SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વ પરિચય મિથ્યાચારિત્ર કહ્યું છે. તેથી સૂક્ષ્મ કર્મ પરમાણુ આવીને આત્માને ચોટે છે. તે કર્મનો Process આગળ સમજાવીશ. જીવે શરીર સહિતના સંયોગને “સ્વ” માન્યો છે તેથી દૃશ્યમાન શરીર જ ' – એવી ભ્રામક કલ્પના જન્મતાની સાથે જ પ્રત્યેક અજ્ઞાની જીવની થાય છે. શરીર ગોરું, ઊચું, પાતળું તો હું ગોરો, ઊચો, પાતળો, શરીર રોગી તો હું રોગી; શરીરનો સંયોગ – તો હું જભ્યો, (શરીર) વિયોગથી હું મૃત્યુ પામ્યો. શરીરની અનુકૂલતામાં હું સુખી એવી જુદી જુદી કલ્પનાથી કહેવાતા સુખોની સામગ્રી મેળવવા માટે જીવની દોડાદોડ શરૂ થાય છે. તે માટેનું સાધન એટલે પૈસો મેળવવા રાતદિવસ મહેનત કરે છે. હશે, એ વિષય જુદો છે. તમે વિજ્ઞાનશાખાની વિદ્યાર્થિનીઓ માટે કેમિસ્ટ્રીનો જ દાખલો આપું છું. વિજ્ઞાનના વિધાર્થીને અને બુદ્ધિમાન લોકોને આ તત્ત્વજ્ઞાનનો વિષય બહુ જ સરળતાથી સમજાય છે. અને તેટલા પ્રમાણમાં તે વિષયમાં રૂચિ પણ પેદા થાય છે. જૈન ધર્મ એટલે વસ્તુસ્વરૂપ કે વસ્તુવિજ્ઞાન. ફિનિક્સમાં આપણે માત્ર Matter નો અભ્યાસ કરીએ છીએ પણ જૈનદર્શનમાં Matter છ દ્રવ્યોમાંથી એક દ્રવ્ય છે. તે છ દ્રવ્યોમાં જીવ એક દ્રવ્ય છે. તે દ્રવ્યોમાં ખાસ કરીને જીવ દ્રવ્યનું સ્વરૂપ વિસ્તારથી સમજાવી, પોતાના શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો તેનું કથન આ જૈન તત્ત્વજ્ઞાનમાં કરેલું છે. હું પોતે જીવદ્રવ્ય હોવાથી મારું સ્વરૂપ શું છે તે જાણવાની કોઈપણ બુદ્ધિમાનની ઉત્સુકતા ચોકકસ વધ્યા વગર રહેશે નહીં. બાળપણમાં ખોવાયેલા, અનાથ આશ્રમમાં ઉછરેલા છોકરાને તેના માતા પિતા મળ્યા બાદ જેવો આનંદ થાય તેવો ઉત્સાહ અને આનંદ આ ‘સ્વ' નું સ્વરૂપ સાંભળતા-વાંચતા થાય છે. હા, તો હું દાખલો આપતી હતી કે HO તે પાણીનો મૉલેકયૂલ રેણુ છે. તેમાં 0 અર્થાત ઓકિસજનના ગુણધર્મો તે H૦ એટલે પાણીના રેણુના ગુણધર્મોથી અલગ છે. આપણને જે ઓકિસજનના ગુણધર્મો જણવા હોય અને તેને 100 માંથી છૂટો કરવો હોય તો સૌપ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy