________________
૧૫૩
સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૧
પત્રાંક ૨૪
રર નવેંબર ૧૯૯૫
સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૧
પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ,
સાત તત્ત્વો સંબંધીનો આ વિષય ઘણો જ રસ પડે એવો છે. તેના પર વિવેચન કરીએ એટલું થોડું છે. સાત તત્ત્વોનું સ્વરૂપ સમજ્યાં પછી જ આપણને સમયસારાદિ ગ્રંથોમાં આચાર્યોએ આત્માનું જ સ્વરૂપ વર્ણવ્યું છે તે સમજાશે. સાત તત્ત્વો વિષે આ પાંચમો કાગળ છે. જે વિષયમાં આપણને રસ પડે તે વિષયની ગમે તેટલીવાર ચર્ચા કરીએ તો પણ આપણને કંટાળો આવતો નથી. ઊલટાનું તે વિષયની ઝીણવટ સમજાતાં તેમાં વધુ ને વધુ રસ પડે છે.
પ્રયોજનભૂત સાત તત્ત્વોની વ્યાખ્યાઓ આપણે શિખ્યાં. તેમનું ટુંકમાં સ્વરૂપ પણ જોઈ ગયાં. અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ તે તત્ત્વો વિષે કેવા પ્રકારની વિપરીત માન્યતાઓ કરે છે તે પણ પાછળનાં બે પત્રોમાં જોયું. પણ આટલું જાણવાંથી કામ નહીં ચાલે.
જેમ કોઈ ગામમાં ઘણાં ઘરો છે, ઘણા રસ્તાઓ છે, રસ્તાઓમાં કયાંક ખાડાટેકરાં પણ છે, તેમ જ તે વિપત્તિઓથી ભરેલા છે. બધાં ઘરમાં ઘણી સુખસગવડો છે, વિગેરે વિગેરે ગામની ઘણી માહિતી ભેગી કરી છતાં આપણને સુખ પ્રાપ્ત થતું નથી. અનેક ઘરની સુખસગવડો જોઈ સુખ મળતું નથી. ખાડાટેકરાવાળા રસ્તે ચાલતા રહીને પણ સુખ તો દૂર રહ્યું, દુઃખ જ દુઃખ ભાગે આવે છે. પણ જ્યારે એ સમજાય કે અમુક ઘર મારી માલિકીનું છે, તે ઘરમાં મને કોઈ અટકાવી નહીં શકે, બધી સુખસગવડોથી સુસજજ એવું મારું ઘર છે; બીજું બધાં ઘરો હોય તો પણ મારે તેમનો જરાય ઉપયોગ નથી કારણ મને ત્યાં પ્રવેશ જ મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org