________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
વીતરાગતા વધતી જાય છે. સમ્યક્દર્શન થતાંની સાથે જ વીતરાગતાની શરૂઆત થાય છે કારણ અનંતાનુબંધી કષાયોનો ત્યાં અભાવ થાય છે. કષાયોથી આપણે પરિચિત છીએ માટે તેઓના અભાવોની અપેક્ષાએ આ કથન છે. પણ આત્મા કંઈ અભાવાત્મક વસ્તુ નથી, શૂન્ય નથી કે જેમાં મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી; તો અસ્તિસ્વરૂપે આત્મા તરફ જોતાં તેમાં અનંત ગુણો છે; જેવા કે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ વીર્ય વિગેરે. આ બધાં ગુણોની આંશિક શુદ્ધતા પ્રકટ થાય ત્યારે તે જીવને સાધક કહે છે. અને પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રકટ થાય ત્યારે તે જીવને ભગવાન–પરમેશ્વર કહેવાય છે.
વીતરાગતા ચારિત્રગુણની શુદ્ધ અવસ્થા છે. કષાય ચારિત્ર ગુણની અશુદ્ધ અવસ્થા છે. શુભભાવ અને અશુભભાવ આ ચારિત્ર ગુણોના અશુદ્ધ અવસ્થાના બે ભેદ છે. જુઓ ! સરખી રીતે ધ્યાનથી જુઓ આત્માના ચારિત્રગુણોની ત્રણ અવસ્થાઓ થઇ.
ચારિત્રગુણની અવસ્થા
શુદ્ધ
શુભ
(પુણ્ય)
અશુદ્ધ
Jain Education International
જૈન તત્ત્વજ્ઞાન વગર બીજા કોઈ પણ તત્ત્વજ્ઞાનમાં આ શુદ્ધ અવસ્થા વર્ણવેલી નથી અને તેની પ્રાપ્તિનો માર્ગ તો નથી જ નથી.
અશુભ
(પાપ)
સમ્યક્દર્શન (શ્રદ્ધા ગુણની શુદ્ધ અવસ્થા) સભ્યજ્ઞાન (જ્ઞાન ગુણની શુદ્ધ અવસ્થા અથવા અતીંદ્રિય જ્ઞાન) અને સમ્યક્ચારિત્ર (ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા એટલે આંશિક વીતરાગતા) આ બધુ એક સમયે જ થાય છે. તે સમયે એક ચોકડી કષાયોનો એટલે કે અનંતાનુબંધી કષાય ચોકડીનો અભાવ થાય છે. ગૃહસ્થાવસ્થામાં આ કાર્ય થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org