SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) પત્રાંક ૨૦ ૧૦ જૂન ૧૯૯૫ સાત તત્ત્વોનું સ્વરૂપ (ભાગ - ૧) પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, - જિનેન્દ્રકથિત તત્ત્વોના અભ્યાસ કરવામાં તમને વધુ ને વધુ રસ પડતો જાણી આનંદ થાય છે. અલી, આ તત્ત્વો જ આવાં ન્યાયયુકત અને તર્કસંગત છે. તેમનો ક્રમવાર અભ્યાસ કરવાથી તે સહેલાઈથી સમજમાં આવે છે. છ દ્રવ્યો, સાત તત્ત્વો, ચાર અભાવ, છ કારક, પાંચભાવ, નિમિત્ત ઉપાદાન વિગેરે પ્રાથમિક જાણકારી થવા માંડે કે શાસ્ત્રોના અર્થ સહેલાઈથી સમજમાં આવવા માંડે છે અને મર્મ સમજાતાં સાહજિકતાથી તે વિષયમાં રસ પડે છે. છ દ્રવ્યોનો આપણે અભ્યાસ કર્યો. આ વિસ્વ છ દ્રવ્યોના સમૂહનું બનેલું છે તે આપણે જોયું. પ્રત્યેક દ્રવ્યમાં જોવા મળતાં સામાન્ય ગુણ પણ આપણે જોયાં. પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવોમાં જ મર્યાદિત છે. દ્રવ્ય એ ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય યુક્ત છે. એટલે કે પ્રત્યેક સમયે નવી પર્યાયનો ઉત્પાદ અને જુની પર્યાયનો નાશ થતો હોવા છતાં દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહે છે. આ બધી બાબતો આપણે વિસ્તારપૂર્વક પહેલાં જોઈ ગયાં છીએ. આ બધુ શિખતી વખતે એક વાત સદૈવ ધ્યાનમાં રાખવી કે, હું એક સ્વતંત્ર છવદ્રવ્ય છું. મારું અસ્તિત્વ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે અને હું પણ ગુણ પર્યાયોથી યુક્ત છું. આ પર્યાયો પ્રત્યેક સમયે બદલાતી હોવા છતાં હું ધ્રુવપણે કાયમ ટકી રહ્યો છું. એમ હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy