________________
૬૮
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
એક દ્રવ્યમાં રહેલા જે અનંત ગુણો છે તે પણ પોતપોતાનું કાર્ય કરે છે. જ્ઞાન ગુણ શ્રદ્ધા ગુણનું કાર્ય કરતો નથી અને શ્રદ્ધા ગુણ ચારિત્ર ગુણનું કાર્ય કરતો નથી. એની જેને જાણ નથી તેને અજ્ઞાન પેટે એવા પ્રશ્નો ઉદ્ભવે કે આટલું જાણતાં છતાં પણ સમ્યફદર્શન કેમ થતું નથી કે દીક્ષા કેમ લેતાં નથી ? રાજા વૃષભદેવની વાર્તા જાણો છો ને ? તે જન્મથી જ સમ્યફદષ્ટિ હતા. (શ્રદ્ધા ગુણનું નિર્મલ પરિણમન હતું), સમ્યફજ્ઞાની હતા તો પણ ૮૩ લાખ પૂર્વ આયુષ્ય સંસાર-રાજપાટ કરવામાં ગયાં. અંતરંગ લીનતા (ચારિત્રગુણની પર્યાય) થઈ મુનિયોગ્ય ચારિત્ર દશા પામવા માટે તેમનો આટલો દીર્ઘ કાળ વીત્યો. તેનું કારણ પ્રત્યેક ગુણનું કાર્ય તેના પોતાને કારણે થાય છે. આ દાખલો સંસારમાં સ્વચ્છંદી બની ભમવા માટે નહીં પણ વસ્તુત્વ ગુણનું સ્વરૂપ જાણવા માટે આપ્યો છે.
છવદ્રવ્ય પોતાની પ્રયોજનભૂત ક્રિયા જાણવું-દેખવું ઈત્યાદિ કાર્યો કરે છે. પણ અન્ય જીવોનું અને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય જીવ કરી શકતો નથી.
અજ્ઞાનથી આ જીવ એમ માને છે કે પરદ્રવ્યનું કામ હું કરું છું, મારી ઈચ્છા મુજબ પારદ્રવ્યનું પરિમણન હું ઘડું છું, અને કદાચ ઈચ્છાનુસાર કાર્ય થાય તો કર્તુત્વબુદ્ધિનો અહંકાર પુષ્ટ થાય પણ અન્યથા કાર્ય થાય તો આકુલતા કરે છે, દુઃખી થાય છે. પરંદ્રવ્યમાં એકત્ર કરવાથી પરના કતૃત્વની અને ભોફતૃત્વની મિથ્યા ભ્રમણા આ જીવને થાય છે.
આ જીવ શરીરને સ્વ માને છે અથવા ‘મારું માને છે, અને શરીરની ક્રિયા હું કરું એવું ખોટું અભિમાન કરે છે. જ્યારે પોતાની ઈચ્છા મુજબ શરીરની હાલચાલ વિગેરે ક્રિયા થાય છે ત્યારે આ કર્તુત્વબુદ્ધિ વધુ તીવ્ર બને છે. પણ માંદા પડવું, ઘડપણ આવવું, વાળ ઘોળાં થવાં કે ખરી પડવાં, અશક્તિ-કમજોરી એ બધી ક્રિયાઓ આપણી ઈચ્છા વિરૂદ્ધ થાય ત્યારે આ જીવ દુઃખી થાય છે. જ્યારે આ જીવ જાણે કે હું એક જીવ દ્રવ્ય છું, મારું પરિણમન જાણવું દેખવું એ મારામાં થાય છે, તે મારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org