SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પત્રાંક ૧ તત્ત્વ-પરિચ્ય Jain Education International તત્ત્વ પરિચય ૧૧ મે ૧૯૯૩ ડૉ. સૌ. ઉજ્જ્વલા દિનેશચંદ્ર શહા ૧૫૭/૯ નિર્મલા નિવાસ, સાયન (પૂ), મુંબઈ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, તમે બન્ને-એક જણ પરણીને અને એક અભ્યાસને લઈને અમારાથી દૂર થયા. મોના હૉસ્ટેલમાં ગયા બાદ શરૂઆતના થોડાક દિવસો સુધી ખાવા પિવા બાબત, અને ઘર છોડી એકલી જ રહેશે તે બાબતમાં શી રીતે રમમાણ adjust થશે તેના અનેક વિકલ્પો આવતાં. હવે તે ચિંતા નથી. હમણા સતત એક વિચાર આવ્યા કરે છે કે હવે તમે સાચા અર્થમાં સમાજમાં સંચરો છો. ત્યાં અનેક ધર્મોવાળી અનેક મતો ધરાવતી વ્યક્તિ જોડે તમારો સંપર્ક થશે. તેઓના મતો, તેઓની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તમારા પર પ્રભાવ પડશે. તે સમયે સનાતન સત્ય ધર્મ શું છે તે તમને સમજાવવાની મારી ફરજ છે. ઘરના સંસ્કાર, થોડો ઘણો તત્ત્વશ્રવણનો લાભ તમને નાનપણથી જ મળ્યો છે. ત્યારે ‘આપણો ધર્મ’, ‘આપણા દેવો’, ‘આપણો ફુલાચાર' આ બાબતો આદરણીય કે સારી લાગતી હશે. હવે તે જ બાબતો ખરેખર જ યોગ્ય છે કે નહીં, તત્ત્વો ન્યાયયુકત છે કે નહીં તેની પરીક્ષાપૂર્વક પ્રતીતિ કરવી પડશે. ૦૪ તમારા બન્નેને નિમિત્તે આ લખ્યું છે. અમે પ્રાપ્ત કરેલું અને પ્રાપ્ત કરીએ છીએ તે જ્ઞાનધન તમને અને અનેક જીજ્ઞાસુ એવી દીકરીઓ, વહુઓ અને બાળકોને મળે એ જ જિનચરણોમાં પ્રાર્થના. સૌપ્રથમ ‘ઇશ્વર’ કે ‘ભગવાન’ ચોકકસ શું છે તે જાણવું જોઇએ. તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy