________________
૬૫
૫)
અસ્તિત્વ ગુણ
કર્મ જીવોનું રક્ષણ, ઉત્પત્તિ અને નાશ કરે છે એવી ખોટી માન્યતાનો અભાવ થાય છે.
૬) હું અન્યોને ઉત્પન્ન કરનારો, તેઓનું રક્ષણ કરનારો કે તેઓનો નાશ કરનારો છું - તે ખોટા અહંકારનો નાશ થાય છે.
-
૭)
બીજો કોઈ મારો ઉત્પન્નકર્તા, રક્ષણકર્તા, વિનાશકર્તા છે એ ખોટી બુદ્ધિનો અભાવ થઈ હીનદીનપણું મટી જાય છે.
૮)
મારૂં અસ્તિત્વ મારે કારણે જ છે. માટે માત્ર સ્વ-અસ્તિત્વ પર દૃષ્ટિ કેન્દ્રિત કરવાથી સમ્યકદર્શનની પ્રાપ્તિ અને ધર્મની શરૂઆત થાય છે.
જુઓ, અહીં એક અસ્તિત્વગુણ જાણવાથી કેટલાં બધાં લાભ મળે છે, અમર થવાની કલા આત્મસાત થાય છે. ખરૂં તો હું અમર જ છું એ જાણવાનું છે. આપણી મુર્ખાઈથી - અજ્ઞાનથી શરીર જોડે સંયોગવિયોગ થતાં આપણાં જન્મ-મૃત્યુ સમજતાં આવ્યાં છીએ અને એ કલ્પનાથી જ દુ:ખી થતાં રહીએ છીએ.
અસ્તિત્વ ગુણ જાણવાથી હવે સમજાયું કે જીવ કદી પણ મરતો નથી. કહ્યું છે કે
" उत्पाद व्यययुत वस्तु हैं फिरभी सदा ध्रुवता धरे । अस्तित्व गुण के योग से कोई नहीं जगमें मरे ॥ "
એક અસ્તિત્વ ગુણ જાણવાથી આટલો ફાયદો થયો - તેથી આગળના ગુણો જલદીથી જાણવાની આતુરતા હોવી સ્વાભાવિક છે. તે વિષે ચર્ચા આગળના પત્રમાં કરીશ.
પર્યુષણ નિમિત્તે રાખેલાં પ્રવચનોનો લાભ લઈ સ્વાધ્યાય કરવો. મોના, ઔરંગાબાદમાં શ્રી યાપાલજી જૈન પધારશે અને રીના, માલાડમાં શ્રી પ્રદીપજી ઝાંઝરી પધારશે. તેઓનાં પ્રવચનોનો લાભ તમારે લેવો જોઈએ એવું મને બહુ જ લાગે છે.
એ જ તમારી બા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org