________________
ભેદવિજ્ઞાન
પ્રગટ કર્યો છે તેઓને જોઈ અથવા તેઓના ગુણોનું સ્મરણ થતાં જ આપણને ભક્તિભાવ નિર્માણ ન થાય તો જ નવાઈ !
૧૬૯
સાત તત્ત્વ
આવાં દેવ ગુરૂઓએ પોતે અવલંબેલો માર્ગ આખા જગતને કહ્યો, કયાંય Trade Secret રાખ્યાં વગર ! કોઈ પણ મત પંથનો આગ્રહ રાખ્યા વગર, પ્રાણીમાત્રને આ ઉપદેશ આપ્યો. તે કેવલિપ્રણિત ધર્મ વિષે એટલે સત્શાસ્ત્રો વિષે ભક્તિ થવી એ સાહજીક જ છે - તે માટે કોણે શીખવવું કે જોરજબરદસ્તી કરવી એવી આવશ્યકતા જ રહેતી નથી.
-
હું કોણ છું તે સમજતા જ આપણી પાર્ટીનો ખ્યાલ આવશે અને તેની આગળની વાતો સહજ જ છે. આખી ગડબડ, આખો ગોટાળો અહીં જ છે - મૂળમાં જ ભૂલ છે. ‘હું’ સમજવામાં જ ભૂલ થઈ છે તેથી વિરોધી પાર્ટીને જ આપણી પાર્ટી સમજી તેઓને ‘ચિઅરઅપ’ કરવામાં આપણે આજસુધી સમય ગુમાવ્યો અને મૂર્ખાઈ કરી.
આ ‘હું’ એટલે ‘સ્વ’ નું, આત્માનું સ્વરૂપ કેવું છે ? તે તો સાંભળો. સાંભળ્યાં બાદ તે ખરૂં કે ખોટું છે તેનો નિર્ણય તો તમારા જ હાથમાં છે. પણ સાંભળ્યા વગર નિષેધ ન કરો.
વિશ્વમાંની સમસ્ત બાબતો આ સાત તત્ત્વોમાં ગર્ભિત છે. તેમાં હું અને ઇતર બધી વાતો એવી બે પાર્ટીઓ છે. હું એટલે માત્ર હું જીવતત્ત્વ - જેમાં મારૂં જ્ઞાન દર્શન છે એ હું અને પરમાં અજીવતત્ત્વ, આસ્રવતત્ત્વ બંધતત્ત્વ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ અને મોક્ષતત્ત્વ.
Jain Education International
જુઓ જોઉં! આપણે એમ માનીએ કે ત્રાજવાનાં બે પલડાંમાંથી એકમાં ‘હું’ – જ્ઞાનદર્શનમય જીવતત્ત્વ અને બીજામાં આ વિશ્વની સમસ્ત ચરાચર પદાર્થો- ઇતર અનંત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ધનસંપત્તિ, આખી દુનિયાનો વૈભવ, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્રો, સ્વર્ગ, નરક બધું, એટલું જ નહીં પણ રાગદ્વેષરૂપી વિકારી પર્યાયો, સંવર, નિર્જરા, મોક્ષરૂપી શુદ્ધ પર્યાયો, તોપણ ‘હું' વાળું પલડું ભારે થશે - વજનદાર થશે. વિશ્વનાં આ બધાં તત્ત્વોથી ‘હું' ભિન્ન તો છું જ પણ બધાથી શ્રેષ્ઠ છું. આ બધી વાતો એક સમયમાં જાણવાની મારી શક્તિ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org