________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
૧૪૦
તેથી સાત તત્ત્વોમાં આ પર્યાયતત્ત્વોને ભિન્ન કહ્યા છે. આ બધાં તત્ત્વોનું જ્ઞાન કરી તેમાં આપણે આજ સુધી કંઈ કંઈ ભૂલ ભરેલી કલ્પનાઓ-માન્યતાઓ કરતા આવ્યા છીએ એ આપણે આગળનાં પત્ર દ્વારા જોઈશું. આ તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય તત્ત્વ ક્યા છે તે પણ આપણે જોવાનું છે.
આ જે સાત તત્ત્વો છે તેઓમાં પુણ્ય અને પાપ એ તત્ત્વોનો સમાવેશ છે. આસવમાં પુણ્યાસ્રવ અને પાપામ્રવ તેમ બંધમાં પુણ્યબંધ અને પાપબંધનો સમાવેશ થાય છે. જિનાગમમાં કેટલેક ઠેકાણે પુણ્ય અને પાપને જુદાં નામ આપી સાત તત્ત્વોને બદલે નવ પદાર્થ એવું વર્ગીકરણ કર્યું છે. સાત તત્ત્વો શું કે નવ પદાર્થો બન્નેનું સ્વરૂપ સરખું જ છે. સમજાવવા માટેનું ભિન્ન કથન છે. તેનું સવિસ્તાર વર્ણન આગળના પત્રમાં જોઈશું.
-એ જ તમારી બા.
સમ્યગ્દષ્ટિ જીવ એવી ભાવના સંઘરી રાખે છે કે, હે પ્રભુ ! હું જવ તેમ અજીવ પદાથોનાં સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આસવને થોભાવું, નિરંતર સંવર અને નિર્જરા કરતો રહું, મુકિતરૂપી લક્ષ્મીની આકાંક્ષા સતત રાખું, તેમ જ શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એવો અનુભવ કરતો રહું, આ રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાળ વ્યતીત થાય.
- શ્રી અમિતગતિ આચાર્ય - તત્ત્વભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org