________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
અસંખ્ય પ્રકારની વનસ્પતી, વિવિધ આકારનાં પાન-ફુલો, વિવિધ આકારનાં પશુ-પંખી આપણા જોવામાં આવે છે. તેઓના આકાર કોણે બનાવ્યાં હશે ? કમળનાં ફૂલનો આકાર કોણે બનાવ્યો ? તેમાં જ તે આકાર રૂપ થવાની શક્તિ છે. જેને પ્રદેશત્વ ગુણની જાણકારી નથી તે કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો નિર્માતા છે અને તે બધી વસ્તુઓને આકાર આપે છે એવી ઘેલી કલ્પના કરે છે, ઈશ્વરનું અને દ્રવ્યનું સ્વરૂપ જાણતાં ન હોવાથી આવી ભ્રામક કલ્પના થાય છે.
અક્ષર સરસ અથવા વાંકાચુંકા-શાહીના પ્રદેશત્વ ગુણથી થાય અને આપણે માનીએ કે મેં કેવાં સરસ અક્ષરો લખ્યાં. રંગોળીથી સુંદર ફૂલ કાઢીએ તે મારૂં કૌશલ્ય માનીએ, પણ તે રંગોળીનાં પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. કોઈ શેઠ એમ કહે કે મેં મારા ધનથી આવડો મોટો સુંદર બંગલો બનાવ્યો પણ ઈંટ--પથ્થરની તે રચના પુદ્ગલના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. એકાદ કામ બગડે તો કારીગરનો દોષ કાઢીએ અને કારીગર કહે કે સિમેટ સારી ન હતી. લોટામાં પાણી ભરતાં પાણીનો જે આકાર બને છે તે પાણીનાં પ્રદેશત્વ ગુણના કારણે છે, લોટાથી નહીં. લોટાથી આકાર બનતો હોય તો અંદર પથરા નાખી જુઓ જોઉ તે આકારના (લોટાના) બને ખરા? હું ગોળ રોટલી વણું છું એવું અભિમાન આપણને થાય તો લોટનો આકાર કોણે બનાવ્યો ? ઘઉંનો આકાર કોને બનાવ્યો ? કુદરતે એટલે કે તે તે વસ્તુના પ્રદેશત્વ ગુણને લીધે તે આકાર બન્યો. તે જ પ્રમાણે રોટલી પણ તેના પ્રદેશત્વ ગુણને કારણે જ ગોળ બને છે.
૯૬
કુંભારે માટલું બનાવ્યું એમ કહીએ. પણ માટલાનો આકાર માટીના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. સોની કહે છે મેં સોનાનો હાર બનાવ્યો. હારની ડિઝાઈન, આકાર છે તે સોનાનાં પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. કોઈ સ્ત્રી અભિમાનથી કહે છે કે મારાં બધાં બાળકો મારા જેવાં જ રૂપાળાં દેખાય છે અને મારે લીધે જ તે એવાં થયાં, ખરૂં જોતાં તે તે શરીરનો આકાર પુદ્ગલના પ્રદેશત્વ ગુણનું કાર્ય છે.
હાથી જીવ છે. તેનાં શરીરનો આકાર પુદ્ગલના પ્રદેશત્વ ગુણને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org