SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તીર્થકરોની આ દિવ્યધ્વનિ ગ્લાર રૂપે સર્વાગોમાંથી ઈચ્છા વિના ખરે છે. સમોશરણમાં ઉપસ્થિત જીવ-મનુષ્ય, તિર્યંચ તથા દેવગતિના દેવો પોતપોતાની શક્તિ અનુસાર તેનો અર્થ ગ્રહણ કરે છે. ગણધરાચાર્ય તે ઉપદેશ ગ્રહણ કરી દ્વાદશાંગોની રચના કરે છે. તેને આગમ કહેવાય છે. તે આગમો આચાયની પરંપરાથી દીર્ઘકાળ સુધી પ્રાપ્ત થાય છે. આજે તેમાંથી થોડાક અંશો ગ્રંથ રૂપે ઉપલબ્ધ છે. પહેલાં થઈ ગયેલાં અનેક મહાન આચાર્યોના આપણા પર ઉપકાર છે કે તેઓએ પરંપરાથી ચાલતો આવેલો ગુરૂનો ઉપદેશ, આગમોનો અભ્યાસ અને સ્વાનુભવથી પ્રાપ્ત એવો જ્ઞાનનો ખજનો-ગ્રંથ રૂપે લખી રાખ્યો છે અને જે આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે. આપણા પૂર્વજોના પણ મહાન ઉપકાર છે કે ર000 વર્ષોથી પણ જુના ગ્રંથો આજ સુધી આપણને તેઓએ ઉપલબ્ધ કરી આપ્યા છે. તે સમયે તો બધાં હસ્તલિખિત હતાં. છપાઈના આ કાળમાં ઘરેઘરે ગ્રંથો પહોંચી ગયાં દેવ, ગુરૂ અને શાસ્ત્રો તો વંદનીય છે કારણ તેમના થકી આપણને ધર્મનું સ્વરૂપ-વસ્તુસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અરહંત, સિદ્ધ, સાધુને આપણે લાગુત્તમા’ એટલે લોકોમાં દુનિયામાં સૌથી ઉત્તમ કહીએ છીએ, મંગલ કહીએ છીએ, તેનું ઉત્તમપણું તથા મંગલપણું વીતરાગ વિજ્ઞાનતાથી પ્રાપ્ત થયું છે. આપણે ભગવાન આગળ નતમસ્તક થઈ તેમને શરણે જઈએ છીએ. પણ આ દેવો કોને શરણે ગયાં છે ભલા ? તેઓ તો વીતરાગ વિજ્ઞાન સ્વરૂપ નિજ શુદ્ધ આત્મામાં નત અને રત થયાં. આપણે દેવોને ચરણે જઈએ તે તેમનો આદર્શ નજર સામે રાખવા! તેઓએ ક્યો માર્ગ અપનાવ્યો તે જોવા!નહિ કે માત્ર ભગવાનદાસ' બનવા! તમને કોલેજમાં જઈ ફકત શિક્ષકોના ગુણગાન કરી, તેઓને પગે પડીને પદવી નહીં મળે. પોતે તે શિક્ષકોના માર્ગદર્શન નીચે અભ્યાસ-પ્રાત્યક્ષિક અને વારંવાર પ્રયોગ કરી કોઈ પણ જ્ઞાન, પદવી, કલા આત્મસાત કરી શકશો. અહીં પણ એમ જ છે કેવલિ પણd ધમ્મ શરણં પવ્વામિ ફકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy