SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વ પરિચય આત્મામાં વધુને વધુ લીન થતાં થતાં એવી સ્થિતિ આવે છે કે આઠ કમોંમાંથી ચાર કમોનો પૂર્ણ અભાવ થાય છે. પૂર્ણ શુદ્ધ આત્માનો અનુભવ સતત રહ્યા કરે છે, જ્ઞાનનો પૂર્ણ વિકાસ થાય છે, તેમને “સર્વજ્ઞ કહેવાય છે. કષાયોનો પૂરેપૂરો અભાવ થાય તેને ‘વીતરાગતા' કહેવાય છે. એવા વીતરાગી સર્વજ્ઞ જીવોને કે જેમને હજુ શરીર સાથે સંબંધ છે અને બાકીના ચાર કમ પણ છે, તેમને અરિહંત કહે છે. તેઓ હિતોપદેશ આપે છે એટલે કે જે માર્ગે અને જે Process થી આત્માનુભવ કરી, મુનિ થઈ તે અરિહંત એટલે ઈશ્વર = પરમાત્મા = દેવ થયાં તે માર્ગનો ઉપદેશ આપે છે. તેઓના બધા આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ (પૂર્ણ શુદ્ધ અવસ્થા) થયેલો છે. ઈશ્વર એટલે શું એ પ્રશ્નથી આપણે શરૂઆત કરી હતી. અરિહંત તે શરીરસહિતના ઈશ્વર અર્થાત પરમાત્મા છે. તે પછીની અવસ્થા તે સિદ્ધ પરમાત્માની છે. તેમના શરીર સાથેનો સંબંધ કાયમ માટે છૂટી જાય છે. બાકી રહેલા ચાર કર્મો પણ પૂર્ણ નષ્ટ થયા અને કેવળ શુદ્ધ જીવ’ પૂર્ણાવસ્થામાં પહોંચી ગયો. અનંત ગુણો પૂર્ણપણે વ્યકત થયા અને જીવ મુકત થયો. અરિહંત અને સિદ્ધ એ બે અવસ્થાના જીવોને સાચા દેવ કે પરમાત્મા કહેવાય છે. સમ્યફદર્શન ચારે ગતિઓમાં શકય છે. પણ કેવળ મનુષ્ય ગતિમાં પુરૂષ જ મુનિ બની અરિહંત અને સિદ્ધ થઈ શકે છે અને એકવાર તે અવસ્થાએ પહોંચ્યા બાદ તેમનો પાછો બીજો ભવ કે બીજો અવતાર (જન્મ) થતો નથી. ઈશ્વર એટલે શું તે જાણ્યા પછી તેનું સ્વરૂપ શું છે તે આપણે આગળ જોઈશું. તમને કોઈ શંકા હોય તો અવશ્ય પુછો પણ તેનું સમાધાન આગળ પાછળ વિષયાનુસાર કરીશ. શુભાશીષ. એ જ તમારી બા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy