SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જ્ઞાનનો ઉપયોગ પણ વ્યક્તિગત સ્વાર્થ માટે અને બીજાના સંહાર માટે થાય છે તે આપણે ડગલે ને પગલે જોઈએ છીએ. આજે આપણે ભગવાનનું સ્વરૂપ નિશ્ચિત કર્યું કે જે વીતરાગી અને સર્વજ્ઞ છે તે જ સાચા દેવ કે ભગવાન છે. અન્ય કોઈને પણ દેવપણું – ઈશ્વરપણું સંભવે નહીં. સરાગી દેવતાઓને કુદેવ કહ્યાં છે કારણ તેમને પૂજવાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે અને તેમના ઉપદેશથી મિથ્યાત્વનું પોષણ થાય છે. કોઈ લોકો અદેવને પણ દેવ માને તેને દેવમૂઢતા કહે છે. જેમ કે પાષાણ, નદી, ધન (લક્ષ્મી), નાગ, ગાય ઈત્યાદિને પૂજવું. કુદેવોને અને અદેવોને દેવ માનવા, તેમના વિષે પૂજ્યત્વનોપ્રશંસાનો ભાવ જાગવો તેમાં મિથ્યાત્વનો-અતત્ત્વશ્રદ્ધાનનો દોષ (પાપ) લાગે તો છે જ, પણ જે વીતરાગી સર્વજ્ઞોને દેવ માને પણ તેમનું સ્વરૂપ વિપરીત માને તેઓને પણ તે દોષ લાગે છે. જેમ કે વીતરાગી દેવોની માનતા માનવી, તેઓ પાસે પૈસો, પુત્ર, જશ માગવા અથવા ઈચ્છા કરવી, રોગ સારો થવા માટે પૂજા વિધાન કરવાં તે પણ મૂર્ણપણાનું અને અજ્ઞાનના દ્યોતક છે. હાં, સંકટ સમયે ઈશ્વરની ભક્તિ, પૂજન જ્ઞાનીઓ પણ કરે છે પણ તે સંકટમાથી દેવ છોડાવે એ ભાવનાથી નહીં પણ આપણું ચિત્ત વીતરાગતામાં લાગે અને અશુભ પરિણામોથી બચીએ તે માટે ! ઈશ્વરને કર્તા-હર્તા માનવા, ઈચ્છાવાન માનવા, રક્ષણકર્તા માનવા, ઈશ્વર ઈચ્છા આગળ ઈલાજ નથી એમ માનવું અજ્ઞાન છે અને તે ઈશ્વરના સ્વરૂપને ન જાણવાથી થાય છે. ઈશ્વરનું સ્વરૂપ જાણી વીતરાગી એવા અરહંત, સિદ્ધોને પૂજવાથી આપણા વીતરાગસ્વરૂપ શુદ્ધાત્મસ્વભાવની જાણ થઈઆપણી દષ્ટિ ત્રીકાળી શુદ્ધ એવા આત્મસ્વભાવ તરફ વળે છે અને આમ થાય તો જ સાચા દેવની સાચી ભક્તિ-પૂજા થાય છે. આગળનું વિવેચન આગળના પત્રરૂપી મુલાકાતમાં. એ જ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy