________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
13.
હું એક છવદ્રવ્ય + અનંત પુદ્ગલ પરમાણુ એવા અનેક દ્રવ્યોની એવી અસમાનજાતીય દ્રવ્યપર્યાય - મનુષ્યપર્યાય તેને જ હું “સ્વ” માનતો આવ્યો અને તેને કારણે મારાં સુખી થવાનાં પ્રયત્નો નિષ્ફળ ગયાં.
દ્રવ્યોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણને પ્રયોજનભૂત તત્વોનો અભ્યાસ કરવાનો છે. દ્રવ્યના અભ્યાસમાં અને તત્ત્વોના અભ્યાસમાં ફરક છે. ફોટોના દાખલા પરથી તે તરત જ સમજશે. તમારા લગ્નમાં લીધેલાં મોટા ગ્રુપ ફોટાઓ યાદ છે ને? વીસ પચ્ચીસ જણના ટોળામાં આપણે ઊભા હોઈએ અને તે બધાના ફોટોમાં આપણે કીડી જેવડાં દેખાઈએ. પણ એક જ વ્યક્તિનો close-up હોય, ફકત તમારો એકલીનો નજીકથી લીધેલો ફોટો હોય તો તેમાં બધી જ ઝીણવટ-નાક, આંખો, દાગિના, કપડાં બધું જ સ્પષ્ટપણે દેખાય છે. દ્રવ્યોનો અભ્યાસ ગ્રુપ ફોટો જેવો છે, ત્યારે તત્ત્વોનો અભ્યાસ close-up ફોટો જેવો છે.
પાછળના પત્રમાં આપણે પ્રયોજન એટલે શું, પ્રયોજનભૂત એટલે શું તત્ત્વ એટલે શું તે જોયું હતું. મારું પ્રયોજન છે સુખી થવાનું, તે સુખ પ્રાપ્ત થવા માટે કેટલીક બાબતોનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. જે બાબતનું જ્ઞાન થયા વગર આપણું દુઃખ દૂર નહીં થાય અને સુખ પ્રાપ્ત નહીં થાય એવી બાબતોને પ્રયોજનભૂત તત્ત્વ કહ્યું છે.
જીવતત્ત્વ, અજીવતત્ત્વ, આસવતત્ત્વ, બંધતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ અને મોક્ષતત્ત્વ એવાં આ સાત તત્ત્વો છે. જીવ તથા અજીવ તે દ્રવ્યતત્ત્વો હોઈ બાકીના પાંચે તત્ત્વો પર્યાયતત્ત્વો છે. એટલે જીવોની અને કમોંની અવસ્થાઓ છે. પ્રથમ તદન સહેલી અને સ્કૂલ વ્યાખ્યા જોઈશું અને ત્યારબાદ તેનો વિસ્તાર કરીશું.
૧) જીવતત્ત્વ - જેમાં જ્ઞાન દર્શન છે તે જ્ઞાનાનંદસ્વભાવી આત્મા જીવતત્ત્વ છે. અજીવતત્ત્વ - જેમાં જ્ઞાન દર્શન, આનંદ નથી એવાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ અજીવતત્ત્વ છે.
પરંતુ આ તો જીવ અને અજીવ તત્ત્વોની સામાન્ય વ્યાખ્યા થઈ. તત્ત્વોની બાબતમાં આપણને પોતાની ઓળખ કરી લેવાની હોવાથી એ જ વ્યાખ્યા ફરીથી થોડી સુધારીને લખવી પડશે તે આ મુજબ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org