________________
૮૭
અગુરુલઘુત્વગુણ
પત્રાંક ૧૪.
૭ ફેબ્રુઆરી ૧૯૯૫
અગુરુલઘુગુણ
પ્રિય સૌ. રીના અને સૌ. મોના અનેક ઉત્તમ શુભાશિષ,
પત્રની આતુરતાથી વાટ જુઓ છો એ ઘણી સારી વાત છે. એ પરથી વસ્તુસ્વરૂપ અને આત્મસ્વરૂપ જાણી લેવાની તમારી લગની, ઉત્સુકતા દેખાઈ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेत् भव्यो भाविनिर्वाण भाजनम् ॥
અર્થાત આભાસંબંધીની ચર્ચા જે મનથી-ઉત્સુકતાથી સાંભળે છે તે નિશ્ચિત જ ભવ્ય છે અને ભવિષ્ય કાળમાં નિર્વાણ પામવાને પાત્ર
છએ દ્રવ્યોમાં જોવા મળતાં સામાન્ય ગુણોની ચર્ચા આપણે કરીએ છીએ. અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આ ગુણોનું સ્વરૂપ અને તેઓનું કાર્ય જોયું. તેના ઉપરથી વસ્તુસ્વરૂપની એટલે દ્રવ્ય સંબંધીની જાણકારી આપણને સમજાવા લાગી છે. પ્રત્યેક વસ્તુમાં રહેલાં અનંત ગુણો એક જ સમયે વિદ્યમાન છે – પ્રત્યેક સમયે છે -- સતત છે. વસ્તુની સત્તા એક જ છે. અને વસ્તુ કેવી છે તે કહેવાવાળાં જે ગુણો છે તે અનંત છે. અનંત કહેવા અને સાંભળવા ગજા બહારનું હોવાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવા આવશ્યક એવા છ સામાન્ય ગુણોની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે.
આજનો આપણો વિષય છે ‘અગુરુલઘુત્વ ગુણ', આ ગુણ અલૌકિક છે. જૈન સિદ્ધાંતોનો પ્રાણ છે. વસ્તુસ્વરૂપ સમજવા માટે જાણે મોટો મંત્ર છે. એમ જોવા જઈએ તો કોઈપણ ગુણ મોટો નથી કે નાનો નથી, શ્રેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org