SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ચાર શબ્દોમાં કહેવામાં આવે તો ક્રોધ, માન, માયા અને લોભ. બધાં કષાયોની નામાવલી પચ્ચીસ નામોમાં કહેવી હોય તો – ૧ થી ૪ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ - (૧લી ચોકડી) ૫ થી ૮ અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ - (રજી ચોકડી) ૯ થી ૧૨ પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ - (૩જી ચોકડી) ૧૩ થી ૧૬ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ - (૪થી ચોકડી) હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ, એ નવ નોકષાય એવા કુલ પચ્ચીસ કષાયો છે. જ્યારે જીવને ક્રોધ કષાય ઉત્પન્ન થાય, ત્યારે બીજાઓનું બુરૂં કરવાની ઈચ્છા થાય અને તે માટે ગાળ દેવી, બૂમાબૂમ કરવી, મારવું, વિગેરે અનેક ઉપાયો કરે છે. જ્યારે માન કષાય ઉત્પન્ન થાય ત્યારે બીજાઓને હીન લેખવાં અને પોતાને ઊંચા ગણાવાની ઈચ્છા થાય અને તે માટે અનેક ઉપાયો કરે છે. જ્યારે જીવને માયા કષાય ઉત્પન્ન થાય ત્યારે કપટ-માયાચારી દ્વારા કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય. જ્યારે લોભકષાય ઉત્પન્ન થાય ત્યારે ઈષ્ટ પદાર્થોના લાભની ઇચ્છા થવાથી તે માટે અનેક ઉપાયો કરે છે. એનું સવિસ્તાર વર્ણન મોક્ષમાર્ગપ્રકાશક પુસ્તકમાં ત્રીજા અધિકારમાં ‘ચારિત્રમોહથી દુઃખ’ એ શીર્ષકમાં તમને વાંચવાં મળશે. આ કષાયો સાથે નોકષાય હોય છે. હાસ્ય કષાયમાં ખોટી માન્યતાથી વિશિષ્ટ વાતમાં હર્ષ માને છે; કે હસવાં માંડે છે, રતિકષાયમાં વસ્તુમાં અતિ આસકત થાય છે. અરતિ કષાયમાં અનિષ્ટ વસ્તુના સંયોગમાં વ્યાકુળ થાય છે. ૧૧૮ શોક-કષાયમાં ઇષ્ટ વિયોગ અથવા અનિષ્ટ સંયોગથી વ્યાકુળ બની સંતાપ કરી રડે છે, બૂમો પાડે છે, ઘણું દુ:ખ કરે છે. ભય-કષાયમાં કોઈ બાબતને ઈષ્ટવિયોગનું અને અનિષ્ટસંયોગનું કારણ જાણી ભયભીત થાય છે, તેનાથી દૂર ભાગે છે, સંતાઇ જાય છે ઇત્યાદિ. જુગુપ્સા ઉત્પન્ન થાય ત્યારે અનિષ્ટ-વસ્તુ વિષે ધૃણા કરે છે. ત્રણે વેદ કષાયો દ્વારા કામવાસના જાગૃત થાય છે અને સંભોગની ઈચ્છા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy