SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુત્વ ગુણ રહેલાં વસ્તુત્વ ગુણને કારણે જ થાય છે અને શરીર એ અનંત પુદ્ગલ પરમાણુનું બનેલું છે, તેમાનો પ્રત્યેક પરમાણું પોતાનાં વસ્તુત્વ ગુણથી પરિણમન કરે છે ત્યારે તેની કતૃત્વબુદ્ધિનો અને આકુલતા-દુઃખનો અંત આવે છે. અસ્તિત્વ ગુણમાં આપણે એ જોયું કે પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે અને તે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે. પૂર્વે ગુણની વ્યાખ્યા શિખ્યા ત્યારે જોયું હતું કે પ્રત્યેક દ્રવ્યનું સ્વચતુષ્ટય-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ-અલગ અલગ છે અને આજે જોયું કે પ્રત્યેક દ્રવ્યમાં વસ્તુત્વ ગુણ છે અને તે કારણે તે તે દ્રવ્યની ઉત્પાદ-વ્યયરૂપ પ્રયોજનભૂત ક્રિયા ચાલૂ છે. આ બધા ઉપરથી દરેક દ્રવ્યની સ્વતંત્રતા સમજાય છે. દેશના સ્વાતંત્ર્ય માટે અનેકોએ પ્રાણની બાજી લગાવી લડવું પડ્યું હતું. પણ વસ્તુની આ સ્વતંત્રતા મેળવવા માટે લડવા માટે જવાનું નથી, વસ્તુ તો સ્વભાવથી જ સ્વતંત્ર છે તેને માત્ર જાણવું છે. તે સ્વતંત્ર સ્વભાવનું આપણે જ્ઞાન કરી લેવાનું છે. આ જ્ઞાન ન હોવાથી આપણે કલ્પનામાં ભ્રમણા કરી દુઃખી થયાં અને વસ્તુસ્વરૂપ સમજાતાં આ બધું દુઃખ દૂર થવાનું છે. આજકાલ આપણને જ્યાં ને ત્યાં ટેન્શન જ ટેન્શન દેખાઈ આવે છે. બીજાઓનાં પરિણમનનો ભાર (બોજો) પોતાના માથા પર લઈ આ જીવ દુઃખી થતો હોય છે. બાળકોના પાલન પોષણની ચિંતા, તેમને ભણાવવાની ચિંતા, તેમને આપણી ઈચ્છાનુસાર ડૉકટર-એન્જિનિયર બનાવવાની ચિંતા, પૈસો મેળવવાની અને ટકાવી રાખવાની ચિંતા, કુટુંબના લોકોએ આપણી મરજી મુજબ વરતવું તેની ચિંતા, શરીર કાયમ જુવાન દેખાય માટે ચિંતા, રોગ અને મૃત્યુ ન આવે તેની ચિંતા, પોતાને બીજાઓનો કર્તા ધર્તા માની આ જીવ મિથ્યા અહંકાર કરે છે અને સદૈવ દુઃખી થતો રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy