SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૯ પ્રયોજનભૂત તત્ત્વ ૧૨૨ પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, રીના, પુના આવીને તે રોજ ૭ કલાક એવાં ૧૦ દિવસોનું શિબિર એટેડ કર્યું તેથી ચોખ્ખા ૭૦ કલાકનું પ્રાથમિક જ્ઞાન તને મળ્યું. જે એક મહિનો પિયર રહીને પણ તને શિખવા ન મળત. કારણ દીકરી તરીકે નહીં પણ શિષ્યા તરીકે તું આવી હતી. મોના, તું માત્ર તારા દવાખાનાના ઉદ્ઘાટનની તૈયારીને કારણે આવી શકી નથી તેનું દુ:ખ થયું. અલી, રીના પણ નાના બાળકોનો રોજ અર્ધો કલાક કલાસ લેતી હતી. ઢોકર ગુરૂજીએ પણ થોડા દિવસ ૧ કલાક સુધી કલાસ લીધો એમ ૮।। કલાકનો ભરચક પ્રોગ્રામ થયો. હશે, દવાખાનામાં શરૂ-શરૂમાં ઘણો ફાજલ સમય મળે છે. ત્યારે હવે તને ત્યાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે વધારે તક મળશે. તે સમયનો વધુમાં વધુ ઉપયોગ કરી લેજે. Jain Education International ૧૧ મે ૧૯૯૫ રીના-મોના, ગયાં પત્રમાં આપણે ચારિત્ર ગુણ વિષે ચર્ચા કરી. દ્રવ્ય, ગુણ, પર્યાયોના અભ્યાસથી આપણે પહેલાં જ એ શીખ્યાં કે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં તેનાં ગુણ વ્યાપેલાં હોય છે. એટલે જીવદ્રવ્યનો જ્ઞાન ગુણ તેના સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો છે, તેમ જ શ્રદ્ધા ગુણ જીવનાં સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો હોય છે. તેમ ચારિત્ર ગુણ પણ સંપૂર્ણ ભાગમાં વ્યાપેલો છે. માટે જેટલું ક્ષેત્ર દ્રવ્યનું, તેટલું જ ક્ષેત્ર તેનાં પ્રત્યેક ગુણનું હોય છે અને જેટલું ક્ષેત્ર ગુણનું તેટલું ક્ષેત્ર તે ગુણની પર્યાયનું હોય છે. એટલે જ કે જેટલું જીવદ્રવ્યનું ક્ષેત્ર, તેટલું તેના ચારિત્ર ગુણનું ક્ષેત્ર અને તેટલું જ ચારિત્ર ગુણની પર્યાયનું ક્ષેત્ર. તે ઉપરથી એમ સમજાશે કે તે તે દ્રવ્યના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy