________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
અવસ્થામાં હોય જ છે. દ્રવ્ય પોતાની અવસ્થાથી-પર્યાયથી અલગ હોતું નથી
જ
ભિન્ન હોતું નથી અલગ થતું નથી. આ અવસ્થા એટલે પર્યાય ક્ષણિક હોય છે. દરેક સમયે નવી નવી પર્યાય ઉત્પન્ન થતી હોય છે અને જુની પર્યાયનો વિનાશ થતો હોય છે. માટે દ્રવ્યને ક્ષણિક માનવું બરાબર નથી.
જ્યારે આપણે ‘સોનું’ એ વસ્તુ વિષે વિચાર કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે સોનું સોનારૂપે કાયમ રહે છે તેને ધ્રુવઅંશ-નિત્ય અંશ-કહે છે અને તેની હાર, બંગડી, સાંકળ, બુટ્ટી વિગેરે અવસ્થાઓ છે તે, ઉત્પાદ વ્યયરૂપે છે, તેઓને અનિત્ય અંશ કહે છે.
એક સ્ત્રી રડવા માંડી ‘હાય હાય ! મારો સોનાનો હાર કેટલો સરસ હતો. જતો રહ્યો બેન.' તેને પુછ્યું - ‘અલી કયાંક પડી ગયો કે શું ? કે ચોર લઈ ગયો ?' તે બોલી – ‘ના રે ના ! તેની બંગડી બનાવી.’ તે બાઈનું સોનું તો તેની પાસે જ સોનારૂપે વિધમાન છે તોપણ ઉત્પાદ અને વ્યય પર એટલે જ કે પર્યાયપર દૃષ્ટિ રાખવાથી તે દુ:ખી થાય છે.
જીવોમાં પર્યાયની અપેક્ષાએ મનુષ્યપર્યાય, દેવપર્યાય, નારકી પર્યાય, તિર્યંચપર્યાય ઇત્યાદિ ઉત્પાદ વ્યય ચાલુ રહે છે. પર્યાયના નાશને દ્રવ્યનો નાશ માનવાથી દુ:ખ થાય. પણ એક પર્યાયની નાશ સાથે તે જ સમયે નવી પર્યાયની ઉત્પત્તિ થતી હોય છે અને દ્રવ્ય તો સદૈવ જ જેમનું તેમ કાયમ રહે છે તેની જાણ થતાં જ મૃત્યુનું દુઃખ, ભય, આફુલતા વિગેરેનો નાશ થાય છે. તેમ જ ઈહલોકસંબંધે ભય, પરલોકસંબંધે ભય, અરક્ષા ભય, વિગેરે બીજા બધાં ભયોનો નાશ થાય છે.
૬૪
૧)
એક અસ્તિત્વ ગુણ જાણીએ તોપણ અનેક લાભો મળે છે. જેવાં કેહું જીવદ્રવ્ય છું અને હું સત્ હોવાથી અનાદિ અનંત છું. અનાદિથી હું છું અને અનંત કાળસુધી મારૂં અસ્તિત્વ કાયમ રહેનારૂં છે. હું અજર અમર છું.
સાત પ્રકારના ભયોનો અભાવ થાય છે.
૨)
૩)
૪)
ઈશ્વર જગતનો ઉત્પન્નકર્તા, રક્ષણકર્તા અને વિનાશકર્તા છે એવી ભૂલભરેલી બુદ્ધિનો અભાવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org