SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ પુગલના વિશેષ ગુણો અને પર્યાયો જુઓ જોઉં ! પુગલની પર્યાયોનું જ્ઞાન થતાં જ કેટલી બધી નિશ્ચિતતા અને નિરાકુલતા આવી ગઈ. આ મારી પર્યાયો નથી એમ સમજાતા જ આપણાં મનમાં પ્રશ્ન ઊભો થાય કે પછી મારી પર્યાયો કંઈ છે ભલા ? સમજો, તમે મને તેડવાં સ્ટેશન પર આવો ત્યારે તમારી નજર સામે સેકડો સ્ત્રીઓ દેખાય. પણ આ મારી મા નથી તે સમજાતાં જ દષ્ટિ તરત જ તે સ્ત્રી પરથી હટી જાય અને બીજી તરફ પોતાની મા ને શોધવા લાગે. જ્યાં હું એટલે તમારી મા તમને દેખાશે, ત્યારે તમારી નજર મા પર જ કેન્દ્રિત થશે. ત્યાર બાદ પાછાં આમતેમ શોધવામાં, એવામાં તમને રસ રહેશે નહીં. મા દૂર હોય તોય મા દેખાવાની ખાત્રી થઈ છે. રસ્તામાં ઓળખીતી સ્ત્રીઓ દેખાય તોપણ ચિત મા તરફ લાગેલું છે. માની બાથમાં જવાનું હવે ખેંચાણ થયું છે. તે પ્રમાણે આ બધી પર્યાયો પુદ્ગલની છે તેમ સમજાતાં જ દષ્ટિ તેના પર ટકી રહેતી નથી. મારી પર્યાયો કઈ છે તે જાણવાની ઉત્સુકતા થાય છે. જ્યારે જીવના પર્યાયોનું જ્ઞાન થશે ત્યારે ઈન્દ્રિયો દ્વારા પુદ્ગલની પર્યાયો જાણવામાં રસ નહીં રહે. પોતાની પર્યાયો જાણવાથી “એ જ હું એવી લક્ષણો દ્વારા ખાત્રી થતાં જ ચિત ત્યાં જ રમમાણ થશે. વારંવાર અંતર્મુખ થઈ પોતાને નિહાળવાનો-અનુભવ લેવાનો રસ વધશે. તે માટે સૌ પ્રથમ જીવ દ્રવ્યનાં વિશેષ ગુણોની પર્યાયોનું જ્ઞાન કરી લેવું આવશ્યક છે. પોતાનું સ્વરૂપ ઓળખ્યા વગર આ જીવનું અજ્ઞાન અને ચાર ગતિનું ભ્રમણ દૂર નહીં થાય. સુખ એ પર્યાય જીવના સુખ ગુણની છે. માટે જીવને ખરું સુખ પોતાને જાણવાથી જ પ્રકટ થશે. તે વિષે સવિસ્તાર જાણકારી આપણે આગળના પત્રમાં જોઈશું, ત્યાં સુધી પુદગલની જે જે પર્યાયો આપણાં જ્ઞાનમાં આવે છે તે હું નથી, મારી નથી, હું તેનો કર્તા નથી, હું તેનો ભોકતા નથી એવો વારંવાર અભ્યાસ કરશો. - એ જ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy