂજા કરી આ સમ્યક્દર્શનનું કાર્ય નહીં થાય પણ શ્રદ્ધા ગુણની મિથ્યાત્વ અવસ્થા બદલી શ્રદ્વગુણ પોતે જ સમ્યક્ત્વ અવસ્થારૂપ પરિણમશે. ૬ ) આવું બધું થવા માટે તત્ત્વનિર્ણયની નિતાંત તાલાવેલી હોવી જોઇએ. અને તેમાટે પત્રરૂપ સ્વાધ્યાય આપણો ચાલુ જ છે. આ પત્રોને પુસ્તકરૂપ કયારે આપશો એવો પ્રશ્ન ઘણાંએ મને પુછયો. તેમને પણ એ જ જવાબ છે. પુસ્તકરૂપે તેની અવસ્થા દ્રવ્યત્વ ગુણને કારણે જ થશે. તે જ્યારે થવાની હશે ત્યારે જ થશે. તેને જાણવું એટલું જ કાર્ય આપણે કરી શકીએ. આગળની ચર્ચા આગળના પત્રમાં. ૭૮ એ જ તમારી બા. સર્વ જીવો સત્ સુખોની શીઘ્ર ઈચ્છા કરે છે. તે સુખોની પ્રાપ્તિ બધા કર્મોના ક્ષયથી થાય છે. કમોનો ક્ષય સમ્યક્ચારિત્રથી થાય છે. સમ્યક્ચારિત્ર સમ્યજ્ઞાનથી નિશ્ચિત પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન આગમોથી થાય છે. આગમો શ્રી જિનવાણીના ઉપદેશોના આધારથી થાય છે. તે ઉપદેશ અરિહંત આપ્ત પુરૂષો પાસેથી પ્રાપ્ત થાય છે. તે આપ્ત પુરૂષ યથાર્થ છે કે જે રાગાદિ દોષરહિત છે. માટે હે સજ્જન પુરૂષો! ઉત્તમ રીતે સરખો વિચાર કરી સુખરૂપી લક્ષ્મીમાટે સાચા આપ્તપુરૂષનું એટલે કે અરિહંતનું સ્વરૂપ સરખી રીતે જાણી તેનું શરણ ગ્રહણ કરો. શ્રી ગુણભદ્રાચાર્ય - ‘આત્માનુશાસન’ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૯ પત્રાંક ૧૩ ૧૦ જાન્યુઆરી ૧૯૯૫ પ્રમેયત્વ ગુણ પ્રમેયત્વ ગુણ પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશીષ, અસ્તિત્વ, વસ્તુત્ય, દ્રવ્યત્વ ગુણ સમજવાથી વસ્તુસ્વરૂપની જાણકારી થઈ, વધુ જાણવાની ઉત્કંઠા થઇ આવી એમ જાણી ખુશી થઈ. સામેની વ્યક્તિની તીવ્ર રૂચિ જોઈ કહેવાવાળાનો ઉત્સાહ પણ બમણો થાય છે. તે માટે વાંચક તરફથી પત્રની પ્રતિક્રિયા સદૈવ આવકાર્ય હોય છે. ગયા પત્રમાં દ્રવ્યત્વ ગુણનો દોહો લખ્યો નથી એમ કહ્યું હતું, તે આ મુજબ છે द्रव्यत्व गुण इस वस्तुको जग में पलटता है सदा । लेकिन कभी भी द्रव्य तो तजता न लक्षण सम्पदा | स्व- द्रव्यमें मोक्षार्थी हो स्वाधीन सुख लो सर्वदा । हो नाश जिससे आज तक की दुःखदायी भवकथा || દ્રવ્યત્વગુણની ચર્ચામાં સમ્યક્દર્શનની પર્યાય દ્રવ્યત્વ ગુણને કારણે શ્રદ્ધા ગુણમાં થાય છે. અરિહંતને કારણે, દિવ્યધ્વનિને કારણે, સ્વાધ્યાયને કારણે, પૂજાને કારણે અને બીજી ક્રિયાને કારણે થતી નથી, એ વાંચી રીના તે પુછ્યું કે શાસ્ત્રોમાં પુણ્ય ત્યાગવાયોગ્ય (હેય) કહ્યું છે અને બા તમે અને બાપૂ તો દરરોજ પૂજન, અષ્ટક, સ્વાધ્યાય વિગેરે કરતા રહો છો એમ કેમ ? ઘણો માર્મિક પ્રશ્ન છે. નાનપણમાં તમે તરતા શિખતાં હતાં તે યાદ આવે છે ? શરૂઆતમાં વાંસા પર ડબો બાંધી પાણીમાં ઉતરતાં અને હાથપગ હલાવવાની પ્રેકટીસ કરતાં હતાં. માર્ગદર્શન નીચે શિખતાં યોગ્ય રીતે તરવાની કલા પ્રાપ્ત થાય ત્યાં સુધી, પાણી પર તરતાં રાખવા ડબાની આવશ્યકતા હતી. પણ ત્યારે Page #91 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય શિખવવાવાળાને અને શિખવાવાળાને ચોક્કસ ધ્યાનમાં હતું કે આ ડબો જલદીમાં જલદી છોડવા યોગ્ય છે. એટલે કે હેય છે. ડબો છોડી સ્વતંત્રપણે તરતાં આવડવું યોગ્ય છે. પણ ઉતાવળે ડબો છોડી ડુબી જવું યોગ્ય નથી. તે પ્રમાણે જ શાસ્ત્રસ્વાધ્યાય, જિનેન્દ્ર દર્શન, પૂજન વિગેરેનો આધાર લઈ આપણને તત્ત્વનિર્ણય કરી શુદ્ધાત્માનુભૂતિ કરવાની છે. આ બધી બાબતોનો આધાર તેમાં ફસાઈ જવા માટે નથી પણ તેમાંથી આગળ જવા માટે છે. પણ આ બધું છોડી સ્વચ્છંદતાથી પાપમાં મગ્ન થવું યોગ્ય નથી. સમયસાર ગ્રંથમાં શુભભાવોને ‘હસ્તાવલંબ' કહ્યાં છે. ઉપરના માળે જવા માટે દાદરો ચઢતાં આપણે કઠોડાનો આધાર લેતાં લેતાં દાદરો ચઢીએ. પણ ઉપરના માળ પર પગ મુકવા આપણે કઠોડાનો આધાર છોડીને જ આગળ જવું પડે છે. તે મુજબ જિનેન્દ્ર ભગવંતોના દર્શન, તેમણે કહેલાં ઉપદેશોનું શ્રવણ, ચિંતન અને તે પ્રમાણે તત્ત્વનિર્ણય આ બાબતો સિવાય આત્માનુભવ થશે નહીં. માટે આ બધી બાબતો કાર્યકારી-ઉપયુકત છે જ, પરન્તુ આત્માનુભવના સમયે આ બાબતોનો આધાર પણ છૂટેલો હોય છે. વિકલ્પમાં જ્યાં સુધી આ બાબતો હોય ત્યાં સુધી આત્માનુભવ નહીં થાય. આ અપેક્ષા ધ્યાનમાં રાખી પુણ્ય ‘હેય’ છે એમ કહ્યું છે. ८० ઉપરોકત બાબતોનો ગ્રહણપૂર્વક ત્યાગ થાય છે. દા.ત. કોલેજમાં એડમિશન લેતી વખતે આપણે S.S.C. પાસ કરી શાળાનો ત્યાગ કરીએ છીએ. જે કદી નિશાળમાં ગયો ન હોય કે S.S.C. થતાં પહેલાં અધૂરોવચમાં જ નિશાળ છોડી દે તો કોલેજમાં એડિમશન લેવાં પાત્ર ગણાશે નહીં. તે મુજબ શાસ્ત્રસ્વાધ્યાય કરી વસ્તુસ્વરૂપનો-તત્ત્વોનો યથાર્થ નિર્ણય કર્યા સિવાય આત્માનુભવ નહીં થાય. પણ જે સમયે આત્માનુભવ થાય તે સમયે આત્મા સંબંધેનો વિકલ્પ છૂટી જાય છે. નિર્વિકલ્પ અવસ્થા હોય છે. આજનો આપણો વિષય ‘પ્રમેયત્વગુણ’ એ છે. તેની વ્યાખ્યા એવી છે - ‘જે શક્તિને કારણે દ્રવ્ય કોઈ ન કોઈ જ્ઞાનનો વિષય બને તેને Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયત્વ ગુણ પ્રમેયત્વગુણ કહેવાય છે.' સાદી ભાષામાં કહીએ તો, પ્રત્યેક દ્રવ્યમાં એવી શક્તિ છે કે જેને કારણે તે દ્રવ્ય જ્ઞાનમાં ઝળકે છે જણાય છે. જીવ દ્રવ્યના જ્ઞાનગુણમાં જેવી ાણવાની શક્તિ છે, તેવી પ્રત્યેક દ્રવ્યમાં ‘જણાવવું’ - ‘જ્ઞાનમાં આવવું’ - ‘કોઈના પણ જ્ઞાનમાં ઝળકવું' – એવી શક્તિ છે. બધાં દ્રવ્યોમાં જોવામાં આવતો આ સામાન્ય ગુણ હોવાથી પ્રત્યેક દ્રવ્ય જ્ઞાન વડે જાણવામાં આવે છે, તેથી જગતમાં એવી એકપણ બાબત બાકી રહેતી નથી કે જે જ્ઞાનમાં આવી શકતી નથી. વિશ્વનું સ્વરૂપ ‘અનજાન’Unknown રહી જ શકતું નથી, ગુપ્ત રહી જ શકતું નથી. ૮૧ તમે કહેશો, એવી કેટલીયે બાબતો છે કે જેની અમને ખબર નથી, અમે જાણી શકતાં નથી. અલી, પણ પ્રમેયત્વગુણ એ કહે છે કે પ્રત્યેક બાબત કોઈ ને કોઈ જ્ઞાનમાં આવે જ છે. T.V. પર આપણે ક્રિકેટ મેચ જોતાં કેટલી વાર વિશિષ્ટ ખેલાડી આઉટ થયો છે કે નહીં તે બન્ને અમ્પાયર્સના જ્ઞાનમાં આવતું નથી, ત્યારે ત્રીજા (Third) અમ્પાયરની મદદ લેવાય છે. એટલે જુદે જુદે T.V. કેમેરાથી લેવાયેલા દૃષ્યો જોઈ પછી નિર્ણય આપવામાં આવે છે. કોઈના ને કોઈના જ્ઞાનમાં આવનાર આ શક્તિને પ્રમેયત્વ ગુણ કહે છે. બીજુ સાદું ઉદાહરણ જોઈએ. સુગંધ આંખે જોવાતી નથી, પણ નાકને (ઘ્રાણેંદ્રિયદ્વારા) સમજાય. અવાજ બીજી ઈન્દ્રિયોને સંભળાતો નથી (કણેન્દ્રિય) કાનદ્વારાં જાણવામ આવે છે અને મીઠો ખાટો સ્વાદ આંખોને કાનોને સમજાતો નથી પણ જીભને સમજાય છે. જે વસ્તુઓ આંખોથી જાણવામાં આવે તે ઈતર ઇન્દ્રિયોથી જાણવામાં આવશે જ એમ નથી. પુદ્ગલમાં રહેલા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ગુણો તેમજ શબ્દો જુદી જુદી ઇન્દ્રિયોવડે જણાઈ જવાની શક્તિ તે પુદ્ગલમાં છે. સોયમાં દોરો પરોવતાં મને દેખાતો નથી પણ તમને તરત દેખાય છે. એટલે કે મારા જ્ઞાનમાં આવ્યું નથી પણ તમારા જ્ઞાનમાં આવ્યું. જુના રોગથી કંટાળેલો રોગી ખનેક ડોકટરોને પોતાની પ્રકૃતિ બતાવતો ફરે છે. કોઈવાર ડોકટર, કોઈવાર વૈદ, કોઈ વખત બીજો કોઇ, Page #93 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેને પણ એક જ આશા હોય છે કે આ રોગનું નિદાન કોઈના તો જ્ઞાનમાં આવશે અને તે મને દવા આપી સાજો કરશે. પ્રમેયત્વ ગુણથી દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનમાં આવે છે એમ કહ્યાં પછી સહેજે પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાનના પ્રકાર તે કેટલાં છે ? તેનો ઉત્તરજાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. તે પાંચ પ્રકારની જ્ઞાન પર્યાયો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કૈવલજ્ઞાન. તેમના વિસ્તારમાં ન જતાં ટુંકમાં કહીએ તો અરિહંત અને સિદ્ધો છોડી બધાં જીવોને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. દેશકાલના દ્રવ્યોની મર્યાદા સાથે એટલે કેટલાક ક્ષેત્રોમાં, કોઈ વિશિષ્ટ કાળપુરતા, રૂપી પદાર્થ વિષેનું જે જ્ઞાન તે અવધિજ્ઞાન. કેટલાક ભાવલિંગી મુનિઓને બીજાના મનમાંનાં રૂપી પદાર્થોવિષેના વિચારો જાણવાની શક્તિ હોય છે તેને મન:પર્યયજ્ઞાન કહેવામાં આવ્યું છે, અને કેવલજ્ઞાન એટલે બધાં અનંતાનંત દ્રવ્યો, તે પ્રત્યેક દ્રવ્યોનાં અનંત ગુણ અને તે પ્રત્યેક ગુણના ભૂત-વર્તમાન ભવિષ્યકાળની એવો અનંત પર્યાયો અને પ્રત્યેક પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને એક જ સમયમાં યુગપત્ પ્રત્યક્ષ જાણનારૂં જ્ઞાન. જેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમને ‘કૈવલી’ કહે છે ‘સર્વજ્ઞ’ કહે છે. અરિહંત અને સિદ્ધ સર્વજ્ઞ છે તે વિષે પત્ર ક્ર. ૧ અને ૨ માં આપણે ચર્ચા કરી હતી. એના પરથી સિદ્ધ થાય છે કે આ વિશ્વમાં એવી એક પણ બાબત નથી, એકપણ દ્રવ્ય, ગુણ પર્યાય નથી કે જે કેવલજ્ઞાનમાં જણાતી નથી. કેવલજ્ઞાનમાં બધી વાતો જાણવાની તાકાત છે, તેવી પ્રત્યેક દ્રવ્યમાં જ્ઞાનમાં ઝળકવાની તાકાત છે. ૮૨ પ્રમેયત્વગુણ જાણવાથી સર્વજ્ઞની સિદ્ધિ તો થાય જ પણ ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ પણ થાય છે. કેવલજ્ઞાનમાં બધાં દ્રવ્યો જણાય છે, ઝળકે છે; તેમના અનંત ગુણો પણ ઝળકે અને પ્રત્યેક ગુણોની અનંતકાળની પર્યાયોપણ તે જ્ઞાનમાં આવે છે. એનો અર્થ કઈ પર્યાય કયારે થશે, કઈ પર્યાય પછી કઈ પર્યાય થવાની છે, તે સમયે ઈતર દ્રવ્યોની અવસ્થાઓ કઈ હશે, કાળની અપેક્ષાએ કયો કાળ ચાલતો હશે, નિમિત્તરૂપે કયા દ્રવ્યો 鑫 Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પ્રમેયત્વ ગુણ હશે તેનું જ્ઞાન અનંત કેવળીઓના જ્ઞાનમાં આવ્યું છે અને પ્રત્યેક સમયે આવતું હોય છે. એટલે જ બધી બાબતો, ઘટનાઓ સુનિશ્ચિત છે. બાપરે બાપ ! તો પછી અમે વ્યર્થ જ મહેનત કરતાં આવ્યાં છીએ. જ્યારે જે થવાનું હશે તે થશે. તો પછી આપણે સ્વાધ્યાય કરવાની જરૂર નથી એવી છટકબારી-એવી સ્વચ્છંદતા કોઈ કરતું હશે તો તેના પરથી તે જીવની રૂચિ કયાં છે તે સિદ્ધ થાય છે. જેમને આત્માનુભવનીસમ્યગ્દર્શનની પર્યાય પ્રાપ્ત થાય તેની પૂર્વેની પર્યાયોપણ કેવળીઓના જ્ઞાનમાં આવેલી જ હોય છે. જિનેન્દ્રકથિત તત્ત્વોપદેશ સાંભળીને જ તત્વનિર્ણય-તત્વનિર્ણયપૂર્વક જ પુરૂષાર્થ, પુરૂષાર્થપૂર્વક જ આત્માનુભૂતિ-આત્માનુભૂતિપૂર્વક જ ચારિત્રદશા અને એવી મુનિદશાપૂર્વક જ મોક્ષ દશા. એવો પર્યાયોનો કમપણ તેમનાં જ્ઞાનમાં આવેલો છે. તેઓના જ્ઞાનમાં આવેલી આ વાતો દિવ્યધ્વનિ રૂપી વાણીમાં આવી, તે વાણી સાંભળી ગણધરોએ અને આચાયોએ તે પ્રમાણે અનુભવ કરી શાસ્ત્રોની રચના કરી અને આવી રીતે આ ઉપદેશ આજે આપણને પ્રાપ્ત થાય છે તે આપણું ભાગ્યે જ ગણાય. પ્રમેયત્વ ગુણનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યા બાદ આપણને સમજાયું કે આપણે કરીએ છીએ તે બધી વાતો, બધાં કાય, બધાં વિચારો બીજા કોઈના જ્ઞાનમાં આવે અથવા ન આવે, કેવળીઓના જ્ઞાનમાં તો આવે જ છે. એક કેવળીના નહીં પણ બધાં અનંત કેવળીઓના. આવું જાણતા જ ચોરીનો ભાવ, મિલાવટ-ભેળસેળ કરવાનો ભાવ, જૂઠું બોલવાનો ભાવ, તીવ્ર પાપ કરવાનો ભાવ વિગેરે ભાવો તે જીવને નહીં થાય. જે વ્યક્તિ પ્રમેયત્વગુણનું સ્વરૂપ જાણે છે, કેવળીઓનું સ્વરૂપ જાણે છે, તે વ્યક્તિ અનંત કેવળીઓની સાક્ષીએ પાપ કરવા ધડાશે નહીં. સમાજમાં એવી કેટલીક વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ અન્યાયથી અને અનીતિથી વર્તે છે, એમ કેમ ? એવો પ્રશ્ન ઘણાં મને પૂછે છે. તેનો જવાબ એ જ કે તેઓએ શાસ્ત્રોનો મર્મ જાણ્યો નથી, કેવળીઓનું સ્વરૂપ જાણ્યું નથી. આવી વ્યક્તિઓ જે અરહંત-સિદ્ધોનું Page #95 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય સ્વરૂપ જાણતા નથી તો તે વ્યક્તિઓએ બોલેલો મોકાર મંત્ર વ્યર્થ છે, તેઓએ ખરા અર્થમાં ભગવાનને નમસ્કાર પણ કર્યો નથી એમ જ કહેવું પડશે. પરંતુ આવી વ્યક્તિઓનો દાખલો લઈ આપણે શાસ્ત્રાભ્યાસ છોડી દઈએ તો આપણા જેવાં મૂર્ખાઓ બીજા કોણ હશે ?. આપણે કહીએ છીએ કે આજના વૈજ્ઞાનિકોએ કેટલી બધી શોધો કરી છે. પહેલાં કંઈ જ ન હતું. દા.ત. અણુઉર્જા (Atomic Energy) શોધી કાઢી. અલી, અણુમાં ઊર્જ છે તે પેલા વૈજ્ઞાનિકોના જ્ઞાનમાં તો હવે આવ્યું. તે તેઓએ અણુમાં ઊર્જા નિર્માણ કરી નથી. તેનું તેઓને જ્ઞાન થયું. અણુમાં – પુદ્ગલમાં પ્રમેયત્વ શક્તિ હોવાથી તે કોઈના કોઈ જ્ઞાનમાં આવ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ પહેલા જ આવ્યું હતું, તે સમયે જ તેમના જ્ઞાનમાં એ પણ આવ્યું જ હતું કે કયા કાળમાં, કઈ વ્યક્તિના જ્ઞાનમાં આ બાબત આવનાર છે. એટલે કે કયારે કઈ શોધ થશે. પ્રમેયત્વ શક્તિ જાણવાથી કોઈપણ વાત “ચમત્કા' જણાતી નથી. આપણી નિત્ય પરિચયની ન હોય એવી વાતો આપણ “ચમત્કાર” કે આશ્ચર્ય લાગે છે. પણ વસ્તુસ્વરૂપની દૃષ્ટિએ જોતાં તેમાં વિસ્મયકારક એવું કશું જ નથી. - તત્ત્વજ્ઞાન એ તત્ત્વજ્ઞાન પુરતું જ ફાયદામંદ ન હોઈ આપણાં રોજના લૌકિક જીવનમાં પણ તેનો ઘણો મોટો ઉપયોગ થાય છે. કોઈ વ્હાલી વ્યક્તિ મૃત્યુ પામતાં શોકથી માણસ ગાંડો થાય છે, પણ તે સમયે જો તેણે તત્ત્વજ્ઞાન જાણ્યું હશે તો તેને જાણ હોય છે કે આ જીવ જે આ શરીરથી વિયોગ થઈ અહીંથી નીકળી ગયો તેમાં અસ્તિત્વ ગુણ હોવાથી તેનો નાશ થયો નથી. તેનું અસ્તિત્વ કયાંક છે, અને તેમાં પ્રમેયત્વ ગુણ હોવાથી કોઈના તો જ્ઞાનમાં આવે છે કે હાલ તે કયાં છે, કઈ અવસ્થામાં છે. એવી વ્યક્તિને પોતાનું દુઃખ, શોક સમેટી લેવું સહેલું થશે. જેમ પોતાનો દીકરો ખોવાઈ ગયો એવું જાણીને કોઈક માતાને કેટલું દુઃખ થશે પણ તેને એમ જાણ્યું કે મારો દીકરો અમેરિકામાં છે અને સુખી છે તો તેને એટલી આકુલતા નહીં થાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પ્રમેયત્વ ગુણ પુદ્ગલ રૂપી છે, ઈન્દ્રિયો દ્વારા તેનું જ્ઞાન થાય છે, એટલે આપણે માત્ર તેના પર વિશ્વાસ રાખીયે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ બધાં અમૂર્તિક-અરૂપી દ્રવ્યો છે અને ઈન્દ્રિયો વડે જાણમાં આવતા નથી. માટે તે દ્રવ્યોનું અસ્તિત્વ માનવા જ કેટલાંક તૈયાર હોતાં નથી. પણ તે દ્રવ્યોમાં પ્રમેયત્વ ગુણ હોવાથી સર્વજ્ઞોના જ્ઞાનમાં તો તે બધાં દ્રવ્યો આવે જ છે પણ જીવ દ્રવ્યમાં એવી વિશેષતા છે કે તેમાં પ્રમેયત્વ ગુણ પણ છે અને જ્ઞાન ગુણ પણ છે. આત્મા પોતાના જ્ઞાનગુણ દ્વારા પોતાને જાણી શકે છે અને આત્મા પોતાના પ્રમેયત્વગુણથી પોતાના જ્ઞાનમાં આવી શકે છે. પોતાનાં શુદ્ધસ્વરૂપનો-અતીન્દ્રિય આનંદનો અનુભવ અવશ્ય પોતાના જ્ઞાનમાં આવે છે. સમ્યદર્શન થાય તો પોતાને ખબર પડતી નથી, તે માત્ર કેવળજ્ઞાનીઓને જ જણાય એમ માનવું ન્યાયસંગત નથી અને શાસ્ત્રસંમત તો બિલકુલ નથી. જ્ઞાનગુણ હોવાથી આત્માને શાયક' કહેવામાં આવે છે. અને પ્રમેય ગુણ હોવાથી ‘ય’ અથવા પ્રમેય' કહેવામાં આવે છે. જીવ જ્ઞાયક છે અને અન્ય બધાં દ્રવ્યો જોય છે. એટલે કે આ વિશ્વના બધાં દ્રવ્યો સાથે જીવનો “યજ્ઞાયક' સંબંધ છે. જીવ સ્વતંત્રપણે જ્ઞાયક છે અને અન્ય દ્રવ્યો સ્વતંત્રપણે પ્રમેય અર્થાત જોય છે. પણ અન્ય દ્રવ્યોને પોતાનાં શેય ન માનતા આ જીવ તેઓમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ માની દુઃખી થાય છે. આત્મખ્યાતિ ગ્રંથમાં બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું છે. ચંદ્રનું ચાંદણું ભૂમિ પર પડી ભૂમિ પ્રકાશિત થાય છે માટે તે ભૂમિ કંઈ ચંદ્રની થઈ જતી નથી. ચંદ્રનું ત ચાંદણું જ હોય છે, ભૂમિ તો ભૂમિની જ રહે છે. તેમ જ જીવ દ્રવ્ય જ્ઞાનથી ઈતર દ્રવ્યોને જાણે છે એટલે પ્રકાશિત કરે છે તેથી અન્ય દ્રવ્યો જીવના નથી થઈ જતાં, જીવનું માત્ર જ્ઞાન છે, અન્ય દ્રવ્યો તેઓના તેઓમાં જ છે, પ્રમેયત્વ ગુણથી જ્ઞાનમાં આવે છે - જાણવામાં આવે છે, પરંતુ જ્ઞાનમાં પ્રવેશ કરતાં નથી. જ્ઞાન પણ જાણે છે એટલે Page #97 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય | ૮૬ જ્ઞાનને સર્વગત કહ્યું છે, પરંતુ તે પણ અન્ય દ્રવ્યોમાં પ્રવેશ કરતું નથી. પ્રમેયત્વ ગુણ જાણવાથી મુખ્યત્વે કરીને કેટલાં ફાયદા થયાં તે પાછાં જોઈ જઈએ :૧) પ્રત્યેક દ્રવ્ય પોતાનાં પ્રમેયત્વ ગુણને કારણે જ્ઞાનમાં ‘જ્ઞાત થાય છે – ઝળકે છે. વિશ્વમાં બધાં અનંત દ્રવ્યો જાણવામાં આવે છે. કોઈપણ દ્રવ્ય અજ્ઞાત Unknown રહી શકતું નથી. ૩) બધાં અનંતાનંત દ્રવ્યો જ્ઞાનની એક પર્યાયમાં ઝળકે છે, તે જ્ઞાનને કેવળજ્ઞાન એમ કહે છે. તેના પરથી સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. પ્રત્યેક દ્રવ્યોની અનાદિ અનંત કાળની પર્યાયો યુગપતુ કેવળજ્ઞાનમાં ઝળકે છે. તે ઉપરથી પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે એ ધ્યાનમાં આવે છે. તેથી ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ થાય છે. આપણાં પ્રત્યેક કાર્યને અને પરિણામને અરહંત સિદ્ધ જાણે છે તે સમજાતાં જ પાપપ્રવૃત્તિ ઓછી થવા માંડે છે. અરૂપી દ્રવ્યો જાણવામાં આવે છે તે સિદ્ધ થાય છે. ૭) પ્રત્યેક જીવ પોતાને જાણી શકે છે. જેને આત્માનુભવ થાય છે તેને સમજાય છે એમ સિદ્ધ થાય છે. ૮) પદ્રવ્યો સાથે મારો માત્ર શૈય-જ્ઞાયક સંબંધ છે, સ્વામિત્વ-કર્તૃત્વ ભોકતૃત્વ સંબંધ નથી તેનું ભાન થાય છે. જુઓ હોં, પ્રત્યેક સામાન્ય ગુણ દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો પિટ છે. જેટલી અધિક ચર્ચા કરીએ તેટલું અધિક મર્મ સમજાઈ આવે છે. પ્રમેય ગુણ સંબંધે દોહો લખી આજની ચર્ચા પુરી કરીએ : सब द्रव्य-गुण प्रमेयसे बनते विषय हैं ज्ञानके, रूकता न सम्यक्ज्ञान पर से जानियो यों ध्यानसे । आत्मा अरूपी ज्ञेय निज यह ज्ञान उसको जानता, है स्व-पर सत्ता विश्वमें सुदृष्टि उसको जानता ॥ વિશેષ આવતાં પત્રમાં. - એ જ તમારી બા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૭ અગુરુલઘુત્વગુણ પત્રાંક ૧૪. ૭ ફેબ્રુઆરી ૧૯૯૫ અગુરુલઘુગુણ પ્રિય સૌ. રીના અને સૌ. મોના અનેક ઉત્તમ શુભાશિષ, પત્રની આતુરતાથી વાટ જુઓ છો એ ઘણી સારી વાત છે. એ પરથી વસ્તુસ્વરૂપ અને આત્મસ્વરૂપ જાણી લેવાની તમારી લગની, ઉત્સુકતા દેખાઈ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेत् भव्यो भाविनिर्वाण भाजनम् ॥ અર્થાત આભાસંબંધીની ચર્ચા જે મનથી-ઉત્સુકતાથી સાંભળે છે તે નિશ્ચિત જ ભવ્ય છે અને ભવિષ્ય કાળમાં નિર્વાણ પામવાને પાત્ર છએ દ્રવ્યોમાં જોવા મળતાં સામાન્ય ગુણોની ચર્ચા આપણે કરીએ છીએ. અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આ ગુણોનું સ્વરૂપ અને તેઓનું કાર્ય જોયું. તેના ઉપરથી વસ્તુસ્વરૂપની એટલે દ્રવ્ય સંબંધીની જાણકારી આપણને સમજાવા લાગી છે. પ્રત્યેક વસ્તુમાં રહેલાં અનંત ગુણો એક જ સમયે વિદ્યમાન છે – પ્રત્યેક સમયે છે -- સતત છે. વસ્તુની સત્તા એક જ છે. અને વસ્તુ કેવી છે તે કહેવાવાળાં જે ગુણો છે તે અનંત છે. અનંત કહેવા અને સાંભળવા ગજા બહારનું હોવાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવા આવશ્યક એવા છ સામાન્ય ગુણોની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આજનો આપણો વિષય છે ‘અગુરુલઘુત્વ ગુણ', આ ગુણ અલૌકિક છે. જૈન સિદ્ધાંતોનો પ્રાણ છે. વસ્તુસ્વરૂપ સમજવા માટે જાણે મોટો મંત્ર છે. એમ જોવા જઈએ તો કોઈપણ ગુણ મોટો નથી કે નાનો નથી, શ્રેષ્ઠ Page #99 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય નથી કે કનિષ્ઠ નથી પરંતુ વસ્તુવ્યવસ્થા આપણા ધ્યાનમાં આવવાની દષ્ટિએ આ ગુણને મહાન કહ્યો છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે – “જે શક્તિને કારણે દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે. અર્થાત ૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી. ૨) એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી અને ૩) દ્રવ્યમાં રહેનારા અનંત ગુણ વિખરાઈ જુદાં જુદાં થતાં નથી, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહેવામાં આવે છે.' અનાદિકાળથી અનંત દ્રવ્યો અસ્તિત્વમાં છે. તેમાંથી પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ જેવું ને તેવું જ કાયમ ટકી રહ્યું છે, એક દ્રવ્ય બદલાઈ બીજું દ્રવ્યરૂપ થઈ શકતો નથી. અનંત ગુણોના સમૂહને દ્રવ્ય એમ કહે છે. આ અનંત ગુણોમાંથી એક પણ ગુણ જુદો થઈ શકતો નથી, એવી શક્તિ પ્રત્યેક દ્રવ્યમાં વિદ્યમાન છે. જો એક પણ ગુણ ખરીને બીજાં દ્રવ્યમાં જાય કે નાશ પામે તો ગુણોના સમૂહનો ભંગ થશે એટલે કે દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ ઉદ્ભવશે. એક દ્રવ્યના નારા સાથે વિશ્વના નાશનો પ્રસંગ આવશે. પણ એમ બની જ શકતું નથી. દરેક દ્રવ્યમાં પરદ્રવ્યરૂપ ન થવાની શક્તિ છે. એક ગુણમાં બીજા ગુણરૂપ ન થવાની શક્તિ છે. અનંત ગુણોનો સમૂહ કાયમ જેવો તેવો જ રહેવાની શક્તિ છે આ શક્તિને જ અગુરુલઘુત્વ ગુણ કહેવામાં આવે છે. અગુરૂ + અલઘુ = અ-એટલે નથી, ગુરૂ એટલે મોટો, લઘુ એટલે નાનો. આ શક્તિ દ્રવ્યને નાનો અથવા મોટો થવા દેતો નથી, કાયમ તેવો ને તેવો જ રાખે છે, એ સમજાયું. પણ શાના આધારે આપણે એમ માનવું? હજુ સુધી પત્રોમાં જે સિદ્ધાંતો આપણે શીખ્યા તે દ્વારા જ આપણે એ સિદ્ધ કરીશું. તે માટે આપણે પત્રાંક ૭ “ગુણોનું સ્વરૂપ' એ લેખ ફરીથી વાંચીએ. તેમાં પ્રત્યેક દ્રવ્યમાં સ્વચતુષ્ટય હોય છે - સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ તે વિષે ચર્ચા કરી છે. પ્રત્યેક દ્રવ્યનું પોતાનું દ્રવ્ય તે સ્વદ્રવ્ય, તે દ્રવ્યનો વિસ્તાર તે તેનું સ્વક્ષેત્ર, તેનું પરિણમન તે તેનો સ્વકાળ અને તેમાંના અનંત ગુણો તે તેનો સ્વભાવ, ભાવ એટલે ગુણ. આપણે ઉદાહરણ લઈ જઈએ. બે દ્રવ્યો Page #100 -------------------------------------------------------------------------- ________________ અગુરુલઘુત્વગુણ A અને B. A એટલે કાચનો ગ્લાસ અને B એટલે પાણી. A દ્રવ્યમાં પોતાનું સ્વચતુષ્ટય છે. તેમ જ B દ્રવ્યમાં પણ પોતાનું સ્વચતુષ્ટય છે. પરન્તુ A દ્રવ્યની દૃષ્ટિએ જોતાં B દ્રવ્યનું ચતુષ્ટય તે પરચતુષ્ટય છે એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ છે. ૮૯ એક દ્રવ્યનાં સ્વચતુષ્ટયનો પરચતુષ્ટયમાં પ્રવેશ થઈ જ શકતો નથી. તેઓનો એકબીજામાં ‘અભાવ’ છે, નાસ્તિ છે, તેથી A દ્રવ્ય B દ્રવ્યરૂપ થઈ શકતું નથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યોનું કાર્ય પણ કરી શકતું નથી. A કાચનું સ્વદ્રવ્ય કાચમાં કાચનું સ્વક્ષેત્ર કાચમાં B પાણીનું સ્વદ્રવ્ય પાણીમાં પાણીનું સ્વક્ષેત્ર પાણીમાં કાચનો સ્વકાળ કાચમાં પાણીનો સ્વકાળ પાણીમાં કાચનો સ્વભાવ કાચમાં પાણીનો સ્વભાવ પાણીમાં પ્રત્યેક દ્રવ્યનું સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન હોવાથી ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી' એવો આપણી વ્યાખ્યાનો પહેલો ભાગ સિદ્ધ થયો. હવે બીજો ભાગ ‘‘એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી'' એ સિદ્ધ કરીએ. હવે પ્રશ્ન બે દ્રવ્યોનો નથી પણ એક જ દ્રવ્યમાં રહેલાં બે ગુણોનો છે. ગુણ એટલે ભાવ. બન્ને ગુણોનું દ્રવ્ય એ જ, ક્ષેત્ર પણ એ જ, કાળ એ જ પણ ભાવ ભિન્ન ભિન્ન હોવાથી એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. પુદ્ગલ દ્રવ્યોમાંના વર્ણ અને રસ એ ગુણો જોઈએ. દા.ત. કેરીમાં વર્ણ (લીલો) અને રસ (ખાટો) એ ગુણ જુઓ. જે દ્રવ્ય કેરીનું તે જ દ્રવ્ય વર્ણ ગુણનું અને તે જ દ્રવ્ય રસ ગુણનું; જે ક્ષેત્ર કેરીનું તે જ ક્ષેત્ર વર્ણ ગુણનું અને તે જ ક્ષેત્ર રસ ગુણનું. જે પરિણમનકાળ કેરીનો, તે જ કાળ વર્ણ ગુણનો અને તે જ કાળ રસ ગુણનો પણ ‘ભાવ’ એટલે ગુણ ભિન્ન-ભિન્ન-જુદાંજુદાં એટલે કે સ્વતંત્ર છે તે કારણે એક ગુણ બીજા ગુણરૂપ થઈ શકતો નથી. એક ગુણ બીજા ગુણોનું કાર્ય કરતો નથી. શ્રદ્ધા ગુણ જ્ઞાન કે ચારિત્ર ગુણરૂપ થઈ શકતો નથી Page #101 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય શ્રદ્ધા સમ્યક થાય તો પણ ચારિત્રમાં ક્રમ પડે. ચારિત્ર કટકે કટકેથી શુદ્ધ થાય છે. - સમ્યફદર્શન થાય ત્યારે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર વિગેરે બધાં ગુણોમાં સમ્યકપણું આવે છે એટલે કે વિપરીત પણું નાશ પામે છે. આત્માની અનુભૂતિરૂપ શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં સ્થિરતા આવે છે. આમ થાય તો પણ આ આત્મસ્થિરતા ઘણાં જ અલ્પકાળ સુધી ટકે છે. એટલે જ કે ચારિત્રની પૂર્ણતા થતી નથી. અધિકાધિક આત્મસ્થિરતા થતાં થતાં એવો સમય આવે છે કે, જીવનો ઉપયોગ (Attention) ચીરકાળ માટે આત્મામાં જ લીન થઈ જાય છે. તેને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે અને પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય છે. આમ બન્યા બાદ જ્ઞાન જે અલ્પ વિકસિત હતું તે પણ પરિપૂર્ણ વિકસિત થાય છે - અનંત જ્ઞાન - કેવળજ્ઞાન પ્રકટ થાય છે. આપણી વ્યાખ્યાનો ત્રીજો ભાગ છે, દ્રવ્યમાં રહેલાં અનંત ગુણો વિખરાઈ અલગ અલગ થતાં નથી.” એ હવે તમને તરત જ સમજાશે. જે સ્વદ્રવ્ય તે દ્રવ્યનું, તે જ સ્વદ્રવ્ય તેમાનાં અનંત ગુણોનું. જે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું, તે જ સ્વક્ષેત્ર તેમાનાં અનંત ગુણોનું. અનંત ગુણોમાં પ્રત્યેક ગુણનું દ્રવ્ય પણ તે જ, ક્ષેત્ર પણ તે જ. તે કારણે આ બધાં અનંત ગુણ પોતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર છોડી બહાર જઈ શક્તા નથી. બીજા દ્રવ્યોમાં એટલે કે પદ્રવ્ય, પરક્ષેત્રમાં પ્રવેશ કરી શકતાં નથી. દા.ત. - ગુરૂનો જ્ઞાનગુણ શિષ્યના જ્ઞાનગુણ (પદ્રવ્ય) માં પ્રવેશ કરી શક્તો નથી. એક દ્રવ્ય બીજ દ્રવ્યનું કંઈ પણ કરી શકતું નથી, કારણ અગુરુલઘુત્વગુણ. વિશ્વમાં જેટલાં દ્રવ્યો છે તેટલાં જ કાયમ રહે છે, ઓછા અથવા વધુ થતાં નથી કારણ-અગુરુલધુત્વગુણ નિમિત્ત કાર્યમાં હસ્તક્ષેપ કરતું નથી કારણ-અગુરુલઘુત્વગુણ. સમ્યદર્શન થયું પણ હજી મુનિ કેમ થતાં નથી – ચારિત્ર કેમ નહીં ? કારણ-અગુરુલઘુત્વ ગુણ. વિશ્વના અનંત દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેક દ્રવ્યમાંથી Page #102 -------------------------------------------------------------------------- ________________ અંગુરૂલઘુત્વગુણ અનંત ગુણો પૈકી પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને એકએક ગુણની અનંત પર્યાયોમાંથી પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. સ્વતંત્ર થવા માટે ગડમથલ કરવી જરૂરી નથી, સ્વતંત્ર છે તે જાણવું જ છે. આપણી કલ્પના મુજબ આપણે પરતંત્રતા ઉભી કરી દુઃખી થતા હોઈએ છીએ, માટે માન્યતાને માત્ર ઠીક કરવાની છે. વસ્તુવ્યવસ્થા જેવી છે તેવી માન્યતા કરવાથી સુખી થઈશું; પણ આપણી માન્યતાનુસાર વસ્તુ એટલે દ્રવ્યોએ રહેવું એવી ખોટી ગડમથલ કરી દુઃખ જ નશીબમાં આવે. ઘણાં આરોપ કરે છે કે આવી સ્વતંત્રતા શીખી લોકો સ્વચ્છંદી બનશે. પણ એ ભય નિરાધાર છે. પરચતુષ્ટયોમાં મારો પ્રવેશ જ નથી અને હું તેમાં કંઈ જ કરી શકતો નથી તે જાણવાથી દષ્ટિ સાહજિકતાથી સ્વચતુષ્ટય પર કેન્દ્રિત થશે. શ્રદ્ધા “સ્વ” ને પકડશે, જ્ઞાન “સ્વ” ને જાણશે અને ચારિત્ર સ્વ” માં લીનતા કરશે અને તે જ આપણે સાધવાનું છે. આ વિશ્વમાં અનંત જીવદ્રવ્યો, અનંતાનંત જુગલદ્રવ્યો, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ દ્રવ્યો એકક્ષેત્રાવગાહસંબંધથી અનાદિથી રહેતાં આવ્યાં છે. તોપણ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાનાં સ્વરૂપમાં કાયમ ટકયાં છે. એક જીવદ્રવ્ય બીજા છવદ્રવ્યરૂપ થયું નથી કે જીવદ્રવ્ય પુદગલદ્રવ્યરૂપ થયું નથી. જીવના ગુણો પુગલમાં ગયાં નથી કે પુગલના ગુણો જીવમાં ભળ્યાં નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ઈત્યાદિ મારા એટલે જીવના ગુણો છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિગેરે શરીરના એટલે કે પુદ્ગલના ગુણો છે. ગયાં પચાસ વર્ષથી મારો આ શરીર સાથે સંબંધ છે. એક જ ઠેકાણે બન્નેનું અસ્તિત્વ છે. તોપણ શરીરમાં જાણવાની પાત્રતા નિર્માણ થઈ નથી અને મારામાં રસ, રૂપ, ગંધ ઈત્યાદિ પ્રવેશ કરી શક્યાં નથી. જીવતાં પણ જ્ઞાન કરનારો જીવ જ છે, શરીર તો જડ-અચેતન-કલેવર છે. કોઈ વ્યક્તિ મરી ગયા બાદ તે શરીર જ્ઞાનહીન છે તે આપણે પ્રત્યક્ષ જોઈએ - અનુભવિએ, પણ જીવતાં શરીરમાં જ્ઞાન નથી તે ઘણાને કહીએ તોપણ તેમને ગળે ઉતરતું નથી, તેનું કારણ શરીરમાં આત્મબુદ્ધિ, એ જ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અગુરુલઘુત્વ ગુણને કારણે દ્રવ્યનું દ્રવ્યપણે કાયમ રહે છે, એમ આપણે શીખ્યા, એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી તે પણ જોયું. તેમ જ દ્રવ્ય ગુણરૂપ પણ થતું નથી અને પર્યાયરૂપ પણ થતું નથી તે પણ ધ્યાનમાં લેવાનું છે. દ્રવ્ય અને ગુણનું સ્વરૂપ જોતાં આપણે શીખ્યાં હતાં કે દ્રવ્ય એક છે, અભેદ છે, અખંડ છે, નિત્ય છે અને ગુણો તે અનંત છે, ભેદરૂપ છે. દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટે ગુણો દ્વારા ભેદ કરી સમજાવ્યું છે પણ તેથી દ્રવ્ય ખંડિત થતું નથી. દ્રવ્ય સદૈવ અભેદ અખંડ એક સત્તામાત્ર જ રહે છે. જેમ ભારત દેશ અને તેનાં જુદાં જુદાં પ્રાંતો – મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બંગાલ, પંજાબ વિગેરે. ભારતનું સ્વરૂપ-વિસ્તાર સમજાવવા માટે ભેદ પાડી સમજાવવામાં આવે છે. પરંતુ જ્યારે ભારત એક દેશ એવો વિચાર કરીએ ત્યારે જુદાજુદા પ્રાંતોના ભેદ મટી જાય છે એટલે કે નજરમાં આવતાં નથી – દષ્ટિમાં આવતાં નથી – ગૌણ થઈ જાય છે. ભેદો હોવાં છતાં ‘ભારત' કહેતાં જ તે ભેદો પરથી આપણી નજર ખસી જાય છે અને એક અખંડ ભારત નજર સામે આવે છે. આત્માનુભવ માટે પણ આવી જ વિધિ છે. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ સમજાવવા માટે ગુણોનું અને પર્યાયોનું સ્વરૂપ વિસ્તારથી કથન કરી કહેવામાં આવે છે. પણ જ્યારે “અભેદ, અખંડ, નિત્ય, એક એવો હું શાયક ધ્રુવ દ્રવ્ય એવું દષ્ટિમાં એટલે કે શ્રદ્ધામાં લેવાય છે ત્યારે ગુણોનો અને પર્યાયોનો ભેદ ગૌણ બની જાય, નજરમાં આવતો નથી. ગુણોનું અને પર્યાયોનું ભેદરૂપ કથન કરવું તેને શાસ્ત્રોમાં વ્યવહાર કહ્યો છે, અને અભેદ એવા આત્માનું ધ્યાન કરતાં આ ભેદ ગૌણ થાય, નજરમાં આવતો નથી માટે વ્યવહારને અભૂતાર્થ એટલે નથી એમ કહ્યો છે. “સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે” આમ કહેવામાં આવો અર્થ અભિપ્રેત છે. દ્રવ્ય જેમ ગુણરૂપ થતું નથી તેમ જ દ્રવ્ય પર્યાયરૂપ પણ થતું નથી. તેમ થાય તો પર્યાય જે સમયમાત્ર રહી નષ્ટ થાય તેવો પ્રસંગ દ્રવ્યની બાબતમાં પણ આવ્યો હોત. દ્રવ્ય અનાદિ અનંત, ધ્રુવ, અખંડ, નિત્ય છે અને પર્યાય પ્રત્યેક સમયે નવી નવી, ઉત્પાદ-વ્યય થનારી છે, અનિત્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ અગુરુલઘુગુણ છે. દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ ટકી રહે છે તેનો અર્થ હવે આવ્યો ને સમજમાં? તમે કહેશો દ્રવ્યમાં કંઈ જ વૃદ્ધિ થતી નથી કે ઘટ આવતી નથી, ગુણ પણ ઓછાવત્તા થતા નથી તો પછી ગુણોનો વિકાસ કરો કે બીજાઓનાં ગુણો ગ્રહણ કરો એમ શા માટે કહે છે ? આ ઉપચાર કથન છે. દ્રવ્યોમાં કે ગુણોમાં હીનાધિકતા કે વધઘટ થતી નથી પણ પર્યાયમાં ઓછી વસ્તી શક્તિ પ્રકટ થતી હોય છે. જેમ સૂક્ષ્મ જીવોના જ્ઞાનની અત્યંત હીના પર્યાય છે અને અરહંત સિદ્ધોના અનંતજ્ઞાન-કેવલજ્ઞાન એ સર્વોત્કૃષ્ટ પર્યાય પ્રકટ છે; પરન્તુ તોપણ જ્ઞાન ગુણની અપેક્ષાએ જોતાં સર્વ જીવોનો જ્ઞાનગુણ સમાન શક્તિવાળો છે. ગુણોનો વિકાસ કરો એમ કહેતા તે વખતે તે ગુણોમાં જે શક્તિ વિદ્યમાન છે તે પર્યાયમાં પ્રકટ કરો એવો અર્થ લેવો જોઈએ. ગુણોને ગ્રહણ કરો એમ કહેતાં સામેના જીવે જે પર્યાય પ્રકટ કરી છે તેવી શક્તિ મારામાં પણ છે અને તે માટે પ્રકટ કરવાની છે એવા પ્રકારનો અર્થ અભિપ્રેત થાય છે. ગુરૂનો જ્ઞાનગુણ કઈ શિષ્યો ગ્રહણ કરી શકશે નહીં. પણ શિષ્યની જ્ઞાનગુણની પ્રકટ પર્યાય વિકસિત થાય તો શિષ્ય ગુરૂ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું એમ ઉપચારથી કહેવાય અગુરુલઘુત્વ ગુણ જાણવામાં જે લાભ થયાં તે મુખ્યતઃ આ પ્રમાણેઃ વસ્તુસ્વરૂપનું અને વસ્તુસ્વાતંત્ર્યનું જ્ઞાન થાય. ૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શક્યું નથી એ જૈનસિદ્ધાંત આ ગુણ દ્વારા પણ સિદ્ધ કરાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી તેથી અનંત દ્રવ્યોની સત્તા અને સંખ્યા કાયમ રહે છે. ૪) વિશ્વના છએ દ્રવ્યો એકક્ષેત્રમાં રહેતાં છતાં પ્રત્યેક દ્રવ્યનાં પોતાના ગુણધર્મ ટકી રહે છે. જીવને અને શરીરને ભેગો સંબંધ હોય તો પણ જીવ સ્વતંત્ર છે અને પુદ્ગલ સ્વતંત્ર છે. તેમના દ્રવ્ય, ગુણ કે પર્યાય પણ એકબીજામાં પ્રવેશ કરી શકતાં નથી કે એકબીજાનું કાર્ય કરી શકતાં નથી. હું Page #105 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય શરીર છું કે શરીરનો કર્તાહર્તા છું એ ખોટી બુદ્ધિનો નાશ થાય છે. ૬) એક ગુણ બીજા ગુણરૂપ થતો નથી એ સમજવાથી, શ્રદ્ધા ગુણ પહેલાં શુદ્ધ થાય છે અને ચારિત્રગુણની પૂર્ણ શુદ્ધતા થતાં સમય લાગે છે તે સમજાય છે. ૭) અનંત ગુણ વિખરાઈ છૂટાં પડી શકતાં નથી તેનો જ અર્થ કે જ્યાં એક ગુણ સિદ્ધ કરાય ત્યાં જ તે દ્રવ્યનાં ઈતર અનંત ગુણો છે તે પણ સિદ્ધ થાય છે. જીવનો જ્ઞાનગુણ આપણાં ખ્યાલમાં આવે છે - ત્યાં જ જીવનાં અનંત ગુણો છે તે સિદ્ધ થાય છે. અગુરુલઘુત્વ ગુણનું વર્ણન કરનારો આ દોહો જુઓ ૯૪ - यह गुण अगुरुलघु भी सदा रखता महत्ता है महा, गुण-द्रव्य को पररूप यह होने न देता है अहा ! । निज गुण - पर्यय सर्व ही रहते सतत निज भावमें, कर्ता न हर्ता अन्य कोई यों लखो स्व स्वभावमें ॥ હવે પ્રદેશત્વ ગુણ વિષે ચર્ચા હવે પછીના પત્રમાં કરીશું. એ જ તમારી બા. તમે ભાગ્યથી આ અવસર પ્રાપ્ત કર્યો છે. માટે તમને ભલે હઠથી પણ તમારા હિત માટે પ્રેરણા આપીએ છીએ. જેમ શકય બને તેમ શાસ્ત્રોનો અભ્યાસ કરો. ઈતર જીવોથી જેમ શકય હોય તેમ શાસ્ત્રાભ્યાસ કરાવી લો. જે જીવો શાસ્ત્રાભ્યાસ કરે છે તેમની અનુમોદના કરો. પુસ્તક લખવું, વાંચવું કે વાંચનારની સ્થિરતા કરવી વિગેરે શાસ્ત્રાભ્યાસનાં બાહ્ય કારણો તે કરો. કારણ તે યોગે પણ પરંપરા કાર્યસિદ્ધિ થાય છે અને મહપુણ્ય ઉત્પન્ન થાય છે. - ‘સત્તાસ્વરૂપ' ૮૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રદેશત્વ ગુણ પત્રાંક ૧૫ ૮ માર્ચ ૧૯૯૫ પ્રદેશત્વ ગુણ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ. તમને પત્ર વાંચનથી થોડીઘણી આ વિષયમાં રૂચિ ઉત્પન્ન થઈ છે. એ સારી વાત છે. ખરું જોતાં, વાંચવા કરતાં પ્રવચન-ચર્ચા સાંભળવાથી વધુ ફાયદો થાય છે. તેવી તક પણ તમારા માટે નજીકના ભવિષ્યમાં આવે છે. ફાવે તો તે તકનો અવશ્ય લાભ લેજે. પુનામાં ર૦ થી ૩૦ એપ્રિલ દરમિયાન હું અને તમારા બાપૂજી પ્રવચનો આપશું. ત્યારે રોજ ૭ કલાક સ્વાધ્યાય થશે. તે જ મુજબ આ વખતનું શિક્ષણ પ્રશિક્ષણ શિબિર દેવલાલી (નાશિક) માં ૧૪ મે થી ૩૧ મે દરમિયાન ગોઠવાશે. તેમા ૮૧૦ કલાક વિવિધ વિષયો પર પ્રવચન-કલાસ-પ્રેકિટકલ વિગેરે કેટલોય લાભ થાય એમ છે, તે તમે અનુભવથી જાણો જ છો. સામાન્ય ગુણોની ચર્ચાથી આ વિશ્વમાં છ દ્રવ્યો છે તે છએ દ્રવ્યોનાં સ્વરૂપનું જ્ઞાન આપણને થોડું ઘણું થયું. આજનો આપણો વિષય છે ‘પ્રદેશત્વગુણ’ અને તે ગુણની વ્યાખ્યા છે – જે શક્તિને કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય છે તે શક્તિને પ્રદેશત્વ ગુણ કહે છે.” વિશ્વના છ દ્રવ્યોમાં ફકત પુગલદ્રવ્ય જ રૂપી એટલે મૂર્તિક છે અને બીજાં પાંચ દ્રવ્યો અરૂપી છે. મૂર્ત દ્રવ્યનો આકાર આપણને દેખાય પણ અરૂપી દ્રવ્યોનાં આકાર વિષે શંકા ઉઠે છે. આકાર એટલે તે તે દ્રવ્યનો વિસ્તાર-લંબાઈ, પહોળાઈ, જાડાઈ વિગેરે. રૂપી દ્રવ્યનો આકાર રૂપી હોય છે અને અરૂપી દ્રવ્યનો આકાર અરૂપી હોય છે. પ્રત્યેક દ્રવ્યનો આકાર તે તે દ્રવ્યનાં પ્રદેશત્વ ગુણને કારણે હોય છે. બીજાં દ્રવ્યોને કારણે નહીં. કોઈપણ દ્રવ્ય કે કોઈપણ જીવ પરદ્રવ્યના આકારનો કર્તા બની શકતો નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અસંખ્ય પ્રકારની વનસ્પતી, વિવિધ આકારનાં પાન-ફુલો, વિવિધ આકારનાં પશુ-પંખી આપણા જોવામાં આવે છે. તેઓના આકાર કોણે બનાવ્યાં હશે ? કમળનાં ફૂલનો આકાર કોણે બનાવ્યો ? તેમાં જ તે આકાર રૂપ થવાની શક્તિ છે. જેને પ્રદેશત્વ ગુણની જાણકારી નથી તે કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો નિર્માતા છે અને તે બધી વસ્તુઓને આકાર આપે છે એવી ઘેલી કલ્પના કરે છે, ઈશ્વરનું અને દ્રવ્યનું સ્વરૂપ જાણતાં ન હોવાથી આવી ભ્રામક કલ્પના થાય છે. અક્ષર સરસ અથવા વાંકાચુંકા-શાહીના પ્રદેશત્વ ગુણથી થાય અને આપણે માનીએ કે મેં કેવાં સરસ અક્ષરો લખ્યાં. રંગોળીથી સુંદર ફૂલ કાઢીએ તે મારૂં કૌશલ્ય માનીએ, પણ તે રંગોળીનાં પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. કોઈ શેઠ એમ કહે કે મેં મારા ધનથી આવડો મોટો સુંદર બંગલો બનાવ્યો પણ ઈંટ--પથ્થરની તે રચના પુદ્ગલના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. એકાદ કામ બગડે તો કારીગરનો દોષ કાઢીએ અને કારીગર કહે કે સિમેટ સારી ન હતી. લોટામાં પાણી ભરતાં પાણીનો જે આકાર બને છે તે પાણીનાં પ્રદેશત્વ ગુણના કારણે છે, લોટાથી નહીં. લોટાથી આકાર બનતો હોય તો અંદર પથરા નાખી જુઓ જોઉ તે આકારના (લોટાના) બને ખરા? હું ગોળ રોટલી વણું છું એવું અભિમાન આપણને થાય તો લોટનો આકાર કોણે બનાવ્યો ? ઘઉંનો આકાર કોને બનાવ્યો ? કુદરતે એટલે કે તે તે વસ્તુના પ્રદેશત્વ ગુણને લીધે તે આકાર બન્યો. તે જ પ્રમાણે રોટલી પણ તેના પ્રદેશત્વ ગુણને કારણે જ ગોળ બને છે. ૯૬ કુંભારે માટલું બનાવ્યું એમ કહીએ. પણ માટલાનો આકાર માટીના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. સોની કહે છે મેં સોનાનો હાર બનાવ્યો. હારની ડિઝાઈન, આકાર છે તે સોનાનાં પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. કોઈ સ્ત્રી અભિમાનથી કહે છે કે મારાં બધાં બાળકો મારા જેવાં જ રૂપાળાં દેખાય છે અને મારે લીધે જ તે એવાં થયાં, ખરૂં જોતાં તે તે શરીરનો આકાર પુદ્ગલના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. હાથી જીવ છે. તેનાં શરીરનો આકાર પુદ્ગલના પ્રદેશત્વ ગુણને કારણે Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશત્વ ગુણ બને છે, અને તેમાંના જીવનો તેવો જ આકાર જીવના પ્રદેશ– ગુણથી થાય છે. તે સમયે તે શરીરને તે આકારમાં નિમિત્ત કહેવામાં આવે છે. સિદ્ધ ભગવંતોને શરીર નથી માટે શરીરના નિમિત્તે બનનારો આકાર તેમને નથી. માટે નિરાકાર' એમ કહ્યું હોય તો પણ તેમને આકાર અવશ્ય છે કારણ એ પણ છવદ્રવ્યો છે અને તેમાં પ્રદેશત્વ ગુણ છે. આપણે પહેલાં જોયું હતું કે પ્રત્યેક ગુણનું કાર્ય પોતાને કારણે જ થાય છે (વસ્તુત્વ ગુણ) અને તે નિરંતર ચાલુ જ રહે છે (દ્રવ્યત્વ ગુણ). એટલે કે પ્રદેશત્વ ગુણનું દ્રવ્યનો આકાર' એ કાર્ય તેના પોતાને કારણે નિરંતર ચાલુ જ રહે છે. એટલે કે આકારની પર્યાય પ્રત્યેક સમયે ઉત્પાદવ્યયરૂપે નવી નવી થતી રહે છે. એટલે દરેક સમયે નવો નવો આકાર થતો રહે છે. પર્યાય એટલે કે આ આકાર તેવો ને તેવો રહી શકે અથવા જુદો પણ બની શકે. છ દ્રવ્યોનાં આકારનો વિચાર કરીએ તો જીવ દ્રવ્યનો આકાર સંસારદશામાં પ્રાપ્ત શરીર જેવડો અને સિદ્ધ દશામાં છેલ્લાં શરીર કરતાં કિંચિત્ ન્યૂન (અસંખ્યાત પ્રદેશી), પુદ્ગલ પરમાણુનો આકાર આયતઈંટ જેવો, ધર્મ અને અધર્મ દ્રવ્યોનાં આકાર લોકાકાશસમાન (અસંખ્યાત પ્રદેશી), કાળદ્રવ્ય (એકપ્રદેશી) અને આકાશ અનંત પ્રદેશી. તેમાં ફક્ત જીવ દ્રવ્યના આકારમાં જ સંકોચ વિસ્તાર થાય બાકી બીજા બધાં દ્રવ્યો જેટલાં ને તેટલાં જ કાયમ હોય છે. પુલ પરમાણુ ભેગાં થઈ સ્કંધ થાય. તેનો માત્ર કોઈ પણ આકાર તે સ્કંધની પોતાની યોગ્યતાનુસાર થતો હોય છે. જીવ દ્રવ્ય તે સ્કંધના આકારનો કર્તા નથી. તેથી શરીરના આકારનો હું કર્તા છું એમ માનવું ભૂલભરેલું છે. પાતળી નાજુક સ્ત્રી અભિમાન કરે છે કે જુઓ મેં પોતાને કેવી Maintain કરી છે, અને સ્થૂલ થતાં કહે છે, શું કરું આટલું બધું ડાયેટિંગ કરું છું, કસરત કરું પણ તેનો કંઈ જ ઉપયોગ નથી. તે શરીરને “સ્વ” માને છે તે એક ભૂલ અને શરીરના આકારની હું કર્તા છું એમ માને તે વધુ એક ભૂલ. મેં મારા બાળકોને ખવડાવી પિવડાવી હૃષ્ટપુષ્ટ બનાવ્યા તે પણ ભૂલનો (મિથ્યા) માન્યતાનો પ્રકાર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જીવ દ્રવ્યનો આકાર નાનો મોટો થાય છે એટલે કે તેનો સંકોચ વિસ્તાર થાય તોય જીવદ્રવ્યનાં જે અસંખ્યાત પ્રદેશ છે તે કાયમ રહે છે. દા.ત. પિજાયેલા રૂનો ઢગલો દેખાય તો પણ તે એક નાનકડાં ઓશિકામાં ભરવામાં આવે કે મોટો સ્પંજ દબાવીને હાથની મુઠ્ઠીમાં પકડાય છે. ત્યારે તે રૂ અથવા સ્પંજ જેટલાનો તેટલો જ રહે છે, માત્ર ઓછી જગ્યા રોકે છે. જીવદ્રવ્યનો આકાર નાનો મોટો થાય એટલે તેનો સંકોચ વિસ્તાર થાય તોપણ બધાં અસંખ્યાત પ્રદેશો તો કાયમ રહે છે, સિવાય દ્રવ્યમાંના અનંત ગુણો પણ કાયમ રહે છે. સૂક્ષ્મ જીવોથી માંડી ઘણાં મોટા આકારના પ્રાણીઓ સુધી અનેક આકારના જીવો જોવામાં આવે છે પણ તે બધાં અનંત ગુણોયુકત હોય છે. અનંતપ્રદેશી આકાશમાં તેમ જ એકપ્રદેશી કાળદ્રવ્યમાં અને એકપ્રદેશી પુદ્ગલ પરમાણમાં પ્રત્યેકમાં અનંતગુણો છે. આદિનાથ ભગવાન ૫૦૦ ધનુષ ઉચા અને મહાવીર ભગવાન ૭ હાથ ઉચા-વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં બિરાજમાન છે. તેમના આકારમાં ફરક હોવા છતાં પણ બીજ અનંત ગુણોની પર્યાયોમાં કંઈ જ ફરક નથી. બન્ને અનંત ચતુષ્ટય યુક્ત છે. તેમના બધાં અનંત ગુણોનું પૂર્ણ સામર્થ્ય પ્રકટ થયેલું છે. તેથી ભગવાન મહાવીર કરતાં આદિનાથનું જ્ઞાન કે સુખ વધુ હશે એમ માનવાનું કારણ નથી. રોજીંદા જીવનમાં પણ આપણે જોઈએ કે, બુદ્ધિ કોઈની ઉચાઈ અને જાડાઈ પર આધાર રાખતી નથી. માટે ઠિંગણી વ્યક્તિએ પોતાને હીન અને ઊચી વ્યક્તિએ પોતાને શ્રેષ્ઠ માનવું યોગ્ય ન ગણાય. અહીં હજુ એક વાત કહેવી છે કે સિદ્ધોને શરીર નથી તો તેમનો આકાર પોલો હશે, શૂન્ય જેવો અભાવાત્મક હશે એવી ખોટી માન્યતા કોઈની હોય છે. પહેલાં સિદ્ધોની કેટલીક મૂર્તઓ પણ ધાતુમાં કોતરેલી હતી. પરંતુ સિદ્ધ જીવનો ઠોસ એટલે ઘન આકાર છે. આત્મતત્ત્વને વિજ્ઞાનઘન એમ કહ્યું છે. જીવોમાં અનંતગુણ ઠાંસી ઠાંસીને ભરેલાં છે. પ્રદેશત્વ ગુણની પ્રત્યેક સમયે નવી પર્યાય થતી હોય છે. પ્રદેશત્વગુણના આ વિશેષ કાર્યને (પરિણમનને) વ્યંજનપર્યાય એમ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો હોય છે. તે બધાં ગુણોનું પરિણમન Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રદેશત્વગુણ પર્યાય થતાં હોય છે. તેમાં કેવળ પ્રદેશત્વ ગુણનું કાર્ય જુદું પાડી તેને ‘વ્યંજનપર્યાય' એવું નામ આપ્યું છે અને ઈતર અનંત ગુણોની પર્યાયોને અર્થપર્યાય' એમ કહ્યું છે. આ મજાનો વિષય છે. કેવો તે આપણે જોઈએ. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય, એ બન્નેના બે બે ભાગ પડે છે તે સ્વભાવ અને વિભાવ. પર્યાય વ્યંજનપર્યાય અર્થપર્યાય સ્વભાવવ્યંજનપર્યાય વિભાવવ્યંજનપર્યાય સ્વભાવઅર્થપર્યાય વિભાવઅર્થપર્યાય સ્વભાવવ્યંજનપર્યાય :- પર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યનો જે આકાર હોય તેને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે. દા.ત. જીવની સિદ્ધપર્યાય, પુદગલ પરમાણુનો આકાર. વિભાવવ્યંજનપર્યાય :- પર નિમિત્તના સંબંધથી દ્રવ્યનો જે આકાર હોય તેને વિભાવવ્યંજનપર્યાય કહે છે. દા.ત. જીવની નર, નારકાદિ પર્યાય, પુદ્ગલના સ્કંધનો આકાર. સ્વભાવઅર્થપર્યાય :- પર નિમિત્તના સંબંધ રહિત જે અર્થપર્યાય થાય (પ્રદેશત્વગુણ છોડી બીજા અનંત ગુણોની જે અવસ્થા થાય) તેને સ્વભાવઅર્થપર્યાય એમ કહેવાય. દા.ત. જીવની કેવલજ્ઞાનપર્યાય, પુદ્ગલપરમાણુની પર્યાયો. વિભાવઅર્થપર્યાય - પર નિમિત્તના સંબંધથી જે અર્થપર્યાય થાય તેને વિભાવઅર્થપર્યાય એમ કહે છે. દા.ત. જવના રાગ દ્વેષ ઈત્યાદિ, પુદગલોના સ્કંધોની પર્યાયો. છ દ્રવ્યોમાંથી માત્ર જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યો સ્વભાવ અને વિભાવ પર્યાયોથી યુકત હોય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાલના સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય એવાં બે જ પ્રકારે પરિણમન થાય છે – વિભાવ પરિણમન થતું નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જીવને સંસારી અવસ્થામાં કર્મ અને શરીરનો સંયોગ છે ત્યાં સુધી વિભાવવ્યંજનપર્યાય જ હોય છે અને સિદ્ધ અવસ્થામાં સ્વભાવવ્યંજનપર્યાય શરૂ થાય છે અને અનંતકાળ સ્વભાવપર્યાય ચાલુ જ રહે છે, એટલે અન્ય મત પ્રમાણે પરમાત્મા ફરી શરીરરૂપે અવતાર લેતાં નથી. કર્મ અને શરીરનો તેમની સાથે પાછો સંબંધ થતો નથી. અરિહંત ભગવંતોને વિભાવવ્યંજનપર્યાય હોય છે છતાં તેમના ઈતર ગુણોના સ્વભાવ પરિણમન હોવાથી સ્વભાવઅર્થપર્યાય પણ ચાલુ હોય છે. અનંત જ્ઞાન, અનંત સુખ, ઈત્યાદિ પ્રકટ થયેલાં હોય છે. પ્રદેશત્વ ગુણનાં વિભાવપરિણમનથી ઈતર ગુણોના સ્વભાવ પરિણમનમાં બાધા આવતી નથી. તે માટે આ ગુણના પરિણમનને જુદું નામ આપ્યું હશે. જીવનો શ્રદ્ધા ગુણ સમ્મદર્શન સાથે શુદ્ધ થાય છે અને તે સમયથી શ્રદ્ધા ગુણની સ્વભાવઅર્થપર્યાય ચાલુ થાય છે. પણ બધા ગુણોની પર્યાયો હજુ શુદ્ધ થયા નથી માટે તેમને સ્વભાવ અને વિભાવ અર્થપર્યાય હોય છે. પુગલ દ્રવ્યોની બાબતમાં એવું હોતું નથી. પરમાણુનો આકાર તે સ્વભાવવ્યંજનપર્યાય છે, જે સમયે પરમાણુ સ્કંધરૂપે બંધાઈ જાય છે (એકત્ર થાય), ત્યારે તેની વિભાવવ્યંજનપર્યાય થાય છે. અને કંધોમાંથી છૂટા પડતાં પાછી પરમાણુ અવસ્થામાં સ્વભાવવ્યંજનપર્યાય બને છે. એટલે પુદ્ગલની બાબતમાં સ્વભાવવ્યંજનપર્યાય પાછી વિભાવવ્યંજન પર્યાયરૂપે બદલાય છે. પરંતુ જીવની સ્વભાવવ્યંજન પર્યાય થતાં પાછી વિભાવવ્યંજનપર્યાય થતી નથી. જીવ અને પુદ્ગલના આ અર્થ અને વ્યંજન પર્યાયોમાં હજુ એક મઝાની વાત છે. છવદ્રવ્યોમાં સિદ્ધોની સ્વભાવઅર્થપર્યાયો બધી એક સરખી હોય છે અને સ્વભાવવ્યંજનપર્યાય પ્રત્યેક જીવની અલગ અલગ હોય છે. પરંતુ પુગલમાં સ્વભાવઅર્થપર્યાયો જુદી જુદી અને સ્વભાવવ્યંજન પર્યાયો એકસરખી હોય છે. એટલે પરમાણુના આકાર એક સરખા હોય છે. પણ તેમના સ્પર્શ, રસ, ગંધ, વર્ણની ભિન્ન ભિન્ન પર્યાયો કોઈપણ હોઈ શકે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રદેશત્વગુણ પ્રદેશત્વગુણ જાણવાથી ખાસ કરીને નીચે બતાવેલ લાભ ખ્યાલમાં આવે છે. ૧) પ્રત્યેક દ્રવ્યને કોઈ ને કોઈ આકાર હોય જ છે. તેને કારણે જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ અરૂપી દ્રવ્યોને પણ પોતાનો આકાર છે. ૨) પ્રત્યેક દ્રવ્યનો આકાર તેના પોતાનાં પ્રદેશત્વ ગુણને લીધે બને છે, કોઈપણ ઈશ્વર કે પરદ્રવ્ય તે આકારનો કર્તા હોઈ શકતો નથી. ૩) સંસાર અવસ્થામાં જીવનો આકાર પ્રાપ્ત શરીરના આકાર જેવો હોય તોપણ તે આકાર શરીરથી થતો નથી પણ જીવના પ્રદેશત્વ ગુણને કારણે બને છે. ૪) પુદગલ દ્રવ્યનો આકાર મૂર્તિક છે, અન્ય પાંચ દ્રવ્યોનો આકાર અમૂર્તિક (અરૂપી) છે. ૫) શરીરનો આકાર શરીરમાંના પરમાણુનો આકાર છે, જીવ તે આકારનો કર્તા નથી. શરીરને સુડોળ રાખવાનું કાર્ય જીવ કરી શક્તો નથી. ૬) દ્રવ્યનાં આકાર પર તેમાં રહેલાં ગુણોની સંખ્યા આધારીત નથી. અનંતપ્રદેશી આકાશદ્રવ્યમાં જેટલાં અનંતગુણો છે, તેટલા જ અનંત ગુણો એકપ્રદેશી પુદ્ગલપરમાણમાં અને કાલાણમાં પણ છે. ૭) ઝવદ્રવ્યના આકારમાં સંકોચ વિસ્તાર થાય તો પણ તેના અસંખ્યાત પ્રદેશ કાયમ રહે છે, તેમાં વધ-ઘટ નથી થતી. જીવ દ્રવ્યના આકાર પર તેમાં રહેલાં ઈતર ગુણોનાં કાર્ય આધારીત નથી. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ ગુણોની પર્યાયો જીવદ્રવ્યના આકાર પર આધારીત હોતી નથી. ૯) પ્રાપ્ત શરીરના આકારાનુસાર પોતાને હીન અથવા શ્રેષ્ઠ માનવું ભૂલ ભરેલું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પ્રદેશત્વ ગુણનું વર્ણન કરનારો આ દોહો જુઓ प्रदेशत्व गुणकी शक्तिसे आकार द्रव्योंका रहे, निजक्षेत्रमें व्यापक रहे आकार भी स्वाधीन है । आकार हैं सबके अलग हो लीन अपने ज्ञानमें, जानो इन्हें सामान्य गुण रखिये सदा श्रद्धानमें ॥ જ્ઞાનમાં લીન થવાનું કહ્યું છે એટલે ત્રિકાલી, ધ્રુવ, જ્ઞાનમય એવા આત્મદ્રવ્યનું ધ્યાન કરવા કહ્યું છે. આકાર પર્યાય છે અને તેથી તે એક સમયવર્તી છે, વિનાશિક છે અને નવી નવી ઉત્પન્ન થનારી છે. એવી અસ્થિર વાતનું ધ્યાન થઈ શકતું નથી. તે માટે તેના પરથી લક્ષ હટાવી સદૈવ કાયમ ટકે એવા જ્ઞાનસ્વભાવ પર લક્ષ કેન્દ્રિત કરતાં, એકાગ્રતા સાધતાં સ્વભાવઅર્થપર્યાય ચાલુ થશે એટલે સમ્યક્દર્શન-આત્માનુભૂતિ થશે. સામાન્ય ગુણોની ચર્ચા આજે પૂરી થાય છે. આગળના પત્રથી નવો વિષય શરૂં થશે. તોપણ પહેલાંના પત્રો ફરીથી વાંચતા રહો. તેથી દ્રવ્ય ગુણ પર્યાય અને સામાન્ય ગુણોનું સ્વરૂપ પાકું ધ્યાનમાં રહેશે. એ જ તમારી બા. નરભવ તો કંઈ સદૈવ રહેતો નથી. સાક્ષાત મોક્ષ સાધન જ્ઞાનકલા આ ભવ વ્યતિરિકત અન્ય કયાંય જોવાં મળતી નથી. માટે વારંવાર જણાવીએ છીએ કે-નિજબોધકલાના જોર પર નિજસ્વભાવમાં સ્થિર થાઓ નિરંતર એ જ પ્રયત્ન કરો - નાના બાળકને પણ તેમ વારંવાર કહેવું પડતું નથી, આપણે તો અનંત જ્ઞાનના સ્વામી હોવાં છતાં આવી ભૂલો કરતાં જોઈ મોટું આશ્ચર્ય થાય છે. શ્રી દીપચંદજી - ‘અનુભવપ્રકાશ’ - ૫૮ ૧૦૨ - Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પત્રાંક ૧૬ પુદ્ગલના વિશેષ ગુણ અને પર્યાયો ૨ એપ્રિલ ૧૯૯૫ પુદ્ગલના વિશેષ ગુણો અને પર્યાયો પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ, પાછલાં કેટલાક પત્રો દ્વારા બધાં દ્રવ્યોમાં જોવા મળતાં સામાન્ય ગુણોમાંથી મુખ્ય છ સામાન્ય ગુણોની ચર્ચા કરી. તે ઉપરથી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ આપણાં ધ્યાનમાં આવ્યું. પણ પ્રત્યેક દ્રવ્યમાં રહેલી ભિન્નતા જેને કારણે ધ્યાનમાં આવે તે વિશેષ ગુણો વિષે પણ આપણને જાણવું આવશ્યક છે. વિશેષ ગુણોના આધારે આપણે તે કયા દ્રવ્યો છે તે ઓળખી શકીએ. જેમ-જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઈત્યાદિ વિશેષ ગુણો છે તે પુદ્ગલ દ્રવ્ય છે. તેના પરથી શરીર, આજુબાજુ દેખાતી બધી વસ્તુઓ, પાંચે ઇન્દ્રિયોની જાણમાં આવનારી બાબતો – એ બધાં પુદ્ગલ દ્રવ્ય છે એ સમજાય છે. જેમાં જ્ઞાન કરવાની યોગ્યતા છે, જેને સુખદુ:ખનો અનુભવ થાય તે જીવદ્રવ્ય છે એમ સમજાય છે. થોડો સૂક્ષ્મ વિચાર કરતાં સમજાશે કે ખરેખર દ્રવ્ય કે ગુણ પ્રત્યક્ષ જ્ઞાનમાં આવતાં નથી પણ તેમની પર્યાયો જ્ઞાનમાં આવે છે. દા.