________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
૪૨ અરૂપી હોય તોય ચેતન' દ્રવ્ય છે. જાણવું તેનો ગુણ છે. જુઓ જોઈ! આ લખેલા શબ્દો વાંચી કોણ જાણે છે ? – જીવ ૧૫ વર્ષો પહેલાની યાદ શાના વડે કરે છે? જ્ઞાનના દ્વારા. જ્ઞાન કોનું? જીવનું.
અમુક વસ્તુ અઘરી છે, સમજાતી નથી, તે કોણ જાણે છે ? જ્ઞાન અર્થાત જીવ.
પ્રત્યેક ક્ષણે જાણવાનું કામ જ્ઞાનગુણ કરતો હોય છે. ઊઘમાં પણ? હાં હાં, ઊધમાં પણ. તમે નથી કહેતા કે આજે સારી ઊંઘ આવી નથી કે આજે ઘસઘસાટ ઊધ આવી. તો પછી એમ કોણે જાણ્યું ? જ્ઞાન અર્થાત જીવે, જ્ઞાનગુણે.
રાત-દિવસ આ જ્ઞાનગુણ આપણને કહેતો હોય છે કે આ હું અહીં છું. આ જ્ઞાનગુણ છે ત્યાં જ બીજા અનંત ગુણો અવિનાભાવી સંબંધથી છે એટલે કે જ્યાં જ્ઞાનાદિ બધાં ગુણો છે તેને જ જીવદ્રવ્ય એમ કહેવામાં આવે છે. તો પછી થઈને જીવદ્રવ્યની સિદ્ધિ ?
વિશ્વ અને દ્રવ્યની જાણકારી આપણે મેળવી. ગુણ અને પર્યાયની જાણકારી મેળવ્યા બાદ જ દ્રવ્યનું સ્વરૂપ વધુ સ્પષ્ટતાથી આપણા ધ્યાનમાં આવશે.
મોના, જયપૂર શિબિર વિષે તે પુછયું હતું. ત્યાં રોજ પરોઢીયે ૫ થી રાત્રે ૧૦ સુધી ૮-૧૦ કલાક પ્રવચન, કલાસ, પૂજન-વિધાન, ભક્તિ, રોજ અભ્યાસ અને છેવટે પરીક્ષા એવો અમારો દરરોજનો કાર્યક્રમ હતો. બહારગામથી ૮૫૦ લોકો અને જયપુરના ર થી ૩ હજાર લોકો ઉપસ્થિત હતાં. ઘણાં જાણકાર વિદ્વાનો તથા નવા શિખવાવાળા લોકો તેમાં આવે છે. તત્ત્વોનો સૂક્ષ્મ અભ્યાસ પણ ત્યાં થાય છે. હું ત્રણ પરિક્ષામાં બેઠી હતી. તત્ત્વજ્ઞાન પાઠમાલા, નયચક્ર અને ગુણસ્થાન પ્રવેશિકા. તેમાં ૯૬%, ૯૬% અને ૧૦૦% માર્ક મેળવ્યાં અને ત્રણે પરિક્ષામાં પહેલો નંબર આવ્યો. બધાએ નવાઈ અને કૌતુક સાથે અભિનંદન આપ્યાં. ફરીથી કોલેજમાં ગઈ હોઉં એમ લાગ્યું. વધુ આવતા પત્રમાં.
- એ જ તમારી બા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org