________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
ભાવોની ઉત્પત્તિ ન થવી, પરંતુ આ થયું નાસ્તિનું કથન. વીતરાગતાની એટલે શુદ્ધિની ઉત્પત્તિ થવી તેને ભાવસંવર કહે છે, આ અસ્તિનું કથન થયું.
દ્રવ્યસંવર એટલે ‘નવા કર્મોનું આવવું' થોભી જાવું.
હાલ એટલું ધ્યાનમાં રાખો - તેના વિસ્તારમાં જઈશું ત્યારે એ ધ્યાનમાં આવશે કે મિથ્યાત્વનો આસવ રોકયા પછી ઈતર આસવ ચાલુ રહે છે અને તે પણ ક્રમે ક્રમે રોકાઈ જાય છે.
૧૩૨
૬) નિર્જરાતત્ત્વ - શુદ્ધિની વૃદ્ધિ થવી તેને નિર્જરા એમ કહે છે. કર્મની ભાષામાં કહેવું હોય તો પહેલાં બાંધેલા જે કર્મો છે, તે વીતરાગી પરિણામોથી ખરી જવું, નિકળી જવા તેને દ્રવ્યનિર્જરા કહેવાય છે.
સંવર એટલે નવા કર્મોનું ન આવવું અને નિર્જરા એટલે પહેલાં બાંધેલા કર્મો બહુ મોટા પ્રમાણમાં નિકળી જવું. તેથી ઉત્તરોત્તર કર્મો ઓછાં થતાં રહે છે.
૭) મોક્ષતત્ત્વ - પૂર્ણ વીતરાગતા, પૂર્ણ શુદ્ધિ પ્રકટ થવી એ ભાવમોક્ષ અને કર્મોનો સંપૂર્ણ અભાવ તે દ્રવ્યમોક્ષ.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ આસવો એટલે કે એ બંધના કારણોનો પૂર્ણ નાશ થઈ પહેલાં બાંધેલા કર્મોનો સંપૂર્ણ અભાવ થવો તે મોક્ષ છે.
ઉપરોકત વિવેચન પરથી એ વાત તો ધ્યાનમાં આવી હશે કે આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવની તેમ જ કર્મની અવસ્થાઓ છે. જીવ દ્રવ્યમાં તેની પર્યાયો સહિત આપણે અખંડ દ્રવ્યનો વિચાર કરીએ પરન્તુ તત્ત્વોમાં આ પર્યાયોને સ્વતંત્રસ્થાન આપી તેઓના સ્વરૂપનું જુદું કથન કર્યું છે.
સ્વતત્ત્વ-જીવતત્ત્વ-એક બાજુએ કાઢતાં વિશ્વમાંની અન્ય સમસ્ત વાતો પરતત્ત્વોમાં-અજીવાદિ તત્ત્વોમાં જાય છે.
તમને રાજા હરિશ્ચંદ્રની કથા તો ખબર છે. એક વખત રાજા હરિશ્ચંદ્રનું નાટક ચાલતું હતું. હરિશ્ચંદ્ર પર આવેલી આપત્તિ જોઇ આખો પ્રેક્ષકવર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org