ત. આપણે વર્ણ ગુણ જાણતાં નથી પણ તેની સફેદ, લાલ, ભૂરી વિગેરે અવસ્થા એટલે કે પર્યાય જાણીએ છીએ. માટે કેવળ ગુણોનું જ્ઞાન પુરતું નથી, તેઓની પર્યાયોનું જ્ઞાન પણ આવશ્યક છે. કારણ પર્યાયો ‘વ્યકત’ છે, ગુણો તો ‘અવ્યકત’ છે -શક્તિરૂપે વિદ્યમાન છે. જીવદ્રવ્ય અને તેમાંનાં જ્ઞાન, સુખ એ ગુણો પણ અવ્યકત છે, પણ જાણવું એ પર્યાય તેમ જ સુખનો અનુભવ-સંવેદનની પર્યાય વ્યકત છે. તે માટે વિશેષ ગુણોની પર્યાયો વિષે આપણે આજે ચર્ચા કરીશું. પુદ્ગલ દ્રવ્યોની પર્યાયો આપણને ઈન્દ્રિયો દ્વારા સતત જાણમાં આવતી રહે છે, આપણે તેઓને જાણીએ છીએ. માટે આપણે પુદ્ગલ દ્રવ્યનાં વિશેષ ગુણોની પર્યાયો વિષે જાણકારી Page #115 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય મેળવીએ. પ્રત્યેક દ્રવ્યમાંના વિશેષ ગુણોની ચર્ચા તો આપણે ‘દ્રવ્યનું સ્વરૂપ' એ છ નંબરના પત્રમાં કરેલી જ છે, તેથી હવે મુખ્યતયા પુદ્ગલના અને જીવના વિશેષ ગુણોની પર્યાયો વિષે આપણે ચર્ચા કરવાની છે. પુદ્દગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ વિગેરે વિશેષ ગુણો છે તે તો આપણે જાણીએ છીએ. તે સ્પર્શ ગુણમાં ૮ પર્યાયો હોઇ શકે છે. તે આ મુજબ-હલકી-ભારે; કઠણ-નરમ, સ્નિગ્ધ-રૂક્ષ, ઠંડીગરમ-એવી ચાર જોડીઓ છે. હલકી-ભારેમાંથી એક સમયે કોઇપણ એક પર્યાય હોઈ શકે તેમ પ્રત્યેક જોડીમાંથી એક એક પર્યાય - એમ પુદ્ગલમાં એક સમયે સ્પર્શ ગુણની ચાર પર્યાયો હોય છે. નિયમસાર, પંચાસ્તિકાય આદિ ગ્રંથોમાં કથન આવે છે કે આ ચાર પર્યાયો સ્કંધમાં રહેલ પરમાણુઓની હોય છે અને છુટ્ટા શુદ્ધ પરમાણુઓમાં એક સમયે સ્પર્શની સ્નિગ્ધ અથવા રૂક્ષમાંથી એક, ઠંડી કે ગરમમાંથી એક એવી બે જ પર્યાયો હોય છે એમ કહેવામાં આવ્યું છે. જ ૧૦૪ સ્પર્શ ગુણ પરથી હજુ એક મજાની વાત યાદ આવી. તે એટલે પુદ્ગલ દ્રવ્યમાં અનંત ગુણો હોય તોપણ તેમાંનો કેવળ સ્પર્શ ગુણની સ્નિગ્ધ કે રૂક્ષ પર્યાયો જ બે કે વધું પરમાણુના બંધને કારણભૂત છે. જીવ દ્રવ્યમાં પણ મોહનીય કર્મના ઉદયમાં જીવનાં જે મોહ, રાગ, દ્વેષ પરિણામ થાય તે જ બંધ માટે કારણભૂત હોય છે. રસ ગુણની પાંચ પર્યાયો છે - ખાટી, મીઠી, તીખી, તૂરી અને કડવી. આ પાંચે પર્યાયોમાંથી એકસમયે કોઈપણ એક જ પર્યાય હોઈ શકે છે. ગંધ ગુણની બે પર્યાયો છે -- સુગંધ અને દુર્ગંધ. આ બે પર્યાયોમાંથી એક સમયે કોઈપણ એક જ પર્યાય હોય છે. વર્ણ ગુણની પાંચ પર્યાયો છે - સફેદ, લાલ, કાળી, પીળી અને ભૂરી. તેમાંથી એક સમયે એક જ પર્યાય હોય છે. શબ્દ એ સ્કંધ છે, ભાષાવર્ગણા શબ્દરૂપે પરિણમિત થાય છે તેથી શબ્દ એ પર્યાય છે, ગુણ નથી. ક્રિયાવતી શક્તિ એ ગુણની ગતિરૂપ પર્યાય અથવા સ્થિતિરૂપ પર્યાય હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના વિશેષ ગુણ અને પર્યાયો ઉપરોકત સંપૂર્ણ વિવેચન પરથી સમજાશે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણની આ પર્યાયો તેમ જ શબ્દ પર્યાય એ બધી પુદ્ગલોની પર્યાયો છે. પુદ્દગલ પોતે પોતાની પર્યાયોને જાણતું નથી,, પોતાની વિશિષ્ટ પર્યાયોથી પુદ્ગલોને કંઈ જ સુખ કે દુ:ખ થતું નથી. તેથી વિશિષ્ટ પર્યાય સારી કે ખરાબ એવો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. ૧૦૫ આ બધી પર્યાયોને જાણનારો જીવ છે. પણ અજ્ઞાનવશ આ જીવ તે પર્યાયરૂપે હું પોતે છું એમ માને છે. શરીરની પર્યાયોને પુદ્ગલોની પર્યાયો ન માની અજ્ઞાની જીવ પોતાનું સ્વરૂપ માને છે. હું ગોરો, હું હલકો કે ભારે, મારા હાથ નરમ, મારા વાળ રૂક્ષ એવું આપણે માન્યું અને તેમાં વિશિષ્ટ પર્યાય સારી કે ખરાબ માની, ઈષ્ટ કે અનિષ્ટ માની કારણવગર સુખ દુ:ખ માનતાં આવ્યાં. સ્પર્શ, રસ, ગંધ, વર્ણની પર્યાયો તેમ જ શબ્દ પર્યાય પુદ્ગલ દ્રવ્યની છે, એ પર્યાયનો કર્તા પુદ્ગલ છે. જીવ માત્ર તેઓને જાણનારો છે. પરંતુ આ જીવે આ બધી પર્યાયોનો કર્તા પોતાને માન્યો. હું સ્વાદિષ્ટ રસોઈ બનાવું છું, નરમ રોટલીઓ બનાવું છું, રંગબેરંગી ચિત્રો દોરૂં છું, સુસ્વર અવાજમાં ગાઉ છું એમ જ માન્યું. જીવ ફકત ઈન્દ્રિયો દ્વારા આ પર્યાયોને જાણે છે પણ તે જ્ઞાન થતાં તેમાં જ સુખ દુ:ખ માની આ જીવ તે પર્યાયોનો ભોકતા બનવા જાય છે. ગુલાબજાંબુ ખાતાં રસગુણની મીઠી પર્યાયનું આપણને જ્ઞાન થાય, પરંતુ તેમાં સુખની કલ્પના કરી આ જીવ તેમાં જ રમમાણ થાય છે. તેમાં ખરેખર સુખ હોત તો ૭-૮ ગુલાબજાંબુ ખાધાં પછી આપણે થોભ્યા ન હોત, ખાતા જ રહ્યાં હોત. શરીરની દુર્ગંધની પર્યાય ગમતી નથી ત્યારે તેના પર સેટ છાંટી આપણે સુખ માનીએ, પોતે સુગંધિત થયાં એમ માનીએ, ખરૂં જોતાં જીવદ્રવ્યમાં ગંધ ગુણ નથી તેથી શરીરની દુર્ગંધની પર્યાય પણ જીવની નથી તેમ અત્તરની સુગંધ પર્યાય પણ જીવની નથી. જીવ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી તે પર્યાયોનું જ્ઞાન કરે છે. સ્પર્શેન્દ્રિયો વડે પુદ્ગલના સ્પર્શનું, રસનેન્દ્રિય વડે રસનું, ઘ્રાણેન્દ્રિય વડે Page #117 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ગંધનું, નેત્રન્દ્રિય વડે વર્ણનું અને કર્ણેન્દ્રિય વડે શબ્દોનું જ્ઞાન થાય છે. જ્ઞાન કરનારો જીવ પોતે છે, ઈન્દ્રિયો કેવળ નિમિત્ત છે, માધ્યમ છે. જેમ બારીમાંથી રસ્તા પરનું દૃશ્ય જોતી વખતે જોવાનું કામ આપણે કરીએ, બારી કરતી નથી. તે પ્રમાણે ઈન્દ્રિયો પોતે પુદ્ગલ છે, તેઓમાં જ્ઞાનગુણ નથી. તેઓ મારફત જ્ઞાન કરનારો તે જીવ છે અને તે હું જ છું. જીવ સ્પર્શનું જ્ઞાન કરે છે પણ જીવમાં સ્પર્શ ગુણ નથી માટે જીવને અસ્પર્શસ્વભાવી કહ્યો છે અસ્પર્શી કહ્યો છે. તે મુજબ રસ, ગંધ, વર્ણ, શબ્દ નું જ્ઞાન કરનારો જીવ છે પરંતુ જીવમાં આ ગુણો કે પર્યાયો નથી માટે જીવને અરસ, અગંધ, અવર્ણ, અશબ્દ એમ કહ્યો છે. તમે કહેશો, જીવને જ્ઞાન કરી લેવા ઈન્દ્રિયો તો હોવી જોઈએ ને? જરાય નહીં. અરહંત, સિદ્ધ ઈન્દ્રિયો દ્વારા જાણતાં નથી, આત્મા દ્વારે પ્રત્યક્ષ જાણે છે. વિશ્વના બધાં દ્રવ્યોને, ગુણોને અને તેઓના ત્રણે કાળની પર્યાયોને તેઓ યુગપત્ (એકસાથે) પ્રત્યક્ષ જાણે છે. અવધિ, મન:પર્યય જ્ઞાનમાં પણ ઈન્દ્રિયોની ગરજ નથી. તેમ જ આત્માને પોતાને જાણવું હોય ત્યારે ઈન્દ્રિયો દ્વારા જાણવું બંધ કરીને અંતર્મુખ થઈ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જ આત્માનું જ્ઞાન થાય. શાસ્ત્રોમાં પુદ્ગલોનું એટલું વર્ણન છે તે માત્ર પુદ્ગલને જાણવા માટે નથી પણ આ બધી પર્યાયો પુદ્ગલની છે જીવની નથી એમ સમજી લેવા માટે છે. શરીરથી ભેદજ્ઞાન કરવા શરીરના લક્ષણો, પર્યાયોના સવિસ્તારથી કથનો કરેલાં છે. ૧૦૬ આ બધી પર્યાયો એટલે હું નથી – એમ માનવાથી એકત્વબુદ્ધિનો નાશ થાય છે. આ પર્યાયો મારી નથી એમ સમજાતાવેંત મમત્વબુદ્ધિ જતી રહે છે. આ પર્યાયોનો કર્તા પુદ્ગલ છે, હું નથી એવો નિર્ણય કરતાવેંત કર્તૃત્વબુદ્ધિનો અંત આવે છે. આ પર્યાયોનો હું કેવળ જાણનારો છું, ભોગવાવાળો નથી, તે પર્યાયો મારા સુખદુઃખનું કારણ નથી, મેં પોતે જ તેમાં સુખ દુ:ખની કલ્પના કરી હતી એવી જાણ થતાં જ ભોકતૃત્વબુદ્ધિનો અભાવ થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પુગલના વિશેષ ગુણો અને પર્યાયો જુઓ જોઉં ! પુગલની પર્યાયોનું જ્ઞાન થતાં જ કેટલી બધી નિશ્ચિતતા અને નિરાકુલતા આવી ગઈ. આ મારી પર્યાયો નથી એમ સમજાતા જ આપણાં મનમાં પ્રશ્ન ઊભો થાય કે પછી મારી પર્યાયો કંઈ છે ભલા ? સમજો, તમે મને તેડવાં સ્ટેશન પર આવો ત્યારે તમારી નજર સામે સેકડો સ્ત્રીઓ દેખાય. પણ આ મારી મા નથી તે સમજાતાં જ દષ્ટિ તરત જ તે સ્ત્રી પરથી હટી જાય અને બીજી તરફ પોતાની મા ને શોધવા લાગે. જ્યાં હું એટલે તમારી મા તમને દેખાશે, ત્યારે તમારી નજર મા પર જ કેન્દ્રિત થશે. ત્યાર બાદ પાછાં આમતેમ શોધવામાં, એવામાં તમને રસ રહેશે નહીં. મા દૂર હોય તોય મા દેખાવાની ખાત્રી થઈ છે. રસ્તામાં ઓળખીતી સ્ત્રીઓ દેખાય તોપણ ચિત મા તરફ લાગેલું છે. માની બાથમાં જવાનું હવે ખેંચાણ થયું છે. તે પ્રમાણે આ બધી પર્યાયો પુદ્ગલની છે તેમ સમજાતાં જ દષ્ટિ તેના પર ટકી રહેતી નથી. મારી પર્યાયો કઈ છે તે જાણવાની ઉત્સુકતા થાય છે. જ્યારે જીવના પર્યાયોનું જ્ઞાન થશે ત્યારે ઈન્દ્રિયો દ્વારા પુદ્ગલની પર્યાયો જાણવામાં રસ નહીં રહે. પોતાની પર્યાયો જાણવાથી “એ જ હું એવી લક્ષણો દ્વારા ખાત્રી થતાં જ ચિત ત્યાં જ રમમાણ થશે. વારંવાર અંતર્મુખ થઈ પોતાને નિહાળવાનો-અનુભવ લેવાનો રસ વધશે. તે માટે સૌ પ્રથમ જીવ દ્રવ્યનાં વિશેષ ગુણોની પર્યાયોનું જ્ઞાન કરી લેવું આવશ્યક છે. પોતાનું સ્વરૂપ ઓળખ્યા વગર આ જીવનું અજ્ઞાન અને ચાર ગતિનું ભ્રમણ દૂર નહીં થાય. સુખ એ પર્યાય જીવના સુખ ગુણની છે. માટે જીવને ખરું સુખ પોતાને જાણવાથી જ પ્રકટ થશે. તે વિષે સવિસ્તાર જાણકારી આપણે આગળના પત્રમાં જોઈશું, ત્યાં સુધી પુદગલની જે જે પર્યાયો આપણાં જ્ઞાનમાં આવે છે તે હું નથી, મારી નથી, હું તેનો કર્તા નથી, હું તેનો ભોકતા નથી એવો વારંવાર અભ્યાસ કરશો. - એ જ તમારી બા. Page #119 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૦૮ પત્રાંક ૧૭ ૧૦ એપ્રિલ ૧૯૯૫ જીવના વિશેષ ગુણો અને પર્યાયો પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ. પોતાનું સ્વરૂપ જાણી લેવાની તમારી ઉત્કંઠા જોઈ આગળનો પત્ર તરત જ લખવાં લીધો છે. આત્માનું એટલે પોતાનું સ્વરૂપ-લક્ષણ જાણવાની તીવ્ર રૂચિ હોવી એ યોગ્ય પાત્રતા દર્શાવે છે. એવા જ જીવોને જિનવાણીનો ઉપદેશ ઝટ ગ્રહણ થાય અને સમજાય છે. ગયાં પત્રમાં આપણે જોયું હતું કે કોઈપણ વિશેષ દ્રવ્યને જાણવું હોય તો તેના વિશેષ ગુણોની પર્યાય દ્વારા જાણવામાં આવે-પ્રગટ લક્ષણો પરથી તે દ્રવ્યને (લક્ષ્મીભૂત પદાર્થને) જાણવામાં આવે છે. પ્રત્યેક જીવ દ્રવ્યમાં ચેતના અર્થાત દર્શન અને જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ વિગેરે વિશેષ ગુણો છે. દર્શન ગુણનું કાર્ય પદાર્થનું સામાન્ય અવલોકન કરવું એટલે જ સામાન્ય પ્રતિભાસ થવો. જાણવું તે જ્ઞાનગુણનું કાર્ય છે. તેમાં પદાર્થનો વિશેષ પ્રતિભાસ થાય છે. જાણવાની ક્રિયા પહેલાં તે પદાર્થનું જે સામાન્ય અવલોકન થાય - તે દર્શનગુણનું કાર્ય અથવા દર્શનોપયોગ છે. દર્શનગુણની ચાર પર્યાયો છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. ૧) ચક્ષુદર્શન - ચ ઈન્દ્રિય દ્વારા જે મતિજ્ઞાન થાય તત્પર્વે જે સામાન્ય પ્રતિભાસ થાય છે તેને ચક્ષુદર્શન એમ કહેવાય છે. ૨) અચક્ષુદર્શન • ચક્ષુ વ્યતિરિકત બીજી ચાર ઈન્દ્રિયો અને મન દ્વારા જે મતિજ્ઞાન થાય તત્પર્વે જે સામાન્ય પ્રતિભાસ થાય તેને અચક્ષુદર્શન કહેવાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ જીવના વિશેષ ગુણો અને પર્યાયો અવધિજ્ઞાન થતાં પહેલાં થનારા સામાન્ય ૩) અવધિદર્શન પ્રતિભાસને અવધિદર્શન કહેવાય છે. ૪) કેવલદર્શન - કેવલજ્ઞાન સાથે થનારા (એક જ સમયે થનારા) સામાન્ય પ્રતિભાસને કેવલદર્શન કહેવાય છે. આપણે કહીએ કે જીવનો સ્વભાવ જાણવું અને દેખવું છે, જ્ઞાતાદૃષ્ટા છે. તેમાં દેખવું દર્શન ગુણનું કાર્ય છે અને જાણવું એ જ્ઞાનગુણનું કાર્ય છે. આપણો ઉપયોગ દેખવાનું કામ કરે ત્યારે જાણવાનું કામ કરતો નથી અને ઉપયોગ જાણવામાં લાગી જાય ત્યારે ઉપયોગ દેખવા તરફ હોતો નથી. આપણને જે જ્ઞાનોપયોગ થાય તે દર્શનોપયોગપૂર્વક થાય છે. પણ કેવલી ભગવંતોનો એટલે જ કે અરહંત અને સિદ્ધોનો ઉપયોગ એક જ સમયે જ્ઞાન અને દર્શન તે બેઉમાં હોય છે. કેવલદર્શન અને કૈવલજ્ઞાન યુગપત્ હોય છે. જ્ઞાનગુણની ૮ પર્યાયો છે. તેમાં મિથ્યાજ્ઞાનની ત્રણ પર્યાયોકુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન. કુઅવધિજ્ઞાનને વિભંગજ્ઞાન એમ પણ કહે છે. જ્યાં સુધી સમ્યક્દર્શન એટલે આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી આપણે ગમે તેટલું શિખીએ, ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન મેળવીએ તોપણ તેને મિથ્યાજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાનશૂન્ય એવું જિનવાણીનું જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. આત્મજ્ઞાન થયાં પછીનું બધું જ્ઞાન -આત્માસંબંધે તેમ જ બીજા પદાર્થો વિષેનું જ્ઞાન ‘સમ્યજ્ઞાન' થાય છે. -સમજો, -મિથ્યાદષ્ટિને ઈતિહાસ, ભૂગોળ, ગણિતનું જ્ઞાન છે તેને મિથ્યાજ્ઞાન કહે છે અને તે જ જીવને સમ્યક્દર્શન થયાં બાદ તેના તે ઈતિહાસ, ભૂગોળ અને ગણિતના જ્ઞાનને પણ સમ્યજ્ઞાન કહેવાય છે. કારણ હવે તે જીવને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે સ્વ અને પરનું ભેદવિજ્ઞાન છે અને સ્વનો પ્રત્યક્ષ અનુભવ છે. સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન, સમ્યજ્ઞાનની પાંચ પર્યાયો છે સુઅવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને કેવલજ્ઞાન. - Page #121 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૧૦. જ્યાં સુધી કેવલજ્ઞાન થતું નથી ત્યાં સુધી બધાં સંસારી જીવોને એકેન્દ્રિયોથી માંડી પંચેન્દ્રિય જીવોને મતિ અને શ્રુત એ બે જ્ઞાન (આ બે પર્યાયો) હોય છે. તે જ્ઞાનનો પૂર્ણ અભાવ કદીય થઈ શક્તો નથી. સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિય જીવોમાં પણ જ્ઞાનનો કંઈક અંશ પર્યાયમાં પ્રકટ હોય જ છે. કોઈપણ જીવ કદાપિ જ્ઞાન રહિત બની શક્તો નથી. પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ (બુદ્ધિ) ઓછોવત્તો હોઈ શકે છે. મિથ્યા કે સમ્યફ એવા ભેદો ન પાડતાં પાંચ પર્યાયોનું સ્વરૂપ આ મુજબ છે. મતિજ્ઞાન - ઈન્દ્રિયો અને મનના નિમિત્તે પદાથોને જાણવું તેને મતિજ્ઞાન કહે છે. આ તો પરપદાર્થોનું જ્ઞાન થયું. પણ જ્યારે જીવ નિજ આત્માને જાણે છે, ત્યારે ઈન્દ્રિયો અને મન તરફનો ઉપયોગ હટાવી, અંતર્મુખ થઈ, ઉપયોગ સ્વસમ્મુખ કરે છે ત્યારે પોતાના આત્માનું જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહેવાય છે. - શ્રુતજ્ઞાન - મતિજ્ઞાનથી જાણેલાં પદાર્થોનાં સંબંધમાં આવતાં બીજાં પદાથોને જાણનારા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. જેમ “સાકર' શબ્દ સાંભળીએ કે વાંચીએ ત્યારે તે શબ્દનું જ્ઞાન થાય તે મતિજ્ઞાન અને તે શબ્દ દ્વારા સૂચિત થનારો “સાકર' એ પદાર્થ જાણ્યો તે શ્રુતજ્ઞાન થયું. તમારા મગજમાં ક્યો પ્રશ્ન ઉપસ્થિત થયો તે મેં જાણ્યું, એ જ ને, કે જે જીવોને માત્ર એક અથવા બે ઈન્દ્રિયો છે તેમને શ્રુતજ્ઞાન શી રીતે થાય? એકેન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિયના નિમિત્તે સ્પર્શનું જ્ઞાન થાય છે, તે મતિજ્ઞાન કહેવાયું અને એ સ્પર્શ દુઃખરૂપ છે એવું જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાયું. આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ‘ભાવશ્રુતજ્ઞાન' કહેવાય છે. આવું આભાસંબંધીનું વર્ણન, ચર્ચા, લક્ષણો, આત્માનુભૂતિનો ઉપાય, ઈત્યાદિ જે શાસ્ત્રોમાં કહ્યાં છે તે સમસ્ત આગમને-જિનવાણીને ‘દ્રવ્યમૃત' એમ કહેવામાં આવે છે. તેના પરથી સમજશે કે દ્રવ્યકૃત અથવા દિવ્યધ્વનિ પણ શબ્દોની રચના છે, વાણી છે, જ્ઞાનની પર્યાય નથી. જો Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવના વિશેષ ગુણો અને પર્યાયો કોઈ કહે કે શાસ્ત્રોમાં જ્ઞાન નથી તો હવે તમને આશ્ચર્ય નહીં થાય, અપેક્ષા ધ્યાનમાં આવશે. ૧૧૧ અવધિજ્ઞાન - જે જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમની મર્યાદા સહિત રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. દેવગતિના દેવોને અને નરકગતિના નારકી જીવોને બધાંને આ અવધિજ્ઞાન હોય છે. તે બન્ને ભવોના જીવોને તે હોય જ છે, તેથી તેને (જ્ઞાનને) ‘ભવપ્રત્યય અવધિજ્ઞાન' કહ્યું છે. કેટલાંક પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચોમાં અને મનુષ્યોમાં પણ અવધિજ્ઞાન હોઈ શકે. તે જ્ઞાનથી ભવિષ્યકાળની કે ભૂતકાળની તેમ જ અન્ય ક્ષેત્રોમાં બનતી ચાલુ ઘટનાઓને તે જીવો જાણે છે. આ કોઈ ચમત્કાર નથી. કુઅવધિજ્ઞાન દ્વારા પણ તે જાણવામાં આવે છે. આ જ્ઞાનથી તે વ્યકિતને ત્રિકાલદર્શી અથવા સાધુપુરૂષ ભાસી દુનિયામાં અનેક ભોળાં લોકોને છેતરવામાં આવે છે. પણ અવધિજ્ઞાનનું સ્વરૂપ જાણવાથી કોઈપણ ચમત્કાર માનવાનું કારણ નથી. સમ્યક્દષ્ટિના અવધિજ્ઞાનને સુઅવધિજ્ઞાન એમ કહે છે. મનઃપર્યયજ્ઞાન - આ જ્ઞાન માત્ર અમુક ભાલિંગી મુનિઓને જ હોય છે. નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ સિવાય બીજા કોઈને પણ હોઈ શકે નહીં. જે જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત બીજા (અન્યો) ના મનના રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને મન:પર્યય જ્ઞાન કહે છે. કેવળજ્ઞાન - જે જ્ઞાન ત્રણે કાળના (ભૂત, વર્તમાન, ભવિષ્ય) અને અલોકસહિત ત્રણ લોકના બધાં દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક જ સમયે યુગપત્, સ્પષ્ટ, પ્રત્યક્ષ જાણે તેને કેવળજ્ઞાન કહે છે. તેનું વૈશિષ્ટય એવું છે કે કેવળી ભગવાન સર્વે પદાર્થો તરફ જોઈ સર્વોને જાણે એમ ન હોઈ તે તો નિજ આત્મામાં પૂર્ણરીતે રમમાણ થયેલાં હોય છે. પોતાના આત્માને પૂર્ણપણે જાણતાં હોય છે - તેઓને અનંતજ્ઞાન પ્રકટ થયેલું હોય છે અને વિશ્વની સંપૂર્ણ ચરાચર-મૂર્ત અમૂર્ત પદાર્થો તેમના જ્ઞાનમાં ઝળકે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અનંત પદાર્થોનું અને અનંત કાળ પછીનું પણ જ્ઞાન તેઓને પ્રત્યક્ષ વર્તમાનવત થતું હોય છે. એ જ તો જ્ઞાનના સ્વ-પરપ્રકાશપણાનો મહિમા છે, મહાનતા છે. એના પરથી ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થાય છે. તે આપણે પ્રમેયત્વગુણની ચર્ચા સમયે જોયું જ છે. ભવિષ્યમાં થનારી પર્યાય જાણવામાં આવે કારણ તે જ્ઞાનની ક્ષમતા છે -યોગ્યતા છે. પરંતુ કોઈપણ પર્યાય પંચમાત્ર પણ બદલી શકાતી નથી. આગળ પાછળ કરાતી નથી, તેમાં ફેરફાર કરી શકાતો નથી. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે અને તે સુનિશ્ચિત છે એવો દૃઢ નિર્ણય હોવો તે જ પુરુષાર્થ છે. કારણ આવો નિર્ણય કર્યા બાદ આપણી દૃષ્ટિ બીજાના અને પોતાની પર્યાય પરથી હટી જઈ કાયમ ત્રિકાલ ટકનારા દ્રવ્યસ્વભાવ તરફ કેન્દ્રિત થાય છે. તે કારણે જ્ઞાનની પર્યાયો જાણી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો તે આપણું કર્તવ્ય છે. પર્યાય ક્રમબદ્ધ હોય તો અમારો પુરૂષાર્થ શું બકી રહ્યો એવો ખોટો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. ૧૧૨ એક સમયમાં જ્ઞાનને એક જ પર્યાય હોય છે. પણ એક જીવને કયું કયું જ્ઞાન (પર્યાયો) હોઈ શકે તે વિચારીએ. ઓછામાં ઓછું એક એટલે કેવલજ્ઞાન હોય છે. એક કેવલજ્ઞાન હોય તો બીજા જ્ઞાનની ગરજ છે જ કયાં ? બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય (મિથ્યા કે સમ્યક્). ત્રણ જ્ઞાન હોય તો ૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન (મિથ્યા અથવા સમ્યક્) અથવા ૨) સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તો સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન, સુઅવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન તે ચાર જ્ઞાન હોય છે. જીવની શ્રદ્ધાગુણની મુખ્યતઃ બે પર્યાયો છે મિથ્યાદર્શન, સમ્યક્દર્શન. મિથ્યાદર્શન :- અતત્ત્વશ્રદ્ધાનને મિથ્યાદર્શન એમ કહ્યું છે. આ જીવને સ્વતત્ત્વ વિષે શ્રદ્ધા હોતી નથી. જીવાદિ સાત તત્ત્વોની બાબતમાં તેની વિપરીત શ્રદ્ધા હોય છે. દેહમાં આત્મબુદ્ધિ, રાગદ્વેષાદિ ભાવોમાં કર્તૃત્વ-ભોકતૃત્વબુદ્ધિ, પરપદાર્થોમાં મમત્વબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ, પુણ્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવના વિશેષ ગુણો અને પર્યાયો સારૂં, પાપ ખરાબ, પુણ્ય કરી મોક્ષની પ્રાપ્તિ થશે એવી વિપરીત શ્રદ્ધાને મિથ્યાદર્શન કહેવામાં આવ્યું છે. આ જન્મથી જ હોય તેને અગૃહીત મિથ્યાદર્શન કહે છે. ફુગુરૂ, કુદેવ, અને કુશાસ્ત્રોનાં સેવનથી મિથ્યાત્વનું પોષણ થાય છે અને નવી નવી મિથ્યા કલ્પનાની શ્રદ્ધા થાય તેને ગૃહીત મિથ્યાદર્શન કહ્યું છે. સમ્યક્દર્શન :- સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વોનો ઉપદેશ ગ્રહણ કરી જે જીવ સાત તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરે, દેવ ગુરૂ અને શાસ્ત્રના સ્વરૂપનો નિર્ણય કરે, મોક્ષમાર્ગનો નિર્ણય કરે, સ્વતત્ત્વ અને પરતત્ત્વનો નિર્ણય કરી સ્વ-પર ભેદ વિજ્ઞાન કરે અને અંતર્મુખિ બની સ્વનું ચિંતન મનન કરી આત્માનુભવ પ્રાપ્ત કરી લે છે એવા જીવને શ્રદ્ઘા ગુણની સમ્યક્દર્શન પર્યાય પ્રકટ થાય છે. ૧૧૩ સમ્યક્દર્શનની પર્યાય સાથે જ જ્ઞાનની સમ્યજ્ઞાન પર્યાય અને ચારિત્રની સમ્યક્ચારિત્ર પર્યાય શરૂ થાય છે. કેવળ ત્રણ જ ગુણો નહીં પણ જીવનાં બધાં અનંત ગુણોનું સ્વભાવરૂપ પરિણમન શરૂ થાય છે. આત્મામાં લીન થઇ અતદ્રિય સુખની અનુભૂતિ થાય છે. જેટલો કપાયોનો અભાવ થાય તેટલી અકષાયરૂપ શાંતિ પ્રાપ્ત થાય છે. જીવ શુદ્ધોપયોગમાંથી શુભોપયોગમાં કે અશુભોપયોગમાં આવે તોપણ હવે શ્રદ્ધાની સમ્યક્દર્શન પર્યાય ચાલુ જ રહે છે. વારંવાર શુદ્ધોપયોગ કરવાથી તેની આ સમ્યક્ શ્રદ્ધા દઢ થતી હોય છે. કદાચ કોઈ જીવ સમ્યક્દર્શનથી વ્યુત થઈ મિથ્યાદર્શનની પર્યાય પ્રાપ્ત કરે છે પરંતુ પાછો પુરૂષાર્થથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કરણાનુયોગની અપેક્ષાએ શ્રદ્ધાની સાસાદન અને મિશ્ર એવી બે અવસ્થા સમ્યક્ત્વમાંથી પડનારા જીવોની સંભવે છે પરન્તુ તે અવસ્થાઓ અલ્પકાળ પુરતી રહે છે. તેનું વર્ણન હાલ આપણને જરૂરી નથી. ચારિત્ર ગુણની પર્યાયોનું સવિસ્તાર વર્ણન ખાસ આ પછીના પત્રમાં કરીશ, કારણ તે મોટો વિષય છે. સમ્યક્દર્શનની સાથે જ સમ્યક્ચારિત્રની પર્યાય પ્રાપ્ત થાય તોપણ પર્યાયમાં સરાગતા અને વીતરાગતા એક જ Page #125 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય સમયે હોય છે. ક્રમે ક્રમે કષાય (સરાગતા) ઓછી થતી જાય અને વીતરાગતા વધતી જઈ પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જ્ઞાનની મતિશ્રુતજ્ઞાનની પર્યાય નાશ પામે છે અને કેવળજ્ઞાન એ પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર એ પ્રમાણે જીવમાં સુખ અને વીર્યં એ પણ વિશેષ ગુણો છે. સુખ ગુણની અતીદ્રિય સુખ એ સ્વભાવપર્યાય છે અને આપણે માનીએ તે સુખ (ઈન્દ્રિયજનિત) અને દુ:ખ એ વિભાવપર્યાયો છે. આત્માનુભૂતિ થાય ત્યારે અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ પ્રકટ થાય છે. જેટલી આત્મસ્થિરતા વધે તેટલું અધિક સુખ થાય. પૂર્ણ વીતરાગતા સાથે પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય અને કેવળજ્ઞાન સાથે અનંત સુખની પ્રાપ્તિ થાય છે. ૧૧૪ વીર્ય તે પણ જીવનો ગુણ છે. વીર્ય એટલે બળ. શરીરનું બળ તે જીવનાં વીર્ય ગુણનું કાર્ય નથી. વીર્ય ગુણની પર્યાયનું નામ છે ‘પુરૂષાર્થ’. સ્વભાવની રચના કરવી તે આ વીર્ય ગુણનું કાર્ય છે. મોક્ષ तरई લઈ જનારો તે જ ખરો પુરૂષાર્થ છે. આપણે લૌકિક પુરૂષાર્થ કહીએ તે વિભાવ છે. કારણ તેને લીધે સંસારનું જ પોષણ થાય છે. આત્માનો સ્વભાવ તો છે તેવો અનાદિથી છે પણ તે સ્વભાવનો નિર્ણય કરવો, દૃષ્ટિ તેની તરફ વાળવી, શ્રદ્ધા કરવી, સ્વભાવમાં સ્થિર રહેવું તે આ વીર્ય ગુણનું કાર્ય છે, તેને જ પુરૂષાર્થ એમ કહેવામાં આવે છે. ક્રિયાવતી શક્તિ એ પણ જીવનો એક વિશેષ ગુણ છે. તેની ગતિરૂપ અને સ્થિતિરૂપ એવી બે પર્યાયો થાય છે. જીવનું ગમન કરવું કે સ્થિર રહેવું તે જીવની ક્રિયાવતી શક્તિનું કાર્ય છે અને પુદ્ગલનું ગમન કરવું કે સ્થિર રહેવું તે પુદ્ગલની ક્રિયાવતી શક્તિનું કાર્ય છે. જીવ અને શરીરનું એક જ સમયે પરિણમન થાય ત્યારે જીવને ભ્રમ થાય છે કે આ શરીરનું હલનચલન, ક્રિયા આપણે જ કરીએ છીએ. કંઈ પર્યાયો પુદ્ગલની છે અને કંઇ મારી છે એટલે કે જીવની છે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જીવના વિશેષ ગુણો અને પર્યાયો તે સમજ્યાં પછી લક્ષણો દ્વારા જીવ અને પુગલને ભિન્ન ભિન્ન ઓળખવું હવે સહેલું થયું છે. પોતાને ઓળખવું એ જ આપણું પ્રયોજન હોવાથી વિશેષ ગુણોનો આ અભ્યાસ આપણાં માટે ઘણો ઉપયોગી થઈ પડશે. જીવ અને પુલ સિવાય બીજા ચાર દ્રવ્યો છે – ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તેઓના વિશેષ ગુણો વિષે આપણે ‘દ્રવ્યનું સ્વરૂપ ના પત્રમાં ચર્ચા કરી જ છે. ચારિત્ર ગુણ વિષેનો પત્ર પણ જલ્દી મોકલીશ. - એ જ તમારી બા. - -- જે ભવસમુદ્ર પાર કર્યો નહીં તો મનુષ્યદેહ મેળવીને પણ તેનો શો ઉપયોગ ? પંડિત કહેવાયો તો પણ તેનો શો ઉપયોગ? અને તીર્થક્ષેત્રે સ્નાન કર્યું તેનો શો ઉપયોગ ? જે કમો ક્ષીણ કર્યા નહીં અને ધન કમાયા તો તેનો શો ઉપયોગ? ઈન્દ્રિયોને તૃપ્તકરી તો તેનો શો ઉપયોગ ? અને માથા પર છત્ર ધારણ કરી છત્રપતિ બન્યાં તો તેનો શો ઉપયોગ ? જો જરા-મરણાદિને ટાળ્યાં નહીં અને તારૂણ્ય મેળવ્યું પણ તેનો શું ઉપયોગ ? અને જો આત્માનો પ્રકાશ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરી અને ખૂબ ભ્રમણ કર્યું તો તેનો શો ઉપયોગ કે દૂર દેશમાં અજાણ્યા માણસોમાં વાસ કર્યો - તેનું શું ફળ મળ્યું ? ભ્રાંતિનાં વિલાસથી કે દુર્જનોની સંગતથી શો ઉપયોગ કારણ ભલે એ બધું હોય તો પણ અંતે પશ્ચાતાપ જ કરવો પડશે. કારણ કરવાયોગ્ય તો એક આત્મજ્ઞાન જ છે. તે તો થયું જ નથી. - ભૈયા ભગવતીદાસ - “બ્રહ્મવિલાસ' - - Page #127 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૧૬ ૧૯૯૫ પત્રક ૧૮ ૧૬ એપ્રિલ ૧૯૯૫ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, આજસુધી પત્રો દ્વારા આપણે વિશ્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, સામાન્યગુણ, વિશેષગુણ અને બીજી પણ કેટલીક જાણકારી મેળવી. જૈન તત્ત્વજ્ઞાનનો ‘ઓનામા' (મરાઠી શબ્દ છે.) આપણે ક્ય. એનામા કરવો એટલે શરૂઆત કરવી. એ શબ્દ કેવી રીતે તૈયાર થયો ખબર છે? તેનો ફુલફોર્મ છે “ઓના માસિદં' તે અપભ્રંશનું શુદ્ધરૂપ છે “ઓમ નમઃ સિદ્ધ'. પહેલાના સમયે પાટી પર અક્ષર ઓળખ કરાવતાં ત્યારે ‘૩ નમઃ સિદ્ધ એમ લખી અક્ષરો શિખવતાં – શિક્ષણ આપવાનો પ્રારંભ કરતા. ત્યારથી કોઈપણ વાતની શરૂઆત કરવી તે અર્થે “નામા કરવો' એવો શબ્દ રૂઢ થયો છે. ગયાં અનેક પત્રો દ્વારા આપણે બધાં દ્રવ્યોમાં જોવા મળતાં જે સામાન્ય ગુણો છે, તેમાંથી છ ગુણો વિષે ચર્ચા કરી. એ ગુણો દ્રવ્યની સિદ્ધિ કરે છે, પરંતુ તે ચોકકસ કયું દ્રવ્ય છે તે ઓળખવા માટે વિશેષ ગુણોને જાણવું આવશ્યક છે. આપણે દ્રવ્યો અને તેઓના વિશેષ ગુણો જોયાં જ છે, તેમના પર વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. જેમ કે, જીવ દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ ઈત્યાદિ વિશેષ ગુણો છે. પુદગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ ઈત્યાદિ વિશેષ ગુણો છે. ધર્મ દ્રવ્યમાં ગતિeતુત્વ એટલે પોતે ગમન કરનારા જીવ અને પુદગલોને ગતિ કરવામાં સહાધ્યક (નિમિત્ત) થવું એ વિશેષ ગુણ છે. અધર્મ દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ એટલે ગમનપૂર્વક સ્થિર થનારા જીવ અને પુગલોને સ્થિર થવામાં નિમિત્ત બનવું એ વિશેષ ગુણ છે. આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને કાળદ્રવ્યમાં પરિણમનહેતુત્વ એ વિશેષ ગુણો છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો જીવ દ્રવ્યના જ્ઞાન-દર્શન અને બીજા ગુણો વિષે પણ આપણે ચર્ચા કરતા આવ્યાં છીએ. આજે ચારિત્ર ગુણ વિષે વધુ માહિતી આપવાનો વિચાર છે. એમ તો પત્ર ક્રમાંક-૨ માં ઘણી ચર્ચા કરી હતી. જીવ દ્રવ્ય એ ઈતર દ્રવ્યોથી ભિન્ન છે તે તેના ચૈિતન્યસ્વભાવને કારણે એટલે કે જ્ઞાન-દર્શન ગુણોને કારણે છે. તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં ઉપયોગો લક્ષણ એવું જીવનું લક્ષણ કહ્યું છે. ઉપયોગના બે ભેદ એટલે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એટલે જાણવું અને દેખવું. આત્મા જ્યારે પોતાને જાણે છે ત્યારે તેને શુદ્ધોપયોગ કહે છે. જ્યારે પરપદાથોને જાણતાં શુભભાવ થાય તેને જાણવામાં રોકાય તે શુભોપયોગ અને અશુભભાવ થાય તેને જાણવામાં ઉપયોગ રોકાય તે અશુભોપયોગ. આ શુભાશુભ ભાવ એટલે રાગદ્વેષ-તેને કષાય કહે છે. - હવે તમે કહો કે આ કષાય શું છે-દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે ? દ્રવ્ય તો નથી. કારણ છ દ્રવ્યોના નામ આપણે જાણીએ છીએ. કષાય ફકત છવદ્રવ્યમાં જ જોવા મળે છે. પણ અરહંત અને સિદ્ધ જીવોમાં તે હોતો નથી તેથી કષાય તે ગુણ હોઈ શકતો નથી. આ ઉપરથી એમ સમજાયું કે કષાય તે પર્યાય છે અને જીવના ચારિત્ર ગુણની પર્યાય છે. પણ તે સ્વભાવ પર્યાય એટલે કે શુદ્ધ પર્યાય નથી પણ વિભાવપર્યાય છે, અશુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાયને વીતરાગતા કહે છે અને અશુદ્ધ પર્યાયને સરાગતા-કપાય એમ કહે છે. ઈતર ગુણો કરતાં ચારિત્ર ગુણમાં એવી વિશેષતા છે કે આ ગુણ એકદમ શુદ્ધ થતો નથી. ક્રમે ક્રમે શુદ્ધિ વધે અને અશુદ્ધિ ઓછી થતી જાય છે. સમ્યકદર્શન થયાં પછી ચારિત્રગુણમાં આંશિક વીતરાગતા અને આંશિક સરાગતા એવી બન્ને ધારા એક સમયે ચાલુ રહે છે. મિથ્યાત્વ અવસ્થામાં ચારિત્રગુણના કેવળ રાગ-દ્વેષરૂપ પરિણમન ચાલુ હોય છે. તેને કષાય એમ કહે છે. કષાય શબ્દ આપણા પરિચયનો છે. રાતદિવસ આપણે કષાય જ તો કરતાં હોઈએ છીએ. જે કસે-દુ:ખ આપે તેને કષાય એમ કહે છે અથવા જેને કારણે સંસારની પ્રાપ્તિ થાય તેને કપાય એમ કહે છે. કષાયને બે શબ્દોમાં કહીએ તો રાગ અને દ્વેષ, Page #129 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ચાર શબ્દોમાં કહેવામાં આવે તો ક્રોધ, માન, માયા અને લોભ. બધાં કષાયોની નામાવલી પચ્ચીસ નામોમાં કહેવી હોય તો – ૧ થી ૪ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ - (૧લી ચોકડી) ૫ થી ૮ અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ - (રજી ચોકડી) ૯ થી ૧૨ પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ - (૩જી ચોકડી) ૧૩ થી ૧૬ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ - (૪થી ચોકડી) હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ, એ નવ નોકષાય એવા કુલ પચ્ચીસ કષાયો છે. જ્યારે જીવને ક્રોધ કષાય ઉત્પન્ન થાય, ત્યારે બીજાઓનું બુરૂં કરવાની ઈચ્છા થાય અને તે માટે ગાળ દેવી, બૂમાબૂમ કરવી, મારવું, વિગેરે અનેક ઉપાયો કરે છે. જ્યારે માન કષાય ઉત્પન્ન થાય ત્યારે બીજાઓને હીન લેખવાં અને પોતાને ઊંચા ગણાવાની ઈચ્છા થાય અને તે માટે અનેક ઉપાયો કરે છે. જ્યારે જીવને માયા કષાય ઉત્પન્ન થાય ત્યારે કપટ-માયાચારી દ્વારા કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય. જ્યારે લોભકષાય ઉત્પન્ન થાય ત્યારે ઈષ્ટ પદાર્થોના લાભની ઇચ્છા થવાથી તે માટે અનેક ઉપાયો કરે છે. એનું સવિસ્તાર વર્ણન મોક્ષમાર્ગપ્રકાશક પુસ્તકમાં ત્રીજા અધિકારમાં ‘ચારિત્રમોહથી દુઃખ’ એ શીર્ષકમાં તમને વાંચવાં મળશે. આ કષાયો સાથે નોકષાય હોય છે. હાસ્ય કષાયમાં ખોટી માન્યતાથી વિશિષ્ટ વાતમાં હર્ષ માને છે; કે હસવાં માંડે છે, રતિકષાયમાં વસ્તુમાં અતિ આસકત થાય છે. અરતિ કષાયમાં અનિષ્ટ વસ્તુના સંયોગમાં વ્યાકુળ થાય છે. ૧૧૮ શોક-કષાયમાં ઇષ્ટ વિયોગ અથવા અનિષ્ટ સંયોગથી વ્યાકુળ બની સંતાપ કરી રડે છે, બૂમો પાડે છે, ઘણું દુ:ખ કરે છે. ભય-કષાયમાં કોઈ બાબતને ઈષ્ટવિયોગનું અને અનિષ્ટસંયોગનું કારણ જાણી ભયભીત થાય છે, તેનાથી દૂર ભાગે છે, સંતાઇ જાય છે ઇત્યાદિ. જુગુપ્સા ઉત્પન્ન થાય ત્યારે અનિષ્ટ-વસ્તુ વિષે ધૃણા કરે છે. ત્રણે વેદ કષાયો દ્વારા કામવાસના જાગૃત થાય છે અને સંભોગની ઈચ્છા થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો આ બધાં કષાયો દુઃખરૂપ છે. કારણ તેઓને લીધે આકુલતા નિર્માણ થાય છે. તેમ જ આગામી દુઃખોનું કારણ છે. કારણ કષાયથી નવો બંધ થાય અને તે બંધનું ફળ સંસાર પરિભ્રમણ છે. જેમને બધા કષાયોનો - બધી ઈચ્છાઓનો-અભાવ થયેલો છે એવાં અરહંત અને સિદ્ધ પૂર્ણ વીતરાગી છે અને તે જ અનંતસુખી છે. સર્વજ્ઞ હોવાથી તેમનાં કેવળજ્ઞાનમાં સંપૂર્ણ લોકાલોકનું ત્રણે કાળનું જ્ઞાન એક સમયમાં ઝળકે છે, પણ વીતરાગી હોવાથી તેઓને રાગદ્વેષ નથી થતાં. તેનાથી ઉલટું આપણું જ્ઞાન અતિ અલ્પ હોય તો પણ તે રાગસહિત એટલે કે કષાયસહિત હોવાથી આપણને દુઃખ જ થાય છે. જેમ કે હાફૂસની કેરી આપણે દેખીએ એટલે તેને જાણવાનું કાર્ય (જ્ઞાનગુણની પર્યાય) થાય તે જ સમયે ચારિત્રગુણ પણ પરિણમન કરતો હોય છે તેનું રાગરૂપે પરિણમન થાય છે કે કેરી મને જોઈએ –તે મારે ખાવી છે એવી ઈચ્છા થાય. જ્યાં સુધી ઈચ્છા પૂર્ણ થતી નથી ત્યાં સુધી આકુલતા એટલે કે દુઃખ થાય છે. ખરું જોતાં દુઃખ ઈચ્છાને કારણે છે – કષાયોનું છે. પરંતુ આપણે પરપદાર્થોને સુખદુઃખનું કારણ માનીને નિરંતર રાગ-દ્વેષ કરીએ છીએ. ઉપર આપણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (૧ ચોકડી) ઈત્યાદિ ૪ ચોકડીના નામો જોયાં. હવે સંક્ષેપમાં તેઓનું સ્વરૂપ જોઈશું. કષાયોના મંદ તીવ્રતાનુસાર આ ભેદ નથી પણ તેમની જુદી જ જાતો છે. - મિથ્યાત્વદશામાં જીવને અનંતાનુબંધી કષાય ઈત્યાદિ કષાયોની ચારે ચોકડી હોય છે. તે કારણે અતત્ત્વશ્રદ્ધાન થાય, માટે તે તીવ્રકષાયી છે. તેઓને સત્ય તત્ત્વોને શ્રદ્ધાન થઈ શકતું નથી, આત્માનાં અને ધર્મની ચર્ચામાં તેઓને તીવ્ર અરૂચિ અને ચીઢ હોય છે, જીવ કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્રને વશ થાય છે. મિથ્યાત્વ (મિથ્યાદર્શન) અને અનંતાનુબંધી કષાયો એકબીજા સાથે હાથ મેળવે છે. એકબીજાના પૂરક હોય છે. સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રનું સ્વરૂપ સમજવાથી, તેઓના ગુણો પ્રત્યે ભકિતથી, પ્રયોજનભૂત તત્ત્વોનાં શ્રવણ, ચિંતન કરવાથી આ કષાય અને મોહ મંદ પડે છે અને જીવ સમ્યફદર્શનને પાત્ર બને છે. એવા જીવે Page #131 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય આત્મલીનતાનો પુરૂષાર્થ કરવાથી આત્માનુભવ થાય એટલે કે સમ્યક્ત્વ થાય છે અને અનંતાનુબંધી કષાયોનો અભાવ થાય છે. ત્યારે તેને સ્વરૂપાચરણ ચારિત્ર એમ કહે છે. આને કુંદકુંદ આચાર્યે સમ્યક્ત્વાચરણ ચારિત્ર પણ કહ્યું છે. આવા સમ્યક્ત્વી જીવને હજુ ત્રણ ચોકડી કષાયોનો સદ્ભાવ છે. અપ્રત્યાખ્યાન કષાયને કારણે કિંચિત્ પણ ત્યાગ અથવા વ્રતો હોતાં નથી. પ્રત્યાખ્યાનનો અર્થ પૂર્ણ ત્યાગ. જે કષાયો કિંચિત પણ ત્યાગ થવા દેતાં નથી તે અપ્રત્યાખ્યાન કષાયો. આ જીવ વધુ આત્મિક સ્થિરતા કરે ત્યારે અપ્રત્યાખ્યાન કષાયોનો અભાવ થાય છે. ત્યારે તે અવસ્થાને દેશચારિત્ર એમ કહે છે. બે ચોકડીનો અભાવ અને બે ચોકડીનો સદ્ભાવ હોય છે. તે જીવને વ્રતો પાળવાનો ભાવ હોય છે. તે જીવને વ્રતી શ્રાવક એમ કહે છે. પ્રત્યાખ્યાન કષાયોનો સદ્ભાવ હોવાથી બધાં અંતરંગ, બહિરંગ ત્યાગ થઈ શકતાં નથી. મુનિયોગ્ય અંતરંગ સ્થિરતા હોતી નથી. ત્રણ કષાય ચોકડીનો અભાવ થાય ત્યારે સકલચારિત્ર એમ કહેવામાં આવે છે. આ અવસ્થામાં જે સંજ્વલન કષાયો છે તેઓને કારણે અંતરંગમાં પૂર્ણ સ્થિરતા અને પૂર્ણ વીતરાગતા થઈ શકતી નથી. મુનિ અવસ્થામાં ૨૮ મૂલગુણ પાળવાના જે શુભભાવો છે તે આ જ સંજ્વલન કષાયોનું રૂપ છે. અંતરંગ સ્થિરતા વધતી વધતી જ્યારે પૂર્ણતયઃ અંતરંગમા લીન થાય, પૂર્ણ વીતરાગ થાય – તેમ સંજ્વલન કષાયોનો પણ પૂર્ણ અભાવ થઈ યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રગુણ પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ઉપરના સંપર્ણ વિવેચન પરથી એમ સમજાય છે કે કષાય કરતાં કરતાં વીતરાગતા ન થતાં કષાયોનો અભાવ કરી વીતરાગતા થાય છે. શુભ અને અશુભ બન્ને રાગો કષાયો જ છે. શુભરાગ કરતાં કરતાં વીતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. એવી પૂર્ણ ખાત્રી, વિશ્વાસ, શ્રદ્ધા પ્રથમ હોવી જોઇએ. શુભરાગ તો છૂટતાં નથી પણ વીતરાગતાની વૃદ્ધિ સાથે ઉચ્ચ પ્રકારના શુભરાગો થતાં હોય છે. ઉપરોકત વિવેચન આપણે નીચે જણાવેલ કોષ્ટકમાં ફરીથી વિચારીએ. મિથ્યાચારિત્ર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, ૧૨૦ 1 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો સંજ્વલન ચારે ચોકડીનો સદ્દભાવ. સ્વરૂપાચરણચારિત્ર - અનંતાનુબંધીનો અભાવ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલન એ ત્રણ ચોકડીનોં સદ્ભાવ (સમ્યક્દર્શનની શરૂઆત) દેશચારિત્ર - અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન બે ચોકડીનો અભાવ, પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ બે ચોકડીનો સદ્ભાવ (વ્રતી શ્રાવક) સકલચારિત્ર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ત્રણ ચોકડીનો અભાવ; સંજ્વલન કષાયોનો સદ્ભાવ (મુનિદશા) યથાખ્યાતચારિત્ર - ચારે ચોકડી અને ઈતર પણ સર્વ નોકષાયોનો પૂર્ણ અભાવ, પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ. હાસ્યાદિ નવ નોકષાયો છે તે પણ મંદ પડતાં પડતાં યથાવકાશ તેમનો પણ અભાવ થાય છે. તેમનો ક્રમ વિસ્તારમયથી અહીં આપ્યો નથી. હવે આ વિષય અઘરો લાગે તો પણ આગળ ‘ક’ અને ‘ગુણસ્થાન' એ વિષયો શીખતા સમયે તમને બહુ જ સહેલો લાગશે. ઉપરની બધી વાતો સમજાતાં તમારા ધ્યાનમાં એ પણ આવશે કે મિથ્યાત્વ અવસ્થામાં ફકત વ્રતો કે બાહ્ય ત્યાગ કરવાથી અનંતાનુબંધી વિગેરે કષાયોનો અભાવ થતો નથી. તે માટે સમ્યદર્શન પ્રાપ્ત કરી આત્મસ્થિરતા કરવી અને વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ એકમેવ ઉપાય છે. ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્મદર્શનમ્' એવી સમ્યક્દર્શનની વ્યાખ્યા છે. એ પ્રયોજનભૂત તત્ત્વો ક્યાં અને તેનું શ્રદ્ધાન એટલે શું એ વાતો આગલા પત્ર દ્વારા આપણે શીખીશું. આજ સુધી પૂરા થયેલા વિષય પર કોઈ શંકા કે પ્રશ્નો હોય તો લખી રાખજો કે જણાવશો તેનો ખુલાસો રૂબરૂમાં કે આગળના પત્રમાં કરીશ. -એ જ તમારી બા. Page #133 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૯ પ્રયોજનભૂત તત્ત્વ ૧૨૨ પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, રીના, પુના આવીને તે રોજ ૭ કલાક એવાં ૧૦ દિવસોનું શિબિર એટેડ કર્યું તેથી ચોખ્ખા ૭૦ કલાકનું પ્રાથમિક જ્ઞાન તને મળ્યું. જે એક મહિનો પિયર રહીને પણ તને શિખવા ન મળત. કારણ દીકરી તરીકે નહીં પણ શિષ્યા તરીકે તું આવી હતી. મોના, તું માત્ર તારા દવાખાનાના ઉદ્ઘાટનની તૈયારીને કારણે આવી શકી નથી તેનું દુ:ખ થયું. અલી, રીના પણ નાના બાળકોનો રોજ અર્ધો કલાક કલાસ લેતી હતી. ઢોકર ગુરૂજીએ પણ થોડા દિવસ ૧ કલાક સુધી કલાસ લીધો એમ ૮।। કલાકનો ભરચક પ્રોગ્રામ થયો. હશે, દવાખાનામાં શરૂ-શરૂમાં ઘણો ફાજલ સમય મળે છે. ત્યારે હવે તને ત્યાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે વધારે તક મળશે. તે સમયનો વધુમાં વધુ ઉપયોગ કરી લેજે. ૧૧ મે ૧૯૯૫ રીના-મોના, ગયાં પત્રમાં આપણે ચારિત્ર ગુણ વિષે ચર્ચા કરી. દ્રવ્ય, ગુણ, પર્યાયોના અભ્યાસથી આપણે પહેલાં જ એ શીખ્યાં કે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં તેનાં ગુણ વ્યાપેલાં હોય છે. એટલે જીવદ્રવ્યનો જ્ઞાન ગુણ તેના સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો છે, તેમ જ શ્રદ્ધા ગુણ જીવનાં સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો હોય છે. તેમ ચારિત્ર ગુણ પણ સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો છે. માટે જેટલું ક્ષેત્ર દ્રવ્યનું, તેટલું જ ક્ષેત્ર તેનાં પ્રત્યેક ગુણનું હોય છે અને જેટલું ક્ષેત્ર ગુણનું તેટલું ક્ષેત્ર તે ગુણની પર્યાયનું હોય છે. એટલે જ કે જેટલું જીવદ્રવ્યનું ક્ષેત્ર, તેટલું તેના ચારિત્ર ગુણનું ક્ષેત્ર અને તેટલું જ ચારિત્ર ગુણની પર્યાયનું ક્ષેત્ર. તે ઉપરથી એમ સમજાશે કે તે તે દ્રવ્યના Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનભૂત તત્ત્વ ગુણોની પર્યાયો તે તે દ્રવ્યના ક્ષેત્ર પુરતી જ મર્યાદિત હોય છે, દ્રવ્યને છોડી દ્રવ્યની બહાર તે પર્યાયો આવી શકતા નથી - ફેલાઈ શકતા નથી. ૧૨૩ જીવના ચારિત્રગુણની વિભાવપર્યાય એટલે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) હોય કે સ્વભાવપર્યાય-વીતરાગતા-હોય; તે પર્યાયનું ક્ષેત્ર જીવદ્રવ્યની બહાર હોતું નથી. જીવદ્રવ્યના સંપૂર્ણ ભાગમાં એ પર્યાય વ્યાપેલી હોય છે. માટે ચારિત્ર ગુણની પર્યાય શરીરમાં નથી પણ જીવદ્રવ્યમાં છે. આપણી હાલની જે મનુષ્યગતિની પર્યાય-અવસ્થા-છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. એટલે કે એક જીવદ્રવ્ય અને અનંત પુદ્ગલ પરમાણુ (કાર્માણવર્ગણા, તેજસવર્ગણા, આહારવર્ગણા, મનોવર્ગણા ઈત્યાદિ) એવી અન્ય અન્ય જાતના દ્રવ્યોની એકબંધાનરૂપ-સંયોગરૂપસ્થિતિ છે. એવા સંયોગમાંનો જીવ તેના સંયોગમાં રહેલાં પુદ્ગલોને એટલે દેહને ‘સ્વ’ માને છે અને દેહાશ્રિત ક્રિયા-આચરણજીવનું આચરણ એટલે ચારિત્ર માને છે. ત્યારે ગડબડ ગોટાળો શરૂ થાય Behaviour છે. જ્યારે ચારિત્ર ગુણની સકલચારિત્ર અવસ્થા થાય (ત્રણ કષાય ચોકડીનો અભાવ, સંજ્વલન કષાયોનો સદ્ભાવ એની સાથે રહેલી વીતરાગતા) ત્યારે તે મનુષ્યનું બાહ્ય આચરણ પણ તદ્દનુકૂલ જ હોય અને તેનું વર્ણન ચરણાનુયોગના વિવિધ ગ્રંથોમાં-શ્રાવકાચારમાં લખેલું છે. શરીરની આ ક્રિયાઓને ઉપચારથી ચારિત્ર કહેવામાં આવે છે. એમ કહેવું ૧૦૦% બરાબર હોય તોપણ તેમ જ માનવું અને માત્ર બાહ્યક્રિયાઓને ચારિત્ર માનવું તે ૧૦૦% ભૂલ છે. જેમ બોલવામાં આપણે ‘ઘીની બરણી’ એમ કહીએ, પણ માન્યતામાં ‘જે બરણીમાં ઘી છે તે બરણી' એમ યથાર્થ માનીએ છીએ. તે મુજબ જ દેહના આચરણને ચારિત્ર કહેવામાં દોષ નથી. પણ ત્યાં ‘જે દેહધારી જીવના ચારિત્ર ગુણમાં સકલ-ચારિત્ર એ વીતરાગ પર્યાય છે તે દેહની ક્રિયા' એમ યથાર્થ માનવું જોઈએ, તો જ તે કથન યથાર્થ જાણ્યું એમ કહેવાશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય વસ્તુવ્યવસ્થા-તત્ત્વોનું ખરું સ્વરૂપ ન જાણવાથી જીવ પરપદાર્થોનેસંયોગોને ઈષ્ટ કે અનિષ્ટ માને છે. જે પદાર્થો ઈષ્ટ લાગે તેમના વિષે અનુરાગ ઉત્પન્ન થઈ તે પદાર્થ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને જે પદાથો અનિષ્ટ ભાસે છે તેમને હટાવવાની ઈચ્છા કરીને તેવા પ્રયત્ન કરે છે ત્યારે દ્વેષ ઉત્પન્ન થાય છે. આ ઉપરથી એમ ધ્યાનમાં આવે છે કે પરપદાર્થ-સંયોગ એ રાગદ્વેષનું કારણ ન હોઈ મિથ્યાત્વ (અતત્ત્વશ્રદ્ધાન) એ જ કષાયોનું કારણ છે. તત્ત્વો વિષેની વિપરીત શ્રદ્ધા અને તે અનુસાર થવાવાળું વિપરીત જ્ઞાન અને વિપરીત આચરણને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એમ કહ્યાં છે. અનાદિથી ચાલતું આવેલું આ મિથ્યાત્વ સહજ એટલે કે નૈસર્ગિક છે. તેને અગૃહીત મિથ્યાત્વ કહેવામાં આવે છે અને કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્રના ઉપદેશથી નવેસરથી ગ્રહણ કરેલું મિથ્યાત્વ તે ગૃહીત મિથ્યાત્વ હોય છે. બીજા પશુ-પક્ષીઓને માત્ર અગૃહીત મિથ્યાત્વ છે પણ માનવીએ ત્યાં પણ પોતાનું વર્ચસ્વ (7) બતાવી દીધું. અગૃહીત મિથ્યાત્વ સાથે ગૃહીત મિથ્યાત્વનો અંગિકાર કર્યો અને તીવ્ર મિથ્યાત્વી બન્યો. ખરું જોતાં આ માનવ જીવનમાં કરવા જેવી એક જ બાબત છે અને તે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અને વીતરાગતાની વૃદ્ધિ. પ્રત્યેક જૈન શાસ્ત્રમાં તેનો જ ઉપદેશ આપ્યો છે. શ્રાવકાચાર ગ્રંથમાં પણ સૌ પ્રથમ સમ્યક દર્શન અધિકાર છે. તેમાં શ્રાવકનું સૌથી પહેલું કર્તવ્ય સમ્યફદર્શન પ્રાપ્ત કરવાનું છે. કારણ સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર ને ધર્મ એટલે જ મોક્ષમાર્ગ કહ્યો છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં સૌ પ્રથમ એમ કહ્યું છે કે'सम्यक्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । तत्त्वार्थश्रद्धानं सम्यक्दर्शनम्।' તેમ જ રત્નકરંડ શ્રાવકાચારમાં આચાર્ય સમંતભદ્ર કહે છે કે – “શષ્ટજ્ઞાનવૃત્ત વિદા' તથા 'श्रद्धानं परमार्थानाम् आप्त, आगम, तपोभृताम् ।' Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનભૂત તત્ત્વ તમને કદાચ શંકા આવશે કે તત્ત્વોનું શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન કરવું કે સાચા દેવ, ગુરૂ, શાસ્ત્રોના શ્રદ્ધાનરૂપ સમ્યક્દર્શન કરવું ? અલી, બન્ને એક જ છે. તત્ત્વોનું સ્વરૂપ જાણ્યાં પછી તે તમારા ધ્યાનમાં આવશે. = આ બધામાં પહેલી મહત્વની શરત એ છે કે આ તત્ત્વો અરહંતોએજિનેન્દ્રોએ કહેલાં છે તે જ હોવાં જોઈએ. કારણ અન્યમતીઓના પોતપોતાનાં તત્ત્વો છે અને તે પણ ‘અમે તમને મુક્તિ આપીએ' - એવો દાવો કરે છે, ‘અન્યમત નિરાકરણ' તે મોક્ષમાર્ગપ્રકાશકનો પાંચમો અધ્યાય વાંચવાથી સવિસ્તાર ખુલાસો થશે. છહ ઢાળામાં કહ્યું છે - “તાâ ‘તાતૈ જિનવરકથિત તત્ત્વ અભ્યાસ કરિજે.'' ૧૨૫ આ પ્રયોજનભૂત સાત તત્ત્વો છે. હાં, હાં, મને ખબર છે તમે પ્રશ્નોની ઝડી વરસાવશો કે તત્ત્વ એટલે શું ? પ્રયોજન એટલે શું ? પ્રયોજનભૂત તત્ત્વ એટલે શું ? તે સાત જ કેમ અને સાત છે તેના નામો શું શું છે ? = તત્ત્વ એટલે તત્+ત્ત્વ = ‘તે પણું’. તે વસ્તુનો ‘તે ભાવ’. જેમ વૃદ્ધત્વ એટલે વૃદ્ધપણું, માતૃત્વ એટલે માતૃપણું.. પ્રયોજન એટલે હેતુ અર્થાત કારણ. કોઈ વિદ્યાર્થીને પૂછીએ કે તારૂં ભણવાનું પ્રયોજન શું છે તો તે કહે છે મારે ડૉકટર બનવું છે. વેપાર કરનારનું પ્રયોજન પૈસા કમાવી પૈસાદાર થવું એ છે, ભોજન કરનારનું પ્રયોજન ભૂખ મટાડવી એ છે. પ્રત્યેક જીવનું પ્રયોજન દુ:ખ દૂર કરવાનું એટલે કે સુખી થવાનું છે. એવી જે કેટલીક વાતો છે કે, જેનું જ્ઞાન મેળવી તેમની અડગ શ્રદ્ધા, દૃઢ પ્રતીતિ-તે આમ જ છે અન્યથા નથી - એવો પાકો વિશ્વાસ થયાં વગર આપણું દુ:ખ દૂર થશે નહીં અને સુખ પ્રાપ્ત થશે નહીં, તે વાતોને પ્રયોજનભૂત તત્ત્વ એમ કહે છે. અપ્રયોજનભૂત વાતો જેમ છે તેમ જાણવી અને માનવી અથવા ભૂલભરેલી માનવી તેથી મિથ્યાદર્શન થતું નથી. પરંતુ પ્રયોજનભૂત વાતોતત્ત્વ અન્યથા માનવાથી મિથ્યાદર્શન થાય છે. છઢાળામાં પં. દૌલતરામજી એ મિથ્યાદર્શનનું વર્ણન કરતા કહ્યું છે - ‘જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ Page #137 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય સરથૈ હિનમાહિ વિપર્યયત્વ.' આપણું પ્રયોજન શું છે ? દુઃખ દૂર કરવું. કોનું? “સ્વ'નું. તે માટે ૧) સૌ પ્રથમ “સ્વ” કોણ છે - હું કોણ છું તે જાણ્યા વગર “સ્વ” નું દુ:ખ દૂર કેમ થાય ? સ્વને જાણવા માટે સ્વ અને પર નું જ્ઞાન આવશ્યક છે. ૨) સ્વ અને પર એક જાણી પરનો ઉપચાર કરીએ તો સ્વનું દુઃખ કેમ દૂર થશે ? ૩) સ્વથી પર ભિન્ન છે, તેથી પરમાં અહંકાર અને મમકાર કરવાથી દુઃખ થાય છે. ૪) સ્વ અને પરનું જ્ઞાન થવાથી જ દુઃખ દૂર થાય છે. આમાં સ્વતત્ત્વ છે જીવતત્ત્વ, અને પરતત્ત્વ છે અછવાદિ તત્ત્વ, આ અછવાદિ તત્ત્વો વિષે એકત્વ-અહંકાર, મમત્વ-મમકાર-પ્રેમ કરતા આવ્યાં છીએ અને દુ:ખી થતાં આવ્યા છીએ. તમે કહેશો અછવાદિ તત્વો મારા નથી તો તેમને જાણવા જ શા માટે ? પરને જાણવામાં બાધા નથી. પરને પોતાનું માનવામાં બાધા છે. જાણવાથી નુકસાન થતું હોય તો કેવલજ્ઞાની તો બધા લોકાલોકને જાણે છે. તોપણ તે અનંતસુખી છે. સ્વતત્ત્વને-જીવતત્ત્વને આ હું છું, એમ જાણવું છે અને પર-અછવાદિ તત્ત્વોને તે હું નથી એમ જાણવાનું છે. આપણું પ્રયોજન છે સુખ પ્રાપ્ત કરવું. અનંત સુખ છે મોક્ષમાં. માટે મોક્ષતત્ત્વનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. કહો જોઉં, મોક્ષ ક્યાં છે? સ્વર્ગની ઉપર કે નીચે ? છેતરાઈ ગયાં ને ! અલી, જ્યાં બંધ થાય છે ત્યાં જ મોક્ષ થશે. બંધ જીવમાં છે અને મોક્ષ પણ જીવમાં જ થશે. બંધ અને મોક્ષ એ તો જીવની બે અવસ્થાઓ છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ એ દ્રવ્યતત્ત્વો છે અને બાકી રહેલા પાંચ તત્ત્વો તે તેમની અવસ્થા-પર્યાયતત્ત્વ છે. મોક્ષતત્ત્વ અને બંધતત્ત્વનું પણ જ્ઞાન આવશ્યક છે. તેમાં બંધનું Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનભૂત તત્ત્વ કારણ છે આસવતત્ત્વ. એટલે તે જાણવું પણ આવશ્યક છે અને મોક્ષનું કારણ, મોક્ષનો ઉપાય, મોક્ષનો માર્ગ છે સંવર અને નિર્જરા: માટે તેમને યથાર્થ જાણવું તે પણ અગત્યનું છે. ૧૨૭ આ પ્રમાણે આ થયાં સાત તત્ત્વો કે જેમને જાણી યથાર્થ પ્રતીતિ કરવી એ સર્વ પ્રથમ આવશ્યક કર્તવ્ય છે. હવે એ તત્ત્વોના નામો હું ક્રમવાર લખું છું. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. કેટલું સહેલું છે ને ! આ નામો કેવાં ઝડપથી યાદ રહે છે. રીના, તે પુનામાં જોયું ને, કે ૩ વર્ષની સાનિકા, ૫ વર્ષની નતાશા, ૭ વર્ષનો રૌનક, તથા પીયૂષ, સુનય, આકાશ એ નાનાં નાનાં ભૂલકાઓ સાત તત્ત્વોના નામો, છ દ્રવ્યનાં નામો કેવા ઝટ ઝટ બોલી બતાવતાં હતા ! ગયાં પત્રમાં ચારિત્ર ગુણ શિખતી વખતે આપણે કયા કષાયોના અભાવપૂર્વક કયું ચારિત્ર હોય છે તે જોયું હતું. તે બધાનાં નામો પણ મોટા છોકરાઓને મોઢે હતાં. ૪ થા કે ૫ માં ધોરણથી માંડી ડેંટલ કોલેજ અને ઈંજીનીઅર થયેલા આ છોકરાઓ - આશિત, દર્શન, પ્રાચી, નેહા, પૂર્વા, સાયલી, પલ્લવી, મોનિકા, અભિજીત, સુદીપ, દર્શન અને બીજા પણ અનેક જણા ૧-૨ શિબીરોમાં જ આટલાં પરફેક્ટ તૈયાર થયાં કે તેની નવાઈ લાગે. અંગ્રેજી મિડિયમના હોઈ આ છોકરાઓ રોજ છાથી ૮।। કલાક બધાં પ્રવચનો એટેટ કરતાં હતાં, શિબીરની વ્યવસ્થામાં ભાગ લેતાં હતાં. સાંજે ૬ વાગ્યા પહેલાં જમી, ૬।। વાગે રીનાના કલાસમાં આવી બેસતાં હતાં. આજની પેઢીના-વર્તમાનના આ છોકરાઓની આકલન શક્તિ (Grasping Power) ઘણી છે. તેથી શિખવનારનો પણ ઉત્સાહ વધે છે. આજે પ્રયોજનભૂત તત્ત્વો સંબંધે માત્ર ઉપરછલ્લી ઓળખાણ થઈ. આગળના પત્રોમાં આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. નીચે જણાવેલ બાબતો પર્ આપણે વિચાર કરીએ. તત્ત્વ એટલે શું ? - પ્રયોજનભૂત તત્ત્વો કયા Page #139 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૨૮ અને કેટલાં - તત્ત્વોનાં નામો અને તેઓનું સ્વરૂપ એટલે લક્ષણો - તેના પર વિસ્તૃત ચર્ચા. - પ્રયોજનભૂત તત્ત્વો સંબંધી આ જીવે અનાદિથી કરેલી ભૂલભરેલી માન્યતા - સાત તત્ત્વોમાં હય, ઉપાદેય તત્ત્વો કયા. - સાત તત્ત્વ જાણી તેમાં છુપી રહેલી આત્મજ્યોતિ શી રીતે ઓળખવી, એટલે કે સ્વ-પર ભેદવિજ્ઞાન કરી આત્માનુભવ કેવી રીતે કરવાનો. કારણ આપણે શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રવણ, વાંચન કરીએ તે શબ્દજ્ઞાન કરવા માટે ન હોઈ આત્મજ્ઞાન કરવા માટે છે. વધુ ચર્ચા આવતાં પત્રમાં. તપૂર્વે ૧૪ મે થી ૩૧ મે દેવલાલીમાં અમે શિક્ષણ-પ્રશિક્ષણ શિબીર માટે જઈએ છીએ. - એ જ તમારી બા. આત્મા જ્યારે કષાયાદિ રહિત શાંત સ્વભાવમાં એટલે સમતાભાવમાં સ્થિર હોય છે તે ક્ષણે તે ઉત્તમ તીર્થ છે. જો આત્મામાં શાંતિ ન હોય તો તીર્થયાત્રા નિરર્થક છે. શીલ અને વ્રતરૂપી જલાશયોમાં સ્નાન કરવાથી દેહધારી આત્માની શુદ્ધિ થાય પરંતુ સમસ્ત પૃથ્વી પરના બધાં તીર્થક્ષેત્રોની નદીઓમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થઈ શકતી નથી. જે કોઈ દયાળુ રાગ-દ્વેષાદિ ભાવોનો ત્યાગ કરી આત્માના વીતરાગી ભાવમાં સ્નાન કરે છે તેને ધ્યાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. કેવળ પાણીથી સ્નાન કરવાથી પવિત્રતા પ્રાપ્ત થતી નથી. આત્મજ્ઞાનરૂપી જળથી આત્માને સદૈવ સ્નાન કરાવવું જોઈએ, તે દ્વારા જીવોના જન્મોજન્મના પાપો ધોવાઈ જતાં નિર્મલતા પ્રાપ્ત થાય અને તે આગળના ભાવમાં પણ સાથે જાય છે. - શ્રી કુલભદ્રાચાર્ય - “સારસમુચ્ચય' Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) પત્રાંક ૨૦ ૧૦ જૂન ૧૯૯૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, - જિનેન્દ્રકથિત તત્ત્વોના અભ્યાસ કરવામાં તમને વધુ ને વધુ રસ પડતો જાણી આનંદ થાય છે. અલી, આ તત્ત્વો જ આવાં ન્યાયયુકત અને તર્કસંગત છે. તેમનો ક્રમવાર અભ્યાસ કરવાથી તે સહેલાઈથી સમજમાં આવે છે. છ દ્રવ્યો, સાત તત્ત્વો, ચાર અભાવ, છ કારક, પાંચભાવ, નિમિત્ત ઉપાદાન વિગેરે પ્રાથમિક જાણકારી થવા માંડે કે શાસ્ત્રોના અર્થ સહેલાઈથી સમજમાં આવવા માંડે છે અને મર્મ સમજાતાં સાહજિકતાથી તે વિષયમાં રસ પડે છે. છ દ્રવ્યોનો આપણે અભ્યાસ કર્યો. આ વિસ્વ છ દ્રવ્યોના સમૂહનું બનેલું છે તે આપણે જોયું. પ્રત્યેક દ્રવ્યમાં જોવા મળતાં સામાન્ય ગુણ પણ આપણે જોયાં. પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવોમાં જ મર્યાદિત છે. દ્રવ્ય એ ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય યુક્ત છે. એટલે કે પ્રત્યેક સમયે નવી પર્યાયનો ઉત્પાદ અને જુની પર્યાયનો નાશ થતો હોવા છતાં દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહે છે. આ બધી બાબતો આપણે વિસ્તારપૂર્વક પહેલાં જોઈ ગયાં છીએ. આ બધુ શિખતી વખતે એક વાત સદૈવ ધ્યાનમાં રાખવી કે, હું એક સ્વતંત્ર છવદ્રવ્ય છું. મારું અસ્તિત્વ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે અને હું પણ ગુણ પર્યાયોથી યુક્ત છું. આ પર્યાયો પ્રત્યેક સમયે બદલાતી હોવા છતાં હું ધ્રુવપણે કાયમ ટકી રહ્યો છું. એમ હોવા છતાં Page #141 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય 13. હું એક છવદ્રવ્ય + અનંત પુદ્ગલ પરમાણુ એવા અનેક દ્રવ્યોની એવી અસમાનજાતીય દ્રવ્યપર્યાય - મનુષ્યપર્યાય તેને જ હું “સ્વ” માનતો આવ્યો અને તેને કારણે મારાં સુખી થવાનાં પ્રયત્નો નિષ્ફળ ગયાં. દ્રવ્યોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણને પ્રયોજનભૂત તત્વોનો અભ્યાસ કરવાનો છે. દ્રવ્યના અભ્યાસમાં અને તત્ત્વોના અભ્યાસમાં ફરક છે. ફોટોના દાખલા પરથી તે તરત જ સમજશે. તમારા લગ્નમાં લીધેલાં મોટા ગ્રુપ ફોટાઓ યાદ છે ને? વીસ પચ્ચીસ જણના ટોળામાં આપણે ઊભા હોઈએ અને તે બધાના ફોટોમાં આપણે કીડી જેવડાં દેખાઈએ. પણ એક જ વ્યક્તિનો close-up હોય, ફકત તમારો એકલીનો નજીકથી લીધેલો ફોટો હોય તો તેમાં બધી જ ઝીણવટ-નાક, આંખો, દાગિના, કપડાં બધું જ સ્પષ્ટપણે દેખાય છે. દ્રવ્યોનો અભ્યાસ ગ્રુપ ફોટો જેવો છે, ત્યારે તત્ત્વોનો અભ્યાસ close-up ફોટો જેવો છે. પાછળના પત્રમાં આપણે પ્રયોજન એટલે શું, પ્રયોજનભૂત એટલે શું તત્ત્વ એટલે શું તે જોયું હતું. મારું પ્રયોજન છે સુખી થવાનું, તે સુખ પ્રાપ્ત થવા માટે કેટલીક બાબતોનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. જે બાબતનું જ્ઞાન થયા વગર આપણું દુઃખ દૂર નહીં થાય અને સુખ પ્રાપ્ત નહીં થાય એવી બાબતોને પ્રયોજનભૂત તત્ત્વ કહ્યું છે. જીવતત્ત્વ, અજીવતત્ત્વ, આસવતત્ત્વ, બંધતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ અને મોક્ષતત્ત્વ એવાં આ સાત તત્ત્વો છે. જીવ તથા અજીવ તે દ્રવ્યતત્ત્વો હોઈ બાકીના પાંચે તત્ત્વો પર્યાયતત્ત્વો છે. એટલે જીવોની અને કમોંની અવસ્થાઓ છે. પ્રથમ તદન સહેલી અને સ્કૂલ વ્યાખ્યા જોઈશું અને ત્યારબાદ તેનો વિસ્તાર કરીશું. ૧) જીવતત્ત્વ - જેમાં જ્ઞાન દર્શન છે તે જ્ઞાનાનંદસ્વભાવી આત્મા જીવતત્ત્વ છે. અજીવતત્ત્વ - જેમાં જ્ઞાન દર્શન, આનંદ નથી એવાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ અજીવતત્ત્વ છે. પરંતુ આ તો જીવ અને અજીવ તત્ત્વોની સામાન્ય વ્યાખ્યા થઈ. તત્ત્વોની બાબતમાં આપણને પોતાની ઓળખ કરી લેવાની હોવાથી એ જ વ્યાખ્યા ફરીથી થોડી સુધારીને લખવી પડશે તે આ મુજબ - Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) જીવતત્વ - જેમાં મારું જ્ઞાન-દર્શન આનંદ છે તે જીવતત્ત્વ. ૨) અજીવતત્ત્વ - જેમાં મારું જ્ઞાન-દર્શને આનંદ નથી – એવા મારા સિવાય ઈતર અનંત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ બધાં અજીવતત્ત્વ. પણ જુઓ હોં, અપેક્ષા બદલાતા જ કથન પણ બદલાયું. મારી અપેક્ષાએ બીજા જીવ અવતત્ત્વમાં આવે છે. શું ! અરહંત સિદ્ધ પણ અજીવતત્વ ? એ સાંભળતાં જ મોટી હલચલ મચી જાય. એ સાંભળી મારો ફોઈધારો ભાઈ અવિનાશ બોલ્યો હતો, “અલી, મને રાતભર ઊંધ આવી નથી. અરહંત સિદ્ધ પણ અજીવતત્ત્વમાં ગણાય? એક તત્ત્વનું સ્વરૂપ સાંભળી જો ઊધ ઊડતી હોય તો સાત તત્ત્વોનો યથાયોગ્ય અભ્યાસ કરી અનાદિની મોહનિદ્રા ઊડી જશે અને સમ્યકત્વની પ્રાપ્તિ થશે તેમાં શી નવાઈ ? ૩) આસવતત્ત્વ - શુભાશુભ વિકારી ભાવોનું ઉત્પન્ન થવું. આ થઈ ભૂલ વ્યાખ્યા. વિસ્તારથી જોવાનું થાય તો મિથ્યાત્વ, અવિરતિ (અવ્રત પરિણામ), પ્રમાદ, કષાય, અને યોગ એ જીવનાં પરિણામ આસવો છે – તેમને ભાવ + આસવ = ભાવાસવ કહ્યાં છે. આ થઈ જીવની અવસ્થા. કર્મની અપેક્ષાએ વિચારીએ તો તે જ સમયમાં નવા કમનું આવવું તેને દ્રવ્ય + આસવ = દ્રવ્યાસવ એમ કહે છે. ૪) બંધતત્ત્વ - આમાં પણ ભાવબંધ અને દ્રવ્યબંધ એમ જીવની અને કમોંની અપેક્ષાએ બે ભેદ છે. ભાવબંધ એટલે મિથ્યાત્વ અને શુભાશુભ રાગમાં અટકી પડવુંભરાઈ જવું અને દ્રવ્યબંધ એટલે નવા આવતાં કમનો જુના કમ સાથે બંધ થવો - બંધાઈ જવું. કર્મના આવવાને આસ્રવ કહ્યું છે અને કર્મો બંધાઈ જવા તેને બંધ કહ્યો છે. ૫) સંવરતત્ત્વ - આવોને આવતાં રોકવાં – તેને સંવર કહે છે. આત્માનાં અનુભવમાં લીન થતાં એટલે કે શુદ્ધોપયોગમાં જીવ મોહ, રાગ, દ્વેષ કરતો નથી, તેથી તેને આસ્રવ અને બંધ થતાં નથી. આમૂવોને (આવતાં) થોભાવવાં તેને સંવર એમ કહે છે. ભાવસંવર એટલે શુભાશુભ Page #143 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ભાવોની ઉત્પત્તિ ન થવી, પરંતુ આ થયું નાસ્તિનું કથન. વીતરાગતાની એટલે શુદ્ધિની ઉત્પત્તિ થવી તેને ભાવસંવર કહે છે, આ અસ્તિનું કથન થયું. દ્રવ્યસંવર એટલે ‘નવા કર્મોનું આવવું' થોભી જાવું. હાલ એટલું ધ્યાનમાં રાખો - તેના વિસ્તારમાં જઈશું ત્યારે એ ધ્યાનમાં આવશે કે મિથ્યાત્વનો આસવ રોકયા પછી ઈતર આસવ ચાલુ રહે છે અને તે પણ ક્રમે ક્રમે રોકાઈ જાય છે. ૧૩૨ ૬) નિર્જરાતત્ત્વ - શુદ્ધિની વૃદ્ધિ થવી તેને નિર્જરા એમ કહે છે. કર્મની ભાષામાં કહેવું હોય તો પહેલાં બાંધેલા જે કર્મો છે, તે વીતરાગી પરિણામોથી ખરી જવું, નિકળી જવા તેને દ્રવ્યનિર્જરા કહેવાય છે. સંવર એટલે નવા કર્મોનું ન આવવું અને નિર્જરા એટલે પહેલાં બાંધેલા કર્મો બહુ મોટા પ્રમાણમાં નિકળી જવું. તેથી ઉત્તરોત્તર કર્મો ઓછાં થતાં રહે છે. ૭) મોક્ષતત્ત્વ - પૂર્ણ વીતરાગતા, પૂર્ણ શુદ્ધિ પ્રકટ થવી એ ભાવમોક્ષ અને કર્મોનો સંપૂર્ણ અભાવ તે દ્રવ્યમોક્ષ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ આસવો એટલે કે એ બંધના કારણોનો પૂર્ણ નાશ થઈ પહેલાં બાંધેલા કર્મોનો સંપૂર્ણ અભાવ થવો તે મોક્ષ છે. ઉપરોકત વિવેચન પરથી એ વાત તો ધ્યાનમાં આવી હશે કે આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવની તેમ જ કર્મની અવસ્થાઓ છે. જીવ દ્રવ્યમાં તેની પર્યાયો સહિત આપણે અખંડ દ્રવ્યનો વિચાર કરીએ પરન્તુ તત્ત્વોમાં આ પર્યાયોને સ્વતંત્રસ્થાન આપી તેઓના સ્વરૂપનું જુદું કથન કર્યું છે. સ્વતત્ત્વ-જીવતત્ત્વ-એક બાજુએ કાઢતાં વિશ્વમાંની અન્ય સમસ્ત વાતો પરતત્ત્વોમાં-અજીવાદિ તત્ત્વોમાં જાય છે. તમને રાજા હરિશ્ચંદ્રની કથા તો ખબર છે. એક વખત રાજા હરિશ્ચંદ્રનું નાટક ચાલતું હતું. હરિશ્ચંદ્ર પર આવેલી આપત્તિ જોઇ આખો પ્રેક્ષકવર્ગ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) ગળગળો થઈ રડવા લાગ્યો. તે સમયે એક સ્ત્રી શાંતિથી જોતાં બેઠી હતી. બાજુની સ્ત્રીથી રહેવાયું નહીં, રડતાં રડતાં તે બોલી, “અલી, તું કેટલી દુષ્ટ છે ! તને કાંઈ જ કેમ થતું નથી ?' ત્યારે તે સ્ત્રી બોલી, “બેન, એ તો મારો વર છે. હરિચંદ્રની કેટલીયે સારી ભૂમિકા ભજવે – ભૂમિકામાં કેટલોયે સમરસ થતાં દેખાતો હોય તો પણ તે છે તેવો જ છે, તેના રૂપમાં, સ્વભાવમાં થોડોક પણ ફરક પડવાનો નથી.' તે જ પ્રમાણે આ સાતે તત્ત્વો ભિન્ન ભિન્ન છે. જીવની જ આ અવસ્થાઓ હોય તોપણ તે અવસ્થાઓથી – આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષથી જીવતત્ત્વ ભિન્ન તત્ત્વ છે. આ જીવ શરીરના સંયોગમાં હોવા છતાં શરીરથી એટલે કે અજીવતત્ત્વથી ભિન્ન છે. આ જીવ ક્રોધાદિરૂપ પ્રત્યક્ષ દેખાતો હોય તો પણ જીવતત્ત્વ ભિન્ન છે અને રાગાદિ એટલે આસવ ભિન્ન તત્ત્વ છે. જેમ આપણે મેલું કપડું દેખીએ, તે મલિન અવસ્થામાં પણ કપડું ભિન્ન છે અને મેલ ભિન્ન છે. બન્નેનું અસ્તિત્વ ભિન્ન છે, બન્નેનું લક્ષણ, સ્વરૂપ ભિન્ન છે અને તેથી જ તે ભિન્ન થઈ શકે છે. T.V. પર આવતી સાબુની જાહેરાતો પણ એ જ કહે છે. ફરક એટલો કે તેમની દષ્ટિ દ્રવ્ય પર (ધન પર) છે અને આપણને દ્રવ્યદષ્ટિ કરવાની છે. દષ્ટિ દ્રવ્ય પર એટલે ‘સ્વ' તત્વ પર લઈ જવાની છે. મિથ્યાત્વ રાગ-દ્વેષોથી યુકત મલિન અવસ્થામાં પણ જીવતત્ત્વ ભિન્ન છે, ત્રિકાલ શુદ્ધ ચૈતન્યમય એકરૂપ છે અને રાગ દ્વેષ મોહરૂપ મલિનતા ભિન્ન છે. કપડું મેલું હોવા છતાં કપડું સ્વચ્છ છે, એવી પૂર્ણ શ્રદ્ધા હોય તો મેલ દૂર કરવાનો ઉપાય થઈ શકશે. તે પ્રમાણે મિથ્યાત્વ, કષાયો સહિત જીવોમાં પણ જીવ સદૈવ પૂર્ણ શુદ્ધ, નિર્મળ, ધ્રુવ, ચૈિતન્યમય જ છે, એવી પૂર્ણ શ્રદ્ધા થયાં વગર મિથ્યાત્વરૂપી મલિનતા હટાવવાનો ઉપાય થઈ શકશે નહીં. જુઓ, હોં, સરખી રીતે ધ્યાનમાં લો, જીવની અવસ્થા મલિન છે એવું જ્ઞાન થશે અને તે જ સમયે શ્રદ્ધામાં જીવનું સ્વરૂપ શુદ્ધ છે એવી Page #145 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૩૪ શ્રદ્ધા થશે, તો જ મલિન અવસ્થા દૂર કરવાનો પ્રયત્ન થઈ શકશે. જો મલિન અવસ્થાનું જ્ઞાન જ ન થાય તો મલિનતા ટાળવાનો ઉપાય શા માટે કરે ? અને મલિનતા એ મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા કરનારો પણ મલિનતા હટાવવાનો ઉપાય કરશે નહીં. અવસ્થાસહિત-પર્યાય સહિત દ્રવ્યમાં, પર્યાયરહિત જે અંશ (દ્રવ્યાંશ) છે, તેનો વિચાર કંઈ રીતે કરવો તેની ચર્ચા આપણે આગલા પત્રમાં કરીશું. આ સાત તત્ત્વોનો ઊંડો અભ્યાસ ઘણો આવશ્યક છે. કારણ સંપૂર્ણ અધ્યાત્મશાસ્ત્ર આ તત્ત્વો પર આધારિત છે. તત્ત્વોની ભાષામાં છે, અને તત્ત્વો વિષેની આપણી માન્યતા વિપરીત હોય તો તે અધ્યાત્મશાસ્ત્રો વાંચીને પણ આપણે ભાગે કંઈ જ લાભ આવશે નહીં. સાત તત્ત્વોનું શેષ વિવેચન આગળના કેટલાક પત્રો દ્વારા જોઈશું. -એ જ તમારી બા. કેટલાંક જીવ એમ માને છે કે નકરું જાણવામાં શું છે, કંઈક કરીએ તો ફળપ્રાપ્તિ થશે. એવો વિચાર કરી વ્રત-તપ વિગેરે ક્રિયા કરવામાં મગ્ન રહે છે અને તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતાં નથી. વાસ્તવિક તત્ત્વજ્ઞાન વગર મહાવ્રતાદિનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ કહેવામાં આવે છે અને તત્ત્વજ્ઞાન થયાં બાદ કોઈપણ વ્રતાદિક અંગિકાર કર્યું ન હોવાં છતાં અવૃતી સમ્યફદષ્ટિ કહેવાય છે. માટે પ્રથમ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો ત્યારબાદ કષાય ઘટાડવા માટે બાહ્યસાધન કરવું. - પં. ટોડરમલજી - “મોક્ષમાર્ગપ્રકાશક' Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૨) પત્રાંક ૨૧ ૮ જુલાઈ ૧૯૯૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ-૨) પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં ઉત્તમ આશિષ, સાત તત્ત્વોનું સાધારણ સ્વરૂપ ગયાં પત્રમાં આપણે જોયું. આજે જીવ-અજીવ એ બે તત્ત્વો વિષે થોડી વિશેષ જાણકારી મેળવીશું. હું પોતે જીવતત્ત્વ છું એટલે મારે તેનું જ્ઞાન કરી લેવું જોઈએ અને અજીવતત્ત્વને એટલા માટે જાણવું જોઈએ કે હું તે નથી તે સમજવા. કારણ આપણે અનાદિથી અજીવને જીવ માનતા આવ્યાં છીએ, અથવા જીવ અને અજીવ બન્નેને એક માનતાં આવ્યાં છીએ. આ જીવતત્ત્વ શું છે તે પ્રથમ જોઈશું. છહઢાળામાં પં. દૌલતરામજી કહે છે, “ચેતનકો હૈ ઉપયોગ રૂપ, બિનમૂરત ચિનમૂરત અનૂપ,” ત્યારે સમયસાર ગ્રંથમાં આચાર્ય કુંદકુંદ કહે છે, “અહમેકકો ખલુ સુદ્ધો દંસણણાણમઈઓ સદારૂવી” અર્થાત, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય છું, પરમાણુ જેટલું પણ બીજું કાંઈ પણ મારું નથી. સમયસાર નાટકમાં પં. બનારસીદાસ કહે છે, “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધસમાન સદા પદ મેરો,” તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં આચાર્ય ઉમાસ્વામીએ, “ઉપયોગી લક્ષણ” એવું જીવનું સ્વરૂપ કહ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. ટોડરમલજીએ કહ્યું છે - “અમૂર્તિક પ્રદેશોના પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોત ધારી અનાદિનિધન વસ્તુ આપ હૈ ઔર મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોકા પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિકોસે રહિત, જિનકા નવીન સંયોગ હુઆ ઐસે શરીરાદિક પુગલ પર હૈ.” આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ” એવાં જુદાં જુદાં Page #147 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૩૬ કથનો હોવા છતાં બધાનો અર્થ એક જ છે. - જીવતત્ત્વ વિષેનું આ વર્ણન છે. આ મુજબ સર્વજ્ઞ ભગવંતોએ જાણેલું – કહેલું જીવનું સ્વરૂપ સંતોએ પોતે અનુભવ્યું અને પછી શાસ્ત્રોમાં કહ્યું છે. આપણને પણ આવો પોતાનો અનુભવ લેવાનો છે. અહીં હવે આપણે જીવ દ્રવ્યનો વિચાર કરીશું, દ્રવ્ય એ ગુણ અને પર્યાયથી યુકત હોય છે, તે આપણે જાણીએ છીએ. પ્રત્યેક સમયે કોઈ ને કોઈ પર્યાય વિદ્યમાન હોય જ છે એટલે કે દ્રવ્ય પર્યાયોથી યુકત જ હોય છે, પર્યાયથી જુદું હોઈ શકતું નથી. પર્યાયરૂપે પ્રતિસમય બદલાતું હોવા છતાં દ્રવ્યરૂપે નિત્ય તે જ અને તેવું જ છે. એટલે પ્રત્યેક દ્રવ્યપ્રત્યેક વસ્તુ-એ બે અંશોમાં આપણાં જોવામાં આવે છે. એક નિત્ય કાયમ રહેનારો ધ્રુવ અંશ અને એક સતત નવો નવો ઉત્પન્ન-વ્યય થનારો પર્યાય અંશ. આ નિત્ય-ધ્રુવ અંશને આપણે દ્રવ્યાંશ અને અનિત્ય અંશને પર્યાયાંશ કહીએ. દ્રવ્યાંશ એટલે નિત્ય અંશ, નિત્ય હોવાને કારણે અનાદિકાળથી અનંતકાળ સુધી છે તેવો જ કાયમ રહેનારો છે. તેમાં કોઈપણ ફેરફાર, વધ, ઘટ થતાં નથી. તે જ તે અને એકસરખો-એકરૂપ એવો જે આ દ્રવ્યાંશ તેને જ ત્રિકાલી, ધ્રુવ, પરમપારિણામિક, એક, શુદ્ધ ભાવ કહ્યો છે. અપેક્ષા વસ્તુ દ્રવ્યાંશ પર્યાયાંશ (દ્રવ્ય) સામાન્ય વિશેષાત્મક સામાન્ય વિશેષ (ક્ષેત્ર) ભેદાભદાત્મક અભેદ ભેદ (કાળ) નિત્યાનિત્યાત્મક નિત્ય અનિત્ય (ભાવ) એકાનેકાત્મક અનેક ઉપરના કોઠા (Table) પરથી ધ્યાનમાં આવશે કે વસ્તુમાં રહેલ આ દ્રવ્યાંશ સામાન્ય, અભેદ, નિત્ય, એક છે. સદૈવ તેવો ને તેવો જ કાયમ રહેનારો છે, પરિપૂર્ણ છે. તેમાં પૂર્ણતા કંઈ નવેસરથી લાવવાની એક Page #148 -------------------------------------------------------------------------- ________________ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૨) જરૂર નથી. પર્યાયાંશ છે તે વિશેષ, ભેદરૂપ, અનિત્ય અને અનેકરૂપ છે. દ્રવ્યાંશની દૃષ્ટિએ વિચારીએ તો બધાં જીવો સમાન છે અને પર્યાયાંશની દૃષ્ટિએ જોઈએ તો અનેક ભેદ પડે છે. જેમ સંસારી અને મુકત, અલ્પજ્ઞ અને સર્વજ્ઞ એવો ભેદ પણ જ્ઞાનગુણની પર્યાયને કારણે પડે છે, શ્રાવક અને મુનિ એવો ભેદ ચારિત્ર ગુણની શુદ્ધ-અશુદ્ધ અવસ્થાનુસાર પડે છે. એકેન્દ્રિય ક્રિન્દ્રિય ઇત્યાદિ ભેદ શરીરના સંયોગની અને જ્ઞાનના ઉઘાડની દૃષ્ટિએ પડે છે. પર્યાયાંશ તરફ જોતાં આ બધા ભેદો વિદ્યમાન છે. એ સત્ય પરિસ્થિતિ છે. છતાં પર્યાયાંશ તરફ આંખ આડા કાન કરી એટલે પર્યાયાંશ તરફ ન જોતાં, દૃષ્ટિમાં એ અંશ ગૌણ કરી માત્ર દ્રવ્યાંશ તરફ જોતાં આ અંશ-ધ્રુવ અંશ-સદૈવ છે તેવો જ્ઞાનદર્શનમય છે. પ્રત્યેક જીવનો આ દ્રવ્યાંશ સમાન છે. જેમ સિદ્ધનો તેમ જ નિગોદિયા જીવનો, જેવો અનાદિકાળ પૂર્વે હતો તેવો જ આજે પણ છે. ૧૩૭ આ જે ધ્રુવ, નિત્ય, જ્ઞાનમય, દ્રવ્યાંશ છે તે જ જીવતત્ત્વ છે. આપણું પ્રયોજન સ્વતત્ત્વ જોડે છે માટે ‘આ હું જ્ઞાનમય નિત્ય ધ્રુવ' એવો સ્વતત્ત્વ-હું-જીવતત્ત્વ – એવી પોતાની ઓળખાણ કરી લેવાની છે. જીવ દ્રવ્યમાંનો અને જીવતત્ત્વમાંનો ફરક હવે વધુ સ્પષ્ટ થયો હશે. દ્રવ્ય કહેતાની સાથે ‘ઉત્પાદ્દવ્યય ધ્રૌવયુવાં સત્ । સત્ દ્રવ્યનક્ષળમા’એ ખ્યાલમાં આવે છે. તેમાં ઉત્પાદ-વ્યય એ પર્યાયાંશ છે અને ધ્રુવ તે દ્રવ્યાંશ છે. જીવતત્ત્વ કહેતાં જ શુદ્ધ અથવા અશુદ્ધ પર્યાયોથી ભિન્ન એવો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ-ઉત્પાદ વ્યયને ગૌણ કરી માત્ર ધ્રુવતત્ત્વ--પરમપારિણામિક ભાવ એવો અર્થ થાય છે. પર્યાય દ્રવ્યથી ભિન્ન કરી શકાતી નથી. છતાં આ બધી ખટપટ આપણાં જ્ઞાનમાં જ-શ્રદ્ધામાં જ કરવાની છે. જે પ્રમાણે સોનાના અનેક દાગીના -બંગડીઓ, વીંટી, હાર, કમરપટ્ટો વિગેરે વિવિધ અવસ્થાઓની વિદ્યમાનતામાં પણ ફકત ‘સોનું’ એ નજરથી આપણે જોઈએ છીએ ત્યારે અવસ્થા આપણી નજરમાં ગૌણ થઇ સોનું કેટલું છે તે આપણે જોઈએ છીએ. અથવા જેમ અમેરિકન, ભારતીય, જાપાની, આફ્રિકન ઈત્યાદિ ભિન્ન વંશના લોકોના શરીરનું Page #149 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય ૧૩૮ બંધારણ, રંગ, ઉચાઈ,વાળ ઈત્યાદિ અનેક ભેદ હોય તો પણ મનુષ્યપણાની અપેક્ષાએ બધાં સમાન છે – બધાં માનવીઓ છે. તે પ્રમાણે પર્યાયોની અપેક્ષાએ જીવનાં અનેક પ્રકાર હોય તો પણ જીવતત્વની અપેક્ષાએ-ધ્રુવ દ્રવ્યાંશની અપેક્ષાએ – બધાં જીવો સમાન જ છે. માટે “મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન” એમ કહ્યું છે. જે કોઈ પર્યાયાંશમાં પોતાને સિદ્ધસમાન માનતો હોય તો તેની માન્યતા મિથ્યા થશે. સિદ્ધ ભગવંતોમાં દ્રવ્યાંશ જેમ છે - જેવું પરિપૂર્ણ સામર્થ્ય છે -તેવું પર્યાયમાં તે પ્રગટ થયેલું છે. જેમ દ્રવ્ય છે તેવી જ પ્રગટ અવસ્થા છે. તે પ્રગટ અવસ્થા જોઈ સિદ્ધોનો દ્રવ્યાંશ તેવો જ છે એમ ધ્યાનમાં આવે છે અને મારો પણ દ્રવ્યાંશ સિદ્ધોના દ્રવ્યાંશ જેવો જ તેમ જ તેમના પર્યાયાંશ જેવો છે એમ ધ્યાનમાં આવે છે. ગણિતમાં તમે શિખ્યા છો ને કે A = B, B = 0, . A = C. માટે જિનેન્દ્રોના દર્શન કરવા ઘણું મહત્વનું છે. આપણને જિનદર્શનથી નિજદર્શન સાધવાનું છે. જિનેન્દ્રોના પ્રગટ પર્યાયાંશ દ્વારા તેઓના દ્રવ્યાંશોનું જ્ઞાન થાય છે અને તેઓના દ્રવ્યાંશ જેવો હું પોતે છું તેનું જ્ઞાન થઈ દષ્ટિ પોતાની તરફ વળે છે. તેથી જ તો પ્રવચનસાર ગ્રંથમાં કહ્યું છે, “જે અરહંતોને દ્રવ્યરૂપે, ગુણરૂપે, અને પર્યાયરૂપે જાણે છે, તેનો મોહ (મિથ્યાત્વ) મટી જાય છે.” પર્યાયોથી ભિન્ન એવો દ્રવ્યાંશ તે હું-જીવતત્ત્વ. આ સૂત્ર ધ્યાનમાં આવતાં જ સાત તત્ત્વોમાંની આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાયોથી હું જીવતત્ત્વ-ધૂવદ્રવ્યાંશ-ભિન્ન છું તે સમજવું હવે અઘરું નહીં લાગે. પર્યાયોમાં આસવ બંધ હોય ત્યારે તેઓથી હું ભિન્ન નિત્ય ત્રિકાલી ધ્રુવ અંશ છું તે હવે ઝટ ધ્યાનમાં આવશે. પોતાની પર્યાયથી આપણે દ્રવ્યાંશને ભિન્ન દેખીએ છીએ તો પરદ્રવ્યોથી સંબંધ બાકી રહેશે જ કેમ ? માટે અજીવતત્ત્વ જે પરદ્રવ્ય છે તેનાથી જીવતત્ત્વ ભિન્ન છે એ સમજવું પણ હવે સહેલું બન્યું. દ્રવ્યાંશને-જીવતત્ત્વને-જોવા માટે પર્યાયોને કાઢી નાખવું નથી કે તેઓનો નાશ કરવો નથી – તેમ કરવું Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૨) પણ શકય નથી. આપણી નજર તેના ઉપરથી ખસેડી કાયમ રહેનારા ત્રિકાલી ધ્રુવ અંશ પર સ્થિર કરવાની છે - આશ્રય લેવાનો છે. તેમાં ‘પણું સ્થાપિત થાય કે ઉપયોગ એની મેળે જ તે તરફ વળે છે. સાયનમાં આપણાં ઘરની સામે મેનરોડ હોવાથી એક વખતે દશદશ લેનમાં ગાડીઓ દોડતી હોય છે અને ટૂંફિકનો ઘોંઘાટ હંમેશ કાને પડતો હોય છે. તોયે આપણી ગાડીનો હૉર્ન તમને કેવો તરત વરતાઈ (ઓળખાઈ) જાય છે, કારણ ત્યાં પોતાપણાનો ભાવ છે. જીવતત્ત્વ એ દષ્ટિનો વિષય છે. નેમબાજી કરતાં દષ્ટિ સ્થિર માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરાય છે. ત્યારે ઈતર બાબતોનો સદ્ભાવ હોય છે પરંતુ તે નજરમાં આવતી નથી. કારણ નજર માત્ર એક જ બિંદુ પર કેન્દ્રિત કરેલી હોય છે. તે મુજબ પર્યાયોમાં અનિત્યતા, અનેકતા, અપૂર્ણતા, મલિનતા હોય, તોય નજરમાં તે બધી ગૌણ કરી ફકત ધ્રુવ નિત્ય અંશ પર નજર સ્થિર કરતાં – આ જ હું એવું “સ્વ” પણું સ્થાપિત કરતાં જીવતત્ત્વ ભિન્ન અનુભવમાં આવી શકશે. તમે કહેશો તો પછી અજીવતત્ત્વને શા માટે જાણવું ? કારણ અજીવતત્ત્વમાં અહંબુદ્ધિ - હું પણું-એકત્વ થઈ શકે છે. પરજીવ, પરદ્રવ્ય બધા અજીવતત્ત્વ છે કારણ શ્રદ્ધામાં તેઓને સ્થાન નથી. તે માટે બધાં અજીવ દ્રવ્યોને અને ઈતર જીવોને જાણતાં બેસવું નથી. તો એ બધાં અજીવતત્ત્વો છે એમ જાણી, અવતત્ત્વ એટલે હું નથી એવું જ્ઞાન કરવાનું છે. મુખ્યત્વે શરીરથી ભિન્ન જાણવું છે. કારણ અમારી એકત્વબુદ્ધિ હિમાલય પર્વત સાથે થતી નથી, વિશ્વના ઈતર અનંત પદાર્થો સાથે થતી નથી પરંતુ પ્રાપ્ત શરીર સાથે સંયોગ સાથે થાય છે. આપણે કેવળ શરીર સાથે એકત્ર કરી થોભતાં નથી તો ક્રોધાદિ કષાયો સાથે પણ એકત્વ, મમત્વ સ્થાપિત કરીએ છીએ. હું બહુ દયાળુ છું, અમુક વ્યક્તિ ક્રોધી છે, તમુક માણસ માયાચારી છે એવા રાગ પરિણામોથી આપણે એકત્વ સ્થાપિત કરી તેને આપણો સ્વભાવ માનીએ છીએ. Page #151 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૪૦ તેથી સાત તત્ત્વોમાં આ પર્યાયતત્ત્વોને ભિન્ન કહ્યા છે. આ બધાં તત્ત્વોનું જ્ઞાન કરી તેમાં આપણે આજ સુધી કંઈ કંઈ ભૂલ ભરેલી કલ્પનાઓ-માન્યતાઓ કરતા આવ્યા છીએ એ આપણે આગળનાં પત્ર દ્વારા જોઈશું. આ તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય તત્ત્વ ક્યા છે તે પણ આપણે જોવાનું છે. આ જે સાત તત્ત્વો છે તેઓમાં પુણ્ય અને પાપ એ તત્ત્વોનો સમાવેશ છે. આસવમાં પુણ્યાસ્રવ અને પાપામ્રવ તેમ બંધમાં પુણ્યબંધ અને પાપબંધનો સમાવેશ થાય છે. જિનાગમમાં કેટલેક ઠેકાણે પુણ્ય અને પાપને જુદાં નામ આપી સાત તત્ત્વોને બદલે નવ પદાર્થ એવું વર્ગીકરણ કર્યું છે. સાત તત્ત્વો શું કે નવ પદાર્થો બન્નેનું સ્વરૂપ સરખું જ છે. સમજાવવા માટેનું ભિન્ન કથન છે. તેનું સવિસ્તાર વર્ણન આગળના પત્રમાં જોઈશું. -એ જ તમારી બા. સમ્યગ્દષ્ટિ જીવ એવી ભાવના સંઘરી રાખે છે કે, હે પ્રભુ ! હું જવ તેમ અજીવ પદાથોનાં સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આસવને થોભાવું, નિરંતર સંવર અને નિર્જરા કરતો રહું, મુકિતરૂપી લક્ષ્મીની આકાંક્ષા સતત રાખું, તેમ જ શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એવો અનુભવ કરતો રહું, આ રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાળ વ્યતીત થાય. - શ્રી અમિતગતિ આચાર્ય - તત્ત્વભાવના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) પત્રાંક ૨૨ ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશિષ, પહેલાંના કેટલાક પત્રો દ્વારા આપણે સાત તત્ત્વોનો આછો પરિચય કર્યો. જિનેન્દ્ર ભગવંતોએ કહેલાં આ સાત તત્ત્વો જાણી, તેઓનું યથાયોગ્ય શ્રદ્ધાન કરી પછી પોતાની ઓળખાણ અને અનુભૂતિ થયા વગર સમ્યદર્શન નહીં થાય અને તે વગર સાચા સુખની શરૂઆત પણ નહીં થાય. સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રો સિવાય બીજે કયાંય આ સત્ય ઉપદેશ મળતો નથી. કુદેવ-કુગુરૂ-શાસ્ત્રો દ્વારા જીવોને મિથ્યા ઉપદેશ મળે છે અને જીવ ગૃહીત મિથ્યાત્વી બને છે. તેમને છોડી જ્યારે સત્ય ઉપદેશ આ જીવને લાભશે ત્યારે જ અતત્ત્વશ્રદ્ધાન એટલે મોહ અથવા મિથ્યાત્વ નષ્ટ થશે. અનાદિથી ચાલ્યુ આવતું આ મિથ્યાત્વને અગૃહીત મિથ્યાત્વ કહે છે. સાત તત્ત્વોની વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. સાત તત્ત્વોની એટલે સાત તત્ત્વો વિષેની જીવની માન્યતા એવો અર્થ છે. કારણ તત્ત્વ તો છે તેવા જ રહે છે પરંતુ જીવ પોતે તેમના વિષે ભૂલભરેલી માન્યતા કરે છે. સાત તત્ત્વો એ વસ્તુસ્થિતિ છે. આ વસ્તુસ્થિતિને છોડી ઈતર બધી માન્યતાઓ તે કલ્પનાજનિત ભ્રમ છે. અજ્ઞાનીની માન્યતાનુસાર વિશ્વના પદાર્થોનું પરિણમન થતું નથી તેથી તે દુઃખી છે અને આ દુઃખ દૂર કરવા કલ્પનાજન્ય ભ્રમ દૂર કરવો તે જ એકમેવ ઉપાય છે. આ સાત તત્ત્વો વિષેની “વિપરીત માન્યતા એટલે કે તત્ત્વો જેવા છે તેવા ન માની, જેવા નથી તેવા માનવાં. પ્રત્યેક જીવ અનાદિથી એવી Page #153 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય મિથ્યા માન્યતા કરતો આવ્યો છે. તેથી સાત તત્ત્વોથી તે પરિચિત ન હોય તોપણ વિપરીત માન્યતાઓ માત્ર નિત્ય પરિચયની છે. તેથી પં. દૌલતરામજીએ ‘છહઢાળા' માં અને પં. ટોડરમલજીએ ‘મોક્ષમાર્ગપ્રકાશક'માં પ્રથમ આ વિપરીત માન્યતાઓનું વર્ણન કરી પછી તે તત્ત્વોનું સ્વરૂપ કહ્યું છે. બરાબર જ છે, કોઈ જન્મથી રોગી માણસને તેના રોગના લક્ષણો, કે જે તેના નિત્ય પરિચયનાં છે, તે બતાવી નિરોગી અવસ્થાનું વર્ણન કરે અને નિરોગી થવાં ઉપાય બતાવે તો તેનો વિશ્વાસ બેસે અને તે ઉપાય પણ કરે છે. જીવ-અજીવતત્ત્વોસંબધી વિપરીત માન્યતા. બન્ને તત્ત્વસંબંધી વિપરીત માન્યતા ભેગી એટલા માટે કહી છે કેમિથ્યાદષ્ટિ જીવ ૧) બન્નેને-જીવ અને અજીવને-એક માને છે, અથવા ૨) અજીવને જીવ માને છે, અથવા ૩) જીવને અજીવ માને છે. એટલે શરીર અને આત્મા એ બન્નેને મળી જીવ માને છે, અથવા શરીરને જીવ માને છે અથવા આત્માને શરીર માને છે. એનો અર્થ આ બન્નેનું ભિન્ન સ્વરૂપ તેની સમજમાં આવતું નથી. માનો કે કોઈને બજારમાંથી લીંબુ લાવવા કહ્યું અને તે કાકડી લાવ્યો. તો તેનો અર્થ એવો થાય કે તે લીંબુને પણ જાણતો નથી અને કાકડીને પણ જાણતો નથી. ૧૪૨ જીવતત્ત્વનું વર્ણન છહઢાળામાં ‘‘ચેતનકો હૈ ઉપયોગરૂપ'' એટલે કે જીવનું લક્ષણ જ્ઞાન દર્શન છે એમ કહ્યું છે. તેનો અર્થ એવો કે “મેરે હૈ ઉપયોગરૂપ’”, ‘‘તુમ્હારા હૈ ઉપયોગરૂપ’’, ‘‘નિગોદ કા હૈ ઉપયોગરૂપ'' ‘‘સિદ્ધો કા હૈ ઉપયોગરૂપ’’, ‘‘સબ જીવોં કા હૈ ઉપયોગરૂપ.'' પણ જીવોએ જ્ઞાનદર્શન પોતાનું રૂપ ન માનતાં, શરીર એ જ પોતાનું રૂપ માન્યું. જુઓ હું, સવારે ઊઠતાની સાથે જ આપણે અરિસા સામે ઉભા રહી આપણું(?) રૂપ નિહાળીએ, શરીરનો ફોટો જોઈ આ મારો ફોટો કહીને ખુશ થઈએ, ૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સાત તત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) શરીર સુંદર હોય તો હું રૂપાળો કહી અભિમાન કરીએ, શરીર રોગી હોય તો હું રોગી કહી દુઃખી થાય, શરીર નવું મળ્યું તો મારો જન્મ, શરીર છૂછ્યું કે હું મરી ગયો. જુઓ હ ! આપણી માન્યતાઓ આવી છે કે નહીં કહ્યું જ છે, “તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન.” અહીં ફકત જન્મ મરણ કહ્યાં હોય તો પણ તે બે ઘટનાઓની વચલી બધી અવસ્થાઓને આપણે આપણી અવસ્થા માનતા આવ્યા છીએ. દા.ત. તન (શરીર) ગોરું હોય તો હું ગોરો, તન ઉચું હોય તો હું ઉચો, શરીર વધતું હોય તો હું વધુ છું, તન કદરૂપું હોય તો હું કદરૂપો, તન લંગડું લુલું હોય તો હું લંગડો લૂલો છું વગેરે માને છે. કેવળ શરીર સાથે એકત્વ કરીને આ જીવ થોભતો નથી. ધન-સંપત્તિ, ઘરબાર, બાલબચ્ચાં, કુટુંબ, બંગલો, ગાડી ઈત્યાદિ અત્યંત ભિન્ન પરપદાર્થો કે જે બધાં અજીવતત્ત્વ છે, તેમાં પણ એકત્વ કરે છે. અને તેને કારણે હું સુખી, હું દુખી, હું ગરીબ, હું પૈસાદાર, હું બાલબચ્ચાવાળો, હું નિરાધાર, હું હીન-દીન, એવી કલ્પના કરે છે. રોજીંદા જીવનમાં પણ આવી કલ્પનાથી લોકો દુઃખી થતાં દેખાય છે. કોઈ લગ્ન થતાં નથી માટે દુઃખી, તો કોઈને બાળક થતું નથી તો પોતાને અધૂરો માને કે વૈધવ્ય આવે તો પોતાને હીન-દીન સમજે છે. શરીર એ જ હું એવી મૂળમાં જ ભૂલ થવાથી તેના પર આધારેલી બધી સમજણો ભૂલ ભરેલી જ થાય તેમાં નવાઈ શી ? અનાદિકાલથી આ જીવ અનેક ગતિઓમાં ફરી રહ્યો છે. એક હું પોતે એટલે આત્મા + અનંત પુગલ પરમાણુ (શરીર) નો સંયોગ-વિયોગ થવો એટલે નવી નવી ગતિમાં જવું. મિથ્યાત્વને કારણે જીવ કેવી માન્યતા કરે તે જોઈએ. મોક્ષમાર્ગપ્રકાશકમાં નીચે મુજબ વર્ણન કર્યું છે. ૧) “યદ હૂં' - આ હું છું એવી આત્મબુદ્ધિ. આત્મા _પુદ્ગલ સ્વભાવ સ્વભાવ (જ્ઞાનાદિ) વિભાવ (ક્રોધાદિ) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ Page #155 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય (૧૪૪ આત્માનો સ્વભાવ જ્ઞાનાદિ અને વિભાવ ક્રોધાદિ તથા પુદ્ગલને સ્પર્શાદિ આ બધાને ભેગા કરી પોતાનું સ્વરૂપ માને છે. એટલે શરીર તે હું અને જ્ઞાન વિગેરે કરવાવાળો તેમ જ ક્રોધ વિગેરે કરનારો હું – એમ પોતાને માને. (આ થઈ એકત્વબુદ્ધિ). ૨) “યે મેરે હૈ” એ મારા છે એવી સ્વામિત્વબુદ્ધિ-આત્માની અને પુદગલોની અવસ્થા મળી મારી અવસ્થાઓ છે એમ તે માને છે. અર્થાત જ્ઞાનની અને ક્રોધની હીનાધિક દશા અને પુદ્ગલોનાં વર્ણ ગુણોની અવસ્થાઓ, સ્પર્શ ગુણોની અવસ્થાઓ ઈત્યાદિને પોતાની માને છે. (મમત્વબુદ્ધિ). ૩) “મૈં સુના ' - હું તેમનો કર્તા છું. જીવ અને શરીરનો એકબીજા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી જીવ ઈચ્છા કરે છે, ત્યારે શરીરની ક્રિયાઓ શરીર વડે શરીરમાં થાય પરંતુ જીવ એવું માને છે કે આ મારી ક્રિયાઓ છે. જેમકે હું બોલું છું, હું ચાલું છું. (કર્તુત્વબુદ્ધિ) ૪) મેં ને મોતી ફૂ” - હું આનો ભોકતા છું. શરીરની ઠંડી, તાવ, ભૂખ, તરસ, રોગ ઈત્યાદિ અવસ્થાઓ થાય છે. મોહને કારણે (મિથ્યાત્વને કારણે) આ જીવ પોતે જ તેમાં સુખ-દુ:ખ માને છે. આ બધી અવસ્થાઓને પોતાની માની મને તાવ આવ્યો, માટે હું દુઃખી છું એમ માને છે – (ભોકતૃત્વબુદ્ધિ) આ પ્રમાણે જે જે પર્યાય (મનુષ્ય પર્યાય, દેવ પર્યાય ઈત્યાદિ) આ જીવ ધારણ કરે છે તે તે પર્યાય સાથે અહંબુદ્ધિ કરે છે. તેનું કારણ શું તે વિષે પં. ટોડરમલજી કહે છે, “આ આત્માને અનાદિકાળથી ઈન્દ્રિય જ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે તેથી જ્યારે પોતે જુદો (ભિન્ન) ભાસિત થતો નથી, ત્યારે આત્મા અને શરીર એ બેના સમુદાયરૂપ પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારણ કરે છે.” જીવ અને શરીરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘણાં છે. જે વિચારો I દ્વારા આ ભિન્નતા ધ્યાનમાં આવે છે, એવાં વિચારો જ મિથ્યાત્વના Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) પ્રભાવથી આવતાં નથી. એ પ્રકારે જીવઅવતત્ત્વોસંબંધી ભૂલ ભરેલી માન્યતા કેવી હોય તે જોયા બાદ હવે આસવતત્વસંબંધી વિપરીત માન્યતા કેવી રીતે થાય છે તે વિચારીએ. આસ્રવતત્ત્વસંબંધી વિપરીત માન્યતા પાછલાં પત્રમાં આસવ એટલે શું તે આપણે જોયું હતું. મોહ, રાગ, દ્વેષ એટલે મિથ્યાત્વ અને કષાય એ આસવ છે – વિભાવો છે. સ્વભાવથી વિરૂદ્ધ ભાવ એટલે વિભાવ. જેમ પાણીનો સ્વભાવ શીતલ છે અને ઉષ્ણતા એ પાણીનો વિભાવ છે. પર નિમિત્તે થાય તે વિભાવ. અને નિમિત્ત વિના હોય તે સ્વભાવ છે. જ્ઞાન, આનંદ આત્માનો સ્વભાવ છે. મોહ રાગ દ્વેષ આત્માના વિભાવ છે. આમ હોવા છતાં મિથ્યાદષ્ટિ જીવ તેમને પોતાનો સ્વભાવ માને છે. આસવો દુઃખરૂપ છે. મિથ્યાષ્ટિ જીવ તેમને સુખરૂપ માને છે. રાગભાવ – ભલે શુભ હોય કે અશુભ-વર્તમાનકાળમાં આકુલતા ઉત્પન્ન કરે છે. તેમ જ તેને કારણે બંધ થતાં હોવાથી ભવિષ્યકાળમાં પણ દુઃખ આપે છે. કહ્યું જ છે - “આસવ દુઃખકાર ઘનેરે, બુધિવંત તિર્લ્ડ નિરવેરે દુઃખનું કારણ મોહરાગદ્વેષ છે. પણ અજ્ઞાની સંયોગને, પરપદાથને દુઃખનું કારણ માની એ રાગદ્વેષની શૃંખલા ચાલુ જ રાખે છે. આસવતત્ત્વસંબંધી ભૂલ ટૂંકામાં ફરીથી વિચારીએ – ૧) રાગ-દ્વેષ-મોહ (આસવ) વિભાવો છે તેમને આપણો સ્વભાવ માને છે. ર) રાગ અને આત્મા ભિન્ન છે, પરંતુ રાગદ્વેષ અને જ્ઞાનમાં એકત્વ માને છે. ૩) રાગ (આમ્રવ) દુ:ખરૂપ, બંધનું કારણ અને ભવિષ્યકાળમાં પણ દુ:ખોનું હેતુ છે, પરંતુ તેઓને સુખરૂપ માને છે. ૪) સંયોગના કારણે મને દુઃખ થાય અને પ્રતિકૂલતા મને ક્રોધ ઉત્પન્ન કરાવે છે એમ માને છે. પણ દુઃખનું કારણ આસવો છે એ જાણતો નથી. સાહજિક છે, રાગ-દ્વેષ પોતાના ભાસે પછી તેમને ખરાબ (ખોટા) કેમ કહેવાય ? Page #157 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય મિથ્યાદષ્ટિ શુભરાગને સુખકર માને છે. તેનાથી સ્વર્ગાદિક સુખ મળશે માટે તે સારો એમ એને લાગે છે. પરન્તુ બંધનું કારણ સુખદાયક કેમ હોઈ શકે ? આ વિપરીત શ્રદ્ધાનું વર્ણન છહઢાળામાં એમ કર્યું છે ‘‘રાગાદિ પ્રકટ યે દુ:ખદેન તિનહી કો સેવત ગિનત જૈન'' બંધતત્ત્વસંબંધી વિપરીત માન્યતા “શુભ અશુભ બંધકે લ મંઝાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર’' જીવોને જે અનુકૂલ સંયોગ મળે છે તે પુણ્યકર્મના ઉદયથી અને પ્રતિકૂલ સંયોગ પાપ કર્મોના ઉદ્દયથી. જે જીવ કર્મના ઉદયમાં સુખ માને છે તે પુણ્યબંધને સારો માને છે. જેને પુણ્યના ફળમાં મીઠાશ ભાસે તેને પુણ્યનો બંધ પણ સારો જ લાગે અને જે બંધનમાં સુખ માને તેની માન્યતા વિપરીત છે એ કહેવાની ગરજ નથી. ૧૪૬ સંયોગ એ તો પરપદાર્થો છે, તેમનામાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના એ જ મિથ્યાત્વ છે. આસવના કારણે કર્મનો બંધ થાય. આ કર્મોનો ઉદય થાય ત્યારે તેમના ફલસ્વરૂપ આત્મામાં જ્ઞાન, દર્શન, વીર્યની હીનાધિકતા થાય, મોહરાગ-દ્વેષરૂપ પરિણમન થાય છે અને બાહ્ય સુખ દુઃખોનો સંયોગ અને શરીરનો સંયોગ વિગેરે મળે છે. આ બધાનું મૂળ કારણ કર્મ છે. તે તો સૂક્ષ્મ છે, દેખાતું નથી. આ જીવ તે સંયોગનો કર્તા હું છું અથવા ઈશ્વર છે કે ભવિતવ્ય આમ જ છે, એમ માનીને બંધતત્ત્વ સંબંધે વિપરીત માન્યતામાં રહે છે. પણ જુઓ જોઉં, જેની એક તત્ત્વસંબંધીની માન્યતા ભૂલ ભરેલી થાય તેની સાતે તત્ત્વસંબંધીની માન્યતા ભૂલભરેલી થાય જ. બાકીના સંવર, નિર્જરા, મોક્ષ તત્ત્વસંબંધીની વિપરીત માન્યતા આપણે આગળના પત્ર દ્વારા જોઈશું એજ તમારી બા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) પત્રાંક ૨૩ ૨૩ ઓકટોબર ૧૯૯૫ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, પોતાની ઓળખાણ કરી લઈ પોતાને સુખી થવું છે એ જ આપણું ધ્યેય છે. સાચા અર્થે જોઈએ તો હું જ્ઞાન અને આનંદ સ્વભાવથી પરિપૂર્ણ છું એમ જાણવું છે. કારણ સુખ બહારથી મળતું નથી. પોતાને સુખમય જાણતા સુખની અનુભૂતિ થવાની છે. આજસુધી ખોટી કલ્પનાઓ કરી કલ્પનામાં જ સુખ દુઃખ માનતા આવ્યા છીએ. તે ખોટી કલ્પનાઓ અર્થાત વિપરીત માન્યતાઓ કંઈ છે તે આપણે ગયા પત્રથી જોઈ રહ્યાં છીએ. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પ્રયોજનભૂત સાત તત્ત્વો છે. તે તત્ત્વોનું યથાર્થ એટલે સાચું શ્રદ્ધાન કરવાથી આપણું દુઃખ દૂર થઈ, સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પરંતુ અનાદિકાળથી આ જીવે તે તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા કરી છે. સંવરતત્ત્વસંબંધી વિપરીત માન્યતા. આસવોનો અભાવ તેજ સંવર છે. એટલે મોહ-રાગ-દ્વેષનું ઉત્પન્ન ન થવું એ સંવર, અથવા કર્મોનું આવવું થંભી જવું તે સંવર. આ તો નાસ્તિની ભાષા થઈ. અસ્તિની ભાષા એટલે શુદ્ધતા અર્થાત વીતરાગતા એ સંવર છે. તે સમયે અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ થતો હોય છે. એનો અર્થ એવો કે સંવર એટલે આત્મીય સુખનું સંવેદન. કારણ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો અવિનાભાવી સંબંધ છે. અંતર્મગ્ન-આત્મામાં લીન થયેલાં ભાવલિંગી સંતો આત્માના પ્રચુર આનંદમાં મગ્ન હોય છે. પણ જો કોઈ એમ માનતું હોય કે અરેરે, કપડાં Page #159 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય વગર ટાઢ-તડકો-પવનનાં કેટલાં કષ્ટો સહન કરે છે બિચારાં ! તો તે સંવરસંબંધીની વિપરીત માન્યતા છે. જે સંવરને કષ્ટદાયક, કલેશકારક માનશે તે સંવર પ્રગટ કેવી રીતે કરી શકે ? આસવોને જેણે હિતરૂપ માન્યા તે આસવના અભાવને એટલે જ સંવરતત્ત્વને હિતરૂપ માનશે નહીં અને આસવોનો અભાવ પણ કરશે નહીં. સંવરસંબંધી એક વધુ મોટી ભૂલ થાય છે. તે છે આસવ કરી સંવર થવો એમ માનવું. શુભરાગ આસ્રવ છે વ્રત, તપ શુભરાગ છે. મહાવ્રત પણ શુભરાગ છે. પણ તેને જો સંવર અથવા સંવરનું કારણ માને તો તે અયોગ્ય કહેવાશે. જે કારણે આસવ અને બંધ થાય તે જ કારણે સંવર થાય એમ માનવું સર્વથા ભૂલ ભરેલું છે. શુદ્ધોપયોગ એટલે આત્મલીનતા તે સંવર પ્રગટ કરવાનો એટલે આસવોને રોકવાનો એકમેવ ઉપાય છે. પરંતુ આજ સુધી આ જીવને સંવર શું છે તેની જાણ ન હતી અને તે સંવર આનંદમય છે તેનો અનુભવ ન હોવાથી મિથ્યાદષ્ટિ જીવ સંવરને કષ્ટદાયક માને અથવા આસવ (શુભરાગ) કરી સંવર થાય એમ માને છે. ૧૪૮ નિર્જરાતત્વસંબંધી વિપરીત માન્યતા ‘‘ઈચ્છા નિરોધઃ તપઃ’’ તથા ‘“તપસા નિર્જરાચ’’ એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે. એટલે કે ઇચ્છાનો નિરોધ અર્થાત ઇચ્છાઓનો અભાવ, ઇચ્છાનું ઉત્પન્ન જ ન થયું તે નિર્જરા છે અને તે સુખમય છે. ઇચ્છાનું ઉત્પન્ન થવું તે જ દુ:ખ છે, આકુલતા છે. જ્યારે પરપદાર્થોને ઈષ્ટ-અનિષ્ટ માને ત્યારે તેમનાં ગ્રહણત્યાગની ઈચ્છા કરે છે. પણ પરપદાર્થ ઈષ્ટ અનિષ્ટ હોતા જ નથી. મિથ્યાત્વને કારણે આ જીવ તેમને એમ માને છે. પરપદાર્થ આપણે આધીન પરિણમતા નથી કારણ તે સ્વતંત્ર વસ્તુઓ છે. કદાચ એકાદ ઈચ્છા પૂર્ણ થાય તોપણ નિરંતર નવી નવી ઈચ્છા થતી જ રહે છે, અને આ જીવ નિરંતર આકુલતાનું વેદન કરતો રહે છે. પાંચ પ્રકારના ઈન્દ્રિયોનાં વિષયોની ઇચ્છા — મૂળ કારણ મિથ્યાત્વ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) ચાર પ્રકારના કષાયો - ક્રોધ, માન, માયા, લોભ - મૂળ કારણ મિથ્યાત્વ બાહ્ય સામગ્રીમાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના – મૂળ કારણ મિથ્યાત્વ મૂળ કારણ મિથ્યાત્વ કાયમ રહે તો તેનું કાર્યરૂપ ફળ ઈચ્છા, કષાય અને ઈષ્ટ-અનિષ્ટપણું આવશે જ. મનમાં હોય તે ઈચ્છા, કષાય, બહારમાં પ્રગટ થવા ન દેવી-દાબી રાખવી એ તેના નાશનો ઉપાય નથી, તો ઈચ્છા – કષાય ઉત્પન્ન જ ન થાય એવો ઉપાય જ ખરો ઉપાય છે અને મૂળ કારણ મિથ્યાત્વને મટાડવો એ જ તે ઉપાય છે. કર્મની ભાષામાં બોલવું હોય તો બંધનો એકદેશ (કંઈક અંશે) અભાવ થાય તેને નિર્જરા કહે છે. બંધતત્ત્વનું સ્વરૂપ જેણે ભૂલ ભરેલું માન્યું હોય તે નિર્જરાતત્ત્વનું સાચું સ્વરૂપ કેવી રીતે જાણે ? પુણ્ય કર્મના બંધનમાં જેને સુખબુદ્ધિ માની છે તે નિર્જરાનો ઉપાય દુઃખરૂપ માને છે. જીવ દુઃખી થાય તે પોતાનાં બાંધેલા પૂર્વેના કર્મફળથી. પણ બીજા પદાર્થોને પોતાના દુઃખનું કારણ માની તે પદાર્થોના નાશનો ઉપાય આ જીવ કરે છે, પરંતુ કર્મોના નાશનો ઉપાય કરતો નથી. આ પ્રકારે તત્ત્વ સંબંધીની ભૂલ ભરેલી માન્યતાને કારણે આ જીવ દુઃખી જ રહે છે. મોક્ષતત્ત્વસંબંધી વિપરીત માન્યતા. મોક્ષ એટલે પૂર્ણ નિરાકુલ સુખ, અનંત સુખની પ્રાપ્તિ, કમનો સંપૂર્ણ અભાવ, આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા, આત્મા અનંતગુણમય છે તે બધાં અનંત ગુણોનું સામર્થ્ય પૂર્ણતાથી પર્યાયમાં પ્રગટ થવું તેને મોક્ષ કહેવાય છે. મિથ્યાદષ્ટિ જીવને સાચા સુખની ઓળખ ન હોવાથી પંચેન્દ્રિયો અને મન દ્વારા વિષયભોગ કરવામાં તે સુખ માને છે. ખરેખર જોતાં અનેક પદાર્થોને ભોગવવાની તે ઈચ્છા કરે છે. આત્મા તે પદાર્થોને માત્ર જાણે જ છે. તેમનું ગ્રહણ અથવા ત્યાગ કરી શકતો જ નથી. અજ્ઞાની ગ્રહણત્યાગની નિરંતર ઈચ્છા કરી નિરંતર આકુલતા કરે છે. કદાચ ઈચ્છા પૂર્ણ થાય તો તેમાં સુખ માને પરંતુ તે જ સમયે નવી ઈચ્છાજન્ય આકુલતા હાજર હોય છે. વીતરાગતા અર્થાત ઈચ્છાઓનો પૂર્ણ અભાવ જ Page #161 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય નિરાકુલતામય છે. અજ્ઞાની ભોગસંબંધીના સુખોને ખરૂં સુખ માને અને તેવાં પ્રકારના સુખો મોક્ષમાં હશે એવી કલ્પના કરે છે, એ તેની મોક્ષતત્ત્વસંબંધીની વિપરીત માન્યતા છે. ઘણાં અમને પ્રશ્નો પણ પૂછે છે કે, “અહો ! મોક્ષે ગયા પછી ત્યાં કરવું પણ શું ? કંઈ જ કરવાનું ન હોય તો પછી શું મજા !' ન આ જીવે બંધતત્ત્વનું સ્વરૂપ જાણ્યું નથી. દુ:ખ કર્મબંધનથી છે અને કર્મોનો પૂર્ણ અભાવ થવાથી જ પૂર્ણ સુખી થવાશે એમ ન જાણવાથી અર્થાત મોક્ષતત્ત્વસંબંધીની ભૂલ ભરેલી માન્યતા રાખવાથી પરવસ્તુઓને અને અનિષ્ટ સંયોગોને દુ:ખનું કારણ માની આ જીવ સંયોગોનો અને પરપદાર્થોનો નાશ-અભાવ કરવાની ઈચ્છા કરે છે અને નિરંતર નવા કર્મોનો બંધ કરતો રહે છે. ૧૫૦ આ બધું વિસ્તારથી જોયા બાદ એમ સમજાય છે કે જેણે પોતાના આત્માને જાણ્યો નથી તે સાતે તત્ત્વોસંબંધી ભૂલ કરતો હોય છે. સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સાત તત્ત્વોને જાણવા માટે નથી પણ એ શુદ્ધાત્માને એટલે કે પોતાને જાણવા માટે છે. આ સાત તત્ત્વોમાં પુણ્ય અને પાપનો આસવ અને બંધ એ બન્ને તત્ત્વોમાં સમાવેશ થાય છે. છતાં કોઈ આચાર્યોએ તે બન્ને બાબતોનું ભિન્ન કથન કરી નવ પદાર્થો એમ વર્ણવ્યા છે. સાત તત્ત્વો કહો કે નવ પદાર્થો કહો બન્નેનો અર્થ એક જ છે. ખરૂં જોતાં પુણ્ય અને પાપ કર્મોના નામો છે. બન્ને કર્યો હોવાથી બન્નેની જાત એક જ છે. બન્ને આકુલતા ઉત્પન્ન કરનારા હોવાથી ખરાબ જ છે. પરંતુ મિથ્યાદષ્ટિ જીવ પુણ્ય સારૂં અને પાપ ખરાબ એમ માને છે, કારણ પુણ્યથી આપણી ઈચ્છાનુસાર કાર્ય બને છે એટલે પુણ્ય સારૂં અને પાપથી ઈચ્છાનુસાર કાર્ય થતું નથી તેથી પાપ ખરાબ એમ સમજે છે. ખરું જોતાં સુખ દુઃખ એ જીવની મિથ્યા માન્યતાને કારણે હોય છે. શરીર એ જ હું એમ જીવ માને છે, અને શરીર ઠીક હોય તો હું સુખી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સાત તત્ત્વો સંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) એવી બીજી ભૂલ કરે છે. અનુકૂલ બાહ્ય સંયોગોથી હું સુખી એમ માને છે. તેથી જે પુણ્ય કર્મના ઉદયથી અનુકૂલ સામગ્રી મળે, તે પુણ્યના ઉદયને સારૂં માને અને જે પાપના ઉદયથી પ્રતિકૂલ સામગ્રી મળે તે પાપના ઉદયને ખરાબ માને. પરંતુ આ પણ તેની વિપરીત માન્યતા છે. બંધતત્ત્વસંબંધીની ભૂલ છે. જે પુણ્યના ઉદયને સારું માને તેનો જ અર્થ જે બંધને સારો માને તે બંધના અભાવરૂપ મોક્ષને સારું કેમ માને ? પુણ્ય બંધને સારો માને તે પુણ્ય બંધનું કારણ જે શુભાસવ, એટલે શુભરાગ તેને સારો માને અને અશુભરાગને ખરાબ માને છે. જેણે આસવને સારો એટલે કરવા યોગ્ય માન્યું, તેણે આસવના અભાવરૂપ સંવરને જાણ્યું નથી અને સારું માન્યું નહીં. જેણે આસવ બંધને સારો માન્યો તે સંવર, નિર્જરા અને મોક્ષને સારા માનશે નહીં. જુઓ હોં, એક ભૂલ ભરેલી માન્યતાને કારણે અનેક ભૂલભરેલી માન્યતાઓની શૃંખલા શરૂ થઈ. માટલાનો ઢગલો જોયો છે કદી ? નીચેનું એક માટલું ઊંધું મુકીએ તો તેના પર રચાયેલા બધાં માટલાં ઊધા જ મુકવા પડે. તેમ જ એક તત્ત્વ ભૂલ ભરેલું માન્યું તો સાતે તત્ત્વોમાં ભૂલ ભરેલી માન્યતાઓની પરંપરા શરૂ થાય છે. શાસ્ત્ર શ્રવણ કરનારાઓનો હંમેશ એ જ પ્રશ્ન હોય છે કે તો પછી અમારે કરવું શું? કેવી રીતે વર્તવું ? જુઓ જેઉ પ્રશ્નમાં પણ કર્તબુદ્ધિ જ દેખાઈ આવે છે. પાછલા બે પત્રોમાં આપણે માન્યતાનાં દોષ જોતાં આવ્યા છીએ તોપણ માન્યતા સુધારવાની છે એવું સહેલું ઉત્તર સમજમાં ન લેતાં મનુષ્ય એ જ હું એમ માની, મનુષ્ય પર્યાયનું આચરણ સુધારવાનો વિચાર જ એ જીવને વારંવાર આવે છે. તે પરથી તેની જીવ, અજીવ, આસ્રવ ઈત્યાદિ તત્ત્વો વિષેની ભૂલભરેલી માન્યતા જ દેખાઈ આવે છે. એક માણસ મેદાન પર વાંકો વળી કંઈક કરતો હતો. તેને તેના મિત્રે પૂછ્યું, “દોસ્ત, તું શું કરે છે ?” તેણે જવાબ આપ્યો, “હું કયારનોય, મારો છાંયડો જે વાંકોચૂંકો દેખાય છે, તેને સીધો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.” હસ્યાં ને ? બીજાની મૂર્ખાઈ જોઈ કેવું હસવું આવ્યું છે ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પત્રો દ્વારા જૈનતત્વ પરિચય મિત્રે સલાહ આપી, “છાંયડો સુધારવાનો પ્રયત્ન કરતો નહીં. તું સીધો ઊભો રહે, તો છાંયડો એની મેળે સીધો થઈ જશે.” આપણે પણ પર્યાય જોડે-શરીર જોડે એકત્ર કરી મનુષ્ય વ્યવહાર, આચરણ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણાં પરમ સુહૃદ એટલે પરમમિત્ર-દેવ, શાસ્ત્ર, ગુરૂ-આપણને કહે છે – “હે ભવ્ય ! તું પોતાને ઓળખ. પર્યાય તરફ જોતાં જોતાં તેમાનાં વિભાવ અને રાગદ્વેષ દૂર કરવાનો પ્રયત્ન છોડી દે. તું પોતાને પોતાના સ્વભાવ પ્રમાણે માન, પોતાને પોતામાં સ્થાપન કર, તારી પર્યાયો સ્વસમ્મુખ થઈ સ્વભાવ પરિણમન કરવા લાગશે. અનાદિ સંસ્કારવશ આ વિપરીત માન્યતાઓ હોય તોપણ ગભરાવાનું કંઈ જ કારણ નથી. સાત તત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે જાણી સ્વમાં લીન થવું એ જ ઉપાય છે.' આ સાત તત્ત્વોનું જેવું છે તેવું શ્રદ્ધાન એટલે હેય, શેય ઉપાદેય સ્વરૂપ કેવું છે તે આપણે આગલા પત્રમાં જોઈશું. -એ જ તમારી બા. વારંવાર કહેવાથી પુનરૂકિતનો દોષ લાગે છે તોપણ હે જીવ તું મોહનિદ્રામાં સુતેલો છે તેમાંથી કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત રાગ-દ્વેષ વિભાવને ગ્રહણ કરે છે અને ડગલે ને પગલે પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોના સુખોમાં મગ્ન રહે છે અને તેથી અનેક પ્રકારનાં દુઃખોને તું સામો થતો જાય છે અને તારા આઠ કમો નાશ પામતાં નથી. આત્માનાં સ્વભાવરૂપી મહાપદથી ભ્રષ્ટ થઈ આ સંસારમાર્ગમાં ભ્રમણ કરી રહ્યો છે. હે જગતવાસી જીવ ! તું પંચેન્દ્રિયોનાં વિષયસુખથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધાત્માનાં અનુભવમાં એવો લીન થા કે જે યોગે પાછો આ સંસારમાં તને ફરીથી આવવું ન પડે. - પં. ઘાનતરાયજી - “ઘાનતવિલાસ' Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૧ પત્રાંક ૨૪ રર નવેંબર ૧૯૯૫ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૧ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, સાત તત્ત્વો સંબંધીનો આ વિષય ઘણો જ રસ પડે એવો છે. તેના પર વિવેચન કરીએ એટલું થોડું છે. સાત તત્ત્વોનું સ્વરૂપ સમજ્યાં પછી જ આપણને સમયસારાદિ ગ્રંથોમાં આચાર્યોએ આત્માનું જ સ્વરૂપ વર્ણવ્યું છે તે સમજાશે. સાત તત્ત્વો વિષે આ પાંચમો કાગળ છે. જે વિષયમાં આપણને રસ પડે તે વિષયની ગમે તેટલીવાર ચર્ચા કરીએ તો પણ આપણને કંટાળો આવતો નથી. ઊલટાનું તે વિષયની ઝીણવટ સમજાતાં તેમાં વધુ ને વધુ રસ પડે છે. પ્રયોજનભૂત સાત તત્ત્વોની વ્યાખ્યાઓ આપણે શિખ્યાં. તેમનું ટુંકમાં સ્વરૂપ પણ જોઈ ગયાં. અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ તે તત્ત્વો વિષે કેવા પ્રકારની વિપરીત માન્યતાઓ કરે છે તે પણ પાછળનાં બે પત્રોમાં જોયું. પણ આટલું જાણવાંથી કામ નહીં ચાલે. જેમ કોઈ ગામમાં ઘણાં ઘરો છે, ઘણા રસ્તાઓ છે, રસ્તાઓમાં કયાંક ખાડાટેકરાં પણ છે, તેમ જ તે વિપત્તિઓથી ભરેલા છે. બધાં ઘરમાં ઘણી સુખસગવડો છે, વિગેરે વિગેરે ગામની ઘણી માહિતી ભેગી કરી છતાં આપણને સુખ પ્રાપ્ત થતું નથી. અનેક ઘરની સુખસગવડો જોઈ સુખ મળતું નથી. ખાડાટેકરાવાળા રસ્તે ચાલતા રહીને પણ સુખ તો દૂર રહ્યું, દુઃખ જ દુઃખ ભાગે આવે છે. પણ જ્યારે એ સમજાય કે અમુક ઘર મારી માલિકીનું છે, તે ઘરમાં મને કોઈ અટકાવી નહીં શકે, બધી સુખસગવડોથી સુસજજ એવું મારું ઘર છે; બીજું બધાં ઘરો હોય તો પણ મારે તેમનો જરાય ઉપયોગ નથી કારણ મને ત્યાં પ્રવેશ જ મળી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય નહીં શકે, આ ખાડાટેકરાંવાળો રસ્તો છે તે રસ્તો છોડી મારા ઘરની દિશામાં લઈ જનારો આ સાફ-સૂફ રસ્તો મને ઘર સુધી લઈ જશે, તે રસ્તે જ મારે જવું જોઈએ અને ઘર આવતાં જ તે રસ્તો છોડી ઘરમાં પ્રવેશ કરવો જોઈએ, ત્યારે આપણે તે ગામને જાણવું યથાર્થ થશે. તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા થતાં આપણે ઘરની દિશામાં પહેલું પગલું ભરીએ, તો જ તે શ્રદ્ધા અને જ્ઞાન ખરાં હશે અને જ્યારે ઘરમાં પ્રવેશ કરી સુખ ઉપભોગીએ ત્યારે તે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણની પૂર્ણતા થશે. તત્ત્વો બાબતમાં પણ એવું જ છે. હું પોતે' છોડી ઈતર બધાં દ્રવ્યો - ઈતર અનંત જીવો, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવતત્ત્વમાં આવે છે. પ્રત્યેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ છે - અનંત ગુણોથી યુકત છે. પરંતુ મારા અન્ય દ્રવ્યોમાં પ્રવેશ થઈ શકતો નથી. કારણ મારા સ્વચતુષ્ટય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ - એ પરચતુષ્ટયથી ભિન્ન છે. પણ એક દ્રવ્ય છું, અનંત ગુણોથી પરિપૂર્ણ છું. મારાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહું છું. મારા સ્વચતુષ્ટયમાં અન્ય કોઈ પ્રવેશ કરી શકતું નથી. ચારે ગતિમાં ભ્રમણ કરાવવાવાળો જે સંસારમાર્ગ છે, તે જન્મમરણાદિ અનેક વિપત્તિઓથી ભય પડ્યો છે. આનાથી જુદો એક મોક્ષમાર્ગ છે જેના ઉપર ચાલીને હું મોક્ષમહલમાં પ્રવેશ કરી શકું છું. શાસ્ત્રોથી આવી જાણ પ્રાપ્ત કરીને જ્યારે હું પોતાના ઘર એટલે સ્વદ્રવ્યની તરફ પહેલું પગલું ભરીને મોક્ષમાર્ગમાં આવીશ અર્થાત સમત્વ પ્રાપ્ત કરીશ ત્યારે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ સમ્યક થશે. આ મોક્ષમાર્ગ પર ચાલીને જ્યારે હું ઘરમાં પ્રવેશ કરીને ત્યાં જ રહેવા માંડીશ-પરિપૂર્ણ સુખનો ઉપભોગ કરીશ-ત્યારે શ્રદ્ધા, જ્ઞાન, આચરણની પૂર્ણતા થશે. હું એક સ્વતંત્ર અસ્તિત્વવાન સત્ પદાર્થ છું. તેથી આ અવતત્ત્વ છે તે ‘શેય તત્ત્વ છે. શેય નો અર્થ જાણવા યોગ્ય. તેનું જ્ઞાન મને થાય છે, બસ, એટલો જ સંબંધ છે. શેય તત્ત્વ છે માટે તેને જ જાણતાં બેસીએ, એવી કોઈની કલ્પના હોય તો તે ભૂલભરેલી છે. અજવતત્ત્વને માત્ર જાણવું Page #166 -------------------------------------------------------------------------- ________________ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ૧ તે ખરૂં જાણવું નથી, તો અજીવતત્ત્વમાં મારો પ્રવેશ થઈ શકતો નથી, અને મારામાં અજીવતત્ત્વ પ્રવેશ કરી શકતું નથી, મારો અને અજીવતત્ત્વનો એકબીજા સાથે કાંઈ પણ સંબંધ, લેવું-દેવું, સુખદુ:ખનુ કાર્ય-કારણપણું ઈત્યાદિ નથી એમ જાણવું તે જ ખરૂં જાણપણું છે. ૧૫૫ અજીવતત્ત્વ ‘પર’ છે ‘સ્વ’ નથી એમ જાણવાનું છે. બીજાનાં ઘરો જોતાં-નિહાળતાં-ખાડાં ટેકરાંમાં પડવું એ મૂર્ખાઈ ઠરશે. તે મુજબ અજીવતત્ત્વ જ્ઞેય છે માટે તેને જાણવામાં જ અમને રસ હશે, રૂચિ હશે તો તે યથાયોગ્ય જાણવું નહીં થાય. પૂજામાં પણ આપણે બોલીએ ને કે, ‘હો શાંત જ્ઞેયનિષ્ઠા મેરી.’ આજસુધી આ જીવને અજીવતત્ત્વની જ મહિમા આવેલી છે. જ્ઞેયલુબ્ધ થઈ પરદ્રવ્યોને જ જાણવામાં આ જીવે અનંત ભવો ધારણ કર્યાં. પરન્તુ આ બધાંને જાણનારો એવો ‘હુ’ – જ્ઞાનવાન-તેની મહિમા જીવને આવી નથી. જે તે દ્રવ્યની પર્યાય પોતામાં જ થતી હોય છે. દા.ત. અરિસામાં પડેલું અગ્નિનું પ્રતિબિંબ તે અરિસાની પર્યાય-અવસ્થા છે. તે અરિસાની સ્વચ્છતા જાહેર કરે છે. તે પ્રમાણે બધાં પદાર્થોને જાણવામાં આવે છે તે જ્ઞાનની પર્યાય, આત્માનાં જ્ઞાનગુણને જાહેર કરતી હોય છે. પ્રતિબિંબ જોવામાં જે મગ્ન થાય તેને અરિસાની સ્વચ્છતાનું ભાન રહેતું નથી. સ્વચ્છતા...મટી જાય નહીં ! તેમ હોત તો પ્રતિબિંબ જ દેખાયું ન હોત. તે પ્રમાણે જ્ઞાનમાં પદાર્થો ઝળકે છે, પ્રતિબિંબિત થાય ત્યારે તે પ્રતિબિંબોને જ જાણવામાં અટકી પડે તેને જ્ઞાનનું-આત્માનું-ભાન જ થતું નથી. દીકરીઓ, આજસુધી તમે અરિસા સામે ચહેરો નિહાળતા હતા. હવે અરિસાની સ્વચ્છતા નિહાળવાનો પ્રયત્ન કરો. થોડું પ્રેક્ટિકલ જોઈએ ને? આ જીવ જ્ઞેય તત્ત્વને જ્ઞેય ન માનતાં તેનો ગ્રહણ ત્યાગ કરવાનો ભાવ કરે છે. ઘણાં જણને લાગે છે કે તો પછી આપણે ધનસંપત્તિ ઘરબારનો ત્યાગ કરવો જોઈએ ને ? જેને એમ લાગે તે અજીવતત્ત્વને યથાયોગ્ય જાણતાં નથી. જેમનો જીવતત્ત્વમાં કદી પ્રવેશ જ થયો નહોતો Page #167 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેનો ત્યાગ કરવાની બુદ્ધિ હાસ્યાસ્પદ છે. રીના-મોના, હું જો તમને કહું કે હું અમેરિકાના વ્હાઈટ હાઉસ અને આગ્રાના તાજમહેલનો ત્યાગ કરીશ, તો તમે મને ચોકકસ માનસિક રોગી સમજી ઉપચાર કરવાની ગોઠવણ કરશો. અજીવતત્ત્વને જ્ઞેય ન માની હેય કે ઉપાદેય માનવું એ જ ઘણી મોટી ભૂલ છે. તત્ત્વજ્ઞાનરૂપી ઉપચારની તેને ગરજ છે. ૧) જ્ઞેયનો અર્થ જાણવાયોગ્ય અજીવતત્ત્વ ૨) હેય નો અર્થ છોડવાયોગ્ય-ત્યાગવા યોગ્ય આસવ, બંધતત્ત્વ ૩) ઉપાદેય શબ્દના ૩ ભેદ છે. અ) આશ્રય કરવા યોગ્ય બ) એકદેશ (આંશિક) પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય ક) પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય ૧૫૬ ----- પત્રની શરૂઆતમાં જે દાખલો જોયો હતો તેમ બીજાનાં ઘરો જાણવામાં સુખ મળતું નથી પરંતુ કેવળ તે ઘરો મારાં નથી, એટલું જાણવાથી કામ ચાલી જશે. તે મારાં માત્ર જ્ઞેયો છે. તે ઘરોનો મારે ત્યાગ કરવો જોઇએ એવું માનવું ભૂલ ભરેલું થશે. કારણ તે મારી માલિકીના નથી એટલે કે તેઓને હેય માનવું ખોટું છે. તે પ્રમાણે બીજાના ઘરમાં હું સુખ મેળવીશ એમ માનવું એટલે તેઓને ઉપાદેય માનવું પણ ભૂલ ભરેલું હશે. કારણ તે ઘરમાં મારો પ્રવેશ જ થઈ શકતો નથી. તે ઘરો બીજાનાં છે. મારાં નથી, મારું સુખ મારા ઘરમાં છે એ જાણવું યથાર્થ જાણવું છે અને એમ જાણ્યું તો જ મેં બીજાના ઘરોને યથાયોગ્ય જાણ્યાં એમ કહેવાશે. તે પ્રમાણે અજીવતત્ત્વ એ માત્ર જ્ઞેયતત્ત્વ છે. તે મારૂં તત્ત્વ નથી, પરતત્ત્વ છે. મારૂં સુખ સ્વતત્ત્વમાં છે. અજીવતત્ત્વમાં નથી. તેમ જ અજીવતત્ત્વ હેય નથી કારણ તેનો મારામાં અભાવ છે, તો હું તેને ત્યાગીશ કેમ ? તે ઉપાદેય પણ નથી કારણ તેમાં મારો પ્રવેશ જ નથી. આ પ્રમાણે અજીવતત્ત્વને જાણવું એ યથાયોગ્ય જાણવું ગણાય. આપણે અરહંત સિદ્ધો પાસે જઈએ છીએ એટલા માટે કે મારો પણ વૈભવ, મારો પણ સ્વભાવ આવો જ છે તે જોવાં. સ્વભાવમાં લીન થઈ અનંત સુખી બની શકાય તેનું સાક્ષાત ઉદાહરણ તેઓનાં રૂપે આપણને જીવતત્ત્વ - સંવર, નિર્જરાતત્ત્વ મોક્ષતત્ત્વ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન – ૧ દેખાય છે, તેઓએ આ સુખ કયા પ્રકારે પ્રાપ્ત કર્યું તેનું જ્ઞાન કરી લેવા અરહંતોની વાણી-જિનવાણી સાંભળવાની હોય છે અને તે માર્ગે જનારાં એવા મુનિ જોઈ - તેમની જેમ આપણે પણ તે માર્ગ પર ચાલીએ – માટે દેવ-શાસ્ત્ર-ગુરૂ વંદનીય, પૂજનીય છે. પરંતુ આ જીવે તેમ ન માનતા તેમને ઉપાદેય માન્યા. ખરું જોતાં આ બધાં અજીવતત્ત્વો છે, જ્ઞેયતત્ત્વ છે. પણ તેને આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્ત્વ માન્યું. તેમને જાણી આશ્રય સ્વતત્ત્વનો-જીવતત્વનો લેવો જોઈતો હતો, પરંતુ તેમ ન કરતાં કેવળ દેવપૂજામાં, શાસ્ત્રશ્રવણમાં અને ગુરૂ ઉપાસનામાં જ આ જીવ સંતુષ્ટ થઈ બેઠો રહ્યો. આ શુભભાવ અને તેને કારણે થનારો કર્મબંધ તે આસવબંધતત્ત્વ છે. એટલે કેવળ અજીવતત્ત્વને ઉપાદેય માની થોભ્યા વગર આસવ અને બંધ તત્ત્વોને પણ ઉપાદેય માન્યાં. આશ્રયભૂત માન્યાં. સમ્યગ્દષ્ટિ જીવને પણ દેવ-ગુરૂ-શાસ્ત્રનો બહુમાન, વંદના, પૂજાનો ભાવ આવે છે, તેને શુભ-અશુભ ભાવ એટલે આસ્રવ અને તેથી થનારો બંધ પણ હોય છે. પરંતુ તેની માન્યતામાં તે આસ્રવ બંધને હેય સમજે છે -ત્યાગવાયોગ્ય સમજે છે – ઉપાદેય માનતો નથી અને દેવ, ગુરૂ, શાસ્ત્રોને શેય સમજે છે. વારંવાર સ્વ તરફ એટલે જીવતત્ત્વ તરફ ધ્યાન આપી ઉપયોગ કેન્દ્રિત કરી તે આત્મલીનતા સાધવાનાં પ્રયત્નમાં હોય છે. આવી યથાયોગ્ય માન્યતા હોય તો જ દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રદ્ધા સાચી છે એમ કહેવાશે. કેટલા જણ કહે છે કે અમે ફકત સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રોને જ નમસ્કાર કરીએ, સાત તત્ત્વોના નામ અને લક્ષણ અમને ખબર છે એટલે કે અમારી સાત તત્ત્વો પર શ્રદ્ધા છે. પણ તેમની શ્રદ્ધામાં તેમણે હેય, શેય, ઉપાદેય જેમ માનવા જોઈતાં હતાં તેમ ન માનવાથી તે શ્રદ્ધા વિપરીત જ છે એમ કહેવું પડશે. આજકાલ તો સર્વ સાધારણ માણસ દેહને જ હું માની તેને પરમ ઉપાદેય માને છે, તે પોતાનું અસ્તિત્વ જ ભૂલ્યો છે એટલું નહીં પણ દેહથી ભિન્ન તું આત્મા છે એમ કહેનારને જ તે ગાંડામાં ખપાવી દે છે. પોતાની પ્રિય વ્યક્તિ સ્મરણ શક્તિ ખોઈ બેસે અને પોતાનું નામ, ગામ, Page #169 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૫૮ બુદ્ધિને પણ વિસારી દીધી હોય તો આપણને કેટલું ખરાબ લાગે, આંખોમાં પાણી આવશે. પણ આપણે અનાદિથી મતિ ભ્રષ્ટ થઈ, પોતાને ભૂલી, પ્રત્યેક ગતિમાં જે જે શરીર મળ્યું તેને જ આ હું એમ માની ગાંડા જેવા રખડીએ છીએ, દુઃખ ભોગીએ છીએ છતાં તેની આપણને જાણ થતી નથી. કેટલાંક એમ માને કે ભાઈ, હું જીવ છું તે ખરું છે પણ જીવને રહેવા માટે શરીર તો આવશ્યક છે ને ? શરીર વગર જીવ અદ્ધર લટકી રહેશે શું? તેણે પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા જાણી નથી. જીવતત્ત્વનું અને અજીવતત્ત્વનું સ્વરૂપ જાણ્યું નથી. એટલું જ શું વર્ષોથી સિદ્ધોને નમસ્કાર કરીને પણ સિદ્ધ ભગવંત જીવ છે અને તે અશરીરી છે અને હું પણ જીવ છું અને શરીર પુદ્ગલ છે અને મારાથી અત્યંત ભિન્ન છે તે પણ જાણ્યું નથી. 1 ઉપવાસ કરવાથી મને કેવું હલકું હલકું લાગે છે, ણમોકાર મંત્ર બોલવાથી ફેફસાંને આવો ફાયદો થાય, છાઁ બોલવાથી અમુક ફાયદો થાય, હીં બોલવાથી તમુક ફાયદો થાય ઈત્યાદિ શરીરના અવયવોના ફાયદા શોધવાં કે તેમાં મહાભ્ય માનવું એ બધું અભિપ્રાયનું, શ્રદ્ધાનું વિપરીતપણું જ છે. તે જીવને હજું પણ શરીરમાં જ એકત્વ છે. મમત્વ છે. અરે ભાઈ, આ શરીર વડે અમે દેવપૂજાનું, વ્રતોનું કામ કરાવી લઈએ એમ માનવું પણ મોટી ભૂલ છે કારણ શરીરનો કર્તા બની કર્તુત્વબુદ્ધિનું જ પોષણ આ જીવ કરવા માગે છે. ભૂતની વાતો શરૂ થાય કે એક વાત પરથી બીજી વાત યાદ આવે છે, તેમ મૂર્ખાઈ ભરેલા આવાં કથનોનો પણ અંત નથી. આ ભ્રામક કલ્પનાઓ બીજાઓની છે એમ માની બીજા લોકો તરફ જોવાની વૃત્તિ છોડી આ મૂર્ખાઈની વાતો મારામાં છે કે નહીં ? આવો વિચાર કરવો, મેં જે આજ સુધી એવી મૂર્ખાઈ કરી ન હોત તો ક્યારનું સમ્યફદર્શન પ્રાપ્ત કરી સિદ્ધાલયમાં બિરાજમાન થયો હોત. પોતાનાં સ્વાધીન સુખો ભોગતો બેઠો હોત. વાંધો નથી, પોતાની મૂર્ખાઈની જાણ થવી તે પણ ડહાપણ તરફનું પહેલું પગલું છે. આજે માત્ર અજીવતત્ત્વ વિષે માહિતી મેળવી. ફકત શેય તત્ત્વ વિષે જ્ઞાન કર્યું. બીજા તત્ત્વો વિષે વિવેચન આગળના પત્રમાં. - એ જ તમારી બા. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ પત્રાંક ૨૫ ૨૦ ડિસેમ્બર ૧૯૯૫ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ, સાત તત્ત્વોનો અભ્યાસ કરતા સૌ પ્રથમ હું પોતે જીવતત્ત્વ છું એવું ધ્યાનમાં લઈને જ બધાં તત્ત્વોનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. રામાયણ સાંભળ્યા પછી પણ, “અરે ભાઈ તમે કહો, સીતા તે રામની કોણ હતી?” એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે કહેશું “મારું કપાળ.” તેમ જ જીવ અજીવ તત્ત્વોનું સ્વરૂપ, તેમના લક્ષણો, તે વિષેની વિપરીત માન્યતાઓ અને યથાયોગ્ય શ્રદ્ધાની આટલી બધી વાતોનો અભ્યાસ કર્યા બાદ પણ જો કોઈ પૂછે કે અમે આટલું બધું ભણ્યા, પણ હવે તમે કહો, અમારે સમાજમાં સંચરતાં શી રીતે વર્તવું ? બાલ-બચ્ચાને સાચવવાં કે નહીં, બીજાને મદદ કરવી કે નહીં ? આ વિચાર મનમાં લાવવાનું એક જ કારણ તે એ કે પોતાને જીવ ન માનતા, મનુષ્યપર્યાય તે હું, એમ માન્યું. આત્મા+શરીર એટલે હું એવાં જીવ અને અજીવતત્ત્વને એક માનવાને કારણે તે વ્યક્તિને આવો પ્રશ્ન ઊભો થયો. પર્યાયગત યોગ્યતાનુસાર તેવાં તેવાં ભાવો આવશે, તોપણ તે જ સમયે તે ભાવોને, તે વિચારોને, જે જાણવાવાળો છે તે હું છું. હું માત્ર જ્ઞાન જ કરી શકું છું, અન્ય કંઈ જ કરી શકતો નથી – એવું જ્ઞાન અને શ્રદ્ધાન થાય તો જ તેણે જીવ-અજીવ તત્વોનું યથાર્થ શ્રદ્ધાન ક્યું એમ કહેવું પડશે. આ વિશ્વમાં અનંત જીવો, અનંતાનંત પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને અસંખ્યાત કાળદ્રવ્યો છે. હું એક ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છું, Page #171 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૬૦ હું મારારૂપે છું, પરરૂપે નથી. પરદ્રવ્યોની મારામાં અને મારી પરદ્રવ્યોમાં નાસ્તિ છે એ સમજતાંની ક્ષણે આપણી દષ્ટિ બધાં પરદ્રવ્યોથી હટી સ્વદ્રવ્ય તરફ આવે છે. દ્રવ્ય તો ઉત્પાદવ્યય ધ્રુવતાથી યુકત છે. દ્રવ્યાંશ અને પર્યાયાંશ એટલે કાયમ રહેનારો એકરૂપ ત્રિકાલી ધ્રુવ અંશ અને પ્રત્યેક સમયે બદલનારો પર્યાયાંશ – એમ દ્રવ્યનાં બે વિભાગ ધ્યાનમાં લઈએ. જે ધ્રુવ અંશ, કયારેય ન બદલનારો, સદૈવ એકસરખો, તેવો ને તેવો જ, તે જ રહેનારો એવો જે સ્વભાવ, ન પલટનારો એટલે અપરિણામી ભાવ, તે હું છું એમ સમજાય છે. આ હું નો એટલે જીવતત્ત્વનો આપણે આશ્રય લેવાનો છે. એટલે પર્યાય અંશ તે હું નથી, એમ પર્યાય તરફ દુર્લક્ષ કરી એટલે કે પર્યાય ગૌણ કરી, જીવતત્ત્વનો આશ્રય લેવાનો છે. એનો જ અર્થ જીવતત્ત્વ ઉપાદેય છે, આશ્રય કરવા યોગ્ય અથવા પરમઉપાદેય છે, એટલા માટે જિનેન્દ્ર ભગવંતોએ પર્યાયતત્ત્વની જુદી ઓળખાણ બતાવી તેમને આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એવા નામો આપ્યાં. પર્યાયમાત્રનું ધ્યાન છોડ્યાવગર જીવતત્વનો આશ્રય થઈ શકશે નહીં. સૌ પ્રથમ મારાથી આ તત્ત્વો ભિન્ન છે અને હું ભિન્ન છું; કારણ મારું લક્ષણ ભિન્ન અને આ તત્ત્વોના લક્ષણો ભિન્ન એ જાણવું જોઈએ. બધાં તત્ત્વોમાં મહાન એવું હું જીવતત્ત્વ છું, એવી પોતાની મહાનતાની જાણ થયા વગર આપણી દષ્ટિ, આપણું ધ્યાન, આપણો ઉપયોગ સ્વ-તરફ ફરશે નહીં. સમ્યક દર્શન (સંવર, નિર્જરા) કે મોક્ષની “સ્વ” કરતાં અધિકતામહાભ્ય-ભાસતું હોય ત્યાં સુધી ઉપયોગ પોતા તરફ નહીં જાય. ઉપયોગ પોતાનામાં લીન થયા વગર સમ્યદર્શન નહીં થાય માટે સમ્યફદર્શન તરફ દૃષ્ટિ કરી સમ્યકદર્શન નહીં થાય. તો તે પર્યાય તરફથી ધ્યાન છોડી પોતા તરફ આપીએ તો સમ્યફદર્શન થશે. કારણ જે વાતનું આપણને મહાભ્ય જણાતું હોય તે તરફ જ વારંવાર ઉપયોગ જાય છે. પરંતુ પર્યાય તરફથી ધ્યાન હટાવવા આ થોડી પછીની પ્રક્રિયા છે. તે પહેલાં આ જે પાંચ પર્યાયતત્ત્વો છે તેમનું યથાયોગ્ય જ્ઞાન અને શ્રદ્ધાન કરી લેવાનું છે. અનાદિથી મિથ્યાદષ્ટિ જીવ આસવ અને બંધ કરતો આવ્યો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ છે. તેને સમ્યકત્વ એટલે મોક્ષમાર્ગ એટલે સંવર-નિર્જરા પ્રગટ કરવાની છે અને આ મોક્ષમાર્ગે જઈ મોક્ષ પ્રગટ કરવાનો છે. એનો જ અર્થ સંવરનિર્જરા એ બે તત્ત્વો “એકદેશ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે અને મોક્ષતત્ત્વ એ “પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે.' ફરક સમજમાં આવ્યો કે ? કે જીવતત્ત્વને આશ્રય કરવા યોગ્ય ઉપાદેય કહ્યો છે અને મોક્ષતત્વને પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય કહ્યો છે. મોક્ષતત્ત્વનો આશ્રય લેવાનો ઉપદેશ નથી પણ, મોક્ષ એ પર્યાય પ્રગટ કરવામાં જ આપણું કલ્યાણ છે એમ કહેવામાં આવે છે અને મોક્ષ પર્યાય તરફ જોતાં જોતાં મોક્ષ પ્રગટ થતો નથી પણ પોતાની તરફ જોતાં જોતાં એટલે કે આત્માનુભૂતિમાં લીન થતાં થતાં મોક્ષ પર્યાય પ્રગટ થાય છે. સંવર અને નિર્જરા તત્ત્વોને એકદેશ એટલે આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય શા માટે કહ્યાં છે ? તે હવે આપણે વિચારીએ. સંવર-નિર્જરા એટલે મોક્ષમાર્ગ. ઘર તરફ લઈ જનારા રસ્તે ચાલતાં ચાલતાં આપણે ઘર સુધી પહોંચીએ તોપણ ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે તે રસ્તાનો ત્યાગ કરવો પડે છે, તે રસ્તા પરનું પગલું રસ્તા પરથી હટાવી ઘરમાં મુકવું પડે છે. તેમ જ્યારે મોક્ષ પર્યાય પ્રગટ થાય છે ત્યારે સંવર-નિર્જરા એ પર્યાયોનો અભાવ કરીને જ પ્રગટ થાય છે, સિવાય અંતિમ ધ્યેય નિશ્ચિત કર્યું ન હોય તો જીવ માર્ગમાં જ સંતુષ્ટ બની બેસી રહેશે. કેવળ સંવર-નિર્જરા પ્રગટ થાય એટલે સમ્યદર્શન પ્રગટ થયું કે મારું કાર્ય પુરૂં થયુ એમ માની જે સંતુષ્ટ થશે તેનું શ્રદ્ધાન વિપરીત હોવાથી એક તો સમ્યદર્શન થશે નહીં અને કદાચ પૂર્વે પ્રગટ થયેલું હશે તો પાછો મિથ્યાદષ્ટિ બનશે. સંવર-નિર્જરા એ મોક્ષનો ઉપાય છે – મોક્ષનો માર્ગ છે. આસવબંધનો અભાવ કરી સંવર-નિર્જરા પ્રગટ થાય છે. સંવર અને નિર્જરાને પ્રગટ કરવા યોગ્ય માનતા જ, એનો અર્થ આસવ અને બંધનો નાશ કરવા યોગ્ય-અભાવ કરવા યોગ્ય-છોડી દેવા યોગ્ય છે અર્થાત આમ્રવ-બંધ એ હેય તત્ત્વો છે તે ધ્યાનમાં આવે છે. શુભ-અશુભ રાગ અને તેને કારણે થનારો બંધ એ ત્યાગવા યોગ્ય છે. સંવર-નિર્જરા એ શુદ્ધ ભાવ છે અને Page #173 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૬૨ આસ્રવ બંધ એ અશુદ્ધભાવ છે. અશુદ્ધભાવ કાયમ રાખી કોઈ શુદ્ધ ભાવ કરવાની ઈચ્છા કરતો હોય તો તે દોષ છે – ભૂલ ભરેલી માન્યતા છે એટલે તે મિથ્યાત્વ છે. જૈનદર્શન છોડી ઈતર બધાં દર્શનોમાં (ધમમાં) પુણ્ય સારૂં, શુભ ભાવ કરો – અશુભભાવ છોડો એવો ઉપદેશ છે. શુભ-અશુભ બને છોડી શુદ્ધ ભાવ જ એકમેવ પ્રગટ કરવા યોગ્ય છે – તે જ આપણું પ્રથમ કર્તવ્ય છે – એવું પ્રતિપાદન માત્ર જૈનદર્શનમાં જિનેન્દ્રોએ કર્યું છે. તત્ત્વોનો અભ્યાસ-યથાયોગ્ય શ્રદ્ધાન કરતાં શુભભાવ છોડી દેવા યોગ્ય છે, હેય છે એવુ યોગ્ય શ્રદ્ધાન જોઈએ. શુભ સારું એ પોતાની શ્રદ્ધા એટલી ઊંડે સુધી ખૂંપી ગઈ છે કે કોઈપણ નિમિત્તે (બહાનાથી) શુભ સારું એ માન્યતા આપણે કાયમ રાખવા માગીએ છીએ. શુદ્ધમાં જવામાટે પહેલાં શુભમાં આવવું જોઈએ ને ? એમ કહી જોઈએ' એ શબ્દનો જોર શુભપર આપી દઈ આપણે શુભને મહત્વ આપી આસવ-બંધને હેય ન માની-ઉપાદેય માનીએ અને તત્ત્વોસંબંધીની વિપરીત માન્યતા દઢ કરી મિથ્યાત્વનું જ પોષણ કરીએ છીએ. જ્યાં સુધી શુદ્ધભાવ પ્રગટ થતો નથી એટલે કે સમ્યફદર્શન થતું નથી ત્યાં સુધી આ જીવને શુભમાંથી અશુભભાવ અને અશુભમાંથી શુભભાવ એમ સતત ચાલુ હોય છે. શુભભાવ હોય કે અશુભભાવ હોય, તેમાં રહેવાનો અધિકાધિક કાળ અંતર્મુહુર્ત છે. એટલે જ શુભભાવ હોય, તે અધિકાધિક અંતર્મુહુર્ત કાળ ટકી શકે છે. અશુભ ટળી શુભભાવ આપોઆપ આવતાં જ રહે છે. તેમાં શુભ કરવો જોઈએ ને ? એમ કહી શુભભાવમાં જ સંતુષ્ટ રહેવાની માન્યતા છે અને રાગ કરતાં કરતાં વીતરાગ થઈશું, શુભ કરતાં કરતાં શુદ્ધભાવ પ્રગટ કરી શકશું – એવી પણ માન્યતા છે. આ બધી માન્યતાઓ વિપરીત છે અને વિપરીત માન્યતાને જ મિથ્યાત્વ એમ કહ્યું છે. એ વિપરીતતા માન્યતામાં હોવાથી તદનુસાર થનારું જ્ઞાન અને આચરણ પણ વિપરીત થતું જાય છે. દરેકની ગડમથલ આચરણ સુધારવાની છે. પરંતુ માન્યતા વિપરીત રાખી જ્ઞાન અને આચરણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન – ૨ ત્રણેકાળમાં કયારેય સમ્યફ થઈ શકશે નહીં. ખરું જોતાં, સમ્યગ્દર્શનનો માર્ગ એટલો સહેલો છે. બસ, ‘સાચા દેવ-ગુરૂ શાસ્ત્રોનું યથાયોગ્ય શ્રદ્ધાન’ અને ‘સાત તત્ત્વોનું યથાયોગ્ય શ્રદ્ધાન કરવું તેને જ સમ્યક્રર્શન કહ્યું છે. ખરું જોતાં તે બન્ને એક જ છે. મોક્ષતત્ત્વનાં શ્રદ્ધાનમાં સાચા ભગવાનનું શ્રદ્ધાન આવ્યું, સંવર-નિર્જરા તત્ત્વોના શ્રદ્ધાનમાં સાચા ગુરૂની શ્રદ્ધા આવી અને સાત તત્ત્વોના યથાયોગ્ય શ્રદ્ધાનમાં સાચા શાસ્ત્રોની શ્રદ્ધા આવી. કારણ શાસ્ત્રોનું પ્રયોજન જ એ છે કે સાત તત્ત્વોનું સ્વરૂપ સમજવી-ભેદ વિજ્ઞાનની કલા સમજાવી - વીતરાગતાનો ઉપદેશ આપવો. આજસુધી આસવ બંધને હેય ન માની, ઉપાદેય માન્યું એ જ આપણી બહુ મોટી ભૂલ થઈ. ઝીણવટથી જોતાં આસવ બંધ વિગેરે પર્યાયતત્ત્વોના આપણે પ્રત્યેકમાં બે ભેદ જોયાં હતાં, દ્રવ્ય ને ભાવ. દ્રવ્યઆસવ, દ્રવ્યબંધ, દ્રવ્યસંવર, દ્રવ્યનિર્જરા અને દ્રવ્યમોક્ષ એ તો કર્મની અવસ્થાઓ છે. કાર્માણવર્ગણા તે પુદ્ગલ છે અને પુદ્ગલ તે પરદ્રવ્ય છે. આપણે અજીવતત્ત્વનો અભ્યાસ કરતાં બધાં પદ્રવ્યોને શેયતત્ત્વમાં ગમ્યાં. પરંતુ તેમ ન માનતા અને અમુક કર્મનો નાશ કરવો છે, દર્શનમોહ કર્મ મને સમ્યત્વ કરવા દેતું નથી, નહીં તો મેં ક્યારનું સમત્વ પ્રાપ્ત કરી લીધું હોત. હું કર્મનો કર્તા હર્તા કે કર્મ મારા ભાવનાં કર્તાહર્તા એમ માનવું, આ માન્યતામાં રહેલી વિપરીતતા જ છે. ઘણાં જણનો આરોપ છે કે આસવ બંધ હેય કહો છો, શુભભાવ હેય છે એમ કહો છો, તો જીવની અવસ્થા ‘વાંદરાના હાથમાં નિસરણી આપવાં' જેવી થશે અને જીવ શુભ છોડી અશુભમાં જ વીંટાઈ જશે. પરંતુ તેમનો આ ડર નિરાધાર છે. શુભ સારું છે, કરતાં રહેવા જેવું છે એ માન્યતા છોડવાની છે, શુભ છોડવાનો ઉપદેશ ક્યાં છે ? આ જે સ્વાધ્યાય ચાલુ છે, માન્યતામાંની વિપરીતાનું વિવેચન ચાલુ છે - તે શુભરાગ છે કે અશુભરાગ ? આ પણ શુભરાગ જ છે અને શુભભાવ કરવા માટે કોઈના ઉપદેશની ગરજ કયાં છે ? નિગોદમાંના જીવોનો - Page #175 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૬૪ ચારે ગતિઓના જીવોનો - શુભ અશુભભાવોનો – રેંટ ચાલુ જ છે. તમે બન્ને દીકરીઓ છો માટે દીકરીઓનો જ દાખલો તમને આપું છું. દીકરીઓના જન્મ સાથે જ માબાપ માને કે આ તો પારકું ઘન છે, હેય છે. આમ હોય તો પણ લગ્ન કરી પારકે ઘરે જાય ત્યાં સુધી લાલનપાલન, પોષણ, શિક્ષણ, સંસ્કાર, પોતાને પગભર ઉભી રહી ધનોપાર્જન કરવાનું શિક્ષણ આ બધી બાબતોમાં જરાય ઢીલાસ થાય છે ? ઉલટાનું સજાગ રહી જતન કરવામાં આવે છે. લગ્ન બાદ શરૂઆતમાં વારંવાર પિયેર આવતી રહો છો અને થોડા સમય બાદ સાસરે એટલી બધી રમમાણ થાઓ છો કે કોઈક વાર પિયેર આવો ત્યારે, કયારે હું “મારે ઘરે જઈશ એમ લાગે છે. આસવોનું પણ એમ છે. તેને હેય માન્યું, શ્રદ્ધામાં ત્યાગવા યોગ્ય માન્યું તોપણ જ્યાં સુધી આસ્રવ છૂટી જઈશુદ્ધભાવ પ્રગટ નહીં થાય ત્યાંસુધી અધિકાધિક ઉચ્ચપ્રતિના શુભભાવ આવતા રહે છે. શુદ્ધભાવ પ્રગટ થયા બાદ પણ ફરી પાછાં આસૂવો આવતા જ રહે છે. શુદ્ધિમાં વૃદ્ધિ થતી રહેશે તેમ આસ્રવ પુરેપૂરાં છૂટે નહીં તો પણ મારા શુદ્ધભાવમાં ક્યારે જઈશ એ વિચાર એકસરખો ખેંચ્યાં કરે છે અને એક વખત એવો પણ આવે છે કે આસવ બંધનો પૂરેપૂરો અભાવ થઈ મોક્ષદશા, પૂર્ણ શુદ્ધિ પ્રકટ થાય છે. જે માતાને દીકરીના કલ્યાણની ઈચ્છા હોય તે કહે છે –તને હવે પિયર હેય' છે. સાસરૂ ઉપાદેય છે, તે તારું સ્વ ઘર છે. જિનવાણી માતાને પણ અમારા કલ્યાણની ભાવના છે અને તે કહે છે – અનાદિથી આસવબંધ કરતા આવ્યા છો પણ આ હેય તત્ત્વ છે, તેમને છોડી નિજતત્ત્વનોસ્વજીવતત્ત્વનો-આશ્રય લો, તો સંવર, નિર્જરા, મોક્ષરૂપ સુખ મળશે. સંવર નિર્જરા થતાં હોય ત્યારે પણ શરૂઆતમાં આસવ-બંધ થોડો વખત થતાં રહેશે. પરન્ત કાલાંતરે તેમનો અભાવ થઈ પૂર્ણ સુખરૂપ, અનંત સુખરૂપ મોક્ષ અવસ્થા પ્રગટ થશે. વધુ ચર્ચા આગળના પત્રમાં - એ જ તમારી બા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પત્રાંક ૨૬ સાત તત્ત્વ - સાત તત્ત્વ - ભેદવિજ્ઞાન ૧૫ જાન્યુઆરી ૧૯૯૬ ભેદવિજ્ઞાન પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ. બધાં પત્રોની ભેગી કરેલી ઝેરોકસ કોપી તમે બન્નેએ ફરીથી વાંચી કાઢી તે જાણ્યું. મોના, મહેશે વાંચ્યું અને તેને તે સ્ટારટ્રૅક પ્રમાણે અદ્ભુત લાગ્યું એમ તે કહ્યું. કદાચ અવિશ્વસનીય પણ લાગ્યું હશે. અદ્દભુત સાહિત્ય પણ આપણે ઘણી ઉત્કંઠાથી વાંચીએ તે જ પ્રમાણે જો કે તમે યુવા પેઢીએ આ વાંચ્યું તો એ મારા આ લખાણનો ઉદ્દેશ સફલ થયો એમ હું સમજીશ. આ લેખોનું પુસ્તક છપાવવાનું ઘણાં જણે મને સૂચન કર્યું છે. તે દૃષ્ટિએ આજસુધીના લેખોમાં એકાદ વિષય ન સમજાયો હોય, અઘરો લાગ્યો હોય, કે બીજાં કોઈ પ્રશ્ન અનુત્તરીત હોય તો અવશ્ય જણાવો. હશે, આપણો ચાલુ વિષય સાત તત્ત્વોનો છે. સાત તત્ત્વોની સવિસ્તાર માહિતી આપણે આજસુધી જોતાં આવ્યાં છીએ. તેમનાં નામો, સ્વરૂપ, તે સાત જ કેમ, તેઓ વિષેની આપણી વિપરીત માન્યતાઓ, તત્ત્વોમાં હેય, જ્ઞેય, ઉપાદેયપણું કેવી રીતે ઘટિત કરવો એ બધું વિસ્તારથી જોયું. આપણે એ પણ શીખ્યા કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનં ।' ત્યારે તમે કહેશો, વા ! અમને હવે સમ્યગ્દર્શન થયું હશે ! હું, હું આવી ઉતાવળ કરશો નહીં. આ જે સાત તત્ત્વોનું જ્ઞાન થયું તે શબ્દજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, બહિરંગ જ્ઞાન થયું. હજુ આત્મજ્ઞાન કયાં થયું છે ? આ સાત તત્ત્વોમાં ‘છુપેલી’ આત્મજ્યોતિ હજુ અનુભવમાં કયાં આવી છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તમે પણ હવે થોડા થોડા શાસ્ત્રીય શબ્દો શીખ્યાં છો તેથી કહેશો - “કંઈ નહીં તો વ્યવહાર સમ્યફદર્શન તો થયું છે ને ?' એમ જે તમને લાગતું હોય તો તમે ભ્રમમાં છો એમ કહેવું પડશે. કહે છે ને અધુરૂં જ્ઞાન વધુ ખતરનાક હોય છે – તેવો આ પ્રકાર છે. અલી, જે જીવે આ સાત તત્ત્વોનો અભ્યાસ કરી તેમાંનું સ્વ-ચૈતન્ય તત્ત્વ ગ્રહણ કર્યું, આત્માનુભવ કર્યો તેને નિશ્ચય સમ્યદર્શન પ્રાપ્ત થયું અને આવા નિશ્ચય સમ્યફદર્શન પ્રાપ્ત કરેલાં જીવને જે સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન હોય તેને વ્યવહાર સમ્યફદર્શન કહેવાય છે. માટે નિશ્ચયસમ્યક્રર્શન હોવાવાળાને જ વ્યવહાર સમ્યગ્દર્શન હોય છે. ત્યારે તમે કહેશો કે, “માત્ર આત્માનો જ અનુભવ કરવાનો હોય તો પછી આ સાત તત્ત્વો શા માટે કહ્યાં ?' કારણ માત્ર હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું એમ કહેતાં રહેવાથી આત્માનુભૂતિ નહીં થાય. સર્વજ્ઞોના વાણીમાં જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જ જો શ્રદ્ધાન થાય તો જ આત્માનુભૂતિ થશે. તે માટે આગમોનો અભ્યાસ અને ગુરૂમુખે ઉપદેશ સાંભળી યોગ્ય તે જ તત્ત્વનિર્ણય કરવો જોઈએ. અંતર્મુખ બની વિચારમંથન કરવું જોઈએ. સમયસારની ૧૨ મી ગાથામાં એમ કહ્યું છે કે, નવ તત્ત્વોમાં (પુણ્ય અને પાપ ભિન્ન ગણી સાત તત્ત્વોને અહીં નવ તત્ત્વો કહ્યાં છે) એક આત્મા જ પ્રકાશમાન છે અને નવ તત્ત્વોરૂપે બનીને પણ તે પોતાનો શુદ્ધ સ્વભાવ છોડતો નથી. આ સાત તત્ત્વોમાં કેટલાંક શુદ્ધ ભાવો, કેટલાંક અશુદ્ધભાવો, અને કેટલાંક મિશ્રભાવો છે પણ ચેતના સ્વભાવ તો તે બધાંથી ભિન્ન જ અનુભવમાં આવે છે. શાસ્ત્રોમાં અગ્નિનો દાખલો આપ્યો છે. જેમ બળનારું લાકડું, બળનારું ઘાસ અને બળનારૂં છાણિયું એ બધું જોતાં અગ્નિ પણ લાકડાના, ઘાસના અને છાણિયાના આકારનો દેખાય, પરન્તુ અગ્નિનો મૂળ જ્વલન સ્વભાવ જોતાં એક જ્વલન સ્વરૂપ જ અગ્નિ છે, તે ભિન્ન ભિન્ન પ્રકારનો નથી એમ સમજાશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સાત તત્ત્વ – ભેદવિજ્ઞાન આપણને આત્માનુભવ કરવો હોય તો તે માટે ચાર બાબતો આવશ્યક છે. ૧) સાચા દેવ, ગુરૂ અને શાસ્ત્રોનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમની દઢ શ્રદ્ધા - આપણે ઉપર જોયું કે જિનેન્દ્રોએ કહેલાં ઉપદેશો પરથી જ આપણને સમ્યફદર્શન થશે. તે માટે જિનેન્દ્રોનું સ્વરૂપ, તેઓએ કરેલો ઉપદેશ (સલ્લાસ્ત્રો અને તે ઉપદેશાનુસાર આત્માનુભવ કરેલાં મુનિ, તેમનાં નિર્ણયોથી જ આપણને સાચો ઉપદેશ પ્રાપ્ત થશે. માત્ર ભગવાનની પૂજા ભક્તિ એવો અર્થ અહીં અભિપ્રેત નથી. ૨) સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ - આપણે જે વિપરીત માન્યતાઓ જોઈ તે વિપરીત માન્યતાઓ છોડી, તત્ત્વોનું ખરું સ્વરૂપ જાણી, તેમાં હેય, ય, ઉપાદેય તત્વ ઓળખી અને તેમની શ્રદ્ધા કરી તેના પર વારંવાર વિચાર કરી, તે તત્ત્વો ખરેખર તેવા જ છે એવો પરીક્ષાપૂર્વક નિર્ણય કરવો અને પ્રતીતિ કરવી. ૩) સ્વ-પર ભેદવિજ્ઞાન - હું કોણ, પર કોણ એ જાણી સ્વ ને સ્વ જાણવું-માનવું અને પરને પર જાણવો-માનવો. સાત તત્વોમાં સ્વપર ભેદવિજ્ઞાન કરવો. ૪) આત્માનુભૂતિ- સ્વ કોણ છે એ જાણ્યા પછી-સમજ્યાં પછી વારંવાર અંતર્મુખ થઈ “સ્વ” ની અનુભૂતિ કરવાનો અભ્યાસ કરવો. આ આત્માનુભૂતિ આપણે કરવાની છે. આત્મા કેવો છે અને તેનો અનુભવ શી રીતે કરવો એનો ઉપદેશ અરહંત ભગવંતોએ આપ્યો, તદનુસાર અનેક જીવોએ આત્માનુભવ કર્યો, અનેક આચાયોએ ગ્રંથરચના કરી આ માર્ગ લખી રાખ્યો. “અમે “સ્વ” ને ઓળખી નિજવૈભવનો આનંદ ઉપભોગીએ છીએ, તમે પણ પોતપોતાના નિવૈભવને જાણી તેનો ઉપભોગ લો’ – એવો ઉપદેશ તેઓએ આપણને આપ્યો