SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય ૧૦ સર્વજ્ઞતાનું જ્ઞાન થાય છે કે નહીં તેનો આપણે વિચાર કરવો જોઈએ. જો ન થાય તો દેવોનું સ્વરૂપ (વીતરાગી અને સર્વશ) આપણે જાણ્યું જ નથી. ભગવાન સામે ફકત હાથ જોડવા, નમસ્કાર કરવા, જાપ કરવા એટલે ભક્તિ નથી, તેઓના ગુણો પ્રત્યે અનુરાગ, મહાભ્ય, આદરભાવ થાય તે જ સાચી ભક્તિ. જે તેઓના ગુણો વિષે જાણકારી જ ન હોય તો તે ગુણો પ્રત્યે આદરભાવ કયાંથી આવશે? આપણો કષાયો સાથે જ પરિચય છે, આપણે રોજ કરીએ જ છીએ ને ! પરંતુ વીતરાગતાનો હજુ આપણે અનુભવ જ ન લીધો હોય તો વીતરાગતાનું મહાભ્ય સમજાશે નહીં. માટે આંશિક વીતરાગતા પ્રકટ હોય એવા જ્ઞાનીઓને જ ભગવાનની સાચી ભક્તિ હોય છે એમ કહ્યું છે. વીતરાગતા અને કષાયો વિષે લખીએ તેટલું ઓછું જ છે. કષાયોને દબાવી રાખવાથી વીતરાગતા પ્રકટ થતી નથી, પણ વીતરાગતા પ્રકટ થવાથી કષાયોની ઉત્પત્તિ જ થતી નથી; આ ઉત્પત્તિ ન થવાને જ નાશ થયો છે એમ કહ્યું છે. આપણે હજુ સુધી જોયું છે કે સમ્યફદર્શનપૂર્વક મુનિપણું અને મુનિપરાપૂર્વક દેવપણું અર્થાત્ અરિહંત અવસ્થા આવે છે. જ્યારે મુનિઓને પણ પરિગ્રહોનો અભાવ હોય, અહિંસાદિ મહાવ્રતોના તે ધારક હોય, મુખ્યત: જ્ઞાન અને ધ્યાનમાં જ લીન હોય ત્યારે તેની ઉપરની અવસ્થા ‘દેવનું સ્વરૂપ પણ મુનિ કરતાં ઉચ્ચ જ હશે. દેવોને પણ પરિગ્રહ એટલે અંતરંગમાં મિથ્યાત્વ અને કષાય અને બહિરંગમાં સમસ્ત પરિગ્રહ (અસ્ત્ર, વસ્ત્ર, શસ્ત્ર, ધન, ધાન્ય, દાસ, દાસી ...) વિગેરેનો અભાવ જ હોય. વીતરાગી એટલે શું તે ટુંકમાં જોયું હવે સર્વજ્ઞ એટલે શું તે જોઈએ. ‘શ'નો અર્થ To know=જાણવું. જે બધું જાણે તે સર્વશ. બધું એટલે વિશ્વના બધાં દ્રવ્યો, જીવ, પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેમની સંખ્યા તમે જાણો જ છો. જીવ અનંત, પુદ્ગલ અનંતાનંત, ધર્મ અધર્મ અને આકાશ તે એક-એક દ્રવ્ય અને કાળદ્રવ્યો અસંખ્યાત છે. આ બધાં દ્રવ્યોના અનંત ગુણોને, દરેક ગુણના ભૂત-વર્તમાન-ભવિષ્યકાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy