SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનું સ્વરૂપ સમય ફાળવવો ફાવતો નથી કારણ કે આવી વાતો માટે આપણી પાસે સમય બાકી જ કયાં રહે છે ? ૪૧ આગમોનો આ અભ્યાસ કરતાં શરૂઆતમાં ગોટાળા થાય છે. જીવ દ્રવ્યોના ગુણધર્મ શું છે? એ જાણવા જતાં વચ્ચે જ દેવ-દર્શન, પૂજા કરવા કે નહીં એવા પ્રશ્નો ઉભા થાય છે. આપણા પત્ર ક્ર.૧ માં દાખલો આપ્યો હતો કે HÃO એટલે પાણી. તેમાં હાઈડ્રોજન અને ઓકિસજન એ મૂળદ્રવ્યો છે. આપણે ફકત ઓક્સિજન મૂળદ્રવ્યનાં મૂળધર્મો શિખતાં વાંચીએ કે તે વાયુરૂપ છે, જ્વલનને મદદ કરે છે. ત્યારે જો કોઈ એમ કહે કે પાણી તો પ્રવાહી છે, તે તો આગ ઓલવે છે તો પછી પાણીથી શું કરવું ? આ પ્રશ્ન જેમ હાસ્યાસ્પદ છે તેવો ‘પછી શું પૂજા, અર્ચા, દાન, સ્વાધ્યાય છોડી દેવા ? એ પ્રશ્ન છે. આપણે પોતાને જીવદ્રવ્ય ન સમજી મનુષ્ય છું એમ પર્યાય જેટલું જ પોતાને માનીએ તેથી આવા પ્રશ્નો ઉદ્ભવે છે. આગમોનો-તત્ત્વોનો અભ્યાસ કરી સૌ પ્રથમ તત્ત્તનિર્ણય કરવાનો છે. આ સર્વજ્ઞકથિત તત્ત્વો આમ જ છે, આમ પરિક્ષાપ્રધાન બની આપણી બુદ્ધિની કસોટી પર ધસી જોવાનાં છે. આ બધો નિર્ણય વિચારોમાં કરવાનો છે. એ બુદ્ધિનું કામ છે. ષોડશકારણ પૂજામાં પણ આવે છે કે ज्ञानाभ्यास करे मनमाही । ताको मोहमहातम नाही । જેનાં વિચારોમાં તત્ત્વોનું ચિંતન થતું રહે છે તેનાં ચાલચલનમાં સ્વચ્છંદ પાપક્રિયા થતી જ નથી. ધર્મનો મતલબ શું, પુણ્ય એટલે શું, પાપ એટલે શું તે જાણ્યા વગર આપણે શું કરીએ છીએ અને તેનું ફળ શું મળશે તે સમજાશે નહીં. - આગમોદ્વારા-શાસ્ત્રાભ્યાસક્રારા-આપણે આપણી ઓળખાણ કરી લેવી. સૌ પ્રથમ વિશ્વમાં અનંત દ્રવ્યો છે અને તેમાથી હું એક સ્વતંત્ર પરિપૂર્ણ દ્રવ્ય છું અને મારામાં (દરેકમાં) અનંત ગુણો છે તે આપણે જોયું. પણ જીવદ્રવ્ય અરૂપી હોવાથી તેના એ અનંત ગુણો પણ અરૂપી છે, આપણને દેખાતાં નથી. તે માટે ગભરાવાનું કોઈ કારણ નથી. કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy