SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૨૮ અને કેટલાં - તત્ત્વોનાં નામો અને તેઓનું સ્વરૂપ એટલે લક્ષણો - તેના પર વિસ્તૃત ચર્ચા. - પ્રયોજનભૂત તત્ત્વો સંબંધી આ જીવે અનાદિથી કરેલી ભૂલભરેલી માન્યતા - સાત તત્ત્વોમાં હય, ઉપાદેય તત્ત્વો કયા. - સાત તત્ત્વ જાણી તેમાં છુપી રહેલી આત્મજ્યોતિ શી રીતે ઓળખવી, એટલે કે સ્વ-પર ભેદવિજ્ઞાન કરી આત્માનુભવ કેવી રીતે કરવાનો. કારણ આપણે શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રવણ, વાંચન કરીએ તે શબ્દજ્ઞાન કરવા માટે ન હોઈ આત્મજ્ઞાન કરવા માટે છે. વધુ ચર્ચા આવતાં પત્રમાં. તપૂર્વે ૧૪ મે થી ૩૧ મે દેવલાલીમાં અમે શિક્ષણ-પ્રશિક્ષણ શિબીર માટે જઈએ છીએ. - એ જ તમારી બા. આત્મા જ્યારે કષાયાદિ રહિત શાંત સ્વભાવમાં એટલે સમતાભાવમાં સ્થિર હોય છે તે ક્ષણે તે ઉત્તમ તીર્થ છે. જો આત્મામાં શાંતિ ન હોય તો તીર્થયાત્રા નિરર્થક છે. શીલ અને વ્રતરૂપી જલાશયોમાં સ્નાન કરવાથી દેહધારી આત્માની શુદ્ધિ થાય પરંતુ સમસ્ત પૃથ્વી પરના બધાં તીર્થક્ષેત્રોની નદીઓમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થઈ શકતી નથી. જે કોઈ દયાળુ રાગ-દ્વેષાદિ ભાવોનો ત્યાગ કરી આત્માના વીતરાગી ભાવમાં સ્નાન કરે છે તેને ધ્યાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. કેવળ પાણીથી સ્નાન કરવાથી પવિત્રતા પ્રાપ્ત થતી નથી. આત્મજ્ઞાનરૂપી જળથી આત્માને સદૈવ સ્નાન કરાવવું જોઈએ, તે દ્વારા જીવોના જન્મોજન્મના પાપો ધોવાઈ જતાં નિર્મલતા પ્રાપ્ત થાય અને તે આગળના ભાવમાં પણ સાથે જાય છે. - શ્રી કુલભદ્રાચાર્ય - “સારસમુચ્ચય' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy