________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
સ્વરૂપ જાણતા નથી તો તે વ્યક્તિઓએ બોલેલો મોકાર મંત્ર વ્યર્થ છે, તેઓએ ખરા અર્થમાં ભગવાનને નમસ્કાર પણ કર્યો નથી એમ જ કહેવું પડશે. પરંતુ આવી વ્યક્તિઓનો દાખલો લઈ આપણે શાસ્ત્રાભ્યાસ છોડી દઈએ તો આપણા જેવાં મૂર્ખાઓ બીજા કોણ હશે ?.
આપણે કહીએ છીએ કે આજના વૈજ્ઞાનિકોએ કેટલી બધી શોધો કરી છે. પહેલાં કંઈ જ ન હતું. દા.ત. અણુઉર્જા (Atomic Energy) શોધી કાઢી. અલી, અણુમાં ઊર્જ છે તે પેલા વૈજ્ઞાનિકોના જ્ઞાનમાં તો હવે આવ્યું. તે તેઓએ અણુમાં ઊર્જા નિર્માણ કરી નથી. તેનું તેઓને જ્ઞાન થયું. અણુમાં – પુદ્ગલમાં પ્રમેયત્વ શક્તિ હોવાથી તે કોઈના કોઈ જ્ઞાનમાં આવ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ પહેલા જ આવ્યું હતું, તે સમયે જ તેમના જ્ઞાનમાં એ પણ આવ્યું જ હતું કે કયા કાળમાં, કઈ વ્યક્તિના જ્ઞાનમાં આ બાબત આવનાર છે. એટલે કે કયારે કઈ શોધ થશે.
પ્રમેયત્વ શક્તિ જાણવાથી કોઈપણ વાત “ચમત્કા' જણાતી નથી. આપણી નિત્ય પરિચયની ન હોય એવી વાતો આપણ “ચમત્કાર” કે આશ્ચર્ય લાગે છે. પણ વસ્તુસ્વરૂપની દૃષ્ટિએ જોતાં તેમાં વિસ્મયકારક એવું કશું જ નથી. - તત્ત્વજ્ઞાન એ તત્ત્વજ્ઞાન પુરતું જ ફાયદામંદ ન હોઈ આપણાં રોજના લૌકિક જીવનમાં પણ તેનો ઘણો મોટો ઉપયોગ થાય છે. કોઈ વ્હાલી વ્યક્તિ મૃત્યુ પામતાં શોકથી માણસ ગાંડો થાય છે, પણ તે સમયે જો તેણે તત્ત્વજ્ઞાન જાણ્યું હશે તો તેને જાણ હોય છે કે આ જીવ જે આ શરીરથી વિયોગ થઈ અહીંથી નીકળી ગયો તેમાં અસ્તિત્વ ગુણ હોવાથી તેનો નાશ થયો નથી. તેનું અસ્તિત્વ કયાંક છે, અને તેમાં પ્રમેયત્વ ગુણ હોવાથી કોઈના તો જ્ઞાનમાં આવે છે કે હાલ તે કયાં છે, કઈ અવસ્થામાં છે. એવી વ્યક્તિને પોતાનું દુઃખ, શોક સમેટી લેવું સહેલું થશે. જેમ પોતાનો દીકરો ખોવાઈ ગયો એવું જાણીને કોઈક માતાને કેટલું દુઃખ થશે પણ તેને એમ જાણ્યું કે મારો દીકરો અમેરિકામાં છે અને સુખી છે તો તેને એટલી આકુલતા નહીં થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org