SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૩૪ શ્રદ્ધા થશે, તો જ મલિન અવસ્થા દૂર કરવાનો પ્રયત્ન થઈ શકશે. જો મલિન અવસ્થાનું જ્ઞાન જ ન થાય તો મલિનતા ટાળવાનો ઉપાય શા માટે કરે ? અને મલિનતા એ મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા કરનારો પણ મલિનતા હટાવવાનો ઉપાય કરશે નહીં. અવસ્થાસહિત-પર્યાય સહિત દ્રવ્યમાં, પર્યાયરહિત જે અંશ (દ્રવ્યાંશ) છે, તેનો વિચાર કંઈ રીતે કરવો તેની ચર્ચા આપણે આગલા પત્રમાં કરીશું. આ સાત તત્ત્વોનો ઊંડો અભ્યાસ ઘણો આવશ્યક છે. કારણ સંપૂર્ણ અધ્યાત્મશાસ્ત્ર આ તત્ત્વો પર આધારિત છે. તત્ત્વોની ભાષામાં છે, અને તત્ત્વો વિષેની આપણી માન્યતા વિપરીત હોય તો તે અધ્યાત્મશાસ્ત્રો વાંચીને પણ આપણે ભાગે કંઈ જ લાભ આવશે નહીં. સાત તત્ત્વોનું શેષ વિવેચન આગળના કેટલાક પત્રો દ્વારા જોઈશું. -એ જ તમારી બા. કેટલાંક જીવ એમ માને છે કે નકરું જાણવામાં શું છે, કંઈક કરીએ તો ફળપ્રાપ્તિ થશે. એવો વિચાર કરી વ્રત-તપ વિગેરે ક્રિયા કરવામાં મગ્ન રહે છે અને તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતાં નથી. વાસ્તવિક તત્ત્વજ્ઞાન વગર મહાવ્રતાદિનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ કહેવામાં આવે છે અને તત્ત્વજ્ઞાન થયાં બાદ કોઈપણ વ્રતાદિક અંગિકાર કર્યું ન હોવાં છતાં અવૃતી સમ્યફદષ્ટિ કહેવાય છે. માટે પ્રથમ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો ત્યારબાદ કષાય ઘટાડવા માટે બાહ્યસાધન કરવું. - પં. ટોડરમલજી - “મોક્ષમાર્ગપ્રકાશક' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy