SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ જીવના વિશેષ ગુણો અને પર્યાયો તે સમજ્યાં પછી લક્ષણો દ્વારા જીવ અને પુગલને ભિન્ન ભિન્ન ઓળખવું હવે સહેલું થયું છે. પોતાને ઓળખવું એ જ આપણું પ્રયોજન હોવાથી વિશેષ ગુણોનો આ અભ્યાસ આપણાં માટે ઘણો ઉપયોગી થઈ પડશે. જીવ અને પુલ સિવાય બીજા ચાર દ્રવ્યો છે – ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તેઓના વિશેષ ગુણો વિષે આપણે ‘દ્રવ્યનું સ્વરૂપ ના પત્રમાં ચર્ચા કરી જ છે. ચારિત્ર ગુણ વિષેનો પત્ર પણ જલ્દી મોકલીશ. - એ જ તમારી બા. - -- જે ભવસમુદ્ર પાર કર્યો નહીં તો મનુષ્યદેહ મેળવીને પણ તેનો શો ઉપયોગ ? પંડિત કહેવાયો તો પણ તેનો શો ઉપયોગ? અને તીર્થક્ષેત્રે સ્નાન કર્યું તેનો શો ઉપયોગ ? જે કમો ક્ષીણ કર્યા નહીં અને ધન કમાયા તો તેનો શો ઉપયોગ? ઈન્દ્રિયોને તૃપ્તકરી તો તેનો શો ઉપયોગ ? અને માથા પર છત્ર ધારણ કરી છત્રપતિ બન્યાં તો તેનો શો ઉપયોગ ? જો જરા-મરણાદિને ટાળ્યાં નહીં અને તારૂણ્ય મેળવ્યું પણ તેનો શું ઉપયોગ ? અને જો આત્માનો પ્રકાશ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરી અને ખૂબ ભ્રમણ કર્યું તો તેનો શો ઉપયોગ કે દૂર દેશમાં અજાણ્યા માણસોમાં વાસ કર્યો - તેનું શું ફળ મળ્યું ? ભ્રાંતિનાં વિલાસથી કે દુર્જનોની સંગતથી શો ઉપયોગ કારણ ભલે એ બધું હોય તો પણ અંતે પશ્ચાતાપ જ કરવો પડશે. કારણ કરવાયોગ્ય તો એક આત્મજ્ઞાન જ છે. તે તો થયું જ નથી. - ભૈયા ભગવતીદાસ - “બ્રહ્મવિલાસ' - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy