SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૨) પત્રાંક ૨૧ ૮ જુલાઈ ૧૯૯૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ-૨) પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં ઉત્તમ આશિષ, સાત તત્ત્વોનું સાધારણ સ્વરૂપ ગયાં પત્રમાં આપણે જોયું. આજે જીવ-અજીવ એ બે તત્ત્વો વિષે થોડી વિશેષ જાણકારી મેળવીશું. હું પોતે જીવતત્ત્વ છું એટલે મારે તેનું જ્ઞાન કરી લેવું જોઈએ અને અજીવતત્ત્વને એટલા માટે જાણવું જોઈએ કે હું તે નથી તે સમજવા. કારણ આપણે અનાદિથી અજીવને જીવ માનતા આવ્યાં છીએ, અથવા જીવ અને અજીવ બન્નેને એક માનતાં આવ્યાં છીએ. આ જીવતત્ત્વ શું છે તે પ્રથમ જોઈશું. છહઢાળામાં પં. દૌલતરામજી કહે છે, “ચેતનકો હૈ ઉપયોગ રૂપ, બિનમૂરત ચિનમૂરત અનૂપ,” ત્યારે સમયસાર ગ્રંથમાં આચાર્ય કુંદકુંદ કહે છે, “અહમેકકો ખલુ સુદ્ધો દંસણણાણમઈઓ સદારૂવી” અર્થાત, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય છું, પરમાણુ જેટલું પણ બીજું કાંઈ પણ મારું નથી. સમયસાર નાટકમાં પં. બનારસીદાસ કહે છે, “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધસમાન સદા પદ મેરો,” તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં આચાર્ય ઉમાસ્વામીએ, “ઉપયોગી લક્ષણ” એવું જીવનું સ્વરૂપ કહ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. ટોડરમલજીએ કહ્યું છે - “અમૂર્તિક પ્રદેશોના પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોત ધારી અનાદિનિધન વસ્તુ આપ હૈ ઔર મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોકા પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિકોસે રહિત, જિનકા નવીન સંયોગ હુઆ ઐસે શરીરાદિક પુગલ પર હૈ.” આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ” એવાં જુદાં જુદાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy