________________
૧૩૧
સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧)
જીવતત્વ - જેમાં મારું જ્ઞાન-દર્શન આનંદ છે તે જીવતત્ત્વ.
૨) અજીવતત્ત્વ - જેમાં મારું જ્ઞાન-દર્શને આનંદ નથી – એવા મારા સિવાય ઈતર અનંત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ બધાં અજીવતત્ત્વ. પણ જુઓ હોં, અપેક્ષા બદલાતા જ કથન પણ બદલાયું. મારી અપેક્ષાએ બીજા જીવ અવતત્ત્વમાં આવે છે. શું ! અરહંત સિદ્ધ પણ અજીવતત્વ ? એ સાંભળતાં જ મોટી હલચલ મચી જાય. એ સાંભળી મારો ફોઈધારો ભાઈ અવિનાશ બોલ્યો હતો, “અલી, મને રાતભર ઊંધ આવી નથી. અરહંત સિદ્ધ પણ અજીવતત્ત્વમાં ગણાય? એક તત્ત્વનું સ્વરૂપ સાંભળી જો ઊધ ઊડતી હોય તો સાત તત્ત્વોનો યથાયોગ્ય અભ્યાસ કરી અનાદિની મોહનિદ્રા ઊડી જશે અને સમ્યકત્વની પ્રાપ્તિ થશે તેમાં શી નવાઈ ?
૩) આસવતત્ત્વ - શુભાશુભ વિકારી ભાવોનું ઉત્પન્ન થવું.
આ થઈ ભૂલ વ્યાખ્યા. વિસ્તારથી જોવાનું થાય તો મિથ્યાત્વ, અવિરતિ (અવ્રત પરિણામ), પ્રમાદ, કષાય, અને યોગ એ જીવનાં પરિણામ આસવો છે – તેમને ભાવ + આસવ = ભાવાસવ કહ્યાં છે. આ થઈ જીવની અવસ્થા. કર્મની અપેક્ષાએ વિચારીએ તો તે જ સમયમાં નવા કમનું આવવું તેને દ્રવ્ય + આસવ = દ્રવ્યાસવ એમ કહે છે.
૪) બંધતત્ત્વ - આમાં પણ ભાવબંધ અને દ્રવ્યબંધ એમ જીવની અને કમોંની અપેક્ષાએ બે ભેદ છે.
ભાવબંધ એટલે મિથ્યાત્વ અને શુભાશુભ રાગમાં અટકી પડવુંભરાઈ જવું અને દ્રવ્યબંધ એટલે નવા આવતાં કમનો જુના કમ સાથે બંધ થવો - બંધાઈ જવું.
કર્મના આવવાને આસ્રવ કહ્યું છે અને કર્મો બંધાઈ જવા તેને બંધ કહ્યો છે.
૫) સંવરતત્ત્વ - આવોને આવતાં રોકવાં – તેને સંવર કહે છે.
આત્માનાં અનુભવમાં લીન થતાં એટલે કે શુદ્ધોપયોગમાં જીવ મોહ, રાગ, દ્વેષ કરતો નથી, તેથી તેને આસ્રવ અને બંધ થતાં નથી. આમૂવોને (આવતાં) થોભાવવાં તેને સંવર એમ કહે છે. ભાવસંવર એટલે શુભાશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org