SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) પત્રાંક ૨૨ ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશિષ, પહેલાંના કેટલાક પત્રો દ્વારા આપણે સાત તત્ત્વોનો આછો પરિચય કર્યો. જિનેન્દ્ર ભગવંતોએ કહેલાં આ સાત તત્ત્વો જાણી, તેઓનું યથાયોગ્ય શ્રદ્ધાન કરી પછી પોતાની ઓળખાણ અને અનુભૂતિ થયા વગર સમ્યદર્શન નહીં થાય અને તે વગર સાચા સુખની શરૂઆત પણ નહીં થાય. સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રો સિવાય બીજે કયાંય આ સત્ય ઉપદેશ મળતો નથી. કુદેવ-કુગુરૂ-શાસ્ત્રો દ્વારા જીવોને મિથ્યા ઉપદેશ મળે છે અને જીવ ગૃહીત મિથ્યાત્વી બને છે. તેમને છોડી જ્યારે સત્ય ઉપદેશ આ જીવને લાભશે ત્યારે જ અતત્ત્વશ્રદ્ધાન એટલે મોહ અથવા મિથ્યાત્વ નષ્ટ થશે. અનાદિથી ચાલ્યુ આવતું આ મિથ્યાત્વને અગૃહીત મિથ્યાત્વ કહે છે. સાત તત્ત્વોની વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. સાત તત્ત્વોની એટલે સાત તત્ત્વો વિષેની જીવની માન્યતા એવો અર્થ છે. કારણ તત્ત્વ તો છે તેવા જ રહે છે પરંતુ જીવ પોતે તેમના વિષે ભૂલભરેલી માન્યતા કરે છે. સાત તત્ત્વો એ વસ્તુસ્થિતિ છે. આ વસ્તુસ્થિતિને છોડી ઈતર બધી માન્યતાઓ તે કલ્પનાજનિત ભ્રમ છે. અજ્ઞાનીની માન્યતાનુસાર વિશ્વના પદાર્થોનું પરિણમન થતું નથી તેથી તે દુઃખી છે અને આ દુઃખ દૂર કરવા કલ્પનાજન્ય ભ્રમ દૂર કરવો તે જ એકમેવ ઉપાય છે. આ સાત તત્ત્વો વિષેની “વિપરીત માન્યતા એટલે કે તત્ત્વો જેવા છે તેવા ન માની, જેવા નથી તેવા માનવાં. પ્રત્યેક જીવ અનાદિથી એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy