________________
૧૭૫
સાત તત્ત્વો – આત્માનુભૂતિ
આ ચારે બાબતો હાજર હોય અને આપણા જ્ઞાનમાં પણ આવતી હોવા છતાં આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર શેય પર જ છે. તેથી શેયની આપણને ૧૦૦% ખાત્રી છે. T.V. જોતાં T.V. શેય છે, જેણે જાણ્યું તે જ્ઞાતા, જેના દ્વારે જાણ્યું તે જ્ઞાન અને જણાઈ ગયુ તે ક્રિયા-એવી ચાર બાબતો આપણાં અનુભવમાં આવે છે. એમ હોય તોય કોઈને કહીએ કે આ જાણનારો જે આત્મા છે તે જ તું છે, તો “આ આત્મા ફાત્મા મને ખબર નથી’, ‘હોત તો દેખાતો કેમ નથી ?' અથવા ‘તમે કહો છો તો હશે ભાઈ આત્મા !' એવા જવાબો મળે છે.
સ્વ-પર ભેદવિજ્ઞાન અને આત્માનુભૂતિ એ પ્રત્યક્ષમાં કરવાની બાબતો Practical experiment –પ્રાત્મક્ષિક છે. આપણે રાતદિવસ જાણવાનું કામ તો કરતા જ હોઈએ છીએ. તે જાણવું ચાલુ હોય ત્યારે દરેક સમયે આવું વિશ્લેષણ આપણાં મનમાં સતત કરવું જોઈએ. જમતાં, રસોઈ કરતાં, T.V. જોતાં દરેક વખતે આ જાણવાની ક્રિયામાં – હું જાણી રહ્યો છું, જ્ઞાન દ્વારા જાણી રહ્યો છું, જે જાણવામાં આવી રહ્યું હોય તે શેય છે એવો અભ્યાસ – ટેવ- પૅટિસ – કરવી જોઈએ. વારંવાર એવો અભ્યાસ કરવાથી “સ્વ” તરફ ઝુકવાની –સ્વતરફ ધ્યાન લઈ જવાની-દેવપ્રેકિટસ થવા લાગે છે.
તમે કહેશો “બસ એટલું જ ને ! પછી થશે ને અમને સ્વ પર ભેદવિજ્ઞાન અને આત્માનુભૂતિ ? તેમાં શું, જાણનારો તે હું અને શેય બધું “પર” બસ !' હાં, હાં, અલી, સર્વજ્ઞ ભગવાન પણ સ્વ ને અને સંપૂર્ણ પરને જાણે છે. પરંતુ આપણામાં અને તેમાં મોટો ફરક છે. બધાં જણાતાં હોવાં છતાં સર્વજ્ઞોને રાગ-દ્વેષ-મોહનો છાંટો પણ નથી, તેઓ પૂર્ણ વીતરાગી છે. આપણે જોય વસ્તુને જાણતી વખતે આપણું જ્ઞાન મોહ, રાગ દ્વેષ થી મિશ્રિત-કલુષિત છે.
શેય વસ્તુને જાણતી વખતે આપણે માત્ર જાણનારા છીએ એમ ધ્યાનમાં ન લેતાં, તે શેય વસ્તુ એટલે હું, અથવા તે શેય વસ્તુ મારી, હું તે શેય વસ્તુનો કર્તા કે તેમાં ફેરફાર કરનાર કે શેય વસ્તુઓને ભોગનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org