________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
એકાદ કાર્ય પોતાના ગાબહારનું છે એમ જાણે ત્યારે આ જીવ ઈવરને કર્તા હર્તા માની તેની પાસે દોડી જાય છે. સાચા દેવનું સ્વરૂપ જાણતો ન હોવાથી વીતરાગી ભગવાન આગળ પુત્ર, પૈસો, નિરોગી શરીર વિગેરેની યાચના કરે – અભિલાષાથી ભક્તિ કરે કે ઈતર લોકોની જેમ સરાગી દેવ દેવતાઓના - કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્રોને આશરે જઈ ગૃહીત મિથ્યાત્વનું પોષણ કરે છે.
એકાદ કાર્ય પોતાની ઈચ્છાનુસાર થાય તો પોતાનું અભિમાન પુષ્ટ કરે છે અને ઈચ્છાવિરૂદ્ધ થાય તો કમપર આખો દોષ ઢોળી છૂટી જાય છે. નાના બાળકોને આપણે ‘બાવો' આવ્યો ! તું જમી લે, લેસન કર એમ કહીએ છીએ. તેવી રીતે આ જીવે કર્મને બાવો બનાવ્યો છે – કર્મનો હાઉ ઉભો કર્યો છે. કર્મ પુદગલ છે અને તેની ક્રિયા તેનાં વસ્તુત્વ ગુણને કારણે તેના સ્વચતુષ્ટયમાં ચાલુ છે. હું જીવદ્રવ્ય છું અને મારી ક્રિયા-મારું પરિણમન-મારા વિસ્તુત્વ ગુણ વડે મારામાં જ થાય છે તેની આ જીવને જાણ જ નથી.
જુઓ હોં, દીકરીઓ ! એક એક ગુણ જાણ્યો તો કેટલો બધો લાભ થાય છે તે. સ્વાધ્યાયથી, તત્ત્વચિંતનથી વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાની સાથે જ તેનું ફળ તત્કાળ મળે છે. આજે પુણ્યકર્મ કરો અને થોડા સમય બાદ તેનું ફળ મેળવો એવો ઉધારીનો ધંધો અહીં નથી. હજી તો આપણે બધાં દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જોઈએ છીએ. હવે પછી જીવ દ્રવ્યનું વિશેષ સ્વરૂપ જોતાં વિશેષ આનંદ આવશે તેમાં શંકા નથી. તપૂર્વે બાકીના ચાર સામાન્ય ગુણો આપણે જોવાના છે. વસ્તુત્વ ગુણ જાણવાથી જે લાભો મળે છે તે આપણે ફરી એકવાર જોઈ જઈએ – ૧) પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા કરતું રહે છે તેથી કોઈ
પણ દ્રવ્ય નિરર્થક નથી. ૨) પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે, બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. ૩) પ્રત્યેક દ્રવ્યનું કાર્ય વસ્તુત્વ ગુણને કારણે જ થાય છે. અન્ય
દ્રવ્યોથી, ઈશ્વરથી, કમથી થતું નથી. વસ્તુ તો સ્વતંત્ર છે જ, પ્રત્યેક વસ્તુનું કાર્ય પણ સ્વતંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org