________________
સમજાય માટે તેની પ્રાથમિક માહિતી આ પુસ્તક દ્વારા આપવાનો લેખિકાએ પ્રયત્ન કર્યો છે. આમાં વિષય બહુ જ સહેલી ભાષામાં રજુ કર્યો છે અને તાત્ત્વિક શબ્દ સમજવા રોજની બોલીભાષા વાપરી છે. માટે ખાસ પત્રરૂપે આ વિષય પ્રસ્તુત કર્યો છે. તેથી જાણે વાચકો સાથે આત્મીયતા કેળવવાનો લેખિકાનો પ્રયત્ન છે.
વાસ્તવમાં આ લેખ પુસ્તકરૂપે તૈયાર કરવામાં વધારેમાં વધારે આગ્રહ શ્રી અરવિંદ મોતીલાલ દોશીએ કર્યો હતો. એમણે જો આગ્રહ રાખ્યો ન હોત તો કદાચ આ પુસ્તક તૈયાર પણ થયું ન હોત.
આ પુસ્તક પ્રથમ મરાઠીમાં છપાયુ. ત્યારે પં. ડૉ. હુકમચંદજી ભારિત્ન અને પં. રતનચંદજી ભારિલ્લ બંધુદ્ર જોયું ત્યારે આ પુસ્તક હિંદીમાં લખીને છાપવાની પ્રેરણા આપી. યોગાનુયોગ એ જ વખતે દેવલાલીમાં શ્રી કાંતીભાઈ મોટાણીએ આ પુસ્તક ગુજરાતીમાં છાપવાનું નક્કી કર્યું.
આ પુસ્તકની મરાઠીમાં ૫૦૦૦ પ્રત અને હિંદીમાં 8000 પ્રત છપાય ગઈ છે. અને ગુજરાતીમાં પુસ્તક છાપવા બદલ અમે શ્રી કાંતિભાઈ મોટાણી અને પૂજ્ય શ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ.
તેમ જ શ્રી. દીપકભાઈ જૈને ખૂબ જ અલ્પ સમયમાં આનો અનુવાદ કરી આપ્યો તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ.
સાયન નિવાસી શ્રી અરવિંદભાઈ મહેતાએ અને શ્રી કાંતિભાઈ મોટાણીએ પ્રફ રિડીંગમાં અનમોલ સહકાર્ય આપ્યું તે બદલ તેમના અમે ખુબ આભારી છીએ.
અને કહેતાં ખૂબ જ હર્ષ થાય છે કે આ પુસ્તક ફકત જૈનોએ જ નહીં પણ અજૈનોએ અર્થાત્ બ્રાહ્મણ, લિંગાયત, મુસ્લિમ લોગોએ વાંચીને અમારી સાથે સૈદ્ધાંતિક ચર્ચા પણ કરી હતી. એ ઉપરથી જૈન સિદ્ધાંતોની અલૌકિકતા ખયાલમાં આવે છે.
- પં. દિનેશભાઈ શહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org