SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આજે આ પુસ્તક આપના હાથમાં આપતાં ઘણો આનંદ થાય છે. વાસ્તવમાં વીસ વર્ષો પૂર્વે જ્યારે જૈન સિદ્ધાંતોના સંપર્કમાં આવ્યો ત્યારે આ વાકય સાંભળ્યું હતું, ‘નિસી હોનહાર મની દ્દો સે વૈસેદ્દી નિમિત્તે મિતતે હૈં' ત્યારે એનો અર્થ સરખી રીતે સમજાયો નહીં, પણ આજે સમજાય છે કે જૈન તત્ત્વજ્ઞાન સમજવાં અમને એટલે મને અને સૌ. ઉજ્જવલાને જૈન તત્ત્વજ્ઞાન સમજાવનારા એવા એકથી એક ઉત્તમ પંડિતો મળ્યાં જેથી જૈનદર્શનમાં અમારો રસ દિવસે-દિવસે વધતો જ ગયો. કેટ કેટલાં નામ લેવા ! એકથી એક ચઢિયાતા લોકોનું માર્ગદર્શન મળ્યું. બધાના નામો લેવાનું શકય નથી પણ કેટલાકના નામો યાદ કર્યા વગર રહેવાતું નથી. પં. નેમચંદ રખિયાલવાળા, પં.કૈલાશચંદ બુલંદશહરવાલા, પં.ચિમનલાલ કામદાર આ પંડિતોએ અમને જૈન તત્ત્વોની બાળાગોળી આપી. તેમની શીખવાડવાની આવડત જ એવી હતી કે આગળ શું ? એવો પ્રશ્ન ઉઠતો અને જૈનદર્શન વિષેની આપણી માન્યતાઓ કેટલી વામણી અને છીછરી હતી એ ડગલે ને પગલે જણાતું. એમનામાંથી કોઇ પણ એકને પહેલો નંબર આપી શકાતો નથી કારણ દરેકના અનંત ઉપકાર છે અમારા પર ! બધાં જ સરખાં છે અમારી દૃષ્ટિએ !! આવી રીતે જૈન તત્ત્વની જે પ્રાથમિક ઓળખાણ અમે તેમની પાસેથી કરી લીધી. તેઓએ જે તત્ત્વરૂપી બીજ અમારામાં વાવ્યું અને જે ફણગો ફૂટયો હતો તેને ખાસ કરીને પં. ખેમચંદજી, પં. જ્ઞાનચંદજી, બ્ર. સુશીલાશ્રી, પં. બાબુભાઈએ પોષ્યો અને સતત આધારસ્તંભ અને દીપસ્થંભરૂપે માર્ગ બતાવનારા પં. હુકમચંદજીએ ઉછેર્યો. આ બધા પંડિતોનો તો અમારા ઉપર ઘણો ઉપકાર છે જ પરંતુ એનાથી અનંત ગણો ઉપકાર પરમપૂજય પરમકૃપાળુ સદ્ગુરુ શ્રી કાનજી સ્વામીનો છે. એમના દ્વારા અગાધ જૈન સિદ્ધાંતોનું અપ્રતિમ રહસ્યોદ્ધાટન અમારા ખ્યાલમાં આવ્યું. તેથી અમારી આખી જિંદગી જ પલટી. આ રીતે જૈન દર્શનની મહાનતા અમારે ગળે ઉતરી. મનોમન લાગ્યાં કરતું કે આ જે મુડી-ખાનો આપણે હાથે લાગ્યો છે તે અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy