________________
૧૩૩
સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧)
ગળગળો થઈ રડવા લાગ્યો. તે સમયે એક સ્ત્રી શાંતિથી જોતાં બેઠી હતી. બાજુની સ્ત્રીથી રહેવાયું નહીં, રડતાં રડતાં તે બોલી, “અલી, તું કેટલી દુષ્ટ છે ! તને કાંઈ જ કેમ થતું નથી ?' ત્યારે તે સ્ત્રી બોલી, “બેન, એ તો મારો વર છે. હરિચંદ્રની કેટલીયે સારી ભૂમિકા ભજવે – ભૂમિકામાં કેટલોયે સમરસ થતાં દેખાતો હોય તો પણ તે છે તેવો જ છે, તેના રૂપમાં, સ્વભાવમાં થોડોક પણ ફરક પડવાનો નથી.'
તે જ પ્રમાણે આ સાતે તત્ત્વો ભિન્ન ભિન્ન છે. જીવની જ આ અવસ્થાઓ હોય તોપણ તે અવસ્થાઓથી – આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષથી જીવતત્ત્વ ભિન્ન તત્ત્વ છે. આ જીવ શરીરના સંયોગમાં હોવા છતાં શરીરથી એટલે કે અજીવતત્ત્વથી ભિન્ન છે. આ જીવ ક્રોધાદિરૂપ પ્રત્યક્ષ દેખાતો હોય તો પણ જીવતત્ત્વ ભિન્ન છે અને રાગાદિ એટલે આસવ ભિન્ન તત્ત્વ છે.
જેમ આપણે મેલું કપડું દેખીએ, તે મલિન અવસ્થામાં પણ કપડું ભિન્ન છે અને મેલ ભિન્ન છે. બન્નેનું અસ્તિત્વ ભિન્ન છે, બન્નેનું લક્ષણ,
સ્વરૂપ ભિન્ન છે અને તેથી જ તે ભિન્ન થઈ શકે છે. T.V. પર આવતી સાબુની જાહેરાતો પણ એ જ કહે છે. ફરક એટલો કે તેમની દષ્ટિ દ્રવ્ય પર (ધન પર) છે અને આપણને દ્રવ્યદષ્ટિ કરવાની છે. દષ્ટિ દ્રવ્ય પર એટલે ‘સ્વ' તત્વ પર લઈ જવાની છે. મિથ્યાત્વ રાગ-દ્વેષોથી યુકત મલિન અવસ્થામાં પણ જીવતત્ત્વ ભિન્ન છે, ત્રિકાલ શુદ્ધ ચૈતન્યમય એકરૂપ છે અને રાગ દ્વેષ મોહરૂપ મલિનતા ભિન્ન છે.
કપડું મેલું હોવા છતાં કપડું સ્વચ્છ છે, એવી પૂર્ણ શ્રદ્ધા હોય તો મેલ દૂર કરવાનો ઉપાય થઈ શકશે. તે પ્રમાણે મિથ્યાત્વ, કષાયો સહિત જીવોમાં પણ જીવ સદૈવ પૂર્ણ શુદ્ધ, નિર્મળ, ધ્રુવ, ચૈિતન્યમય જ છે, એવી પૂર્ણ શ્રદ્ધા થયાં વગર મિથ્યાત્વરૂપી મલિનતા હટાવવાનો ઉપાય થઈ શકશે નહીં.
જુઓ, હોં, સરખી રીતે ધ્યાનમાં લો, જીવની અવસ્થા મલિન છે એવું જ્ઞાન થશે અને તે જ સમયે શ્રદ્ધામાં જીવનું સ્વરૂપ શુદ્ધ છે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org