છે. ઉપરોકત ચાર બાબતોમાથી બે બાબતો પર આપણે પહેલાંનાં પત્રોમાં સવિસ્તાર ચર્ચા કરી છે. આજનો આપણો વિષય છે ભેદવિજ્ઞાન. અહીં કેવળ કોઈપણ બે બાબતોના ભેદ પાડવાં એવો અર્થ નથી પણ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય હું પોતે અને અન્ય બાબતોમાં લક્ષણો જાણી ભેદ કરવો એવો અર્થ છે. ભેદવિજ્ઞાન તો સહેજે થતું રહે છે. નાનકડાં બાબલાને પણ આ મારી બા છે એમ સમજાય છે. તેથી પોતાની બા બીજા બાળકને તેડે-હાથમાં લે કે તેને ગુસ્સો આવે છે. રડવા માંડે છે. હમણાં ઉપર કહ્યાં મુજબ ભેદવિજ્ઞાનમાં જે બે વાતો – પાર્ટીઓમાં ભેદ કરવાનો છે તેમાંથી એક પાર્ટી હું પોતે હોવી જોઈએ, અને બીજી પાર્ટીમાં બીજી વાતો. કેવળ બે જુદી જુદી પાર્ટીઓમાં ભિન્નતા કરવી એ ભેદવિજ્ઞાન નથી. હાલ ક્રિકેટની મેચો ચાલે છે. તેમાં ઈગ્લેંડ, ન્યુઝીલંડ, શ્રીલંકા વિગેરે રમતાં હોવાથી તેમાં કોણ જીતે, કોણ હારે તે વિષે આપણને બહુ સ્નાનસૂતક નથી. પણ કાલે ભારત-પાકિસ્તાનની મેચ થઈ ત્યારે કરોડો લોકોની આંખો T.V. પર મંડાઈ હતી અને પ્રત્યેક ક્ષણે શ્વાસ રોકી કોણ જીતે છે તે તરફ ધ્યાન લાગ્યું હતું કારણ તેમાથી એક પાર્ટી આપણે હતાં. ત્યાં ૧૧-૧૧ જણાં રમતાં હતાં, પણ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતું હોવાથી આ ટીમ એ જ ભારત, એટલે જ અમે, એમ શીખવ્યાં વગર જ બધાએ ગૃહીત ધર્યું હતું અને આપણે જીત્યા એટલે આ રમનારી ટીમની જીત થતાં જ આખા ભારતમાં આનંદની છોળો ઉછળી હતી. તે જ પ્રમાણે આત્મા એ જ હું એવો અહંભાવ - હું એવો પાકો નિર્ણય-થશે ત્યારે બીજી પાર્ટીમાં શરીર, કર્મ, રાગ અને દ્વેષ તેમ જ ઈતર બધાં પદાર્થો આવશે. આપણાં બધાં જીવોને represent (પ્રતિનિધિત્ત્વ) કરનારો જે આત્મા તે બીજી પાર્ટીનો પરાભવ કરી પૂર્ણ શુદ્ધ રૂપને પ્રાપ્ત થશે - એટલે કે સિદ્ધ પરમેષ્ઠી બનશે - કાયમને માટે મુક્ત થશે – એ સમયે આપણે બધાને આનંદની છોળો ન ઉછળે તો જ નવાઈ ! તે જ પ્રમાણે જેણે અરહંત અવસ્થા પ્રાપ્ત કરી તેઓને માટે પણ ભકિતથી, આદરથી, ખુશીથી આપણું મન ભરાઈ ન આવે તો જ નવાઈ ! તેમ જ જે મુનિ છે – આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ છે, જેમણે આ મોક્ષમાર્ગ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભેદવિજ્ઞાન પ્રગટ કર્યો છે તેઓને જોઈ અથવા તેઓના ગુણોનું સ્મરણ થતાં જ આપણને ભક્તિભાવ નિર્માણ ન થાય તો જ નવાઈ ! ૧૬૯ સાત તત્ત્વ આવાં દેવ ગુરૂઓએ પોતે અવલંબેલો માર્ગ આખા જગતને કહ્યો, કયાંય Trade Secret રાખ્યાં વગર ! કોઈ પણ મત પંથનો આગ્રહ રાખ્યા વગર, પ્રાણીમાત્રને આ ઉપદેશ આપ્યો. તે કેવલિપ્રણિત ધર્મ વિષે એટલે સત્શાસ્ત્રો વિષે ભક્તિ થવી એ સાહજીક જ છે - તે માટે કોણે શીખવવું કે જોરજબરદસ્તી કરવી એવી આવશ્યકતા જ રહેતી નથી. - હું કોણ છું તે સમજતા જ આપણી પાર્ટીનો ખ્યાલ આવશે અને તેની આગળની વાતો સહજ જ છે. આખી ગડબડ, આખો ગોટાળો અહીં જ છે - મૂળમાં જ ભૂલ છે. ‘હું’ સમજવામાં જ ભૂલ થઈ છે તેથી વિરોધી પાર્ટીને જ આપણી પાર્ટી સમજી તેઓને ‘ચિઅરઅપ’ કરવામાં આપણે આજસુધી સમય ગુમાવ્યો અને મૂર્ખાઈ કરી. આ ‘હું’ એટલે ‘સ્વ’ નું, આત્માનું સ્વરૂપ કેવું છે ? તે તો સાંભળો. સાંભળ્યાં બાદ તે ખરૂં કે ખોટું છે તેનો નિર્ણય તો તમારા જ હાથમાં છે. પણ સાંભળ્યા વગર નિષેધ ન કરો. વિશ્વમાંની સમસ્ત બાબતો આ સાત તત્ત્વોમાં ગર્ભિત છે. તેમાં હું અને ઇતર બધી વાતો એવી બે પાર્ટીઓ છે. હું એટલે માત્ર હું જીવતત્ત્વ - જેમાં મારૂં જ્ઞાન દર્શન છે એ હું અને પરમાં અજીવતત્ત્વ, આસ્રવતત્ત્વ બંધતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ અને મોક્ષતત્ત્વ. જુઓ જોઉં! આપણે એમ માનીએ કે ત્રાજવાનાં બે પલડાંમાંથી એકમાં ‘હું’ – જ્ઞાનદર્શનમય જીવતત્ત્વ અને બીજામાં આ વિશ્વની સમસ્ત ચરાચર પદાર્થો- ઇતર અનંત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ધનસંપત્તિ, આખી દુનિયાનો વૈભવ, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્રો, સ્વર્ગ, નરક બધું, એટલું જ નહીં પણ રાગદ્વેષરૂપી વિકારી પર્યાયો, સંવર, નિર્જરા, મોક્ષરૂપી શુદ્ધ પર્યાયો, તોપણ ‘હું' વાળું પલડું ભારે થશે - વજનદાર થશે. વિશ્વનાં આ બધાં તત્ત્વોથી ‘હું' ભિન્ન તો છું જ પણ બધાથી શ્રેષ્ઠ છું. આ બધી વાતો એક સમયમાં જાણવાની મારી શક્તિ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૭૦ સમયસાર ગાથા ૩૧ માં લખેલું છે કે આ આત્મા ઈતર દ્રવ્યોથી જ્ઞાન સ્વભાવે “અધિક છે - શ્રેષ્ઠ છે. ઈન્દ્રિયોને જીતી જે જ્ઞાનસ્વભાવ દ્વારાઅિન્ય દ્રવ્યથી અધિક નિજ આત્માને જાણે છે, તેને જીતેન્દ્રિય કહે છે. અહીં મનુષ્ય પર્યાય વિષે કે વર્તમાન પ્રગટ જ્ઞાન વિષે ચર્ચા ચાલતી નથી. કહેતાં જ ત્રિકાલ શુદ્ધ કેવલજ્ઞાન શક્તિરૂપ અનંત ગુણસંપન્ન એવો હું એક, તે “હું” અર્થાત “સ્વ” વિષે આપણે ચર્ચા કરીએ છીએ. અને એવાં “સ્વ” નો – “હું” નો અનુભવ આપણને લેવો છે. બોલતી વખતે આપણે “હું” એ શબ્દ શરીરસહિતની આ મનુષ્ય પર્યાય માટે વાપરીએ. તેમ બોલવું યોગ્ય હોય તોપણ તે ઉપચાર છે. ઉપચાર એ બોલવા પુરતો હોય છે. તેમ જ માનીએ તો તે ભૂલ થશે. જેમ મા કહેતાં જ જન્મ આપનારી મારી મા એમ આપણાં લક્ષમાં આવે છે. દરેક જણની પોતાની મા હોય છે અને તે એક જ હોય છે. હવે સાસુને પણ ઉપચારથી મા કહેવામાં આવે છે, સાવકી માને પણ મા કહેવામાં આવે છે અને સભામાં મારી માતા-બહેનો કહી લાખો સ્ત્રીઓને માતા કહેવામાં આવે છે. પણ તે ઉપચાર છે, બોલવા પુરતો છે. તમારે બેઉને પૂછે – તમારી મા કોણ ? તો તમે ફક્ત મારી સામે જ આંગળી બતાવશો. આવે વખતે દુનિયાની બધી સ્ત્રીઓ કંઈ માતાઓ નથી ? છે, પણ તેઓ ‘તમારી મા' નથી. તે પ્રમાણે મારું જ્ઞાનદર્શન જેમાં છે તે જીવતત્ત્વ કહીએ તો સાહજિક જ પ્રશ્ન ઉઠે છે કે વિશ્વના ઈતર જીવો શું જીવો નથી ? એનો જવાબ એમ છે કે - તે જીવો તો છે પણ “સ્વ” જીવ અથવા મારું જીવતત્ત્વ નથી. સ્વ-જીવતત્વની અપેક્ષાએ ઈતર બધાં જીવો – મા, બાપ, પુત્ર, દેવ, ગુરૂ એ બધા ઈતર જીવો – અવતત્વમાં ગણાય છે. અરહંત સિદ્ધોને અજીવતત્ત્વ કહેતા જ લોકોને ધકકો બેસે, જલદી માનતા નથી અને ખરું કહીએ તો તે પચતું નથી. સોલાપુરમાં ઈદ્રધ્વજવિધાન વખતે શિબિરમાં આમ જ બન્યું. કહઢાળાની બીજી ઢાલ હું સમજાવતી હતી. ત્યારે અજીવતત્ત્વનું સ્વરૂપ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સાત તત્ત્વ - ભેદવિજ્ઞાન સાંભળી ઘણી સ્ત્રીઓએ અરહંત સિદ્ધોને અજીવતત્ત્વ કહેવા પર આક્ષેપ ઉઠાવ્યો. અપેક્ષા સમજાવ્યા બાદ પણ, “અરે, આમ કહેવું બહું ઑકવર્ડ લાગે છે હું!” એમ કહેવા લાગ્યા. હજી આપણને કહેવું પણ ભારે પડે તો માનવા આ જીવ કયારે તૈયાર થશે ? અવતત્ત્વોનું તથા ઈતર તત્ત્વોનું સ્વરૂપ આપણે પહેલાંના પત્રોમાં જોયું છે, તેથી હવે પાછું તે લખવાની જરૂર નથી. પ્રશ્ન છે, તમે “હું” ને એટલે કે “સ્વ” ને ઓળખવા કહો છો, તો તે ઓળખવું કેવી રીતે ? તેને માટે આચાર્ય કુંદકુંદ કહે છે, “અરે આ આત્મા તો આબાલગોપાલ બધાને નિરંતર અનુભવમાં આવે છે.” કહે છે શું ?' એવું મોટું વકાસી બેઠાં ને ? આપણી આ “અદ્ભુત કથાનો ઉકેલ હવે આગળના પત્રમાં કરવો પડશે. જલદી જ મળીશું - એ જ તમારી બા. સમ્યગ્દષ્ટિ જીવ એવી ભાવના સંઘરી રાખે છે કે, હે પ્રભુ! હું જીવ તેમ અજીવ પદાથોનાં સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આસવને થોભાવું, નિરંતર સંવર અને નિર્જરા કરતો રહું, મુક્તિરૂપી લક્ષ્મીની આકાંક્ષા સતત રાખું, તેમ જ શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એવો અનુભવ કરતો રહું, આ રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાળ વ્યતીત થાય. - શ્રી અમિતગતિ આચાર્ય - તત્ત્વભાવના Page #183 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય ૧૭૨ --- પત્રાંક ર૭ ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ સાત તત્ત્વો - આત્માનુભૂતિ પ્રિય સૌ. રીના અને સૌ. મોના અનેક ઉત્તમ શુભાશિષ. તમે આ પત્રની ખૂબ જ આતુરતાથી-ઉત્સુકતાથી રાહ જુઓ છો તે જાણ્યું. સાત તત્ત્વોમાં એક ચૈતન્યજ્યોતિસ્વરૂપ આત્મા જ પ્રકાશમાન છે અને તે નિત્ય ઉદ્યોતરૂપ છે, નિરંતર બધાંના અનુભવમાં આવે છે એમ આચાર્ય કહે છે ત્યારે સહેજે પ્રશ્ન ઉઠે છે કે તો તે આત્મા અમારા અનુભવમાં કેમ આવતો નથી ? જુઓ જેઉં, ‘તે આત્મા” એમ કહી આપણે પોતાને ભિન્ન માન્યાં અને આત્માને બીજો કોઈ એમ માન્યું. તે માટે વારંવાર સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન જોઈએ. દ્રવ્ય ગુણ પર્યાય, સામાન્ય વિશેષ ગુણ, છ દ્રવ્યોનું સ્વરૂપ, સાત તત્ત્વોનું સ્વરૂપ આટલી બાબતો હવે તમને સરખી રીતે સમજાઈ છે. હવે તમે પોતે શાસ્ત્રો, ધાર્મિક સાહિત્ય વાંચવું જોઈએ. શક્ય હોય તો ચર્ચા, શિબિરો, પ્રવચનો સાંભળવાં જોઈએ. આપણને સમજાશે નહીં તે કિન્તુ મનમાં રાખવાની જરૂર નથી. હજી પણ તમને ચાર અભાવ, છ કારક, નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર નય, લક્ષણ-લક્ષણાભાસ, કર્મ, ગુણસ્થાન વિગેરે અનેક વાતો શીખવાની છે. તે શીખ્યા બાદ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાનું આપણને વધુ સહેલું પડે છે. સાત તત્વોથી હું ભિન્ન છું એટલું જાણી “સ્વ” નો બોધ થતો નથી. તે માટે હવે આ “સ્વ” વિષે આપણે અધિક માહિતી લઈએ. હું જ્ઞાનદર્શનમય છું અને મારું કાર્ય જાણવું-જાણવું-જાણવું એમ હરસમયે ચાલુ છે. રાતદિન એ જાણવું ચાલુ છે. આ જાણવાનું કામ હું, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સાત તત્ત્વો - આત્માનુભૂતિ મારા જ્ઞાન દ્વારા કરું . પણ આપણું સંપૂર્ણ લક્ષ જાણવામાં આવનાર વાત તરફ એટલે કે “જ્ઞય' પદાથોં તરફ – જે જણાતું હોય છે એવા પદાર્થો તરફ કેન્દ્રિત થયેલું છે. જે જાણે તે “જ્ઞાયક' (જ્ઞાતા) અને જે જાણવામાં આવે તે “શેય'. હમણાં લખતાં મને કાગળ દેખાય છે. તે કાગળ વિષેની મને ખાત્રી છે, પંખાનો ઠંડો પવન આવે છે તેની ખાત્રી છે, ટ્રાફિકના અવાજનું જ્ઞાન થાય છે, બાજુમાં પેટિંગ ચાલે છે તેની ગંધ આવે છે. આ બધી બાબતો એટલે ‘જોય' મારા જ્ઞાનમાં આવે છે. તે બધી બાબતોની મને અનુભૂતિ એટલે કે જ્ઞાન થાય છે. પરંતુ આ બધાને જાણનારો હું છું, હું મારા જ્ઞાન દ્વારા આ બધી વાતો જાણું છું. એવી અનુભૂતિ દરેકને થતી હોવા છતાં આજ સુધી તે તરફ આપણે કદી ધ્યાન જ આપ્યું નથી. પુસ્તકમાં અક્ષરો છાપેલાં છે પણ પુસ્તકમાં જ્ઞાન ગુણ નથી માટે અક્ષરોનું જ્ઞાન તેને નથી અને અક્ષરો દ્વારા જે અર્થ તેમાથી અભિપ્રેત થતો હોય તેનું પણ તેને (પુસ્તકને) જ્ઞાન નથી. હું જ્ઞાનમય છું અને જ્ઞાન દ્વારા બીજી વાતો જાણી શકુ . પુસ્તકના અક્ષરોનું અને તેના અર્થોનું પણ જ્ઞાન કરનારો હું જ્ઞાયક છું અને હું જાણું છું માટે સામેની તે વાતોબાબતો મારી શેય છે. પર શેયને જાણવામાં આપણે બધાંય હોશિયાર છીએ. પ્રશ્ન છે “સ્વ” ને એટલે કે સ્વજોયને જાણવાનો. દરેક સમયે આપણી જાણવાની ક્રિયા ચાલુ છે. તે ક્રિયા માત્ર શેયને જ પ્રસિદ્ધ કરતી નથી પણ જ્ઞાયકની પણ પ્રસિદ્ધિ કરતી હોય છે. મોના, તું અમને વેરળની (ઈલોરાની) ગુફાઓ જેવાં લઈ ગઈ હતી. અંધારી ગુફામાં કંઈ જ દેખાતું ન હતું. એટલામાં ગાઈડ લાઈટ કરીને કોતરકામ, મૂર્તિઓ બતાવવાની શરૂઆત કરી. તરત જ બધાં તે મૂર્તિકલાનું કૌતુક કરી વાહવાહ એમ બોલવા માંડ્યાં. તે મૂર્તિઓ તો પહેલેથી ત્યાં જ હતી પણ પ્રકાશ પડતાની સાથે જ તેમનું સૌંદર્ય દેખાવા માંડ્યું. એટલે Page #185 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તે મૂર્તિઓ ફકત પોતાને પ્રસિદ્ધ ન કરતા તે પ્રકાશને પણ પ્રસિદ્ધ નહોતા કરતા કે ? અર્થાત પ્રકાશનું અસ્તિત્વ બતાવતા હતા. પણ આ વાત આપણાં ધ્યાનમાં જ આવતી નથી. સ્વચ્છ અને સ્થિર પાણીમાં જે પ્રતિબિંબ પડે છે, તે પાણીની સ્વચ્છતા જાહેર કરે છે. અરિસામાં દેખાતું પ્રતિબિંબ અરિસાની સ્વચ્છતા પ્રસિદ્ધ કરે છે. આપણે ભીંત સામે ઊભા ન રહેતા, અરિસા સામે ઊભા રહી આપણું પ્રતિબિંબ નિહાળીએ કારણ પદાર્થોને પ્રતિબિંબિત કરવાનો ગુણ અરિસામાં છે. અરિસામાં કેવળ રૂપ-રંગ જ પ્રતિબિંબિત થાય છે પણ જ્ઞાનદર્પણ એવો વિશેષ છે કે તેમાં પદાર્થોના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અવાજ તે ઝળકે છે જ, પણ અરૂપી (અમૂર્તિક) અને સૂક્ષ્મ બાબતોને જાણવાનું સામર્થ્ય, દૂરવર્તી પદાર્થો, બધાં દ્રવ્યોની, ભૂત, વર્તમાન ભવિષ્યકાલીન પર્યાયો જાણવાનું સામર્થ્ય, પોતાના પણ અનંત ગુણ પર્યાયોને જાણવાનું સામર્થ્ય, પણ તેમાં છે. સ્વ અને પરનું ભેદજ્ઞાન એટલે લક્ષણો દ્વારા ભિન્ન ભિન્ન વાતોને ભિન્ન ભિન્ન ઓળખવું. જ્ઞાન એ ‘સ્વ’ નું પ્રગટ લક્ષણ છે અને જેમાં મારૂં જ્ઞાન-દર્શન નથી તે બધાં પર છે. આપણે આજ સુધી એવું માનતા આવ્યાં હતાં કે આંખો, કાન, નાક ઈત્યાદિ ઈન્દ્રિયો જાણવાનું કામ કરે છે, શરીરને જ્ઞાન થાય છે. પરન્તુ હવે આટલા દિવસોના અભ્યાસથી એમ સમજાયું કે શરીર તો પુદ્ગલ છે, કારણ તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ગુણો છે. પરન્તુ જ્ઞાન નામનો ગુણ નથી. મારૂં જ્ઞાન એ લક્ષણ જેમાં છે તે હું છું. ૧૭૪ દરેક સમયમાં આપણે જે જાણીએ છીએ તે ‘શેય', જે જાણે છે તે ‘જ્ઞાતા’, જ્ઞાન દ્વારા જાણીએ છીએ તેથી એ સાધન તે ‘જ્ઞાન’ અને ‘જાણવાની ક્રિયા’ આ ચાર વાતો હોય છે. એટલે હું જ્ઞાન દ્વારા જ્ઞેયને જાણું છું. આ ચારે બાબતો આપણા ધ્યાનમાં આવે છે, જ્ઞાનમાં આવે છે, અનુભવમાં આવે છે. જ્યાં જ્યાં જાણવાની ક્રિયા થાય છે ત્યાં ત્યાં જ્ઞેય, જ્ઞાતા, જ્ઞાન અને જાણવાની ક્રિયા આ બધુ આપણા જાણમાં અવશ્ય આવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સાત તત્ત્વો – આત્માનુભૂતિ આ ચારે બાબતો હાજર હોય અને આપણા જ્ઞાનમાં પણ આવતી હોવા છતાં આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર શેય પર જ છે. તેથી શેયની આપણને ૧૦૦% ખાત્રી છે. T.V. જોતાં T.V. શેય છે, જેણે જાણ્યું તે જ્ઞાતા, જેના દ્વારે જાણ્યું તે જ્ઞાન અને જણાઈ ગયુ તે ક્રિયા-એવી ચાર બાબતો આપણાં અનુભવમાં આવે છે. એમ હોય તોય કોઈને કહીએ કે આ જાણનારો જે આત્મા છે તે જ તું છે, તો “આ આત્મા ફાત્મા મને ખબર નથી’, ‘હોત તો દેખાતો કેમ નથી ?' અથવા ‘તમે કહો છો તો હશે ભાઈ આત્મા !' એવા જવાબો મળે છે. સ્વ-પર ભેદવિજ્ઞાન અને આત્માનુભૂતિ એ પ્રત્યક્ષમાં કરવાની બાબતો Practical experiment –પ્રાત્મક્ષિક છે. આપણે રાતદિવસ જાણવાનું કામ તો કરતા જ હોઈએ છીએ. તે જાણવું ચાલુ હોય ત્યારે દરેક સમયે આવું વિશ્લેષણ આપણાં મનમાં સતત કરવું જોઈએ. જમતાં, રસોઈ કરતાં, T.V. જોતાં દરેક વખતે આ જાણવાની ક્રિયામાં – હું જાણી રહ્યો છું, જ્ઞાન દ્વારા જાણી રહ્યો છું, જે જાણવામાં આવી રહ્યું હોય તે શેય છે એવો અભ્યાસ – ટેવ- પૅટિસ – કરવી જોઈએ. વારંવાર એવો અભ્યાસ કરવાથી “સ્વ” તરફ ઝુકવાની –સ્વતરફ ધ્યાન લઈ જવાની-દેવપ્રેકિટસ થવા લાગે છે. તમે કહેશો “બસ એટલું જ ને ! પછી થશે ને અમને સ્વ પર ભેદવિજ્ઞાન અને આત્માનુભૂતિ ? તેમાં શું, જાણનારો તે હું અને શેય બધું “પર” બસ !' હાં, હાં, અલી, સર્વજ્ઞ ભગવાન પણ સ્વ ને અને સંપૂર્ણ પરને જાણે છે. પરંતુ આપણામાં અને તેમાં મોટો ફરક છે. બધાં જણાતાં હોવાં છતાં સર્વજ્ઞોને રાગ-દ્વેષ-મોહનો છાંટો પણ નથી, તેઓ પૂર્ણ વીતરાગી છે. આપણે જોય વસ્તુને જાણતી વખતે આપણું જ્ઞાન મોહ, રાગ દ્વેષ થી મિશ્રિત-કલુષિત છે. શેય વસ્તુને જાણતી વખતે આપણે માત્ર જાણનારા છીએ એમ ધ્યાનમાં ન લેતાં, તે શેય વસ્તુ એટલે હું, અથવા તે શેય વસ્તુ મારી, હું તે શેય વસ્તુનો કર્તા કે તેમાં ફેરફાર કરનાર કે શેય વસ્તુઓને ભોગનારો Page #187 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય હું – એવી ભૂલભરેલી માન્યતા કરવાથી જ્ઞેયો સંબંધેનું જ્ઞાન પણ દૂષિત થાય છે. જેમ કે, શરીર એ જ્ઞેય છે પરંતુ શરીર એટલે હું એવું આપણે આજસુધી માનતા આવ્યા છીએ (એકત્વબુદ્ધિ). બાલ-બચ્ચા, ધનસંપત્તિ ઈત્યાદિ જ્ઞેય છે પરન્તુ આ બધાં મારા છે એમ માન્યું (મમત્વબુદ્ધિ) છોકરાઓ મોટા થયાં અથવા ધનનો સંયોગ થાય ત્યારે તે જ્ઞેય હોવાં છતાં મે છોકરાઓને મોટા કર્યાં, હું ધન કમાયો (કર્તૃત્વબુદ્ધિ). તેમ જ પરપદાર્થોનો સંયોગ થતાં એમાં સુખ માન્યું અને વિયોગમાં દુ:ખ માન્યું (ભોકતૃત્વબુદ્ધિ) આમ એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ એ માન્યતાથી યુકત હોવાથી જ્ઞેયો સંબંધેનું જ્ઞાન વિપરીત થયું છે. માત્ર પરપદાર્થો મારાં એટલું માની આ જીવ થોભ્યો નહીં, તો તે પદાર્થો વિષેનાં મોહ-રાગ-દ્વેષ પણ તેના જ્ઞાનમાં આવતો હોવાથી મોહરાગ-દ્વેષ એ મારૂં સ્વરૂપ છે, મારો સ્વભાવ છે એમ આ જીવે માન્યું. મોહ-રાગ-દ્વેષ એટલે આસવબંધ-વિકારી ભાવો છે. આ એટલે હવે જ્ઞાનમાં આત્મા (જ્ઞાતા) પણ જાણમાં આવે છે, પરપદાર્થો પણ જાણમાં આવે છે, આત્માના વિકારી-અવિકારી ભાવો પણ જાણમાં આવે છે અને પુણ્ય પાપ પણ જાણમાં આવતા રહે છે. બધું જ્ઞાનમાં આવતા હોય ત્યારે ‘હું’ પણું માત્ર સ્વ આત્મામાં જ દેખાશે, અન્ય બધી બાબતોમાં અહંપણાનો ભાવ-મમત્વનો ભાવ રહેશે નહીં ત્યારે જ સ્વ અનુભૂતિ થશે. પરપદાર્થો અથવા પોતામાં ઉત્પન્ન થનારાં રાગ દ્વેષને જાણવા ન જાણવાથી કંઈ ફેર નહીં પડે. તેમને પોતાના’’ જાણવામાં, નિજરૂપ જાણવામાં મિથ્યાત્વ થાય છે. તેમને ‘પર' રૂપે જાણવાથી અને પોતાને નિજરૂપમાં જાણવાથી ફાયદો થવાનો છે. પરને એટલે જ્ઞેયોને જાણતાં આ રાગદ્વેષ ઉત્પન્ન થતા હોય માટે સ્વ-પર ભેદવિજ્ઞાન કરતી વખતે આ રાગદ્વેષને પણ પરના ખાતે જમા કરવામાં આવે છે. તેમને પુદ્ગલ કહ્યાં છે, પરદ્રવ્ય કહ્યું છે, પરભાવ કહ્યો છે, ચૈતન્યનો વિકાર હોવાં છતાં તેમને જડ કહ્યાં છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ લેવાનો હોવાથી રાગદ્વેષોને પુદ્ગલના છે એમ કહી તેના પરનું આપણું સ્વામિત્વ છોડાવ્યું છે. અપેક્ષા સરખી રીતે ધ્યાનમાં લેવી જોઈએ. ૧૭૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ સાત તત્ત્વો - આત્માનુભૂતિ લગ્નબાદ આપણો દીકરો બૈરીના કહ્યામાં ગયો ત્યારે મા કહે છે –બાબો હવે બૈરીનો થયો. તેમ આ બધી વિચારોમાં-વિકલ્પોમાં-શ્રદ્ધામાં લેવાની બાબત છે. જ્ઞાનમાં તો એમ જ આવશે કે રાગદ્વેષ જીવ જ કરે છે, એની તે વિકારી અવસ્થા છે. '' ડૉ. હુકમચંદજી ભારિલ્લના ‘સમયસાર અનુશીલન’ ભાગ ૧ પૃ. ૨૦૮, ૨૦૯ પર એ સંદર્ભમા વિસ્તૃત વિવેચન છે, તે પણ વાંચી કાઢો. તેમણે લખ્યું છે કે “તારી આત્માની સિદ્ધિ કેવળ એ માટે થતી નથી કે અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા નિરંતર જાણમાં આવતો હોવાં છતાં તું તેને ‘નિજ' જાણતો નથી, તેમાં પોતાપણું સ્થાપિત કરતો નથી અને તે જ સમયે જાણમાં આવતાં રાગાદિમાં તું પોતાપણું કરે છે, પર-પદાર્થોમાં પોતાપણું કરે છે. બસ ! ભૂલ માત્ર આટલી જ છે, આ ભૂલ સુધારતા જ તારૂં કલ્યાણ થવામાં વાર નહીં લાગે.’’ ૧૭૭ તે જ પાના પર આગળ સ્વામીજીનું કથન લખેલું છે, ‘“અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદૈવ અંતરંગમાં જ બિરાજમાન છે, નિરંતર અનુભવમાં પણ આવે છે, ખામી માત્ર એ જ વાતની છે કે આ જે જ્ઞાયકરૂપમાં જ્ઞાનમાં આવે છે, તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી.’’ જુઓ હો, છે કે નહીં પંડિતો અને જ્ઞાની લોકોનાં આપણાં પર અનંત ઉપકાર ! અનેક વર્ષોના અભ્યાસથી અધ્યાત્મ જેવો વિષય તેમણે ઘણી જ સહેલી ભાષામાં આપણી સામે મુકયો છે. તમે કહેશો સ્વ ને જાણ્યું શું કે પરને જાણ્યું શું, અમે જ્ઞાન જ તો કરીએ છીએ. પછી બગડ્યું છે કયાં અને ‘સ્વ’ ને જાણવામાં લાભ તે કયો ? ઘણો જ ચબરાક પ્રશ્ન છે અને તેનો જવાબ પણ માર્મિક છે. આત્મા એ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વિગેરે અનંત ગુણોનો પિંડ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ અવિનાભાવપણે ઈતર પણ અનંત ગુણો છે. જ્ઞાન જ્યારે ‘સ્વ’ ને એટલે પોતાના આત્માને જાણે છે, ત્યારે એ આત્માનાં બધાં ગુણોનું વેદન-અનુભૂતિ થાય છે અને આ અનુભૂતિ એટલે જ ‘અતીન્દ્રિય આનંદ’ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય છે. અતીન્દ્રિય જ્ઞાન એ અતીન્દ્રિય આનંદયુકત છે. જ્ઞાનથી આનંદ જુદો પાડી શકાતો જ નથી. જીવ જેવો જ્ઞાનમય છે તેવો જ આનંદમય છે, શાસ્ત્રોમાં જુદાં જુદાં ગુણોને મુખ્ય કરી - તે તે ગુણોની અપેક્ષાએ આત્માને ચિઘન (ચૈતન્યનો ઘનપિંડ), વિજ્ઞાનઘન, આનંદઘન, વીર્યઘન એમ કહ્યો છે. આ સુખ સ્વાધીન છે, નિરપેક્ષ છે, બાધારહિત છે, નિરાકુલ છે. તમે કહેશો અમને તો “પર” ને જાણવામાંયે સુખ થાય છે. ધન મેળવતા, T.V. જોતાં, લાડવા ખાતાં પણ અમને સુખ જ થતું હોય છે. પણ આ ઈન્દ્રિયસુખ પરાધીન છે, બીજાની અપેક્ષા અહીં આવી જ ગઈ. ઈન્દ્રિયો ઠીક હોવા જોઈએ, ધન સંપત્તિ – T.V. હોવા જોઈએ. ઠીક, આ બધું હોવા છતાં શરીરમાં રોગ-વેદનાઓ હોય તો આ બધી વાતોમાં સુખ લાગતું નથી. સિવાય કયે ક્ષણે એ સુખ નષ્ટ થશે તે કહેવાતું નથી, તે આકુલતાયુક્ત છે. આ સુખ મેળવવા માટે અને ટકાવવા માટે ચિંતા, ભય અને બીજો Tensions તો છે જ છે. તેથી ઊલટું આત્માને જાણવો હોય - તેનો આનંદ ઉપભોગવાનો હોય – તો આત્મા ક્યાંય શોધવાની જરૂર નથી. મંદિરમાં, તીર્થક્ષેત્રે તો મળશે નહીં. હું પોતે જ આત્મા છું, જે યોગે – જે સાધનથી તેને જાણવો છે તે સાધન-જ્ઞાન તો મારો સ્વભાવ છે – હું પોતે જ જ્ઞાનમય છું અને જે ક્રિયા દ્વારા જાણવો છે તે જાણવું એ ક્રિયા તો નિરંતર ચાલુ જ છે. આટલી સહજ સુલભ પ્રક્રિયા છે. બસ, જ્ઞાન જે પરસન્મુખ છે તેને સ્વસમ્મુખ કરવાનું છે. ખરું જોતાં કરવાનું એ શબ્દ પણ અનાવશ્યક છે. સ્વ” ની રૂચિ અને મહિમા જાગૃત થતાં જ જ્ઞાન વારંવાર “સ્વ' તરફ વળે છે. આ અનુભતિ માટે કોઈપણ કર્મ આડું આવતું નથી કે કોઈપણ સંયોગ તેમાં વિઘ્ન લાવી શકતો નથી. પંચમ કાળ તેને બાધક નથી. જેમને આત્માનુભવની તીવ્ર ઈચ્છા જ નથી એવા લોકો કમનો, સંયોગોનો અને કાળનો “હાઉ' કરી છટકબારી શોધતા રહે છે. કારણ અનાદિકાળથી આપણને કામ-ભોગ-બંધોની જ કથા-વાર્તા સહેલી લાગે છે. આપણે એકબીજાને તેનો ઉપદેશ પણ આપીએ છીએ. પરંતુ આત્માની કથા સહજ-સુલભ હોય છતાં તે કદી સાંભળી નથી અને સાંભળી હોય તો Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ સાત તત્ત્વો - આત્માનુભૂતિ તેના પર વિશ્વાસ રાખ્યો નથી. આત્માના ભાંજગડમાં પડી, છે તે ઐહિક (ભૌતિક) સુખને (?) લાત મારવા કોઈ તૈયાર નથી. પરંતુ આ સુખ આગળના ભવમાં સાથે આવશે નહીં. જુઓ હોં, આપણા સાયનમાં પાંચ માળનું એક મકાન ઘડીના છઠ્ઠા ભાગમાં ઢળી પડ્યું, છંદગીભર મેળવેલી સંપત્તિ કેટલી કામમાં આવી ? લાતૂરનાં ધરતીકંપમાં હજારો માણસો થોડા જ સેકંડમાં મૃત્યુમુખે પડ્યાં. ઘરબાર ધુળમાં મળ્યાં. નથી જીવનનો ભરોસો, કે નથી સંપત્તિને ભરોસો. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ તો આગળના ભાવમાં પણ સાથે જાય છે. એકવાર તેનો અનુભવ થાય કે ઉત્તરોત્તર વધતું જ જાય છે અને પૂર્ણતા થઈ કેવલજ્ઞાન અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. આત્માનુભવ તે જ જિનશાસન છે, બધાં પ્રવચનોનો સાર છે. આત્માનુભવનું સ્વરૂપ જાણતા જ તે પ્રગટ કરી પોતાનું કલ્યાણ કરી લે - એમ કોઈપણ બુદ્ધિમાનને કહેવાની ગરજ રહેતી નથી. તમે પણ આ કલ્યાણનો માર્ગ અંગિકાર કરશો જ એની મને ખાત્રી છે. કલ્યાણમસ્તુ, - એ જ તમારી બા. दौल समझ, सुन, चेत सयाने काल वृथा मत खोवै । यह नरभव फिर मिलन कठीन है, जो सम्यक् नहिं होवै॥ અનંતગુણોનું વૈભવ-દૌલત જેની પાસે છે એવા હે વિવેકી જીવ ! તું તત્ત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કર, સાંભળ અને સાંભળી જાગ્રત થા. હે સુજ્ઞ જીવ ! આપણાં ક્ષણભંગુર આયુષ્યનો કાળ વૃથા ખોતો નહીં કારણ આ ભવમાંય સમ્યફદર્શને પ્રાપ્ત ન કરે તો આ નરજન્મ પાછો પ્રાપ્ત થવો ઘણું જ (મુશ્કેલ) કઠન છે. - પં. દૌલતરામજી - છાહઢાલા’ ૩જી ઢાલ - ૧૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૮૦ શાસ્ત્રાભ્યાસનું મહત્વ જુઓ ! શાસ્ત્રાભ્યાસનું મહત્વ, જે કરવાથી પરંપરા આત્માનુભવ દશા પ્રાપ્ત થાય છે, મોક્ષરૂપફળની પણ પ્રાપ્તિ થાય છે. એ તો દૂર રહ્યું, તત્કાળ આટલી બાબતોની (ગુણોની) પ્રાપ્તિ થાય છે. ૧. ક્રોધાદિ કષાયોની મંદતા થાય છે. ૨. પંચેંદ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ જતી નથી. ૩. અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે. ૪. હિંસાદિ પાંચ પાપો ઘડતાં નથી. ૫. અલ્પજ્ઞાન હોવાં છતાં ત્રણલોકના ત્રણ કાળ સંબંધે ચરાચર પદાથોને જાણવાનું થાય છે. ૬. હેય-ઉપાદેયની ઓળખ થાય છે. ૭. જ્ઞાન આત્મસન્મુખ થાય છે. ૮. વધુ અને વધુ જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે. ૯. જગતમાં મહાભ્ય-જશ વધે છે. ૧૦. સાતિશય પુણ્યનો બંધ થાય છે. - પં. ટોડરમલજી - સફજ્ઞાનચંદ્રિકા Page #192 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શ્રીમતી ઉજ્વલા શહા લિખિત અન્ય પ્રકાશનો ૧. જૈન તત્ત્વ પરિચય મરાઠી,હિન્દી/ગુજરાતી ૨. કરણાનુયોગ પરિચય મરાઠી હિન્દી/ગુજરાતી ૩. જૈન તત્ત્વ પરિચય અંગ્રેજી ૪. કારણ કાર્ય રહસ્ય મરાઠી/હિન્દી/ગુજરાતી રૂ. ૧૦/ રૂ. ૧૦/ ૫. કારણ કાર્ય રહસ્ય અંગ્રેજી ૬. પંચલબ્ધિ રૂ. ૧૦/ મરાઠી/હિન્દી/ગુજરાતી ઉપરોક્ત પ્રકાશનો માટે પણ અમારો સંપર્ક સાધવો. રૂ. ૧૫/ રૂ. ૧૦/ રૂ. ૧૫/ Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only