________________
વસ્તુત્વ ગુણ
9)
૪) હું જેવદ્રવ્ય છું અને જાણવું તે મારું કાર્ય છે, તે માટે મારે અન્ય
દ્રવ્યની જરૂર નથી. ૫) હું પરદ્રવ્યનું કાર્ય કરી શકું છું એવી કતૃત્વબુદ્ધિનો અભાવ થઈ
નિરાકુલતાની પ્રાપ્તિ થાય છે. પદ્રવ્યોનું પરિણમન તેનાં પોતાને કારણે થાય છે એમ જાણવાથી પદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં નથી. મારામાં રાગ-દ્વેષ મારે કારણે જ ઉત્પન્ન થાય છે, પરદ્રવ્યોને કારણે નહીં, એનું જ્ઞાન થાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. વસ્તુત્વ ગુણનું સ્વરૂપ કહેવાવાળો આ દોહો જુઓ - वस्तुत्व गुण के योगसे हो द्रव्यमें स्व-स्वक्रिया । स्वाधीन गुण -पर्याय का ही पान द्रव्यों ने किया ॥ सामान्य और विशेषतासे कर रहे निज काम को । यों मानकर वस्तुत्व को पाओ विमल शिवधामको ॥
વસ્તુત્વ ગુણ પછી દ્રવ્યત્વ ગુણ વિષે ચર્ચા હવે પછીના પત્રમાં કરીશું
- એ જ તમારી બા.
વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રભુ સર્વજ્ઞ છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં જીવ-અજીવના ભેદ બતાવ્યા છે. વીતરાગમાર્ગ તે છે કે જેમા નિગ્રંથ મહામુનિ પ્રવર્તન કરે છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં આત્મસ્વરૂપના દર્શનદ્વારા મહાસુખની પ્રાપ્તિ થાય છે. વીતરાગમાર્ગ તે છે કે જેના શાસ્ત્રમાં પૂર્વાપર અવિરોધતા છે. વીતરાગ માર્ગ તે છે કે જેમાં આદિ, મધ્ય અને અંતમાં એક આત્માનું જ લક્ષ્ય છે. વીતરાગમાર્ગ તે છે કે જેમાં જીવદયારૂપ ધર્મ છે. વીતરાગ માર્ગ તે છે કે જેના દ્વારા કર્મનો ક્ષય કરી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. -ભેચ્યા ભગવતીદાસ ‘બ્રહ્મવિલાસ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org